ચંદ્રગુપ્ત (ત્રીજો)

ચંદ્રગુપ્ત (ત્રીજો) : બુધગુપ્ત પછીનો ગુપ્ત શાસક. તેણે સોનાના વજનદાર સિક્કાઓ પડાવ્યા હતા. મંજુશ્રી મૂલકલ્પમાં એમ જણાવવામાં આવ્યું છે કે દેવ (બુધગુપ્ત) પછી ચંદ્રગુપ્ત (ત્રીજો) ગાદીએ આવ્યો અને તે જાતે પણ માર્યો ગયો. ચંદ્રગુપ્ત (ત્રીજો) લગભગ ઈ. સ. 495માં ગાદીએ આવ્યો અને તેણે ત્રણચાર વર્ષ રાજ્ય કર્યું અને સંભવત: તે તોરમાણને હાથે મરાયો.

જ. મ. શાહ