ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

February, 2011

ગુજરાત

રમતગમત અને યુવાપ્રવૃત્તિ

રમતગમત

પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી તે ચીજોને ઝીલે છે, ફેંકે છે, અફાળે છે અને ધકેલે છે; પીઠથી તે ડાબી કે જમણી બાજુએ અને આગળ તથા પાછળ તેમજ નીચે વળે છે અને કમર આગળથી શરીરને ગોળ ફેરવે છે. આ બધી ગતિઓ તેના જીવન માટે જરૂરી છે. તેવી ગતિ વગર ખોરાક મેળવવાના તથા દુશ્મનથી બચવાના વિવિધ પ્રયાસો થઈ શકતા નથી. આ બધી ગતિઓ કરવી તેને ગમે છે. રમતોમાં આવી વિવિધ સ્વાભાવિક ગતિઓ કરવાની હોય છે, તેથી બાળકોને તથા યુવાનોને તે ગમે છે. રમતો રમવાથી બાળકોને અને યુવાનોને આનંદ મળે છે તથા તેમનો શરીરવિકાસ સધાય છે; તેની સાથે તેમના મગજનો અને આંખ, કાન જેવી બોધેન્દ્રિયો તેમજ આખા નાડીતંત્રનો વિકાસ સધાય છે. આમ, બાળકના અને યુવકોના શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસ માટે રમતો અનિવાર્ય છે.

રમતો અંગેની ઉપર્યુક્ત ભૂમિકા ભારત તથા ગુજરાતની રમતોને પણ લાગુ પડે છે. દરેક દેશની આગવી સંસ્કૃતિ અને જીવવાની કળા હોય છે. રમતો સંસ્કૃતિ અને લોકજીવનની કળાની આરસી છે. ગુજરાતની રમતો પર ભારતીય સંસ્કૃતિની અસર છે. ગુજરાતની પ્રજા નગરવિસ્તાર, ગ્રામવિસ્તાર અને પછાત વિસ્તારમાં વહેંચાયેલી છે અને જે તે વિસ્તારનાં સમાજજીવન, વાતાવરણ તથા પરિસ્થિતિને અનુકૂળ આવે તથા જરૂરિયાતોને સંતોષે તેવી રમતો જે તે સમાજના લોકજીવનમાં વણાઈ ગઈ છે. આ દૃષ્ટિએ ગુજરાતની રમતોને મુખ્ય બે પ્રકારમાં વહેંચી શકાય : (ક) સાદી અથવા ગૌણ રમતો (minor games) અને (ખ) મોટી અથવા મહત્વની રમતો (major games) – નિયમબદ્ધ સ્પર્ધાલક્ષી.

() સાદી અથવા ગૌણ રમતો : આ પ્રકારની રમતોમાં નિયમોનું બંધન ઓછું અને ગતિ સાદી હોય છે; તેથી બાળકો અને કિશોરો તે સહેલાઈથી રમી શકે છે. શેરીઓમાં ટોળે મળી રમતાં છોકરાં આવી રમતો સ્વયંભૂ પ્રેરણાથી રમે છે. વિવિધ દેશોમાં રમાતી સાદી રમતો ઉપર જે તે દેશની સંસ્કૃતિ, વાતાવરણ અને રીતરિવાજોની અસરને કારણે તેમનાં સ્વરૂપ જુદાં જુદાં હોય છે, પરંતુ મૂળભૂત ક્રિયાઓમાં ખૂબ મળતાપણું હોય છે. આપણા દેશમાં અને ગુજરાતમાં શિશુરમતો, દોડવા-કૂદવા-ફેંકવાની રમતો, પીછો પકડવાની રમતો, સંતાકૂકડીની રમતો, લખોટાની રમતો, કોડીની રમતો, ચણોઠીની રમતો, પતંગ ચગાવવાની રમતો, ભમરડાની રમતો, મોઈ-ડંડાની રમતો, દડાની રમતો, આંબલી-પીપળીની રમતો, દોરી કૂદવાની રમતો, તરવાની રમતો, અખાડાની રમતો, બાજી-પાસા અને કૂકાની ઘરમાં રમી શકાય તેવી રમતો, ઉખાણાં અને અંતકડીની માનસિક રમતો વગેરે અનેક પ્રકારો પ્રચલિત છે અને પેઢીઉતાર આ રમતો જમાનાને અનુરૂપ સુધારાવધારા સાથે રમાતી આવી છે. આ સિવાય દશેરા તથા અન્ય તહેવારે ઘોડા, ઊંટ, ટાંગા, બળદગાડાં વગેરેની સ્પર્ધાઓ પણ પ્રચલિત છે. આ બધા પ્રકારોની સંક્ષિપ્ત માહિતી નીચે પ્રસ્તુત છે :

(1) શિશુરમતો : નાનાં બાળકો જોયેલી બાબતોનું સહજ અનુકરણ કરે છે તથા સર્વ કુદરતી પ્રવૃત્તિઓ અને લયબદ્ધ જોડકણાં માટે ભારે આકર્ષણ ધરાવે છે. આ કારણે સરળ અનુકરણો, કુદરતી પ્રવૃત્તિઓ તથા લયબદ્ધ જોડકણાંની રમતો નાનાં બાળકો માટે અનુકૂળ બની રહે છે. આગગાડી, ઘોડાગાડી, ગોધાગોધી, આવ રે કાગડા કઢી પીવા, ચકલી ઊડે, ગાય ઊડે, ઢીંગલાઢીંગલી, ઘરઘર, સિપાહી-સિપાહી, આંબો, બકરાંની ઝાંઝર વગેરે અનુકરણ-રમતો; ચાલણગાડી, લપસણી, ઝૂલા, ચગડોળ, ગોળમટાં, ફૂદડી, રેતીમાં દેરાં બનાવવાં વગેરે કુદરતી પ્રવૃત્તિઓ તથા ગાય ખોવાણી, અડકોદડકો, દસ્તાપિંજર વગેરે જોડકણાં-રમતો – આ બધી ખૂબ પ્રચલિત શિશુરમતો છે.

(2) દોડકૂદફેંક રમતો : નિયત અંતર ઓછા સમયમાં દોડવાની, ઊંચું કે લાંબું ઠેકવાની તથા દડો કે રિંગ એવી કોઈ ચીજને દૂર ફેંકવાની સ્પર્ધાઓનો આમાં સમાવેશ થાય છે.

(3) પીછો પકડવાની યા સાતતાળીની રમતો : જુદી જુદી પરિસ્થિતિમાં પીછો પકડવાની રમતોનો આમાં સમાવેશ થાય છે. જે પકડાય તેના માથે દાવ આવે છે; અને એમ રમત ચાલુ રહે છે. સાદી સાતતાળી, નારગોળ, અટીસોમટીસો, તલ્લકછાંયડો, અક્કલભૂલી, એરંડો, ઊભી ખો, બેઠી ખો, ખોડિયોપાડો, નાગરવેલ, વાઘબકરી, ગુપચુપ કોરડો, આંધળી ખિસકોલી વગેરે વૈયક્તિક પીછો પકડવાની તથા ચકભિલ્લુ (ખોખો), લંગડી, હુતુતુતુ, ખારોપાટ વગેરે સાંઘિક પીછો પકડવાની રમતો ખૂબ પ્રચલિત છે.

(4) સંતાકૂકડીની રમતો : નાનાં બાળકોને ખૂબ પ્રિય એવી રમતોમાં સંતાઈ ગયેલાં બાળકોને શોધી કાઢવાનાં હોય છે. ડાહીનો ઘોડો, થપ્પો, ઉઠાંગતુડાંગ, આંટીફાંટી વગેરે સંતાકૂકડીની અત્યંત પ્રચલિત રમતો છે.

(5) લખોટાની રમતો : પથ્થર, કાચ અથવા લાખના બનાવેલા લખોટા અને લખોટીઓથી રમાતી આ રમતોમાં નિશાન તાકવાનું કૌશલ મુખ્ય છે. નાના ચોગાનમાં વચ્ચે ગબી બનાવી તેની આસપાસ આ રમતો રમાય છે. આ રમતોમાં સામાના લખોટાને પોતાના લખોટા વડે તાકવાનો હોય છે અથવા વચેટ આંગળી પર લખોટાને ચઢાવીને આંટવાનો હોય છે : ભટ્ટો, એક્કા-દુગ્ગા, બાવીસ ટોચા, પોસાપોસ, છૂટક બિલ્લસ, ભીંતપછાડ વગેરે લખોટાની પ્રચલિત રમતો છે અને બાળકો શાળામાં રિસેસ દરમિયાન અથવા મહોલ્લામાં ખૂબ શોખથી રમે છે.

(6) પતંગ ચગાવવાની રમતો : વાંસની સળીમાંથી બનાવેલા કમાન અને ઢઢ્ઢા ઉપર સમબાજુ ચતુષ્કોણ (ડાયમંડ) આકારનો કાગળ ચોંટાડી તથા નીચે ફૂમતું લગાવી પતંગ બનાવવામાં આવે છે; અને તેને કન્ના બાંધી દોરી વડે ચગાવવામાં આવે છે. આ રમતો સામાન્ય રીતે દિવાળી પછી શરૂ થાય છે અને ઉત્તરાયણ સુધી ચાલે છે. નાનાં બાળકોથી માંડીને મોટી ઉંમરનાં સ્ત્રીપુરુષો આ રમતો શોખથી ખેલે છે. પતંગને ધારી દિશામાં તથા ઉપર-નીચે લઈ જવાનો કાબૂ તથા ઢીલ મૂકીને તેમજ ખેંચીને પેચ લડાવવાની યુક્તિ લપેટ-તુક્કલ – આ રમતોમાં મુખ્ય કસબ છે. આ સિવાય નાનાં બાળકો દોરીના ટુકડાને ઠીંકરાં બાંધી લંગરિયાં લડાવે છે; અને તેમાંથી બચેલા નાના ટુકડા વડે ઘિસ્સા લડાવે છે.

(7) ભમરડાની રમતો : ઉત્તરાયણ પછી પતંગની રમતો પૂરી થાય એટલે ભમરડાની રમતો શરૂ થાય છે અને તે ઠેઠ હોળી સુધી ચાલે છે. ભમરડો સાગનો, આંબાનો તથા સીસમના લાકડાનો બનાવવામાં આવે છે. ભમરડાની નીચે લોખંડની પાતળી અણીદાર એક ખીલી (આર) બેસાડવામાં આવે છે. તે ભમરડાને ‘એક-આરી ભમરડો’ અને ભમરડામાં ઉપર અને નીચે એમ બે આર બેસાડેલી હોય છે, તેને ‘બે-આરી ભમરડો’ કહેવામાં આવે છે. ભમરડા ઉપર દોરી (જાળ) વીંટી, દોરીનો છેડો આંગળીમાં ભેરવી જોરથી જમીન પર ફંગોળી ફેરવવામાં આવે છે. આ દોરીને ‘જાળ’ કહે છે. ભમરડાને સ્થિર ફેરવવો, ધારી જગ્યાએ ફેરવવો, ફરતા ભમરડાને જાળ વડે ઉછાળીને અથવા આંગળીની મદદથી હથેળીમાં લેવો, ભમરડો સીધો હથેળીમાં ફરે તેમ અધ્ધર ઊંચકી લેવો વગેરે કૌશલો છે. અને એક કૂંડાળી, બે કૂંડાળી, લંગડી કૂંડાળી, ચાક જાળ, લટ્ટુ જાળ અને સાત જાળ વગેરે તેના પ્રચલિત રમતપ્રકારો છે.

(8) મોઈડંડાની રમતો : આને ‘ગિલ્લીદંડા’ પણ કહેવામાં આવે છે. આ રમત આખા દેશમાં પ્રચલિત છે, ભલે ને પછી તે વિટ્ટી દાંડુ, ઇટીડકર, ગિલ્લીદંડા, કુટ્ટીદેજો કે એવા કોઈ નામે ઓળખાતી હોય. ચોગાનમાં એક બાજુએ ગબી બનાવી, લાકડાનો દોઢ ફૂટ લાંબો દંડો અને વચ્ચે જાડી તથા બંને છેડે પાતળી એવી ત્રણેક ઇંચ લાંબી મોઈથી આ રમત રમાય છે. ‘જગુ’ની રમત એટલે વકટ, રેંટ, મૂઠ, નાળ, અંકી, બંકો ને જગુ એ પ્રમાણે અનુક્રમે ફટકા મારવાની રમત તથા ‘લાલમ લાલ’ એટલે કે જમીન પર ગિલ્લી ઢાળ પડતી ગોઠવી તેના છેડા પર દંડો ટપારતાં ઊછળેલી ગિલ્લીને ફટકો (ટોલ્લો) મારવાની રમત  આ બે રમતપ્રકારો ખૂબ જાણીતા છે. આ સિવાય ટોલ્લો મારવાની રમતોમાં ‘આબક દૂંબક’ તથા ‘સોદંડા’ રમતો પણ ખૂબ રમાય છે.

ખીલા ખૂંચામણી રમત : આ રમત મોટા ભાગે ચોમાસાની ભીની ભીની મોસમમાં રમાય છે. અહીં વરસાદ થઈ ગયા પછી ભીનાશ ભરી માટીમાં એક મોટો લગભગ બે વેંત મોટો એવો ખીલો – ભીની – પોચી માટીમાં જોરથી ફેંકીને ખૂંચાડવામાં આવે છે – અહીં ખેલાડી ખીલો ખૂંચાડતો ખૂંચાડતો – આગળ વધે છે. જ્યારે ખીલો ખૂંચે નહીં અને પડી જાય તો પછી બીજા ખેલાડીનો દાવ આવે છે અને તે પણ ખીલા ખૂંચામણી કરતે કરતે આગળ વધે છે. આ રમતમાં અનેક ખેલાડીઓ ભાગ લઈ શકે છે. જે ખેલાડી સૌથી વધુ અંતર સુધી ખીલો ખૂંચાડવામાં સફળ થાય તે વિજેતા થાય છે.

(9) દડાની રમતો : રબરના દડા અથવા લૂગડાની ગૂંથેલી દડી કે દડાથી રમાતી આ રમતો રમવામાં જેટલી આનંદપ્રદ છે તેટલી જ જોવામાં પણ છે. મારદડી, દડામાર, દીવાલદડો વગેરે તાકવાની તથા ઝીલવાની પ્રચલિત રમતો છે. એક છેડે વાંકી વાળેલી લાકડી કે ગેડીથી રમાતી ‘ગેડીદડા’ની રમત આપણી તળપદી રાષ્ટ્રીય રમત છે. હોળીની આસપાસના દિવસોમાં તે ખૂબ શોખથી રમાય છે. આમાં ‘સાલદાવ’ અને ‘કૂંડાળાદાવ’ એ બે મુખ્ય પ્રકારો છે. ગેડીદડાની રમતનું આધુનિક નિયમબદ્ધ સંસ્કરણ એટલે ‘હૉકી’. દડાની રમતોમાં આ સિવાય ‘નાગોરચું’ અથવા ‘ઇડરિયો ગઢ’ રમતમાં સાત ઠીંકરી કે લાકડાના કટકાને એક ઉપર એક એમ વ્યવસ્થિત ગોઠવી ગઢ (નાગોરચું) બનાવી તેને દડાથી તાકવાનો હોય છે. આ રમત કિશોરોમાં ખૂબ પ્રચલિત છે.

(10) આંબલીપીપળીની રમતો : વડ યા પીપળો યા આમલી કે એવા ઝાડ ઉપર આ રમત રમાય છે. વડ ખૂબ ફેલાયેલો તથા ડાળીઓ ખૂબ નીચે સુધી લંબાયેલી હોવાથી વડની પસંદગી કરવી ઇચ્છનીય ગણાય છે. આ રમતપ્રકારમાં દાવવાળો છોકરો વૃક્ષ ઉપરના છોકરાઓને પકડવા પ્રયત્ન કરે છે અને વૃક્ષ ઉપરના છોકરાઓ દાવવાળા છોકરાથી પકડાયા વિના નીચે ઊતરી જમીન પર કૂંડાળામાં મૂકેલા દંડાને પગ નીચેથી દૂર ફેંકી ઝાડ ઉપર ચઢી જાય છે. જે પકડાય તેને માથે દાવ આવે છે. આ રમતમાં હિંમત અને ચપળતા ખીલે છે, પણ રમત જોખમકારી ખરી.

(11) દોરી કૂદવાની રમતો : આ રમતપ્રકારમાં 3.70 મીટર લાંબી અને આંગળી જેટલી જાડી દોરી લઈ બંને છેડા એકેક હાથમાં રાખી દોરીને માથાની ઉપરથી તથા પગની નીચેથી પસાર થાય તેમ ગોળ ફેરવવાની હોય છે. આના સવળા તથા અવળા પ્રકારો તેમજ લંગડી, સાઇકલ વગેરે પ્રકારો અને બબ્બેની જોડમાં ત્રણ-ત્રણનાં તેલાંમાં કૂદવાના પ્રકારો પ્રચલિત છે.

(12) પાણીમાં તરવાની રમતો : તળાવ કે નદી કે વાવ-કૂવામાં પાણીમાં ઊંધો તારો, ચત્તો તારો, ઊભી તારી વગેરે તરવાના પ્રકારો, ડૂબકી અને ઊંચેથી પાણીમાં ભૂસકા મારવાની રમતો તથા પાણીમાં કોઈ તરતી ચીજને દૂર નાખી કે ડૂબી જાય તેવો સિક્કો કે પથ્થર જેવી ચીજ નાખી ડૂબકી મારી તળિયેથી શોધી લાવવાની કે તરીને દૂર ફેંકેલી તરતી ચીજને લઈ આવવાની રમતો પ્રચલિત છે.

(13) અખાડાની રમતો : પ્રાચીન કાળથી અખાડાની રમતોમાં કુસ્તી કેન્દ્રસ્થાને છે અને તેના વિકાસ માટે સહાયક થાય તે હેતુથી મલખમ, દંડ-બેઠક, વજન ઊંચકવાની કસરતો યા રમતો વિકસેલી છે. મલખમ એ જમીન બહાર 2.5થી 2.75 મીટર રહે તેવો જમીનમાં દાટેલો લાકડાનો થાંભલો છે અને તેની ઉપર ચપળતાના અનેક ખેલો કરવામાં આવે છે. દંડ તથા બેઠક હાથ, ધડ અને પગ માટેની ઉત્તમ કસરતો છે અને સહનશક્તિને વિકસાવે છે, જ્યારે વજન ઊંચકવાના વ્યાયામથી સ્નાયુઓ ઘનિષ્ઠ બને છે અને બળનો વિકાસ થાય છે. અખાડાની રમતોમાં આ સિવાય લાઠી, બનેટી, ઢાલ-લકડી, જમૈયા, ભાલા, તલવાર વગેરે લડત-પ્રકારો, ગુલાંટ, પિરામિડ, રિંગમાંથી શરીર કાઢવું, રોલિંગ બૅલેન્સ, બૅલેન્સના વિવિધ પ્રયોગો, ત્રણ શીશા ઉપર ખુરશી મૂકી શીર્ષાસન વગેરે સ્ટંટ પ્રકારના ખેલો, તથા લેજીમ, મગદળ વગેરે લયબદ્ધ વ્યાયામપ્રકારો ખૂબ પ્રચલિત અને જાણીતા છે. વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ગુજરાતમાં અખાડાની રમતોના પ્રચાર અને વિકાસમાં વડોદરાની ખ્યાતનામ વ્યાયામ સંસ્થાઓ : (1) નારાયણ ગુરુની તાલીમ સંસ્થા, (2) જુમ્મા દાદા વ્યાયામ મંદિર, (3) તિમપ્પા વજ્રમુખ-પ્રેરિત બીંબજા વ્યાયામશાળા, (4) પુરાણી બંધુઓ સ્થાપિત ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ. એ ચાર વ્યાયામ સંસ્થાઓનો અગ્રણી ફાળો છે. સાવરકુંડલામાં આવેલ કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર – અખાડામાં ખૂબ જ વિવિધ પ્રકારની રમતો રમાડે છે અને દર જન્માષ્ટમીની રાત્રીએ રાત્રીના 8-00થી 12-00 સુધી આ બધી જ રમતો જાહેર જનતાને અખાડામાં દર્શાવાય છે. જેમ જલતી રોલિંગ બૅલેન્સ, મલખમ-લેજીમ, લાઠી, સિંગલબાર, ડબલબાર, જલતી રિંગમાંથી કૂદવાની રમત સૌથી વધુ રોમાંચક હોય છે. આ ખેલ જોવા આખું ગામ જન્માષ્ટમીની રાત્રીએ અખાડામાં એકત્રિત થાય છે. તાલીમાર્થીના સર્વાંગી વિકાસમાં અખાડાની રમતો અસરકારક ફાળો આપી શકે છે તે નિર્વિવાદ હકીકત છે.

(14) પ્રવાસ અને ટ્રૅકિંગ : લાંબા અંતરના પગપાળા અને સાઇકલપ્રવાસ, જંગલ કે ખડતલ પ્રદેશમાં પરિભ્રમણ તથા નૌકાટન વગેરે રમતોનો આમાં સમાવેશ થાય છે. કુદરતના સંપૂર્ણ સંપર્કમાં જીવનનો અનુભવ કરવાની આ રમતો આનંદજનક હોવા ઉપરાંત ખડતલપણું, હિંમત તથા સમયસૂચકતાના ગુણો તેમજ સામાજિક જીવનદૃષ્ટિ વિકસાવે છે. આ પ્રકારની રમતપ્રવૃત્તિના પ્રચાર અને વિકાસમાં પરિભ્રમણ, મૉન્ટર્સ, ડૉલ્ફિન વગેરે સંસ્થાઓનો નોંધપાત્ર ફાળો છે.

(15) બાજી, પાસા, પત્તાં અને કૂકાની ઘરમાં રમી શકાય તેવી રમતો : બાજી દોરીને કૂટીઓને બુદ્ધિપૂર્વક ખસેડવાની રમતોમાં શતરંજ (ચેસ) એ ભારતમાં સૈકાઓ જૂની, રાજામહારાજાઓના સમયથી રમાતી મુખ્ય રમત છે. મૂળ આ રમત ‘ચતુરંગ’ના નામથી ઈ. સ. પાંચમા સૈકામાં ભારતમાં પ્રચલિત હતી. એમાં સુધારાવધારા પછી તે શતરંજ બની. આમાં બે જણ ખેલે છે અને દરેક જણે 64 ખાનાંવાળી બાજીમાં રાજા, વજીર, હાથી, ઊંટ, ઘોડો તથા પ્યાદાં વગેરે મળી પોતાની 16 કૂટીઓને બુદ્ધિપૂર્વક ખસેડી પ્રતિપક્ષની કૂટીઓને મારવાની હોય છે.

પાસાની રમતોમાં પાસાબાજી તથા ચોપાટ યા સોગઠાંબાજી મુખ્ય છે અને ગરીબ તથા તવંગર સૌ આ રમત શોખથી રમે છે. ચાર જણથી રમાતી આ રમતોમાં પાસા ફેંકતાં જેટલા દાણા પડે તે પ્રમાણે કૂટી યા સોગઠાંને ક્રમસર ખાનાંમાં ખસેડવાનાં હોય છે; લાગ મળ્યે હરીફની કૂટીને મારવાની હોય છે અને પોતાની બધી કૂટીઓને વિજયસ્થાન(મધ્યઘર)માં પહોંચાડવાની હોય છે.

ગંજીફો મૂળ ચીન દેશની રમત છે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં આ રમત આબાલવૃદ્ધ સૌમાં ખૂબ લોકપ્રિય બની ગઈ. તેમાં ઢગબાજી, સરબાજી, ગ્રીમ, ઝભ્ભો, પાંચ ત્રણ બે, નેપોલિયન, બ્રિજ, રમી વગેરે અનેક પ્રકારો ગુજરાતમાં પ્રચલિત છે અને નવરાશના સમયે ઘરમાં તથા ક્લબમાં તેમજ મુસાફરી દરમિયાન ટ્રેનમાં કે પ્લેનમાં કે બસમાં નાનાંમોટાં સૌ પત્તાંની આ વિવિધ રમતો ખૂબ શોખથી રમે છે.

કૂકાની રમતો ખાસ કરીને છોકરીઓ રમે છે અને તે પથ્થરના અથવા લાખના બનાવેલા પાંચ અથવા સાત કૂકાથી રમાય છે. આમાં એક અથવા વધારે કૂકાને ઉછાળીને ઝીલવાનો કસબ હોય છે.

નવ કૂકા-બાર કૂકાની રમત પણ સૌથી વધુ બુદ્ધિલક્ષી છે અહીં આડી-ઊભી લીટી દોરવામાં આવે છે અને રમવામાં આવે છે. આડા-ઊભા સેટ બનાવવામાં આવે છે.

(16) ઉખાણાં અને અંતકડીની રમતો : આ રમતપ્રકારોમાં જ્ઞાન સાથે ગમ્મત મળે છે; એટલું જ નહિ, પણ ઉખાણાંમાં તો બુદ્ધિની કસોટી પણ થાય છે. ઉખાણાંમાં એકપદી, દ્વિપદી, ત્રિપદી અને ચતુષ્પદી તથા પ્રશ્નોત્તરી એવા પ્રકારો છે.

‘વનવગડામાં લોહીનાં ટીપાં’ (ચણોઠી); ‘ભમે ભમે પણ ભમરો નહિ, કોટે જનોઈ પણ બ્રાહ્મણ નહિ’ (રેંટિયો), ‘પડી પડી પણ ભાંગી નહિ, કટકા થયા બે ચાર, વગર પાંખે ઊડી ગઈ, તમે ચતુર કરો વિચાર’ (રાત) જેવાં પ્રચલિત ઉખાણાં ઘણાં છે.

અંતકડીમાં બે પક્ષ પડ્યા પછી દરેક પક્ષે, સામો પક્ષ કવિતા કે ગીતની જે કડી બોલે તેના છેલ્લા અક્ષરથી શરૂ થતી કવિતા કે ગીતની કડી બોલવાની હોય છે. જે પક્ષ નિયત સમયમર્યાદામાં કવિતા કે ગીતની કડી બોલી ન શકે તે હારેલો ગણાય છે.

(17) વાહનદોડ : દશેરા જેવા વારતહેવારે ઘોડા, ઊંટ, બળદગાડાં, ટાંગા વગેરે વાહનો દોડાવવાની સ્પર્ધાઓ ઘણે ઠેકાણે યોજાય છે અને લોકો તેમાં ખૂબ રસ લે છે.

() મોટી રમતો : આ પ્રકારની રમતો ખૂબ વ્યવસ્થિત, નિયમબદ્ધ અને સ્પર્ધાલક્ષી હોય છે તથા તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમની રીતસર હરીફાઈ યોજાય છે. સામાન્ય રીતે 14 વર્ષ કે તેથી મોટી ઉંમરનાં યુવક-યુવતીઓ આ રમતો ખૂબ શોખથી રમે છે. આમાં ગતિઓ ખૂબ સંકુલ હોવાથી કૌશલો અને યુક્તિ-પ્રયુક્તિઓ કેળવવા માટે વિશિષ્ટ તાલીમની જરૂર પડે છે. ગુજરાતમાં પ્રચલિત મોટી રમતોને વૈયક્તિક, દ્વંદ્વ અને સાંઘિક – એમ નીચે મુજબ ત્રણ વિભાગમાં ગોઠવી શકાય :

(i) વૈયક્તિક રમતો : માર્ગીય અને મેદાની ખેલકૂદ, સાઇક્લિંગ, જળપ્રવૃત્તિઓ, જિમ્નૅસ્ટિક્સ અને મલખમ, વેઇટ-લિફ્ટિંગ પાવર-લિફ્ટિંગ, શરીર-સૌષ્ઠવ, નિશાનબાજી, તીરંદાજી, પર્વતારોહણ વગેરે.

(ii) દ્વંદ્વ અને જુગલ રમતો : કરાટે, કુસ્તી, કૅરમ, ચેસ, જૂડો, ટેનિસ, ટેબલટેનિસ, ફેન્સિંગ, બૅડમિન્ટન, મુક્કાબાજી, રિંગટેનિસ  વગેરે.

(iii) સાંઘિક રમતો : ગજગ્રાહ, કબી, ખોખો, વૉલીબૉલ, બાસ્કેટ-બૉલ, હૉકી, ફૂટબૉલ, ક્રિકેટ વગેરે.

ઉપર દર્શાવેલી રમતો પૈકી મલખમ, તીરંદાજી, કુસ્તી, કબી, ખોખો વગેરે આપણા દેશની ધરતીની રમતો છે, જ્યારે હૉકીની રમત આપણી ગેડીદડાની રમતનું અદ્યતન સંસ્કરણ છે. ક્રિકેટ બ્રિટિશ રાજ્યકાળની અસરને કારણે આપણે ત્યાં ખૂબ પ્રચલિત થયેલી અંગ્રેજી રમત છે. આ સિવાયની અન્ય રમતો વિદેશી છે અને આંતરરાષ્ટ્રીય અસરને કારણે ભારતમાં તથા ગુજરાતમાં પ્રચાર પામેલી છે.

આઉટડૉર રમતો : ક્રિકેટ, એટકોટિક્સ બાસ્કેટ-બૉલ, ડાઇવિંગ, ઇક્વેસ્ટ્રિયન, હૉકી, ફૂટબૉલ, વૉલીબૉલ, લાય વૉલીબૉલ, શૂટિંગ કારરેસ, માઉન્ટેન્સ શિઇંગ, થીચિંગ, સાઇક્લિગં હુક્ક, કબડ્ડી, સ્વિમિંગ વૉટર પોલો, સીસ્વિમિંગ.

ઇન્ડૉર રમતો : બૅડમિન્ટન, બૉક્સિગં, ચેસ, કૅરમ, ફેન્સિંગ, જિમ્નેસ્ટિક્સ, શૂટિંગ, પાવર-લિફ્ટિંગ, વેઇટ-લિફ્ટિંગ, બૉડી-બિલ્ડિંગ.

ઋતુવાર રમતો : ગુજરાતમાં ઋતુવાર પરંપરાગત રમતો નીચે મુજબ રમાતી વરતાય છે :

ઋતુઓ

તહેવારો

યુક્ત રમતો

શિયાળો (હેમંત, શિશિર) દેવદિવાળી, નાતાલ, મકરસંક્રાંતિ, ભારતનો પ્રજાસત્તાક દિન, મહાશિવરાત્રિ લાંબી દોડ, ક્રૉસકન્ટ્રી દોડ, પતંગ, લંગર, ઘિસ્સા, કબી, ખોખો, આટાપાટા, ગજગ્રાહ, ધ્વજયુદ્ધ, ટેકરીયુદ્ધ, ભજન-સ્પર્ધા
ઉનાળો (વસંત, ગ્રીષ્મ) હુતાશની, ધુળેટી, રામનવમી, હનુમાનજયંતી, અખાત્રીજ ગેડીદડા, નારિયેળ-ફેંક, ભમરડા, લખોટા, પાંચીકા, દંડબેઠક, સૂર્યનમસ્કાર, ઢાલલકડી, લાઠી લડંત, ગિલ્લીદંડા, આંબલીપીપળી
ચોમાસું (વર્ષા,  શરદ) ગોકુલઅષ્ટમી, ભારતનો સ્વાતંત્ર્ય- દિન, ગણેશચતુર્થી, ગાંધીજયંતી, નવરાત્રિ, દશેરા, શરદપૂર્ણિમા, દિવાળી લખોટીઓ, પાસાબાજી, ચોપાટ, શેતરંજ, લોકગીતો, નાટ્યપ્રયોગો, વજનઊંચક, મલખમ, કુસ્તી, લેજીમ, લોકનૃત્યો, રાસગરબા, તરણ, નૌકાચાલન, વાહનસ્પર્ધા, તીરંદાજી, લંગડી, નાગોરચું, દોરડાકૂદ, દારૂખાનું, લડાઈ

સંગઠન, ઉત્તેજન અને વિશેષ મોટી રમતોની આંતરશાળા રમતસ્પર્ધાઓ, આંતરકૉલેજ રમતસ્પર્ધાઓ, ગ્રામ-રમતોત્સવો, વિવિધ વ્યવસાયક્ષેત્રીય રમતસ્પર્ધાઓ વ્યવસ્થિત રૂપે સક્ષમ સંસ્થાઓના આશ્રયે યોજાય છે. હરિ: ૐ આશ્રમના પૂ. શ્રી મોટાએ સમાજને બેઠો કરવાના મંત્ર સાથે લાંબા અંતરની દોડ તથા તરણસ્પર્ધાઓ માટે જે તે સંસ્થાને પારાવાર પ્રેરણા અને સહાય કરી છે. ગુજરાતી ભાષામાં વ્યાયામવિજ્ઞાનના એન્સાઇક્લોપીડિયાનું પ્રકાશન પણ તેમની પ્રેરણા અને સહાયથી થયું છે. આ રમતોના નિયમન, પ્રસાર અને વિકાસ માટે અલગ અલગ રમતમંડળો રચાયેલાં છે; જેમના થકી જિલ્લા તથા રાજ્યકક્ષાએ જે તે રમતની સ્પર્ધાઓ યોજાય છે અને વિજેતાઓને પ્રદેશ યા રાષ્ટ્રકક્ષાએ હરીફાઈમાં ભાગ લેવા મોકલવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ઑલિમ્પિક રમતો માટેનાં રમતમંડળો રાજ્ય ઑલિમ્પિક મંડળ સાથે સંયોજિત હોય છે. રાજ્ય, પ્રદેશ, જિલ્લા તથા તાલુકાકક્ષાનાં રમતમંડળો તથા રમતસંસ્થાઓને રાજ્ય સરકારની ખેલકૂદ પરિષદ (State Sports Council) નિયમ મુજબ માન્યતા આપી સરકારી અનુદાનપાત્ર ગણે છે તેમજ જે તે રમતના શ્રેષ્ઠ ખેલાડીઓને તેમની સિદ્ધિ અનુસાર અંબુભાઈ પુરાણી ઍવૉર્ડ, સરદાર પટેલ ઍવૉર્ડ, એકલવ્ય ઍવૉર્ડ, જયદીપસિંહજી ઍવૉર્ડ તેમજ રમત-સ્કૉલરશિપ આપી નવાજે છે અને વિવિધ જિલ્લામાં રમતશિક્ષણ-કેન્દ્રો ચલાવી યુવક-યુવતીઓ માટે વિશિષ્ટ તાલીમની જોગવાઈ કરે છે. જે તે રમતમાં ઉચ્ચ કક્ષાના યૌવનધનને વિકાસની સંપૂર્ણ તક મળે તે માટે 1973–74ની સાલથી ગાંધીનગર મુકામે સ્પૉટર્સ હૉસ્ટેલ ગુજરાત સરકાર તરફથી શરૂ કરવામાં આવી છે. વ્યાયામ અને રમતગમતની વૈજ્ઞાનિક તાલીમ પ્રાપ્ત કરી કાર્યદક્ષ વ્યાયામશિક્ષકો તૈયાર થાય તે માટે ગુજરાતમાં યુનિવર્સિટીમાન્ય ડિગ્રી કૉલેજ તથા સરકારમાન્ય સી.પી.એડ. તેમજ ડી.પી.એડ. અભ્યાસક્રમો પણ રાજપીપળા, અમદાવાદ, અડાલજ, ઇટોલા, ભિલાડ વગેરે સ્થળોએ ચાલે છે. આ બધાંના પરિણામે રમતગમતોનાં વ્યાપ અને પોત વિકસ્યાં છે અને પર્વતારોહણ, તરણ, સ્કેટિંગ, બિલિયર્ડ, મલખમ, ખોખો વગેરે રમતોમાં ગુજરાતના ખેલાડીઓએ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવપ્રદ કામગીરી દાખવી છે.

રમતગમતના જગતમાં ગુજરાતના અનેક ખેલાડીઓએ છેલ્લા એક દાયકામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને સફળતાનાં શિખરો સર કર્યાં છે તો… અનેક ખેલાડીઓએ ઐતિહાસિક સિદ્ધિઓ મેળવીને ઇતિહાસમાં નવાં પ્રકરણો આલેખ્યાં છે.

કોણ કહે છે કે ગુજરાતના યુવાનો વ્યાયામવીર નથી ? તેમનામાં ખેલની ભાવના નથી ? કે બહાદુર ઍથ્લીટ નથી ? તમે ઇન્ડૉર કે આઉટડૉર સ્પૉટર્સ સ્ટેડિયમ – ગ્રાઉન્ડ પર એક લટાર તો મારી જુઓ…! તમોને આશ્ચર્ય થશે ! ઢગલાબંધ બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનો તાલીમ લેતાં જોઈ શકાશે. એટલું જ નહિ પણ સાથે સાથે વાલીઓ પણ એટલા જ ઉત્સાહથી તેમનાં બાળકોને પ્રોત્સાહિત કરતા જોઈ શકાય છે. આજે વાલીઓમાં જાગૃતિ આવી છે. તેઓ સ્પૉટર્સનું મહત્વ સમજ્યા છે. સ્પૉટર્સ દ્વારા જ ફિટનેસ, પરફેક્ટનેસ અને કૅરિયરને અદભુત રીતે બનાવી શકાય છે, સજાવી શકાય છે તેવું સમજતા થયા છે. સ્પૉટર્સ એકૅડેમી અને સ્પૉટર્સ ટીચર પણ સ્પૉટર્સના ડેવલપમેન્ટમાં સારો એવો સપોર્ટ આપતા થયા છે. સારી ઉચ્ચ કક્ષાની તાલીમ આપતા કોચ, સ્ટેડિયમ અને ઇક્વિપમેન્ટ ઉપલબ્ધ થયાં છે. આધુનિક અને અદ્યતન સુવિધા તેમજ ટૅકનિકલવાળાં સ્ટેડિયમ, પૂલ, કોટ, ગ્રાઉન્ડ્સ રિન્ક, રેન્જ, ટ્રૅક, બોર્ડ વગેરે ઉપલબ્ધ થતાં ખેલાડીઓના પ્રદર્શનમાં, તેમની સફળતામાં સારો એવો ગુણાત્મક વધારો થયો છે. વિવિધ કક્ષાની ટુર્નામેન્ટ્સ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ચૅમ્પિયનશિપના આયોજનથી પણ – ગુજરાતનું નામ રમત-ગમતના જગતમાં નોંધપાત્ર બન્યું છે. ખેલાડીઓને ઘરઆંગણે જ વિવિધ કક્ષાની સ્પર્ધાઓ રમવા મળે છે, જેના કારણે પણ તેમના કૌશલ્યમાં વધારો થયો છે.

રમતગમતના વિકાસમાં રાજ્ય સરકારનો પણ ખૂબ જ સકારાત્મક અભિગમ રહ્યો છે. ફ્રાન્સના શિક્ષણવિદ અને ઑલિમ્પિક ગેઇમ્સના જન્મદાતા બૅરન પિયરી ડી કુબતિને જેમ શિક્ષણ સાથે રમતગમતને એટલું જ મહત્વ આપવા પ્રશંસનીય પ્રયત્ન કર્યા હતા તેમ આપણી સરકારે પણ દર વર્ષે ‘ખેલમહાકુંભ’નું આયોજન કરીને રમતગમતનું મહત્વ શિક્ષણ અને વ્યક્તિવિકાસ સાથે જોડવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. ‘ખેલમહાકુંભ’ એ નાનામાં નાના ગામડાના ખેલાડીઓને પણ પ્રોત્સાહન આપતો ભવ્ય રમતોત્સવ છે.

ખેલમહાકુંભ

ખેલમહાકુંભની શરૂઆત ઈ. સ. 2010થી કરવામાં આવી. રમતગમતનો આ એક અનેરો મહોત્સવ જે ગ્રામ્ય સ્તરથી શહેરો સુધી અનેક વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ રમતવીરોને વિવિધ રમતોમાં ભાગ લેવા તક આપે છે. જેમાં પ્રતિવર્ષ ખેલાડીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી જોવા મળે છે. આના આયોજનમાં તે સમયના મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો સિંહફાળો છે. ગુજરાતની પ્રજાની રમત પ્રત્યે વધી રહેલી રુચિને જોતાં ખેલમહાકુંભ અવિરતપણે છેલ્લાં નવ વર્ષથી યોજવામાં આવે છે.

આનો હેતુ રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ સર્જાય, પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય અને ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ આવે.

રજિસ્ટ્રેશન અને પાર્ટિસિપેશન

વર્ષ રજિસ્ટ્રેશન પાર્ટિસિપેશન
2010 1649479 1314312
2011 2151861 1762228
2012 2440496 1674453
2013 4036710 3144370
2014 3562559 2855947
2015 4003169 2464083
2016 4004060 3064329
2017 4012715 3127947
2018 4209110 3544547
2019 4589730

વર્ષવાઇઝ રમતોની વિગત દર્શાવતું પત્રક

વર્ષ

રમતો

કુલ રમતો

2010 ફૂટબૉલ, હૉકી, બાસ્કેટ-બૉલ, ખો-ખો, કબડ્ડી, વૉલીબૉલ, ટેબલટેનિસ, ચેસ, બૅડમિન્ટન, આર્ચરી, યોગાસન, ઍથ્લેટિક્સ, સ્વિમિંગ, જૂડો, કુસ્તી, સ્કેટિંગ 16
2011 ઍથ્લેટિક્સ, કબડ્ડી, ખો-ખો, વૉલીબૉલ, કુસ્તી, શૂટિંગબૉલ, ચેસ, યોગાસન, આર્ચરી, જૂડો, સ્કેટિંગ, રસ્સાખેંચ, બૅડમિન્ટન, બાસ્કેટ-બૉલ, સ્વિમિંગ, ફૂટબૉલ, ટેબલટેનિસ, હૉકી, હૅન્ડબૉલ, લૉનટેનિસ 20
2012 કબડ્ડી, ખોખો, બૅડમિન્ટન, જૂડો, ટેબલટેનિસ, લૉનટેનિસ, સ્વિમિંગ, યોગાસન, સ્કેટિંગ, બાસ્કેટ-બૉલ, કુસ્તી, ચેસ, આર્ચરી, ટેકવેન્ડો, વૉલીબૉલ, ફૂટબૉલ, ઍથ્લેટિક્સ, હૉકી, હૅન્ડબૉલ, શૂટિંગબૉલ, રસ્સાખેંચ. 21
2013 કબડ્ડી, ખોખો, બૅડમિન્ટન, જૂડો, ટેબલટેનિસ, લૉનટેનિસ, સ્વિમિંગ, યોગાસન, સ્કેટિંગ, બાસ્કેટ-બૉલ, કુસ્તી, ચેસ, આર્ચરી, ટેકવેન્ડો, વૉલીબૉલ, ફૂટબૉલ, ઍથ્લેટિક્સ, હૉકી, હૅન્ડબૉલ, શૂટિંગબૉલ, રસ્સાખેંચ 21
2014 કબડ્ડી, ખોખો, બૅડમિન્ટન, જૂડો, ટેબલટેનિસ, લૉનટેનિસ, સ્વિમિંગ, યોગાસન, સ્કેટિંગ, બાસ્કેટ-બૉલ, કુસ્તી, ચેસ, આર્ચરી, ટેકવેન્ડો, વૉલીબૉલ, ફૂટબૉલ, ઍથ્લેટિક્સ, હૉકી, હૅન્ડબૉલ, શૂટિંગબૉલ, રસ્સાખેંચ 21
2015 આર્ચરી, ઍથ્લેટિક્સ, બૅડમિન્ટન, બાસ્કેટ-બૉલ, ચેસ, ફૂટબૉલ, હૅન્ડબૉલ, હૉકી, જૂડો, કબડ્ડી, ખો-ખો, લૉનટેનિસ, શૂટિંગબૉલ, સ્વિમિંગ, ટેબલટેનિસ, ટેકવેન્ડો, રસ્સાખેંચ, વૉલીબૉલ, કુસ્તી, યોગાસન, જિમ્નેસ્ટિક્સ, સાઇક્લિગં, શૂટિંગ, સ્કેટિંગ (Artistic), ઇક્વેસ્ટ્રિયન, વેઇટલિફ્ટિંગ 27
2016 આર્ચરી, ઍથ્લેટિક્સ, બૅડમિન્ટન, બાસ્કેટ-બૉલ, ચેસ, ફૂટબૉલ, હૅન્ડબૉલ, હૉકી, જૂડો, કબડ્ડી, ખો-ખો, લૉનટેનિસ, શૂટિંગબૉલ, સ્વિમિંગ, ટેબલટેનિસ, ટેકવેન્ડો, રસ્સાખેંચ, વૉલીબૉલ, કુસ્તી, યોગાસન, જિમ્નેસ્ટિક્સ, સાઇક્લિગં, શૂટિંગ, સ્કેટિંગ (Artistic), વેઇટલિફ્ટિંગ, સ્કેટિંગ, ફેન્સિંગ, મલખમ, બૉક્સિગં, કરાટે 30
2017 આર્ચરી, ઍથ્લેટિક્સ, બૅડમિન્ટન, બાસ્કેટ-બૉલ, ચેસ, ફૂટબૉલ, હૅન્ડબૉલ, હૉકી, જૂડો, કબડ્ડી, ખો-ખો, લૉનટેનિસ, શૂટિંગબૉલ, સ્વિમિંગ, ટેબલટેનિસ, ટેકવેન્ડો, રસ્સાખેંચ, વૉલીબૉલ, કુસ્તી, યોગાસન, જિમ્નેસ્ટિક્સ, સાઇક્લિગં, શૂટિંગ, સ્કેટિંગ (Artistic), વેઇટલિફ્ટિંગ, સ્કેટિંગ, ફેન્સિંગ, મલખમ, બૉક્સિગં, કરાટે, ગિલ્લીદંડા 31
2018 આર્ચરી, ઍથ્લેટિક્સ, બૅડમિન્ટન, બાસ્કેટ-બૉલ, ચેસ, ફૂટબૉલ, હૅન્ડબૉલ, હૉકી, જૂડો, કબડ્ડી, ખો-ખો, લૉનટેનિસ, શૂટિંગબૉલ, સ્વિમિંગ, ટેબલટેનિસ, ટેકવેન્ડો, રસ્સાખેંચ, વૉલીબૉલ, કુસ્તી, યોગાસન, જિમ્નેસ્ટિક્સ, સાઇક્લિગં, શૂટિંગ, સ્કેટિંગ (Artistic), વેઇટલિફ્ટિંગ, સ્કેટિંગ, ફેન્સિંગ, મલખમ, બૉક્સિગં, કરાટે, ગિલ્લીદંડા, સ્પૉટર્સ ક્લાઇમ્બિંગ, રગ્બી ફૂટબૉલ, સૉફ્ટ ટેનિસ 34
2019 આર્ચરી, ઍથ્લેટિક્સ, બૅડમિન્ટન, બાસ્કેટ-બૉલ, ચેસ, ફૂટબૉલ, હૅન્ડબૉલ, હૉકી, જૂડો, કબડ્ડી, ખો-ખો, લૉનટેનિસ, શૂટિંગબૉલ, સ્વિમિંગ, ટેબલટેનિસ, ટેકવેન્ડો, રસ્સાખેંચ, વૉલીબૉલ, કુસ્તી, યોગાસન, જિમ્નેસ્ટિક્સ, સાઇક્લિગં, શૂટિંગ, સ્કેટિંગ (Artistic), વેઇટલિફ્ટિંગ, સ્કેટિંગ, ફેન્સિંગ, મલખમ, બૉક્સિગં, કરાટે, ગિલ્લીદંડા, સ્પૉટર્સ ક્લાઇમ્બિંગ, રગ્બી ફૂટબૉલ, સૉફ્ટ ટેનિસ, ઇક્વેસ્ટ્રિયન, બ્રિજ, રોલબૉલ 36

દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભ

શારીરિક રીતે પૂર્ણત: સક્ષમ ના હોય, તેવા ખેલાડીઓને પણ અલગ અલગ ચાર જૂથોમાં વહેંચી તેઓને પણ પોતાનું કૌશલ્ય બતાવવા માટેની તક સરકારે પૂરી પાડી એવા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

1. બહેરા-મૂંગા ખેલાડીઓ માટેનું જૂથ

2. અંધજન ખેલાડીઓ માટેનું જૂથ

3. માનસિક ક્ષતિયુક્ત ખેલાડીઓનું જૂથ

4. શારીરિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ માટેનું જૂથ

રજિસ્ટ્રેશન અને પાર્ટિસિપેશન

વર્ષ

રજિસ્ટ્રેશન

પાર્ટિસિપેશન

2012

99140 91636

2013

100510

80486

2014

31483

25620

2015

29942

24642

2016

44572

38459

2017

45560

36801

2018 51878

41947

ખેલમહાકુંભમાં ભાગ લેનાર પ્રતિભાશાળી ખેલાડીઓને સ્પૉટર્સ ઑથૉરિટી ઑફ ગુજરાત દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે જિલ્લાકક્ષા સ્પૉટર્સ સ્કૂલ, શક્તિદૂત, સેન્ટર ઑફ એક્સેલન્સ, ખેલે ગુજરાત સમર કોચિંગ કૅમ્પ અને ઇન સ્કૂલ પ્રોગ્રામનો લાભ મળે છે.

આમ ખેલમહાકુંભથી રાજ્યમાં રમતગમતનું વાતાવરણ અને ખેલકૂદ પ્રત્યે જાગૃતિ આવી છે.

ગ્રામીણ ઑલિમ્પિક્સ રમતોત્સવ :

દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના દિવસોમાં પરંપરાગત રીતે ગ્રામીણ ઑલિમ્પિક્સનું આયોજન કરવામાં આવે છે. દશેરાના દિવસે પરંપરાગત રીતે ગ્રામીણ ઑલિમ્પિક્સનું આયોજન થાય છે. ગ્રામીણ ઑલિમ્પિક્સ રમતોનું આયોજન રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે. વર્ષ 2017-18માં ત્રણેય ગ્રામીણ ઑલિમ્પિક્સના 10,696 સ્પર્ધકોએ ભાગ લીધેલ.

ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓની સિદ્ધિઓ નીચે મુજબ છે :

ઍથ્લેટિક્સ – કુ. સરિતા ગાયકવાડ – જેઓ ડાંગ જિલ્લાનાં રહેવાસી છે.

* 18મી એશિયન ગેઇમ્સ 2018 – જાકાર્તા-2018, ગોલ્ડ મેડલ

* 23મી એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ – 2019, ગોલ્ડ મેડલ

* યુરોપિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ – 2019, ગોલ્ડ મેડલ

* નૅશનલ ફેડરેશન કપ-પંજાબ(પટિયાલા) – 2019, ગોલ્ડ મેડલ અને બ્રૉન્ઝ મેડલ

* 21મી કૉમનવેલ્થ ગેઇમ્સ, ગોલ્ડ કોસ્ટ (ઑસ્ટ્રેલિયા) – 2018 – ભારતનું પ્રતિનિધિત્વ કરેલ છે.

ઍથ્લેટિક્સ – શ્રી મુરલી ગાવિત કે જેઓ ડાંગ જિલ્લાના રહેવાસી છે.

* 23મી એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ – 2019, બ્રૉન્ઝ મેડલ

* 23મી નૅશનલ ફેડરેશન કપ-પંજાબ(પટિયાલા) – 2019, 2 ગોલ્ડ

* 58મી નૅશનલ ઓપન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ, ભુવનેશ્ર્વર – 2018, 2 ગોલ્ડ મેડલ

* 22મી ફેડરેશન કપ નૅશનલ સિનિયર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ – 2018, પટિયાલા- સિલ્વર મેડલ અને બ્રૉન્ઝ મેડલ

ઍથ્લેટિક્સ – શ્રી અજિતકુમાર – દેવગઢબારિયા(દાહોદ) જિલ્લાના રહેવાસી તેમજ દેવગઢબારિયા એકૅડેમીમાં તાલીમ લઈ રહ્યા છે.

* 18મી એશિયન જુનિયર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ – 2018 – જાપાન – ગોલ્ડ મેડલ

* 3જી સાઉથ એશિયન જુનિયર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ – કોલંબો – 2018 – દેશનું પ્રતિનિધિત્વ કરેલ છે.

* XXII ઇન્ટરનેશનલ મેમોરિયલ કૉમ્પિટિશન, બિશ્કેક, કિર્ગીઝસ્તાન, 2019 – સિલ્વર મેડલ

* ખેલો ઇન્ડિયા યૂથ ગેઇમ્સ-પુણે, 2019 – ગોલ્ડ મેડલ

* જુનિયર નૅશનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ, રાંચી – 2018 – ગોલ્ડ મેડલ

આર્ટિસ્ટિક સ્કેટિંગ – કુ. ખુશી પટેલ – જેઓ અમદાવાદ જિલ્લાનાં રહેવાસી છે.

* 56મી નૅશનલ રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપ, (વિઝાગ) આંધ્રપ્રદેશ – 2018 – ગોલ્ડ મેડલ

* 55મી નૅશનલ ચૅમ્પિયનશિપ ચેન્નાઈ – 2018 – સિલ્વર મેડલ

* 18મી એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપ દક્ષિણ કોરિયા – 2018 – ભારતનું પ્રતિનિધિત્વ

* વર્લ્ડ ચૅમ્પિયનશિપ, ફ્રાંસ – 2018 – ભારતનું પ્રતિનિધિત્વ

આર્ટિસ્ટિક સ્કેટિંગ – કુ. મીસરી પરીખ – જેઓ અમદાવાદ જિલ્લાનાં રહેવાસી છે.

* 18મી એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપ – કોરિયા – 2018 – ગોલ્ડ મેડલ

* 55મી નૅશનલ ચૅમ્પિયનશિપ – ચેન્નાઈ – 2018 – ગોલ્ડ મેડલ

* અમેરિકા કપ 2018 – ફ્લૉરિડા – 2018 – સિલ્વર મેડલ અને બ્રૉન્ઝ મેડલ

આર્ટિસ્ટિક સ્કેટિંગ – કુ. ભાવિતા માધુ – જેઓ અમદાવાદ જિલ્લાનાં રહેવાસી છે.

* 18મી  એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપ, કોરિયા – 2018 – સિલ્વર મેડલ

* 56મી નૅશનલ રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપ, (વિઝાગ) આંધ્રપ્રદેશ – 2018 – ગોલ્ડ મેડલ

* રિપ્રેઝન્ટ ઇન્ડિયા વર્લ્ડ રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપ – ફ્રાંસ – 2018

* 55મી નૅશનલ  ચૅમ્પિયનશિપ – ચેન્નાઈ – 2018 – ગોલ્ડ મેડલ

* વર્લ્ડ રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપ – ચાઇના – 2017 – દેશનું પ્રતિનિધિત્વ

આર્ટિસ્ટિક સ્કેટિંગ – શ્રી દ્વીપ શાહ – જેઓ અમદાવાદ જિલ્લાના રહેવાસી છે.

* 18મી એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપ – 2018 – ગોલ્ડ મેડલ

* 55મી નૅશનલ ચૅમ્પિયનશિપ ચેન્નાઈ – 2018 – ગોલ્ડ મેડલ

* 54મી નૅશનલ રોલર સ્પૉટર્સ સ્કેટિંગ ચૅમ્પિયનશિપ – નોઇડા(યુપી) – 2017 – સિલ્વર મેડલ

* 17મી એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપ – ચાઇના – 2016 – ગોલ્ડ મેડલ મેળવેલ છે.

ચેસ – કુ. વિશ્વા વાસણાવાળા – જેઓ અમદાવાદ જિલ્લાનાં રહેવાસી છે.

* 64મી SGFI ચેસ ચૅમ્પિયનશિપ – સિલવાસા – 2018 – ગોલ્ડ મેડલ

* એશિયન યૂથ ચૅમ્પિયનશિપ – 2018 – થાઇલૅન્ડ – 2 ગોલ્ડ મેડલ

* 63મી SGFI – વારાંગલ (તેલંગાણા) – 2017 – બ્રૉન્ઝ મેડલ

* 2જી વેસ્ટર્ન એશિયન રેપિડ ચેસ ચૅમ્પિયનશિપ – શ્રીલંકા – 2017 – 3 સિલ્વર મેડલ

શૂટિંગ – કુ. એલાવેનિલ વાલરિવર – જેઓ અમદાવાદ જિલ્લાનાં રહેવાસી છે.

* ISSF સિનિયર વર્લ્ડ કપ – બ્રાઝિલ – તા. 26 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર 2019 – ગોલ્ડ મેડલ

* ISSF જુનિયર વર્લ્ડ કપ – રાઇફલ/પિસ્તોલ/શૂટગન, સુહલ – જર્મની તા. 12થી 20 જુલાઈ 2019 – 2 ગોલ્ડ મેડલ

* વર્લ્ડ યુનિવર્સિટી ગેઇમ્સ – નાપોલી, ઇટાલી – તા. 4 જુલાઈ, 2019 – સિલ્વર મેડલ

* XII સરદાર સજ્જન સિંઘ સેથી મેમોરીયલ માસ્ટર કૉમ્પિટિશન – દિલ્હી તા. 28 જુલાઈથી 2 ઑગસ્ટ 2019 – સિલ્વર મેડલ

* 18મી એશિયન ગેઇમ્સ, જાકાર્તા – 2018 – ભારતનું પ્રતિનિધિત્વ કરેલ છે.

* ISSF જુનિયર વર્લ્ડ કપ – રાઇફલ/પિસ્તોલ/શૂટગન, જર્મની – 2019 – 2 ગોલ્ડ મેડલ

* વર્લ્ડ યુનિવર્સિટી ગેઇમ્સ – જર્મની – 2019 – સિલ્વર મેડલ

* એશિયન ઍર ગન ચૅમ્પિયનશિપ – તાઇવાન – 2019 – 2 ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ

* ખેલો ઇન્ડિયા યૂથ ગેઇમ્સ – પુણે – 2019 – સિલ્વર મેડલ

* 52મી ISSF  વર્લ્ડ ચૅમ્પિયનશિપ – સાઉથ કોરિયા – 2018 – ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ

* જુનિયર વર્લ્ડ કપ -જર્મની – 2018 – 2 ગોલ્ડ મેડલ

* ISSF જુનિયર વર્લ્ડ કપ – ઑસ્ટ્રેલિયા – તા. 19થી 29 માર્ચ 2018 – 2 ગોલ્ડ મેડલ (10મી ઍર રાઇફલ વુમન્સ ટીમ અને સિંગલ્સ – 631.4 પૉઇન્ટ ટીમમાં વર્લ્ડ રેકૉર્ડ કરેલ છે.)

* FISU વર્લ્ડ યુનિવર્સિટી શૂટિંગ ચૅમ્પિયનશિપ – મલેશિયા – 2018 – ગોલ્ડ મેડલ અને બ્રૉન્ઝ મેડલ

સ્વિમિંગ – કુ. કલ્યાણી સક્સેના – જેઓ સૂરત જિલ્લાનાં રહેવાસી છે.

* ખેલો ઇન્ડિયા યૂથ ગેઇમ્સ – 2019 – પુણે – ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ અને બ્રૉન્ઝ મેડલ

* ઑલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સ્વિમિંગ કૉમ્પિટિશન – 2018 – ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ અને બ્રૉન્ઝ મેડલ

સ્વિમિંગ – શ્રી આર્યન નેહરા – જેઓ અમદાવાદ જિલ્લાના રહેવાસી છે.

* 6મી સબ-જુનિયર ઍન્ડ 46મી જુનિયર નૅશનલ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ – રાજકોટ – 2019 – 4

ગોલ્ડ મેડલ

* મલેશિયા એજ ગ્રૂપ ચૅમ્પિયનશિપ – મલેશિયા – 2019 – 6 ગોલ્ડ મેડલ

* FINA સ્વિમિંગ વર્લ્ડ કપ સિંગાપોર – 2018 – 400મી સિંગલ્સ મીડલે સમય 4:32.7 અં-14 કૅટેગરીમાં નવા રેકૉર્ડ સાથે

* હાગકાગ એજ ગ્રૂપ ચૅમ્પિયનશિપ – 2018 – ગોલ્ડ મેડલ

* 45મી જુનિયર નૅશનલ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ – પુણે – 2018 – 3 ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ અને બ્રૉન્ઝ મેડલ

સ્વિમિંગ – કુ. માના પટેલ – જેઓ અમદાવાદ જિલ્લાનાં રહેવાસી છે.

* ખેલો ઇન્ડિયા યૂથ ગેઇમ્સ – 2019 – પુણે – 2 ગોલ્ડ મેડલ તથા સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ

* 72મી સિનિયર નૅશનલ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ – કેરળ – 2018 – 3 ગોલ્ડ મેડલ

* દુબઈ ઓપન સ્વિમિંગ – દુબઈ તા. 15થી 17 ફેબ્રુઆરી – 2018 – સિલ્વર મેડલ અને 2 બ્રૉન્ઝ મેડલ

* 70મી સિનિયર નૅશનલ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ – રાંચી – 2016 – 4 ગોલ્ડ અને 3 બ્રૉન્ઝ મેડલ

સ્વિમિંગ – શ્રી અંશુલ કોઠારી – જેઓ અમદાવાદ જિલ્લાના રહેવાસી છે.

* 18મી એશિયન ગેઇમ્સ 2018 – જાકાર્તા – 2018નું ભારતનું પ્રતિનિધિત્વ

* 72મી સિનિયર નૅશનલ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ – કેરળ – 2018 – બ્રૉન્ઝ મેડલ

ડાઇવિંગ સ્વિમિંગ – કુ. આશ્ના ચેવલી – જેઓ સૂરત જિલ્લાનાં રહેવાસી છે.

* 36મી સબજુનિયર & 46મી જુનિયર નૅશનલ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ – રાજકોટ – 2019 – ગોલ્ડ મેડલ અને 2 – સિલ્વર મેડલ

* 64મી SGFI સ્વિમિંગ ચૅમ્પિયનશિપ  – દિલ્હી – 2018 – 2 સિલ્વર મેડલ અને બ્રૉન્ઝ મેડલ

* 45મી જુનિયર નૅશનલ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ – પુણે – 2018 – ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ

ટેબલટેનિસ – શ્રી માનવ ઠક્કર – જેઓ સૂરત જિલ્લાના રહેવાસી છે.

* 21મી કૉમનવેલ્થ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપ – કટક – તા. 17થી 22 જુલાઈ 2019 – 2 ગોલ્ડ મેડલ

* 18મી એશિયન ગેઇમ્સ 2018 – જાકાર્તા – તા. 18 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર 2018 – બ્રૉન્ઝ મેડલ (ટીમ)

* 24મી એશિયન અને કૅડેટ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપ – મ્યાનમાર – 2018 – સિલ્વર મેડલ અને 2

બ્રૉન્ઝ મેડલ

* યૂથ ઑલિમ્પિક સ્પર્ધા આર્જેન્ટીના – 2018 – દેશનું પ્રતિનિધિત્વ કરેલ છે.

ટેબલટેનિસ – શ્રી હરમીત દેસાઈ – જેઓ સૂરત જિલ્લાના રહેવાસી છે.

* 21મી કૉમનવેલ્થ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપ – કટક તા. 17થી 22 જુલાઈ 2019 – 2 ગોલ્ડ મેડલ અને બ્રૉન્ઝ મેડલ

* 18મી એશિયન  ગેઇમ્સ 2018 – જાકાર્તા – 2018 – બ્રૉન્ઝ મેડલ

* 80મી સિનિયર નૅશનલ અને ઇન્ટરસ્ટેટ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપ – કટક (ઓરિસા) 2019 –

સિલ્વર મેડલ

* થાઇલૅન્ડ ઓપન – 2018 – બ્રૉન્ઝ મેડલ

* 21મી ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ ગેઇમ્સ – ઑસ્ટ્રેલિયા – 2018 – ગોલ્ડ મેડલ અને બ્રૉન્ઝ મેડલ

ટેબલટેનિસ – શ્રી માનુશ શાહ – જેઓ વડોદરા જિલ્લાના રહેવાસી છે.

* ચાઇના જુનિયર ઍન્ડ કૅડેટ ઓપન ગોલ્ડન સિરીઝ – તાઇકેંગ – 2019 – બ્રૉન્ઝ

* ખેલો ઇન્ડિયા યૂથ ગેઇમ્સ – 2019 – પુણે – 2019 – 2 ગોલ્ડ મેડલ

* 80મી સિનિયર નૅશનલ અને ઇન્ટરસ્ટેટ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપ – કટક (ઓરિસા) – 2018 –

સિલ્વર મેડલ

* પોર્ટુગીઝ જુનિયર ઍન્ડ કૅડેટ ઓપન ITTF જુનિયર સર્કિટ ગ્યુમારેસ – 2018 – ગોલ્ડ મેડલ

* સર્બિયા જુનિયર ઍન્ડ કૅડેટ ટેબલટેનિસ ટુર્નામેન્ટ – સર્બિયા – 2018 – 3 બ્રૉન્ઝ મેડલ

* 24મી એશિયન અને કૅડેટ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપ – મ્યાનમાર – 2018 – સિલ્વર મેડલ અને

બ્રૉન્ઝ મેડલ

બૅડમિન્ટન – કુ. તસ્નીમ મીર – જેઓ મહેસાણા જિલ્લાનાં રહેવાસી છે.

* ખેલો ઇન્ડિયા યૂથ ગેઇમ્સ – 2019 – પુણે – 2019 – ગોલ્ડ મેડલ

* યોનેક્ષ – સનરાઇઝ સબ-જુનિયર નૅશનલ બૅડમિન્ટન, બગાલુરુ – 2018 – ગોલ્ડ મેડલ

* બૅડમિન્ટન એશિયા જુનિયર અં-17 & અં15 ચૅમ્પિયનશિપ – મ્યાનમાર – 2018 – ગોલ્ડ મેડલ

* સબ-જુનિયર રેન્કિંગ નૅશનલ ચૅમ્પિયનશિપ – હૈદરાબાદ – 2018 – ગોલ્ડ મેડલ

* 31મી સબ-જુનિયર નૅશનલ ચૅમ્પિયનશિપ – આંધ્રપ્રદેશ – 2017 – ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ

બિલિયડર્સ – શ્રી રૂપેશ શાહ – જેઓ અમદાવાદ જિલ્લાના રહેવાસી છે.

* અર્જુન ઍવૉડ્સ ત્રણ વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ

* 17મી એશિયન બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપ – 2018 મ્યાનમાર – બ્રૉન્ઝ મેડલ

* IBSF વર્લ્ડ બિલિયડર્સ ચૅમ્પિયનશિપ – દોહા – 2017 બ્રૉન્ઝ મેડલ

ટેનિસ – કુ. અંકિતા રૈના – જેઓ અમદાવાદ જિલ્લાનાં રહેવાસી છે.

* 18મી એશિયન ગેઇમ્સ – 2018 – જાકાર્તા – બ્રૉન્ઝ મેડલ (સિંગલ્સ)

* ભારતમાં નં-1 મહિલા ખેલાડી

ટેનિસ – શ્રી દેવ જાવિયા – જેઓ અમદાવાદ જિલ્લાના રહેવાસી છે.

* ખેલો ઇન્ડિયા યૂથ ગેઇમ્સ – 2019 – પુણે – 2019 – 2 ગોલ્ડ મેડલ

* ફિનેસ્ટા ઓપન નૅશનલ ટેનિસ ચૅમ્પિયનશિપ – ન્યૂ દિલ્હી – 2018 – ગોલ્ડ મેડલ

* ફિનેસ્ટા નૅશનલ ટેનિસ ચૅમ્પિયનશિપ – ન્યૂ દિલ્હી – 2017 – ગોલ્ડ મેડલ

ટેનિસ – કુ. વૈદેહી ચૌધરી – જેઓ અમદાવાદ જિલ્લાનાં રહેવાસી છે.

* Fin 1q એશિયન ટેનિસ ચૅમ્પિયનશિપ – પુણે – 2019 – વિનર

* વર્લ્ડ યુનિવર્સિટી ચૅમ્પિયનશિપ – 2019 – સિલેક્ટેડ કૅપ્ટન ઇન્ડિયન ટીમ

* ખેલો ઇન્ડિયા યૂથ ગેઇમ્સ – 2019 – પુણે – 2019 – ગોલ્ડ મેડલ

* ફિનેસ્ટા નૅશનલ ટેનિસ ચૅમ્પિયનશિપ – 2018 – ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ

સ્પૉટર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર :

સ્પોટર્સ ઑથૉરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર હસ્તકનાં કામોના નિર્માણ માટે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટની રચના સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઠરાવ ક્રમાંક : બજટ-102013-830-ક, તા. 19-11-2013થી કરવામાં આવેલ છે. પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા રમતગમતનાં મેદાનો જેવાં કે ગ્રાસી અને મડી ફૂટબૉલ ગ્રાઉન્ડ, એસ્ટ્રોટર્ફ હૉકી ગ્રાઉન્ડ, આર્ચરી ગ્રાઉન્ડ, ટેનિસ કોર્ટ, મલ્ટીપર્પઝ ઇન્ડૉર હૉલ, સ્પૉટર્સ કોમ્પલેક્ષ, સ્પૉટર્સ હૉસ્ટેલ, 400 મી. સિન્થેટિક ઍથ્લેટિક ટ્રૅક તથા સ્વિમિંગ પુલના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા નીચે જણાવેલ કામો ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

1. ખેલાડીઓના નિવાસ માટે કુલ 30,000 કૅપેસિટી ધરાવતી 10 સ્પૉટર્સ હૉસ્ટેલો તૈયાર કરવામાં આવેલ છે. જે નડિયાદ-2, નરોડા, હિંમતનગર, ભાવનગર, જૂનાગઢ, પાટણ, સાપુતારા અને દેવગઢબારિયા-2.

2. મલ્ટિપર્પઝ ઇન્ડૉર હૉલ-2 જે ભાવનગર, વાઘોડિયા રોડ, વડોદરા.

3. મલ્ટિપર્પઝ ઇન્ડૉર હૉલ-6 જે નડિયાદ-2, હિંમતનગર, દેવગઢબારિયા, સાપુતારા, કરનાળી.

4. ટેનિસ કોર્ટ-4 (4 કોર્ટ) અને ટેનિસ કોર્ટ-2 (2 કોર્ટ) ધરાવતા જે વાઘોડિયા રોડ, વડોદરા, ખોખરા, હિંમતનગર, ભાવનગર, મહેસાણા તથા પાટણ.

5. 1/4 હૉકી ગ્રાઉન્ડ લીંબડી ખાતે કાર્યરત છે. અને એસ્ટ્રોટર્ફ હૉકી ગ્રાઉન્ડ દેવગઢબારિયા ખાતે પૂર્ણ થયેલ છે.

6. આર્ચરી ગ્રાઉન્ડ-3 જે નડિયાદ, હિંમતનગર તથા ભાવનગર.

7. ગ્રાસી ફૂટબૉલ ગ્રાઉન્ડ-2 જે નડિયાદ અને હિંમતનગર તથા 400મી. ગ્રાસી ઍથ્લેટિક ટ્રૅક-ફૂટબૉલ ગ્રાઉન્ડ સાથે આણંદ.

પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નીચે જણાવેલાં કામો કામગીરી પ્રગતિમાં છે.

1. ખેલાડીઓના નિવાસ માટે કુલ 965 કૅપેસિટી ધરાવતી 4 સ્પૉટર્સ હૉસ્ટેલોની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે ગાંધીનગર, વાઘોડિયા રોડ, વડોદરા, રાજકોટ તથા મહેસાણા ખાતે તૈયાર કરવામાં આવી રહેલ છે. જેમાં સ્યૂટ રૂમ, સ્પેશિયલ રૂમ, કિચન, ડાઇનિંગ હૉલ, રિક્રિએશન હૉલ, ડૉરમેટરી વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહેલ છે.

2. મલ્ટિપર્પઝ ઇન્ડૉર હૉલ-3 જે બીબીપુર (અમદાવાદ), મહેસાણા તથા રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવી રહેલ છે. જેમાં ટેબલટેનિસ, વૉલીબૉલ, બૉક્સિગં, ખો-ખો, બૅડમિન્ટન, જૂડો, રેસ્લિંગ, ટેકવેન્ડો, ફેન્સિંગ વગેરે જેવી રમતો રમી શકાશે.

3. સ્વિમિંગ પુલ-3 ખોખરા (અમદાવાદ), ભાવનગર તથા જામનગર ખાતે તૈયાર કરવામાં આવી રહેલ છે.

4. નરોડા (અમદાવાદ) ખાતે 400 મી. સિન્થેટિક ઍથ્લેટિક ટ્રૅક ફૂટબૉલ ગ્રાઉન્ડ સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

5. નડિયાદ ખાતે હાઇપર્ફૉર્મન્સ સેન્ટર જેમાં રિહેબિલિટેશન માટે સ્વિમિંગ પુલ, હાઇપર્ફૉર્મન્સ જિમ, કૉન્ફરન્સ હૉલ, ઓડિયો-વીડિયો હૉલ, સ્પૉટર્સ લાઇબ્રેરી, ફિઝિયોથૅરપી સેન્ટર તથા જુદી જુદી રમતો રમી શકાય તેવા ઇન્ડૉર હૉલ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

ખેલો ઇન્ડિયા

દેશના વિદ્યાર્થીઓ/સ્પર્ધકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે ખેલો ઇન્ડિયા-2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં વર્ષ 2018 અને 2019માં પણ આ ગેઇમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ વખતે ખેલો ઇન્ડિયા કાર્યક્રમ ગુવાહાટી ખાતે યોજાઈ રહ્યો છે.

કેન્દ્રસરકારના રમતગમતના મંત્રાલય દ્વારા રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે આ ઇવેન્ટનું ભારતમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલો ઇન્ડિયામાં ખેલાડીઓની પ્રતિભા તપાસવામાં આવશે અને જે ટીમ કે ખેલાડી સારું પ્રદર્શન કરશે તેને આર્થિક મદદ પણ આપવામાં આવશે. પસંદગી પામેલા ખેલાડીઓને 8 વર્ષ માટે 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. બે શ્રેણીમાં રમતગમતને વિભાજિત કરવામાં આવી છે. જેમાં અંડર 17 અને અંડર 21માં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ વર્ષની ખેલો ઇન્ડિયા ગુવાહાટી ખાતે 10 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી વચ્ચે યોજાઈ રહી છે.

ખેલો ઇન્ડિયા ઇવેન્ટમાં ગુજરાતે 21 જાન્યુઆરીના દિવસ સુધી કુલ 49 મેડલ મેળવ્યા છે, જેમાં 15 ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. રાજ્યોને રેન્ક ગોલ્ડ મેડલની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. આમ 74 ગોલ્ડ મેડલની સાથે સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર નંબર 1 પર છે અને ગુજરાત નવમા ક્રમે આવે છે.

ઍથ્લેટિક્સ : રઝિયા શેખ, મુરલીકુમાર ગાવિત, બાબુભાઈ પણુચા, સરિતા ગાયકવાડ, ચેતના સોલંકી.

રઝિયા શેખ (જ્વેલિન થ્રો) (જન્મ : 19 એપ્રિલ, 1960, વડોદરા) : ગુજરાતની રઝિયા શેખે 1980ના દાયકામાં ભારત માટે ઘણી આંતરરાષ્ટ્રીય ઍથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. 1987માં કૉલકાતા ખાતે સાઉથ એશિયન ગેઇમ્સનું આયોજન થયું હતું જેમાં વડોદરાની વતની રઝિયા શેખે 50.38 મીટરનો થ્રો કર્યો હતો. આ એવો પ્રથમ પ્રસંગ હતો જ્યારે કોઈ ભારતીય મહિલા જ્વેલિન થ્રો ખેલાડીએ 50 મીટરથી વધુ દૂરનો થ્રો કર્યો હોય. એ અગાઉ ભારતની કોઈ મહિલા ખેલાડી આ આંક્ધો પાર કરી શકી ન હતી. રઝિયા શેખે એશિયન ગેઇમ્સ સહિતની વિવિધ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં જ્વેલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

રઝિયા શેખ

1979થી 1993ના ગાળામાં રઝિયા શેખ જ્વેલિન થ્રોમાં સક્રિય રહ્યાં હતાં, જે દરમિયાન તેમણે 13 વખત નૅશનલ્સમાં ભાગ લઈને  25 ગોલ્ડ અને 12 સિલ્વર મેડલ જીત્યા હતા. રઝિયા શેખે નવ ઇન્ટરનેશનલ મેડલ પણ જીત્યા હતા.

અગાઉ 1986માં દિલ્હી ખાતે યોજાયેલી પ્લેમેકર્સ ઍથ્લેટિક્સ મીટમાં એલિઝાબેથ ડેવનપોર્ટે 47.80 મીટરનો થ્રો કર્યો હતો. 1987માં સાઉથ એશિયન ગેઇમ્સ ખાતે રઝિયા શેખે આ રેકૉર્ડ તોડ્યો હતો. રઝિયા શેખે ભારત માટે બે વાર એશિયન ગેઇમ્સમાં ભાગ લીધો હતો. સૌપ્રથમ તો તે 1982ની નવી દિલ્હી ખાતેની એશિયન ગેઇમ્સમાં ક્વૉલિફાઇ થઈ હતી અને ત્યાર બાદ 1986માં તેણે સિયુલ એશિયન ગેઇમ્સમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત 1987ની કૉલકાતા ખાતેની સાઉથ એશિયન ગેઇમ્સ, 1989માં પાકિસ્તાનમાં અને 1991માં શ્રીલંકામાં યોજાયેલી સાઉથ એશિયન ગેઇમ્સમાં પણ રઝિયા શેખે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રઝિયા શેખે બે વખત એશિયન ઍથ્લેટિક્સ મીટમાં ભારત માટે ભાગ લીધો હતો જેમાં 1985માં જાકાર્તા અને 1989માં નવી દિલ્હી ગેઇમ્સનો સમાવેશ થાય છે.

રઝિયા શેખે ભારતીય રેલવેનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. આ દરમિયાન 1979થી 1994ના ગાળામાં તેઓ ઍથ્લેટિક્સમાં અજેય રહ્યાં હતાં. આમ સળંગ 15 વર્ષ સુધી તેઓ ચૅમ્પિયન રહ્યાં હતાં. રઝિયા શેખે સક્રિય રમતોમાંથી નિવૃત્તિ લીધા બાદ રમતગમત કોચ તરીકે પણ સેવા આપી હતી જેમાં તેમના પ્રશિક્ષણ હેઠળના ખેલાડીઓ સંખ્યાબંધ મેડલ જીતી ચૂક્યા છે.

છેલ્લે 2010માં નવી દિલ્હી ખાતે યોજાયેલી ઑલ એશિયન સ્ટાર ઍથ્લેટિક્સ મીટમાં રઝિયા શેખની ટૅકનિકલ સ્ટાફ તરીકે સેવા લેવામાં આવી હતી. રઝિયા શેખે તેમની 14 વર્ષ લાંબી કારકિર્દીમાં રાષ્ટ્રકક્ષાએ  27 ગોલ્ડ અને  દસ સિલ્વર મેડલ જીત્યા હતા.

રઝિયા શેખ 60 વર્ષની વયે પણ માસ્ટર્સ ઍથ્લેટિક્સમાં ભાગ લે છે. જુલાઈ, 2019માં શ્રીલંકા ખાતે યોજાયેલી માસ્ટર્સ ઍથ્લેટિક્સમાં તેમણે નવા રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો તો શોટપુટ જ્વેલિન થ્રોમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત 2020ના જાન્યુઆરીમાં કેરળમાં યોજાયેલી માસ્ટર્સ નૅશનલમાં રઝિયા શેખે જ્વેલિન થ્રોમાં બે ગોલ્ડ અને એક બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત ફેબ્રુઆરી, 2020માં હરિયાણાના પંચકુલા ખાતેની માસ્ટર્સ નૅશનલ્સમાં પણ તેમણે બે ગોલ્ડ સહિત કુલ ત્રણ મેડલ જીત્યા હતા.

મુરલીકુમાર ગાવિત (જન્મ : 8 જાન્યુઆરી, 1997, કુમારબંદ-ડાંગ) : ગુજરાતમાં ડાંગ જિલ્લામાંથી ગુજરાતને ઘણા રમતવીરો મળ્યા છે. આ ધરતી પર કાંઈક એવો જાદુ છે જ્યાંથી આકરી મહેનત કરનારી આદિવાસી પ્રજા છે અને તેમને પ્રોત્સાહન મળે, યોગ્ય તાલીમ મળે તો તેઓ રમતગમત ક્ષેત્રે રાજ્યનું નામ વિશ્ર્વભરમાં રોશન કરી શકે છે. બાબુભાઈ પનોચા આ જ જિલ્લાના હતા, જેમણે  20 કિલોમીટર વૉક(ચાલ)માં વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને ઑલિમ્પિક રમતો માટે પણ ક્વૉલિફાઈ થયા હતા. આવી જ રીતે સરિતા ગાયકવાડે સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરેલું છે અને તે જ કડીમાં એક નામ છે મુરલીકુમાર ગાવિત.

મુરલીકુમાર ગાવિત

મુરલીકુમાર ગાવિત લાંબા અંતરના દોડવીર છે. તેઓ  5,000 મીટર અને  10,000 મીટર દોડમાં ભાગ લે છે. અગાઉ જુનિયર લેવલે મુરલીકુમારે સારી એવી નામના હાંસલ કરી હતી. 2016માં વિયેતનામના હો ચિ મિન્હ સિટી ખાતે યોજાયેલી એશિયન જુનિયર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં મુરલીકુમારે 14:49:41ના સમય સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં મોખરાનાં બે સ્થાન જાપાનના ખેલાડીએ હાંસલ કર્યાં હતાં.  એશિયન અંડર-20 ખેલાડીઓની જુનિયર ઇવેન્ટમાં ભાગ લીધા બાદ મુરલીકુમાર ગાવિતે 2019માં સિનિયર્સમાં ભાગ લીધો હતો.

દોહા ખાતે યોજાયેલી એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ગાવિતે 10,000 મીટર ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને ફરીથી ભારતને બ્રૉન્ઝ મેડલ અપાવ્યો હતો. આ વખતે મુરલીકુમારે 28 મિનિટ અને  38 સેક્ધડમાં અંતર પૂર્ણ કર્યું હતું. જુનિયર્સમાં જાપાનના ખેલાડીઓને લડત આપનારા મુરલીકુમાર એશિયન ગેઇમ્સમાં બહેરિનના દોડવીરથી પાછળ રહી ગયા હતા, કેમ કે બહેરિનના જ બે ખેલાડીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો.

મુરલીકુમાર ગાવિતે બાળપણમાં દોડવાની શરૂઆત કરી ત્યારે તેની યોજના ઍથ્લેટ બનવાની નહીં પરંતુ ભારતના લશ્કરમાં જોડાવાની હતી જે સામાન્ય રીતે ડાંગના આદિવાસી યુવાનો કરતા હોય છે. શાળાકીય દિવસો બાદ તે રમત સાથે સંકળાયો. ભારત સરકાર અને સ્પૉટર્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની એક યોજના છે જે લાંબા અંતરના દોડવીરની શોધ કરે છે અને આગામી પાંચથી દસ વર્ષની ઇવેન્ટને ધ્યાનમાં રાખીને તેમને તાલીમ આપે છે.

એક દિવસ મુરલીકુમાર ગાવિત રસ્તા પર દોડી રહ્યો હતો અને એક કોચ તેમની કાર લઈને ત્યાંથી પસાર થયા અને મુરલીને જોઈ ગયા. તેઓ દરરોજ આ રીતે તેને જોતા રહ્યા. એક દિવસ તેમણે કુમારને કહ્યું કે તારે વ્યવસ્થિત તાલીમની જરૂર છે. અને તેમણે મુરલીને બેથી ત્રણ મહિનાની ટ્રેનિંગ આપી દીધી. 2014માં મુરલીકુમારે દિલ્હી હાફ મૅરેથૉનમાં ભાગ લીધો જેમાંથી પસંદ કરાયેલા 45 દોડવીરને ભોપાલ તાલીમ માટે મોકલાયા અને તેમાં મુરલીકુમાર હતો.

મુરલીકુમાર ગાવિત 2020માં તો ભારતના મોખરાના લાંબા અંતરના દોડવીરમાં સામેલ થઈ ગયો હતો.

બાબુભાઈ પણુચા : વૉક ઇવેન્ટ્સ શ્રેષ્ઠ ખેલાડી છે. ઑગસ્ટ, 2008માં ચીનમાં બેજિંગ ખાતે યોજાયેલ ઑલિમ્પિક્સની 20 કિમી. ચાલ માટે તેઓ ક્વૉલિફાઇ થનાર પ્રથમ ખેલાડી બન્યા હતા. ઑક્ટોબર 2007માં જમશેદપુર ખાતે ‘ઓપન નૅશનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ’માં 1 કલાક 23 મિનિટ અને 40 સેક્ધડથી નવો રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો હતો. ભોપાલ ખાતે પણ ઇન્ટરસ્ટેટ ઍથ્લેટિક્સ મીટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હૈદરાબાદ ખાતે ત્રણેય સેનાઓની સર્વિસીઝના રમતોત્સવમાં 50 કિમી. વૉકમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આમ વૉક-પ્રતિભા ધરાવતા બાબુભાઈ સાબરકાંઠા જિલ્લાના માલપુર તાલુકાના અંબાવા જેવા નાનકડા ગામના વતની છે. હાલ આર્મીમાં છે.

સરિતા ગાયકવાડ : ડાંગ એક્સપ્રેસથી સુવિખ્યાત, ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીંચલી નજીક આવેલા સાવ ખોબા જેવડા ગામ કરાડી અંબાની 24 વર્ષની દોડ વીરાંગના સરિતાએ ઇન્ડોનેશિયામાં જકાર્તા ખાતે યોજાયેલ 18મા એશિયન ગેઇમ્સમાં મહિલાઓ માટેની 4 x 400 મીટર રિલે દોડમાં અન્ય ત્રણ ભારતની ચુનંદી મહિલાઓ હિમા દાસ, એમ. આર. પૂવામ્મા અને વિસ્મ્યા વેલુબા કાંરોઠ સાથે આ સ્પર્ધા 3 મિનિટ અને 28.72 સેકન્ડમાં દોડી જઈને ગોલ્ડ મેડલ મેળવનાર સરિતા ગુજરાતના ઇતિહાસની પ્રથમ સુવર્ણ પરી બની હતી. ગુજરાત સરકારે આ સિદ્ધિને પોંખતા એક કરોડ રૂપિયાનો ઍવૉર્ડ આપ્યો હતો અને પોષણ અભિયાનની બ્રાન્ડ ઍમ્બેસૅડર બનાવી છે.

સરિતા ગાયકવાડ

અજિત કુમાર : દેવગઢબારિયા(દાહોદ) જિલ્લાના રહેવાસી તેમજ દેવગઢબારિયા એકૅડેમીમાં તાલીમ લઈ રહ્યા છે. 18મી એશિયન જુનિયર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ, જાપાન – (2018) ગોલ્ડ મેડલ. 3જી સાઉથ એશિયન જુનિયર ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ, કોલંબો – (2018) દેશનું પ્રતિનિધિત્વ કરેલ છે. XXII ઇન્ટરનેશનલ મેમોરિયલ કૉમ્પિટિશન, બિશ્કેક, કિર્ગીઝસ્તાન – (2019) સિલ્વર મેડલ. ખેલો ઇન્ડિયા યૂથ ગેઇમ્સ-પુણે – (2019) ગોલ્ડ મેડલ. જુનિયર નૅશનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ, રાંચી – (2018) ગોલ્ડ મેડલ.

આર્ચરી : દિનેશ ભીલ, ઘારકિયા ભીલ, મૂકેશ ભીલ, મગનભાઈ ભીલ, જયવન્તીબહેન વસાવા.

દિનેશ ભીલ : તીરંદાજ છે. રાષ્ટ્રીય વિક્રમધારક ખેલાડી છે. જમશેદપુર ખાતે ફેબ્રુઆરી, 2004માં યોજાયેલ ‘24મી સિનિયર નૅશનલ આર્ચરી ચૅમ્પિયનશિપ’માં ચૅમ્પિયન જાહેર થયા. તેમણે 50 મીટર, 30 મીટર, ઓવર ઑલ ચૅમ્પિયનશિપ એમ બધામાં ભાગ લીધો અને બધામાં મેડલ મેળવનાર ગુજરાતનો પ્રથમ તીરંદાજ બન્યો. અરે, 50 મીટરમાં તો 360માંથી 309 પૉઇન્ટ

મેળવીને નૅશનલ રેકૉર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. સૌપ્રથમ નૅશનલ-ગોલ્ડ મેડલ 1996માં મેળવ્યો હતો. 1997માં દિલ્હી ખાતે મેડલ્સની હેટ્રિક નોંધાવી હતી. અહીં પણ 50 મીટરમાં નૅશનલ રેકૉર્ડ નોંધાવ્યો હતો. તેઓ વડોદરાના નસવાડી તાલુકાના દુગ્ધાના વનવાસી છે. હાલ એકલવ્ય આર્ચરી સેન્ટર ચલાવે છે.

બૅડમિન્ટન : અમી ઘિયા (શાહ), પારુલ પરમાર, વૈશાલી બારીઆ, પલ્કન નાગોરી, પૂજા પરીખ, અનુષ્કા પરીખ, તસ્નીમ મીર, માનસી જોશી, અનુજ ગુપ્તા, હુમેરા પઠાણ, વૈદેહી દવે.

અમી ઘિયા (શાહ) : (જન્મ : 8 ડિસેમ્બર, 1956 સૂરત) બૅડમિન્ટનની રમતમાં ભારતની મહાન મહિલા ખેલાડીઓનો ઉલ્લેખ થાય તેમાં ગુજરાતી એવી અમી ઘિયાના ઉલ્લેખ વિના વાત અધૂરી લેખાય. અમી ઘિયા એવી મહિલા ખેલાડી છે જેણે કૉમનવેલ્થ ગેઇમ્સમાં ભારત માટે મેડલ જીત્યો હોય. અત્યારે તો પીવી સિંધુ અને સાઇના નહેવાલે વિશ્ર્વભરમાં ભારતનું નામ રોશન કરેલું છે, પરંતુ બૅડમિન્ટનમાં પહેલી વાર ભારતની હાજરીની નોંધ લેવાઈ હોય તો તે અમી ઘિયાને કારણે. 1976માં અમી ઘિયાને ભારત સરકારે અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કર્યાં હતાં. તે અગાઉ તેમણે સાત વખત નૅશનલ સિંગલ્સ ચૅમ્પિયનશિપ જીતી હતી તો 12 વખત નૅશનલ ડબલ્સ અને ચાર વખત મિક્સ ડબલ્સ ટાઇટલ પણ અમી ઘિયાએ પોતાના નામે કરેલાં હતાં.

અમી ઘિયા

1978માં પ્રકાશ પાદુકોણે બૅડમિન્ટનમાં સારી એવી નામના હાંસલ કરી હતી, તે અગાઉ ગુજરાતી છોકરી અમી ઘિયાએ કમાલ કરી દેખાડી હતી. મૂળ સૂરતની અને મુંબઈમાં ઊછરેલી અમી ઘિયાએ તેના ડબલ્સ જોડીદાર કનવલ ઠાકર સિંઘ સાથે મળીને 1978માં કૅનેડાના એડમન્ટન ખાતે યોજાયેલી કૉમનવેલ્થ ગેઇમ્સમાં ભારતને ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ અપાવ્યો હતો. ભારત માટે કોઈ મહિલાએ કૉમનવેલ્થ ગેઇમ્સમાં મેડલ જીત્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. અમી ઘિયાએ માત્ર 11 વર્ષની વયે જ બૅડમિન્ટન રમવાની શરૂઆત કરી દીધી હતી. હકીકતમાં તેમને શરૂઆતમાં તો ખાસ રસ ન હતો પરંતુ તેમના પડોશીએ અમીના પિતાને સમજાવ્યા હતા કે મુંબઈ(એ વખતે બૉમ્બે)માં ખાર જિમખાનામાં સદસ્ય બની જાય તો ઇન્ડૉર ગેઇમ્સ રમવા મળશે અને આ રીતે અમી ઘિયાએ બૅડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી.

પારુલ પરમાર : બૅડમિન્ટનની ખેલાડી છે. પૅરાલિમ્પિક એશિયન ગેઇમ્સ અને વર્લ્ડ ચૅમ્પિયન પારુલ અર્જુન-ઍવૉર્ડી ખેલાડી છે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈને નવ વખત વર્લ્ડ ચૅમ્પિયન થનાર પારુલ ગુજરાતનું ગૌરવ છે. ગાંધીનગરમાં રહે છે.

અર્જુન ઍવૉર્ડ, નૅશનલ રોલ મેડલ ઍવૉર્ડ, એકલવ્ય અને સ્પેશિયલ ઍવૉડર્સ મેળવનાર પારુલે ઇન્ડોનેશિયામાં જકાર્તા ખાતે યોજાયેલ ‘એશિયન પૅરાગેઇમ્સ’માં બૅડમિન્ટનની સિંગલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જુલાઈ માસમાં બગકોક ખાતે યોજાયેલ થાઇલૅન્ડ પૅરાબૅડમિન્ટન ઇન્ટરનેશનલમાં પણ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો (2018).

પારુલ પરમાર

બૅડમિન્ટન-ક્વીન અને અર્જુન-ઍવૉર્ડી પારુલ પરમારે આ વર્ષે વર્લ્ડ પૅરાબૅડમિન્ટનમાં ભવ્ય સિદ્ધિઓ મેળવી હતી. બૅડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા નવેમ્બરમાં સાઉથ કોરિયામાં ઉલ્સાન ખાતે ‘વર્લ્ડ પૅરાબૅડમિન્ટન ચૅમ્પિયનશિપ’ યોજાઈ હતી, જેમાં સિંગલ્સ અને ડબલ્સમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ ચૅમ્પિયનશિપમાં 41 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ પહેલાં મે-જૂનમાં થાઇલૅન્ડમાં બગકોક ખાતે યોજાયેલ પૅરાબૅડમિન્ટન ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં સિંગલમાં ગોલ્ડ મેડલ અને ડબલમાં બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો. આ પછી સપ્ટેમ્બરમાં જાપાનમાં ‘પૅરાબૅડમિન્ટન ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ’ યોજાઈ હતી. જેમાં પણ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ અને ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. (2017)

વૈશાલી બારીઆ : બૅડમિન્ટનની ખેલાડી છે. સરદાર પટેલ જુનિયર ઍવૉર્ડ મેળવનાર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમનારી ગુજરાતની સૌથી નાની ખેલાડી 2006માં 15 વર્ષની વયે બની હતી. શ્રીલંકા અને ચીનમાં યોજાયેલ એશિયા ચૅમ્પિયનશિપમાં રમી હતી.

પલ્કન નાગોરી : તે બૅડમિન્ટન અને મૉડલિંગ ક્ષેત્રે સફળતા મેળવનાર વીસમી સદીના છેલ્લા દાયકાની સતત ચૅમ્પિયન (સ્ટેટ) પ્લેયર હતી. 2002માં ચેન્નાઈ ખાતે યોજાયેલ ઑલ ઇન્ડિયા વુમન્સ ફેસ્ટિવલમાં સિંગલ્સમાં બ્રૉન્ઝ અને ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આક્રમક રમતની શૈલી ધરાવતી પલ્ક્ધો ગુજરાત યુનિવર્સિટીને સૌ પ્રથમ વખત વેસ્ટઝોન ચૅમ્પિયન બનાવી હતી.

પૂજા પરીખ : બૅડમિન્ટનમાં પૂજાએ 2008માં પંચકુલા ખાતે યોજાયેલ 53મા રાષ્ટ્રીય શાળા-રમતોત્સવમાં સિંગલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ પહેલાં 2006માં વલસાડ પાસે અતુલ ખાતે યોજાયેલ સ્કૂલ ગેઇમ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઓપન ગુજરાત મેજર રૅન્કિંગ બૅડમિન્ટનમાં તેણે સિંગલ્સ-ડબલ્સના ઘણા મેડલ મેળવ્યા છે.

અનુષ્કા પરીખ : બૅડમિન્ટનમાં આંતરરાષ્ટ્રીય ચંદ્રક જીતનારી ગુજરાતની પ્રથમ બૅડમિન્ટન ગર્લ છે. ઑક્ટોબર, 2011માં જાપાનમાં ચિબા ખાતે યોજાયેલ ‘એશિયા યૂથ ચૅમ્પિયનશિપ’માં ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. ઑગસ્ટ, 2011માં ઇન્દોર ખાતે યોજાયેલ ઑલ ઇન્ડિયા મેજર રેન્કિંગ ટુર્નામેન્ટમાં અન્ડર-15ના વિભાગમાં ડબલ્સનું ટાઇટલ મેળવ્યું હતું. સ્વર્ણિમ્ ખેલ મહાકુંભ-2010માં સિંગલ્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર અનુષ્કા અમદાવાદમાં રહે છે અને અભ્યાસ કરે છે.

તસ્નીમ મીર : બૅડમિન્ટનમાં ગુજરાતનું નામ રોશન કરનાર તસ્નીમ મીર એ મ્યાન્માર ખાતે રમાયેલ ‘એશિયન જુનિયર બૅડમિન્ટન ચેમ્પિયનશિપ’ની અન્ડર 15 ગર્લ્સ ડબલ્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને ટાઇટલ મેળવ્યું હતું. તસ્નીમ મીરે ઑક્ટોબર મહિનામાં મ્યાનમારમાં મેઘના રેડ્ડી સાથે જોડી બનાવીને આ સિદ્ધિ મેળવી હતી. નૅશનલ એચિવમેન્ટમાં બૅંગાલુરુ, ચંડીગઢ, નાગપુર, હૈદરાબાદ ખાતે અન્ડર-15 ગર્લ્સ સિંગલ્સમાં શ્રેષ્ઠ દેખાવ કરતાં ચાર વખત ટાઇટલ જીતવાની સિદ્ધિ સબ- જુનિયર રૅન્કિંગ ટુર્નામેન્ટમાં  નોંધાવી હતી. બૅંગાલુરુ ખાતે તસ્નીમે સબ-જુનિયર નૅશનલ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં અન્ડર-15 ગર્લ્સ સિંગલ્સનું ટાઇટલ મેળવ્યું હતું. સિંગલ્સ સાથે ડબલ્સમાં પણ તસ્નીમે આ વર્ષ દરમિયાન ત્રણ ટાઇટલ મેળવ્યાં હતાં. નાગપુર, હૈદરાબાદ અને કાલાબુર્ગી ખાતે યોજાયેલ સબ-જુનિયર રૅન્કિંગ ટુર્નામેન્ટમાં તસ્નીમે અન્ડર-15 ગર્લ્સ ડબલ્સમાં ટાઇટલ મેળવ્યાં હતાં. આ અન્ડર-15 ગર્લ્સ વિભાગ ઉપરાંત તસ્નીમે અન્ડર-17 ગર્લ્સ વિભાગમાં પણ છત્તીસગઢ ખાતે સિંગલ્સનું ટાઇટલ મેળવ્યું હતું. આમ તસ્નીમ મીરે સિંગલ્સ અને ડબલ્સમાં મળીને કુલ નવ ટાઇટલ્સ નૅશનલ–ઇન્ટરનેશનલ કક્ષાએ મેળવ્યાં હતાં.

બૅડમિન્ટનમાં ગોવા ખાતે રમાયેલ ઑલઇન્ડિયા સબ-જુનિયર નૅશનલ રૅન્કિંગ બૅડમિન્ટન ટુનાર્ર્મેન્ટમાં તસ્નીમ મીરે ટાઇટલ મેળવ્યું હતું. આ પછી વર્ષાન્તે આંધ્રપ્રદેશમાં યોજાયેલ સબ-જુનિયર બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં તસ્નીમ મીરે ચૅમ્પિયનશિપ જીતી બૅડમિન્ટનમાં બેવડી સિદ્ધિ નોંધાવી હતી. (2018)

પેરા બૅડમિન્ટન :

માનસી જોશી : ઇન્ક્રેડિબલ ઇન્ડિયન ઍવૉર્ડ પૅરાબૅડમિન્ટનની પરી માનસી જોશીએ પણ ઇન્ડોનેશિયામાં જકાર્તા ખાતે યોજાયેલ ‘એશિયન પૅરાગેઇમ્સ’માં બૅડમિન્ટનની સિંગલ્સ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. થાઇલૅન્ડમાં બૅંગકોક ખાતે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. નવેમ્બર માસમાં ઑસ્ટ્રેલિયા ખાતે રમાયેલ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. માનસી માઇક્રો પ્રોસેસર સેન્સર ધરાવતા પ્રોસ્થેટિક (કૃત્રિમ) પગ વડે રમતી બહાદુર અને ભરપૂર આત્મવિશ્ર્વાસી ખેલાડી છે. (2018)

માનસી જોશી

પૅરાબૅડમિન્ટન ખેલાડી માનસી જોશીએ પણ આ વર્ષે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને વિશ્વકક્ષાની સ્પર્ધાઓમાં બે ગોલ્ડ મેડલ અને બે બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. અકસ્માતમાં સંપૂર્ણ એક પગ ગુમાવનાર માનસીએ માર્ચ મહિનામાં સ્પેનમાં યોજાયેલ ‘સ્પેનિશ પૅરાબૅડમિન્ટન ઇન્ટરનેશનલ ચૅમ્પિયનશિપ’માં એસ એલ-3 સિંગલ્સમાં ગોલ્ડ મેડલ અને ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં જાપાન ખાતે યોજાયેલ ‘જાપાન પૅરાબૅડમિન્ટન ઇન્ટરનેશનલ-2017’માં ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઑક્ટોબરમાં અમેરિકામાં કોલોરાડો સિંગલ્સમાં બ્રૉન્ઝ મેડલ અને નવેમ્બરમાં સાઉથ કોરિયા ખાતે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિંગલ્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. (2017)

બિલિયડર્સ : સતીશ મોહન, ગીત સેઠી, સોનિક મુલ્તાની, રૂપેશ શાહ, ધ્વઝ હરિયા.

ગીત સેઠી : બિલિયર્ડ્સ અને સ્નૂકરના બેતાજ બાદશાહ. તેઓ આઠ વખત વિશ્વ બિલિયર્ડ્સ વિજેતા થવાનું અદભુત ગૌરવ ધરાવે છે. સૌપ્રથમ 1985માં 24 વર્ષની વયે વર્લ્ડ એમેરપોર બિલિયર્ડ્સ ટાઇટલ જીત્યું હતું. રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવૉર્ડ મેળવનાર ગીત ગુજરાતનો એક માત્ર અણમોલ ખેલાડી છે. 1976માં જમશેદપુરમાં સૌપ્રથમ વાર જુનિયર નૅશનલ બિલિયર્ડ્સ ટાઇટલ જીત્યું હતું. 1986માં પદ્મશ્રી અને 1987માં અર્જુન ઍવૉર્ડ મેળવનાર ગીત સેઠીએ 1992માં 1276 પૉઇન્ટ્સની બ્રેક નોંધાવવા સાથે વિશ્વવિક્રમ સર્જ્યો હતો. 1994 અને 2002 એશિયન ગેઇમ્સમાં મેડલ્સ ભારત માટે જીતનાર ગીત અમદાવાદમાં રહે છે. તેઓ બિઝનેસમૅન છે.

ગીત સેઠી

સોનિક મુલ્તાની : એ બિલિયર્ડ્સ અને સ્નૂકર એમ બંને રમતનો નૅશનલ ચૅમ્પિયન ખેલાડી રહ્યો છે. તેણે 1989માં સૌપ્રથમ વાર સ્ટેટ રૅન્કિંગ જુનિયર બિલિયર્ડ્સ-સ્નૂકર ચૅમ્પિયનશિપનાં ટાઇટલ જીત્યાં હતાં. 199091માં જુનિયર નૅશનલ બિલિયર્ડ્સ ચૅમ્પિયન રહ્યો હતો. 1993માં રાજ્યસરકારનો જયદીપસિંહજી ઍવૉર્ડ મેળવનાર સોનિક 1991માં બગાલુરુ ખાતે વર્લ્ડ અન્ડર-21 સ્નૂકર ચૅમ્પિયનશિપમાં સેમીફાઇનલ સુધી પહોંચ્યો હતો.

રૂપેશ શાહ : બિલિયર્ડ્સમાં સિંગાપુર ખાતે 2007માં યોજાયેલ ‘વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપ’માં 34 વર્ષના રૂપેશે વર્લ્ડ ટાઇટલ મેળવ્યું હતું. એકલવ્ય, સરદાર પટેલ, જયદીપસિંહ, વિશ્વ ગુજરાતી સમાજ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ્સ મેળવનાર રૂપેશે 1993માં માત્ર 19 વર્ષની વયે બૅંગાલુરુ ખાતે નૅશનલ જુનિયર અને સિનિયર બિલિયર્ડ્સમાં ચૅમ્પિયનશિપનાં ડબલ ટાઇટલ મેળવ્યાં હતાં. મે-2012માં વડોદરા શહેરમાં યોજાયેલ નૅશનલ બિલિયર્ડ્સ અને સ્નૂકર ચૅમ્પિયનશિપમાં ‘નૅશનલ બિલિયર્ડ્સનો ખિતાબ’ મેળવ્યો હતો. 2006માં કતારમાં દોહા ખાતે યોજાયેલ ‘એશિયન સ્નૂકર ગેઇમ્સ’માં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. તેઓ અમદાવાદમાં રહે છે. બિઝનેસમૅન છે.

રૂપેશ શાહ

ગુજરાતના કયુ કિંગ રૂપેશ શાહે નૅશનલ, ઇન્ટરનેશનલ લેવલે શ્રેષ્ઠ દેખાવ કરીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. નવેમ્બર મહિનામાં યુ.કે.ના લીડ્સ ખાતે યોજાયેલ ‘ડબલ્યુ. બી. એલ. વર્લ્ડ ચૅમ્પિયનશિપ’માં રૂપેશે ટાઇમ ફૉર્મેટ અને પૉઇન્ટ ફૉર્મેટ – બંનેમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. કતારમાં દોહા ખાતે રમાયેલ ‘આઇબીએસએફ વર્લ્ડ ચૅમ્પિયનશિપ’માં પોઇન્ટ ફોર્મેટના આધારે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. માર્ચ મહિનામાં ચંડીગઢ ખાતે ‘એશિયન બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપ’ યોજાઈ હતી. જેમાં રૂપેશે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. પુણેમાં યોજાયેલ નૅશનલ બિલિયડર્સ ચૅમ્પિયનશિપમાં પણ બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. બ્રૉન્ઝી કયુ માસ્ટર !

ધ્વઝ હરિયા : બિલિયર્ડ્સ અને સ્નૂકર્સના જગતમાં ભારતનો ધ્વજ ફરકાવવા થનગનતો માત્ર 19 વર્ષ(1993 જન્મ)નો ક્યુ પ્રિન્સ છે. ડિસેમ્બર, 2011માં તેણે અનોખી સિદ્ધિ મેળવી હતી. સ્ટેટ બિલિયર્ડ્સ-સ્નૂકર ચૅમ્પિયન ધ્વઝ પ્રથમ ખેલાડી બન્યો કે જે એક સાથે છ કૅટેગરી  સબ-જુનિયર, જુનિયર અને મિનિયરમાં બિલિયર્ડ્સ અને સ્નૂકર – એમ બંને રમતમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં નૅશનલ રમ્યો હતો. એટલું જ નહિ, અહીં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરતાં તે વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે પણ ક્વૉલિફાઇ થયો. ધ્વઝ સૌથી નાની વયે ઘણાં બધાં ટાઇટલ જીતવાનો રેકૉર્ડ ધરાવે છે અમદાવાદનો વિદ્યાર્થી છે.

બૉડીબિલ્ડિંગ : પ્રભુદાસ ઠક્કર, કિરણ ડાભી, નટવરલાલ ડાભી, વીરેન્દ્ર કહાર, અલ્પેશ કહાર.

પ્રભુદાસ ઠક્કર : ‘મિસ્ટર ગુજરાત’નું ટાઇટલ ચૌદ વખત મેળવવા બદલ ‘લિમ્કા બુક ઑફ રેકૉડર્સ’માં સ્થાન પામનાર તેઓ ગુજરાતના ગૌરવશાળી બૉડી-બિલ્ડર છે. શરીરસૌષ્ઠવની સ્પર્ધામાં વેસ્ટર્ન ઇન્ડિયા બૉડી-બિલ્ડિંગ ચૅમ્પિયનશિપમાં પણ મેડલ મેળવનાર તેઓ થનગનતા યુવાન છે. જયદીપસિંહજી બારૈયા ઍવૉર્ડ મેળવનાર પ્રભુદાસ અમદાવાદના છે અને ઍન્ટિકરપ્શન બ્યૂરોમાં સર્વિસ કરે છે.

કિરણ ડાભી : ચુસ્ત સ્નાયુ અને સ્ફૂર્તિ ધરાવતા સતત પરિશ્રમી બૉડી-બિલ્ડર યુવાન. મિ. ઇન્ડિયા બિલ્ડરનું સપનું લઈને જીવતા તેઓ અનેક વખત ‘મિસ્ટર ગુજરાત’નો ઍવૉર્ડ મેળવી ચૂક્યા છે. મિસ્ટર ઇન્ડિયા સ્પર્ધામાં તેઓ ટોપ-ટેનમાં છઠ્ઠા ક્રમે રહ્યા હતા.

નટવર ડાભી : તેઓ ‘માસ્ટર્સ વેસ્ટર્ન ઇન્ડિયા’નો ખિતાબ ધરાવે છે. સિનિયર વિભાગમાં ચૌદ વખત ખિતાબ મેળવનાર કિરણ ડાભીના પિતાશ્રી કોચ છે.

બાસ્કેટબૉલ : અક્ષય ઓઝા, જ્યોતિકા પંડ્યા, રાધા મહેતા, દીપાલી ગરાચ, દીપિકા ચૌધરી, જાગૃતિ ચૌધરી, નેહા ચાવલા.

કૅરમ : સુનીલ ગુપ્તે, સંધ્યા દેવચક્કે, નિલાંબરી કારખાનિસ

સુનીલ ગુપ્તે : કૅરમના કિંગ, સ્ટેટ અને નૅશનલ રમી ચૂકેલા તેઓ કૅરમના શ્રેષ્ઠ ખેલાડી ઉપરાંત અમ્પાયર છે. ઇન્ટરનેશનલ અમ્પાયર્સ પૅનલમાં છે. વડોદરાના નિવાસી છે.

નિલાંબરી કારખાનિસ : વડોદરાની કૅરમ-પરી છે. ‘ઓપન ગુજરાત કૅરમ ટુર્નામેન્ટ’માં કૅરમ ક્વીનનું ટાઇટલ મેળવનાર નિલાંબરી ઘણાં બધાં વર્ષો સુધી સ્ટેટ ચૅમ્પિયન રહી છે અને નૅશનલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ છે.

સંધ્યા દેવચક્કે : કૅરમની બ્યૂટી-ક્વીન છે. તેઓ જે કોઈ ટુર્નામેન્ટમાં ભાગ લે તે તમામ ટુર્નામેન્ટમાં વિજેતા કે ઉપવિજેતા રહ્યાં છે ‘ઓપન અમદાવાદ ટુર્નામેન્ટ’માં સળંગ ચાર વર્ષ સુધી ‘કૅરમ-ક્વીન’નું ટાઇટલ મેળવનાર.

ચેસ : તેજસ બાકરે, ધ્યાની દવે, સ્વીટી પટેલ, ફેનિલ શાહ, હેતુલ શાહ, નિરવ રાજાસુબ્બા, અર્પી શાહ, ધ્યાના પટેલ, વલય પરીખ, મંથન ચોકસી, અંકિત રાજપરા, આઈ. સી. મોદી, રાજેન્દ્ર સ્વામિનારાયણ, મયૂર પટેલ, ધીમંત શાહ, અંકિત શ્રીવાસ્તવ,  ગૌરાંગ મહેતા,  કર્મ પંડ્યા,   અનિલા શાહ, અનુરી શાહ, ઝીલ મહેતા, યેશા ગુપ્તા, રિદ્ધિ શાહ, નીકિતા જોષી, કજરી ચોકસી, તેજસ્વિની સાગર, વિશ્વા વાસણવાલા.

તેજસ બાકરે : ચેસનો સુપર સ્ટાર. ગુજરાતનો એકમાત્ર અને સૌપ્રથમ ‘ગ્રાન્ડ માસ્ટર’. ચેસના અનેક વિક્રમો ધરાવતો ગૌરવશાળી ખેલાડી છે. બે વખત એશિયન જુનિયર ચૅમ્પિયન-વિશ્વનાથનના વિક્રમની બરોબરી કરેલ છે. 1998માં મૉસ્કો ખાતે ‘વર્લ્ડ યૂથ ચૅમ્પિયનશિપ્સ’માં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ગુજ્જુ ચેસ પ્લેયર. 1991માં માત્ર 10 વર્ષની વયે સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કરનાર તેજસે 2004માં ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકારનો એકલવ્ય, સરદાર પટેલ, સંસ્કૃતિ ગૌરવ ઍવૉર્ડ મેળવેલા છે.

તેજસ બાકરે

ધ્યાની દવે : ચેસની ચૉકલેટી ગર્લ છે. ચેસ-પરી છે. 2007માં આં. રા. ચેસ ટુર્નામેન્ટમાં ‘વુમન ઇન્ટરનેશનલ માસ્ટર’ બનવાના બે નોર્મ્સ મેળવનારી ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી છે. 2005માં એશિયન યૂથ ચૅમ્પિયનશિપમાં 14 વર્ષથી નીચેની વયમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2006માં વર્લ્ડ વુમન ફિડે ચેસ માસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. 2004માં કૉમનવેલ્થ ચેસ ચૅમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ મેળવનાર ધ્યાની ગોલ્ડન-ચેસ ગર્લ છે. ઑગસ્ટ, 2012માં ગાંધીનગર ખાતે એકસાથે 150 ખેલાડીઓ સાથે રમીને અનોખી સિદ્ધિ મેળવી હતી.

ધ્યાની દવે

સ્વીટી પટેલ : તેણે માત્ર નવ વર્ષની વયે ગ્રીસ ખાતે યોજાયેલી વર્લ્ડ સ્કૂલ ચેસ ચૅમ્પિયનશિપની અંડર-9 કૅટેગરીમાં વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. આ વર્લ્ડ ટાઇટલ એક પણ સેટ હાર્યા વગર મેળવવાનું અદ્ભુત કૌશલ્ય દર્શાવ્યું હતું. થર્ડ વર્લ્ડ સ્કૂલ ચૅમ્પિયનશિપ યુરોપમાં ગ્રીસના હેલ્કીડીકી ખાતે 27 એપ્રિલથી 6 મે-2007 દરમિયાન યોજાઈ હતી. સ્વીટીએ કુલ નવ ગેમમાંથી સાત ગેમમાં વિજય અને બે ગેમમાં ડ્રૉ મેળવી કુલ આઠ પૉઇન્ટથી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને વ્યક્તિગત તેમજ ટીમ સ્પર્ધામાં વિજેતા થઈ બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. વર્લ્ડ ચેસ ફેડરેશને તેને ખાસ ‘ફિડે કૅન્ડિડેટ માસ્ટર’નું બિરુદ આપ્યું હતું. જૂન, 2006માં ઈરાનમાં યોજાયેલ અન્ડર-8 ‘એશિયન યૂથ ગર્લ્સ ચેસ ચૅમ્પિયનશિપ’માં એક પણ મૅચમાં પરાજય મેળવ્યા વગર ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો હતો.

ફેનિલ શાહ : અન્ડર-11 નૅશનલ ચૅમ્પિયન, એશિયન યૂથ મેડલિસ્ટ ફેનિલ શાહે મે, 2011માં એક સાથે 126 ખેલાડીઓ સાથે ચેસ રમીને ગુજરાત માટે નવો રેકૉર્ડ સર્જ્યો હતો. આ 126 મૅચમાં તેમણે 124 મૅચમાં વિજય, 1 મૅચમાં ડ્રૉ અને માત્ર એક મૅચમાં પરાજય મેળવી રેકૉર્ડ કર્યો હતો. ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા દ્વારા માત્ર બાર વર્ષની વયે ‘નૅશનલ ચાઇલ્ડ ઍવૉર્ડ’ મેળવનાર ફેનિલે ગુજરાત સરકારનો જુનિયર એકલવ્ય ઍવૉર્ડ, શાંતિદૂત ઍવૉર્ડ મેળવેલ છે. 2005માં માત્ર 10 વર્ષની વયે કૉમનવેલ્થમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. 2007માં યુએઈ ખાતે યોજાયેલ એશિયન અન્ડર-12માં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. એ જ વર્ષે કૉમનવેલ્થ ચેસ ચૅમ્પિયનશિપમાં પણ બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. તેણે માત્ર આઠ વર્ષની વયે સ્કોટલૅન્ડ ખાતે બ્રિટિશ ચેસ ટુર્નામેન્ટમાં અંડર-9 અને અંડર-11 ગ્રૂપમાં ગોલ્ડ મેડલ તથા અંડર-8માં સિલ્વર મેડલ મેળવી એકસાથે ત્રણેય કૅટેગરીમાં મેડલ મેળવી ઇતિહાસ સર્જ્યો હતો.

ફેનિલ શાહ

હેતુલ શાહ : અંડર-9ની નૅશનલ ચૅમ્પિયનશિપ 2008 નવી દિલ્હી ખાતે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. 2007માં તુર્કી ખાતે યોજાયેલ વર્લ્ડ યૂથ ચેસ ચૅમ્પિયનશિપમાં ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ, 2008માં નવી દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

નિરવ રાજાસુબ્બા : તેમણે સૌપ્રથમ 1993માં બ્રાઝિલ ખાતે યોજાયેલ વર્લ્ડ અંડર-26 ચેસ ચૅમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કપ્તાન સ્વરૂપે કર્યું હતું. ટોપ બોર્ડ ઉપર રમીને 4.9 પૉઇન્ટ્સ મેળવ્યા હતા. 1995માં ઑસ્ટ્રિયા ખાતે વેલ્ડેન્સ ઇન્વિટેશન ઓપનમાં 5.9 પૉઇન્ટ્સ મેળવ્યા હતા. 1996માં કૉલકાતા ખાતે ગુડરિક ઇન્ટરનેશનલ ઓપન ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન, આઠ વખત સ્ટેટ ચૅમ્પિયન નિરવે નહેરુ જન્મશતાબ્દી ઉજવણી વખતે ‘ઓપન ગુજરાત નહેરુ ચેસ ટુર્નામેન્ટ’ જીતી હતી. ચેસની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

અર્પી શાહ હીરાકણી : ઇન્ટરનૅશનલ વુમન માસ્ટરનું નૉર્મ મેળવનાર ગુજરાતની સૌપ્રથમ મહિલા. તેણે 1988માં માત્ર 13 વર્ષની વયે સબ-જુનિયર ગર્લ્સ વિભાગમાં સ્ટેટ ચૅમ્પિયન થવાનું ગૌરવ મેળવ્યું હતું. મમ્મી અનિલાબહેન શાહ પણ વર્ષોથી વિવિધ કૅટેગરીમાં ચેસ ચૅમ્પિયન છે. અર્પી શાહ 1992થી 98 સુધીમાં પાંચ વખત સ્ટેટ ચૅમ્પિયન બની હતી. 1998માં બ્રિટિશ ચેસ ચૅમ્પિયનશિપ મહિલાવિભાગમાં પ્રથમ આવી હતી. 1995થી 1999 સુધી તેણે ઇંગ્લૅન્ડ ખાતે શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ છે. હાલ વકીલના વ્યવસાય સાથે જોડાયેલ છે.

ધ્યાના પટેલ : ચેસની ચુલબુલી ચેસ પરી ધ્યાના પટેલે વર્ષ દરમિયાન ત્રણ ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ અને એક બ્રૉન્ઝ મેડલ મેળવીને ચેસજગતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ડિસેમ્બર, 2016માં રશિયાના સોચી શહેરમાં યોજાયેલ વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચૅમ્પિયનશિપમાં માત્ર 11 વર્ષની વયે વર્લ્ડ ચૅમ્પિયન થનાર ધ્યાના પટેલે ઉઝબેકિસ્તાન ખાતે રમાયેલ વેસ્ટર્ન એશિયા યૂથ ચેસ ચૅમ્પિયનશિપ અન્ડર-18માં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. ધ્યાનાએ બ્લીટ્ઝ અને રેપિડ એમ બંને વિભાગમાં સુવર્ણમય દેખાવ કર્યો હતો. ત્રીજો ગોલ્ડ મેડલ 32મી નૅશનલ ચેસ ચૅમ્પિયનશિપ અન્ડર-13માં મેળવ્યો હતો. જ્યારે બે સિલ્વર મેડલ 7મી નૅશનલ સ્કૂલ ચેસ ચૅમ્પિયનશિપ અન્ડર-13 અને 64મી નૅશનલ સ્કૂલ ગેઇમ્સ અન્ડર-14ના વિભાગમાં મેળવ્યા હતા. એક બ્રૉન્ઝ મેડલ ઉઝબેકિસ્તાન ખાતે યોજાયેલ વેસ્ટર્ન એશિયા યૂથ ચેસ ચૅમ્પિયનશિપ અન્ડર-18ના વિભાગમાં મેળવ્યો હતો. આમ માત્ર 13 વર્ષની વયે WCM અને WFMનું ટાઇટલ મેળવનાર ધ્યાના પટેલ ચેસ પ્રૉક્સી ખેલાડી છે. (2018)

ચેસ પ્રૉક્સી ધ્યાના પટેલ ચેસની ચૉકલેટી ગર્લ છે. શ્રીલંકા ખાતે રમાયેલ ‘વેસ્ટર્ન એશિયા યૂથ ચેસ ચૅમ્પિયનશિપ’માં અન્ડર-12ના વિભાગમાં રેપિડ તેમજ બ્લીટ્ઝ બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

વિશ્વા વાસણવાલા : જેઓ અમદાવાદ જિલ્લાનાં રહેવાસી છે. 64મી SGFI ચેસ ચૅમ્પિયનશિપ, સિલવાસા – (2018) ગોલ્ડ મેડલ. એશિયન યૂથ ચૅમ્પિયનશિપ, થાઇલૅન્ડ – (2018) 2 ગોલ્ડ મેડલ. 63મી SGFI વારાંગલ (તેલંગાણા) – (2017) બ્રૉન્ઝ મેડલ. 2જી વેસ્ટર્ન એશિયન રેપિડ ચેસ ચૅમ્પિયનશિપ, શ્રીલંકા – (2017) 3 સિલ્વર મેડલ

ક્રિકેટ : જયદેવ ઉનડકટ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, જસપ્રિત બૂમરાહ, જામ રણજી, દુલિપસિંહજી, અમરસિંહ નકુમ, વિજય હઝારે,  વિનુ માંકડ, નરી કૉન્ટ્રાક્ટર, અંશુમાન ગાયકવાડ, જશુ પટેલ, દીપક શોધન, કરશન ઘાવરી, મુકુન્દ પરમાર, પાર્થિવ પટેલ, કિરણ મોરે, નયન મોંગિયા, ઇરફાન પઠાણ, યૂસુફ પઠાણ, મુનાફ પટેલ, રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, અમિષ સાહેબા, દત્તાજી ગાયકવાડ, પોલી ઉમરીગર, રૂસી સૂરતી,  અશોક પટેલ, સલીમ દુરાની, હેમુ અધિકારી, અજય જાડેજા, ધીરજ પરસાણા, સિદ્ધાર્થ ત્રિવેદી, નીરજ પટેલ,  મોહનીશ પરમાર, નીલેશ મોદી, રૂપક લેરિયડ, સ્મિત પટેલ, પાયલ પંચાલ, મીનાક્ષી ઠક્કર.

જયદેવ ઉનડકટ : (જન્મ : 18 ઑક્ટોબર, 1991, પોરબંદર) માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોરબંદરનું નામ આદરથી લેવાય છે. મહાત્મા ગાંધીની આ જન્મભૂમિ સાથે ક્રિકેટને પણ નાતો રહેલો છે, કેમ કે સૌરાષ્ટ્રનો હોનહાર ક્રિકેટર જયદેવ ઉનડકટ પણ પોરબંદરનો છે. ભારત માટે ટેસ્ટ, વન-ડે અને ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમી ચૂકેલો જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રનો એવો પ્રથમ કૅપ્ટન બન્યો છે જેણે સૌરાષ્ટ્રને રણજી ટ્રૉફીમાં ચૅમ્પિયન બનાવ્યું હોય. 2019-20ની સિઝનમાં જયદેવ ઉનડકટની આગેવાની હેઠળ સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રૉફી ચૅમ્પિયન બની હતી.

જયદેવ ઉનડકટ

જયદેવની ખાસિયત એ હતી કે તે સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રૉફી રમ્યો તે અગાઉ ભારત-એ ટીમ વતી વેસ્ટ ઇન્ડિઝ-એ ટીમ સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમી ચૂક્યો હતો. 2010માં ભારત-એ ટીમે ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો હતો અને એ પ્રવાસમાં ટીમ ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ-એ ટીમો સામે રમી હતી.

આમ તો જયદેવ ઉનડકટને ભારત માટે એક જ ટેસ્ટ રમવા મળી હતી. 2010માં સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતની ટીમમાં અચાનક જ જરૂરિયાત ઊભી થતાં જયદેવને બોલાવવામાં આવ્યો હતો અને તેને સેમ્ચુરિયન ખાતેની ટેસ્ટમાં રમવાની તક મળી હતી. 2016ના વર્ષમાં જયદેવ ઉનડકટ ભારત માટે સાત વન-ડે રમ્યો હતો તો 2016થી 2018માં તે ભારત માટે દસ ટી-20 મૅચો રમ્યો હતો. 2019-20ની સિઝનની ફાઇનલ રણજી ટ્રૉફી મૅચ સુધીમાં જયદેવ ઉનડકટ કુલ મળીને 86 ફર્સ્ટ કલાસ મૅચ રમ્યો છે, જેમાં તેણે એક બૅટ્સમૅન તરીકે 17.63ની સરેરાશથી 1534 રન નોંધાવ્યા છે. તેણે છ અડધી સદી ફટકારી છે.

ડાબા હાથના ઝડપી બૉલર તરીકે જયદેવ ઉનડકટે વિશ્વભરમાં ખ્યાતિ હાંસલ કરી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રતિ વિકેટ 23.21ની સરેરાશથી બૉલિંગ કરી છે અને 89 મૅચમાં 327 વિકેટ ઝડપી છે. જયદેવે 20 વખત એક દાવમાં પાંચ વિકેટ અને પાંચ વખત મૅચના બંને દાવમાં મળીને દસ કે તેથી વધુ વિકેટ ખેરવવાની સિદ્ધિ પણ હાંસલ કરેલી છે. તેણે સૌરાષ્ટ્ર માટે જ રણજી ટ્રૉફીમાં 271 વિકેટ ઝડપી છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ(બીસીસીઆઈ)ના સ્થાનિક ક્રિકેટમાં વન-ડે માટે વિજય હઝારે ટ્રૉફી અને ટી-20 માટે સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી રમાય છે. જયદેવ ઉનડકટે આ બંનેમાં પણ શાનદાર દેખાવ કરેલો છે. તેણે વિજય હઝારે ટ્રૉફી સહિત લિસ્ટ-એ ક્રિકેટમાં 94 મૅચ રમીને 30.01ની સરેરાશથી 133 વિકેટ ઝડપી છે તો લિસ્ટ-એ ટી-20માં 141 મૅચ રમીને 23.13ની સરેરાશ અને 7.99ના ઇકૉનૉમી રેટથી 172 વિકેટ ઝડપી છે.

જયદેવ ઉનડકટ આઇપીએલ જેવી ધનાઢ્ય ટી-20 લીગમાં પણ નિયમિતપણે રમતો રહ્યો છે. તે એક સમયે તો આઇપીએલનો સૌથી મોંઘો ક્રિકેટર બન્યો હતો. 2018માં રાજસ્થાન રૉયલ્સે તેને 11.5 કરોડ રૂપિયાની માતબર રકમથી ખરીદી લીધો હતો.

જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રના ક્રિકેટ ઇતિહાસનો સૌથી સફળ ઝડપી બૉલર રહ્યો છે. તેણે સૌરાષ્ટ્ર માટે  70 મૅચમાં 271 વિકેટ ઝડપી છે.

કૃણાલ પંડ્યા : (જન્મ : 24 માર્ચ, 1991, અમદાવાદ) ક્રિકેટની રમતમાં અત્યારે ટી-20નો જમાનો છે. પરંપરાગત ટેસ્ટ ક્રિકેટ રમાય છે, પરંતુ સૌથી મોટું આકર્ષણ ટી-20નું જ રહે છે અને તેમાં વડોદરાના બે ભાઈઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ઘણી લોકપ્રિયતા ધરાવે છે. જોકે આ કક્ષાએ પહોંચવા માટે આ બંને ખેલાડીએ ખૂબ મહેનત કરી હતી. ભાઈ હાર્દિક અને પિતા હિમાંશુ પંડ્યાની પ્રેરણાથી કૃણાલ પંડ્યા ભારતીય ટીમનો મહત્ત્વનો ક્રિકેટર બની શક્યો હતો. ઉંમરમાં હાર્દિક કરતાં મોટો હોવા છતાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચવા માટે કૃણાલને હાર્દિકમાંથી પ્રેરણા મળી છે. બંને ભાઈઓએ નાની ઉંમરથી જ વડોદરામાં કિરણ મોરે એકૅડેમીમાં તાલીમ લીધી હતી. ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર કિરણ મોરેએ બંનેમાં રહેલું હીર પારખી લીધું હતું.

કૃણાલ પંડ્યા ભારત માટે કે બરોડાની રણજી ટ્રૉફી ટીમ માટે રમ્યો છે તેના કરતાં વધારે આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમ માટે રમેલો છે. ખાસ તો કૃણાલ પંડ્યાને ટી-20નો નિષ્ણાત માનવામાં આવે છે. તેની કારકિર્દીનો પ્રારંભ 2018માં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 મૅચથી થયો હતો.  2020 સુધીમાં તેને ભારત માટે 18 ટી-20 ઇન્ટરનેશનલ મૅચ રમવા મળી હતી જ્યારે આ જ સમય સુધીમાં તે માત્ર આ જ ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યો હતો, પરંતુ આઇપીએલ સહિત તે કુલ 118 ટી-20 મૅચ રમ્યો છે જેમાં તેણે 22.96ની સરેરાશ અને 136.76ના સ્ટ્રાઇક રેટથી 1447 રન ફટકાર્યા હતા. આ સંખ્યા ઓછી હોવાનું કારણ એ છે કે ટી-20માં માત્ર 20 ઓવર રમવાની હોય અને તેમાંય કૃણાલ ઘણી વાર તો માંડ એકાદ બે ઓવર બાકી હોય ત્યારે રમવા આવતો હોય છે. આ મૅચમાં કૃણાલ પંડ્યાએ 31.25ની સરેરાશ અને 7.37ના ઇકૉનૉમી રેટથી 85 વિકેટ પણ ઝડપી હતી.

હાર્દિક પંડ્યા : વર્તમાન ભારતીય ટીમના અગ્રણી ઑલરાઉન્ડર તરીકે 1993ની 11મી ઑક્ટોબરે, સૂરતમાં જન્મેલા હાર્દિક હિમાંશુ પંડ્યા વડોદરા તરફથી રાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલે છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે. જમણે હાથે બૅટિંગ કરનારા અને ડાબા હાથે મધ્યમ ઝડપે ગોલંદાજી કરનારા હાર્દિક પંડ્યા ઑલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં મહત્વનું સ્થાન ધરાવે છે. એમના પિતા હિમાંશુ પંડ્યા સૂરતમાં નાની મોટર માટેના ફાઇનાન્સનો વ્યવસાય કરતા હતા, પરંતુ એ બંધ કરીને તેઓ વડોદરા સ્થાયી થયા, કારણ કે એમનાં બાળકોને ક્રિકેટની તાલીમની વધુ અનુકૂળતા મળે અને પોતાના બંને પુત્રો હાર્દિક અને કૃણાલને વડોદરાની કિરણ મોરે ક્રિકેટ એકૅડેમીમાં દાખલ કર્યા. ક્લબ ક્રિકેટમાં હાર્દિક પટેલે એકલે હાથે ઘણા વિજયો મેળવ્યા હતા. 18 વર્ષ સુધી એ લેગ સ્પિન ગોલંદાજી કરતા હતા, પરંતુ વડોદરાના કોચ સનત કુમારના કહેવાથી એમણે ઝડપી ગોલંદાજી કરવી શરૂ કરી. એ પછી ક્રિકેટમાં એક પછી એક સિદ્ધિ મેળવતા હાર્દિક પંડ્યાની 2016ના એશિયા કપ માટે અને આઈસીસી વર્લ્ડ ટ્વેન્ટી ટ્વેન્ટીની ભારતીય ટીમમાં પસંદગી થઈ.

હાર્દિક પંડ્યા

2016ની 27 જાન્યુઆરીએ બાવીસ વર્ષની વયે એમણે ટ્વેન્ટી ટ્વેન્ટી દ્વારા ઑસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું. એ પછી 2016ની 16મી ઑક્ટોબરે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને એ જ વર્ષે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં સમાવેશ થયો, પરંતુ ઈજાગ્રસ્ત થવાથી રમી શક્યા નહોતા. 2017ના જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસમાં એ પ્રથમ ટેસ્ટ રમ્યો. શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટમાં એણે સદી કરવાની સાથે વિક્રમ રચ્યો અને લંચ પહેલાં ટેસ્ટ સદી કરનારો એ પહેલો ભારતીય બૅટ્સમૅન બન્યો અને એની સાથોસાથ ભારત તરફથી ટેસ્ટ દાવમાં એક જ ઓવરમાં સૌથી વધુ રન (26 રન) કરવાનો વિક્રમ નોંધાવ્યો. ભારતીય ટીમમાં આ આક્રમક બૅટ્સમૅન અને મધ્યમ ઝડપી ગોલંદાજીથી વિરોધીઓને પરાસ્ત કરવા માટે હાર્દિક પંડ્યા જાણીતો છે. અત્યાર સુધીમાં એણે 11 ટેસ્ટમાં 532 રન કર્યા છે અને 17 વિકેટ લીધી છે. વન ડેના 57 દાવમાં 1,167 રન કર્યા છે અને 55 વિકેટ લીધી છે, તેમજ ટી-ટ્વેન્ટીમાં 38 મૅચમાં 310 રન અને 38 વિકેટ લીધી છે.

જસપ્રિત જસબિરસિંહ બૂમરાહ : જસપ્રિત બૂમરાહનો જન્મ 1993ની 6 ડિસેમ્બરે અમદાવાદમાં થયો અને આજે ક્રિકેટના દરેક ફૉર્મેટમાં ભારતીય ટીમ તરફથી રમતા આ ગોલંદાજે ગુજરાતની ટીમ તરફથી રમીને પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પદાર્પણ કર્યું. 2015-16માં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટશ્રેણીમાં ભૂવનેશ્વર કુમારની જગાએ એને તક મળી અને જસપ્રિત બૂમરાહ વર્તમાન સમયનો સૌથી સફળ ગોલંદાજ બન્યો. એ શ્રેણીમાં એણે ઑસ્ટ્રેલિયામાં વન ડે ઇન્ટરનેશનલ અને ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં પ્રવેશ મેળવ્યો. દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે એક કેલેન્ડર વર્ષમાં ટેસ્ટ દાવમાં પાંચ વિકેટમાં પહેલો ગોલંદાજ બન્યો. અમદાવાદમાં શિક્ષિકા તરીકે કાર્યરત માતા દલજિત બૂમરાહે એના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો. 2013ના ઑક્ટોબર મહિનામાં એણે વિદર્ભ સામે ગુજરાત તરફથી રમીને પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો અને એણે સાત વિકેટ મેળવી હતી તેમજ આ સ્પર્ધામાં સૌથી વધુ વિકેટ લેનારો બન્યો હતો. એની જમણા હાથની ઝડપી ગોલંદાજીથી એણે વિશ્વના સમર્થ બૅટ્સમૅનોને મૂંઝવ્યા છે. વળી ઝડપ ઉપરાંત લાઇન અને લેન્થ પર એનો ઘણો કાબૂ છે અને બૂમરાહની બૉલિંગ-ઍક્શનની ઍનાલિસિસ કરીએ તો ખ્યાલ આવશે કે એ જ્યારે દડો ફેંકે છે, ત્યારે એનો ડાબો હાથ છેક સુધી સીધો રહે છે. આ ડાબો હાથ એટલે નૉન-બૉલિંગ-આર્મ. બીજા ખેલાડીઓ જે હાથે ગોલંદાજી કરે છે, તે હાથ ઉપરાંત બીજા હાથને વાળીને ગોલંદાજી કરતા હોય છે. આથી બૂમરાહના સીધા રહેતા હાથને કારણે સામે ખેલતા બૅટ્સમૅનને છેક સુધી ખ્યાલ આવતો નથી કે એના હાથમાંથી ક્યારે દડો છૂટશે. બીજી વાત એ છે કે બૂમરાહ કલાક્ધાા લગભગ 145થી 150 કિમી.(90થી 93 માઈલ)ની ઝડપે ગોલંદાજી કરે છે અને આ ગોલંદાજીમાં પણ એના ઇનસ્વિંગિંગ યોર્કર એ એનું સૌથી ખતરનાક અને વિકેટ અપાવનારું શસ્ત્ર છે.

જસપ્રિત બૂમરાહ

વળી એની બૉલિંગ ઍક્શનથી દડાની લાઇન, લેન્થ અને ઝડપમાં બૅટ્સમૅનને ખબર ન પડે એ રીતે પરિવર્તન લાવી શકે છે. વળી બૉલિંગ ક્રિસનો ચાતુર્યભર્યો ઉપયોગ કરે છે, ક્યારેક ક્રિસ પાસેથી, ક્યારેક સ્ટમ્પ પાસેથી, ક્યારેક અમ્પાયરની નજદીકથી એમ જુદા જુદા અગલથી દડો નાખે છે અને એને કારણે એના સ્વિંગને (દડાના વળાંકને) એક જુદો જ ઍંગલ મળે છે.

જસપ્રિત બૂમરાહે 16 ટેસ્ટમાં વીસ રનની સરેરાશથી 76 વિકેટ લીધી છે. 67 વન ડે ઇન્ટરનેશનલમાં 108 વિકેટ લીધી છે. 50 ટી-ટ્વેન્ટીની મૅચોમાં 59 વિકેટ લીધી છે અને ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 167 વિકેટ લીધી છે. આ રીતે એની વિશિષ્ટ ગોલંદાજીથી જસપ્રિત બૂમરાહ આજે

વિશ્વનો અગ્રણી ગોલંદાજ બન્યો છે અને તેમાં પણ કટોકટીના સમયે એણે એની ટીમને વિજય અપાવ્યો છે.

2017 અને 2018 એમ બંને વર્ષે આઈસીસી વન ડેની ટીમમાં તેમજ 2018માં આઈસીસીની ટેસ્ટ ટીમમાં સ્થાન પામ્યો છે.

જામ રણજી : રાજવી ખેલાડી, મહારાજા સાથે લેટકટના મહારાજા ગણાતા રણજિતસિંહજી વિભાજી જાડેજા – જામસાહેબ ઑફ નવાનગર – 1895માં લૉર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં પ્રથમ મૅચ રમ્યા હતા. ઇંગ્લૅન્ડની ટીમમાં સમાવેશ. ટેસ્ટ ક્રિકેટ રમનાર સૌપ્રથમ ભારતીય ક્રિકેટર. પ્રથમ ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે બીજા દાવમાં અણનમ 154 રન ! ઇંગ્લૅન્ડ વતી ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારનાર ડબલ્યુ. જી. ગ્રેસ પછી દ્વિતીય અને લંચ પહેલાં સદી ફટકારનાર પ્રથમ. 1895થી 1904 દરમિયાન દરેક સિઝનમાં એક એક હજાર રન. ઇંગ્લૅન્ડ વતી 15 ટેસ્ટ-મૅચ રમ્યા. કુલ રન 989, 307 ફર્સ્ટ ક્લાસ મૅચ-24, 692 રન, 72 સદી ! સર્વશ્રેષ્ઠ 285 રન. 1897માં વિઝડન ક્રિકેટર ઑફ ધ યર જાહેર થયા હતા.

જામ રણજી

દુલિપસિંહજી : જામનગરના રાજ પરિવારનું ફરજંદ. જામ રણજીના ભત્રીજા, ભારતના હાઈ કમિશનર, સૌરાષ્ટ્ર રાજ્ય પબ્લિક સર્વિસ કમિશનના ચૅરમૅન. 1921થી ક્રિકેટમાં પદાર્પણ ધૂંઆધાર. 1930માં નોર્ધમ્પ્ટન શાયર સામેની મૅચમાં 333 રન બનાવીને કાકા જામ રણજીનો 285 રનનો વિક્રમ 29 વર્ષે ભત્રીજાએ જ તોડ્યો ! 1931ના વર્ષમાં તો 12-12 સદીઓ ફટકારી દીધી. 1929માં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ સાઉથ આફ્રિકાની ટેસ્ટ-મૅચથી ટેસ્ટ-જગતમાં પદાર્પણ. કુલ 12 ટેસ્ટ-મૅચ – ત્રણ સદી. પાંચ અર્ધ સદી, કુલ 995 રન બનાવ્યા હતા. 205 ફર્સ્ટ ક્લાસ મૅચ–50 સદી, 64 અર્ધ સદી. કુલ 15,000થી વધુ રન નોંધાવ્યા હતા. ઑલ ઇન્ડિયા સ્પૉટર્સ કાઉન્સિલનું અધ્યક્ષપદ પણ સંભાળેલું. આજે ભારતીય ક્રિકેટજગતમાં તેમના નામની ખૂબ જ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ યોજાય છે.

દુલિપસિંહજી

અમરસિંહ નકુમ : રાજકોટના ઐતિહાસિક ખેલાડી. જૂન, 1932માં લૉર્ડ્સના મેદાન પર ભારત–ઇંગ્લૅન્ડ વચ્ચેની સૌપ્રથમ ઐતિહાસિક ટેસ્ટ-મૅચ રમવાનું ગૌરવ ધરાવે છે. જમોડી બૅટ્સમૅન – મીડિયમ ફાસ્ટ બૉલર. 25-06-1932ના રોજ ભારતની સૌપ્રથમ અધિકૃત ઐતિહાસિક ટેસ્ટ-મૅચમાં 10મા ક્રમે રમીને સૌપ્રથમ અર્ધસદી ફટકારવાનું બહુમાન ધરાવે છે. બંને દાવમાં બબ્બે વિકેટ પણ ઝડપી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. 1933-34માં ચેન્નાઈ ખાતે ત્રીજી ટેસ્ટ-મૅચમાં પ્રથમ દાવમાં ઇંગ્લૅન્ડના 7 વિકેટ માત્ર 86 રનમાં ઝડપીને ઝંઝાવાત સર્જ્યો હતો. જ્યારે બીજા દાવમાં ચોથા ક્રમે રમતાં 48 રન બનાવી ઑલરાઉન્ડ દેખાવ કર્યો હતો. 1936માં ઇંગ્લૅન્ડ સામેની ત્રણ ટેસ્ટ-મૅચોની શ્રેણીમાં કુલ 10 વિકેટો અને 143 રન નોંધાવી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. પ્રથમ દાવમાં લૉર્ડ્સ ખાતે 6 વિકેટ માત્ર 35 રનમાં ઝડપી ભારતને પરાજયમાંથી ઉગારી ડ્રૉ સુધી ખેંચી જવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. માત્ર 30 વર્ષની વયે 1940માં અવસાન થયું.

વિજય હઝારે : બંને દાવમાં સૌપ્રથમ સદીઓ ફટકારવાનું ઐતિહાસિક ગૌરવ. 1947-48માં એડિલેડ ખાતે 111 તેમજ 145 રન બનાવ્યા હતા. ભારતને સૌપ્રથમ ટેસ્ટ-વિજય તેમના નેતૃત્વ હેઠળ 1951-52માં ચેન્નાઈ ખાતે ઇંગ્લૅન્ડ વિરુદ્ધ રમતાં મળ્યો હતો. ટેસ્ટ-કપ્તાન તરીકે પ્રથમ બે દાવમાં સદી ફટકારનાર. ટેસ્ટ-ક્રિકેટમાં સૌપ્રથમ 1,000 અને 2,000 રન નોંધાવનાર અને ટેસ્ટ-ક્રિકેટમાં સતત ત્રણ દાવમાં સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટરનું ગૌરવ ધરાવે છે.

વિજય હઝારે

વિનુ માંકડ : વિનુ માંકડ અને પંકજ રૉયે 1955-56માં ચેન્નાઈ ખાતે ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ પ્રથમ વિકેટની ભાગીદારીમાં વિશ્વવિક્રમજનક 413 રન બનાવ્યા હતા ! જેમાં વિનુ માંકડના 231 રન હતા. આ પહેલાં મુંબઈ ખાતે આ જ ટેસ્ટ-શ્રેણીમાં ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ 232 રન ફટકાર્યા હતા. 1952માં લૉડર્સ ખાતે ઓપનર તરીકે બીજા દાવમાં 184 રન નોંધાવી વિક્રમ સર્જ્યો હતો. વિનુ માંકડ સદી અને પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય ઑલરાઉન્ડર બન્યા હતા. 1952-53માં પાકિસ્તાનની ટીમ સૌપ્રથમ ભારતમાં રમવા આવી ત્યારે વિનુ માંકડે પ્રથમ ટેસ્ટ-મૅચમાં જ પાકિસ્તાનની 13 વિકેટ 131 રનમાં ઝડપી ઝંઝાવાત સર્જ્યો હતો. પ્રથમ દાવમાં તો આઠ વિકેટ માત્ર 52 રનમાં જ ઝડપી હતી. 1951-52ની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-શ્રેણીમાં સૌથી વધુ 34 વિકેટ ઝડપી હતી. કુલ 44 ટેસ્ટ-મૅચમાં 2,109 રન અને 162 વિકેટ ઝડપી હતી.

વિનુ માંકડ

નરી કૉન્ટ્રાક્ટર : 1952માં રણજી કૅપ મેળવતાં જ બંને દાવમાં સદી. 1957-58માં સળંગ ચાર મૅચમાં સદીની અદભુત સિદ્ધિ નોંધાવી હતી. 1952થી 1971 દરમિયાન ગુજરાતનું 10 વર્ષ સુધી કપ્તાનપદ સંભાળ્યું જે વિક્રમ છે. ઓપનિંગ ડાબોડી બૅટ્સમૅન. 1961-62માં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં કપ્તાન હતા અને બાર્બાડોઝ ઇલેવન સામે રમતાં ફાસ્ટ બૉલર ચાર્લી ગ્રિફિથના એક બાઉન્સરે ખોપરી તોડી નાંખી ! તત્કાળ હૉસ્પિટલમાં ખસેડાયા. વેસ્ટ ઇન્ડિઝના કપ્તાન ફ્રેક વોરેલએ રક્તદાન કર્યું અને બચી ગયા પણ એ પછી ક્યારેય ક્રિકેટ રમી ન શક્યા. કુલ 31 ટેસ્ટ-મૅચ, 52 દાવમાં 1611 રન, એક સદી અને અગિયાર અર્ધ સદીથી બનાવ્યા હતા.

નરી કૉન્ટ્રાક્ટર

અંશુમાન ગાયકવાડ : ધ ગ્રેટ વૉલથી વિખ્યાત અંશુમાન ગાયકવાડે ઓપનર પેર તરીકે નામના મેળવી, 1974માં કૉલકાતાના ઇડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ. 1982-83માં જલંધર ખાતે પાકિસ્તાન સામેની મૅચમાં સતત 671 મિનિટ સુધી પીચ પર ઊભા રહીને 201 રન ફટકાર્યા હતા. 40 ટેસ્ટ-મૅચ, 15 વન-ડે મૅચ રમ્યા હતા. નિવૃત્તિ બાદ સિલેક્ટર તરીકે સેવા આપે છે.

અંશુમાન ગાયકવાડ

જશુ પટેલ : અમદાવાદનો ખેલાડી. ઑફકટ બૉલર. 1959-60માં ઑસ્ટ્રેલિયા સામે કાનપુરની નવી પીચ પર એક નવો ઇતિહાસ સર્જ્યો. ગ્રીનપાર્ક મેદાન પર જશુ પટેલે રીચી બેનોજા ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના નવ ખેલાડીઓને માત્ર 69 રનમાં તંબુ ભેગા કરીને ઇતિહાસ સર્જી દીધો. ઑફ સ્પિનર જશુ પટેલે આ ટેસ્ટ-મૅચમાં કુલ 14 વિકેટો ઝડપી હતી અને ભારતને ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે સૌપ્રથમ ઐતિહાસિક વિજય મળ્યો હતો. આ ભવ્ય દેખાવની વિઝડને પણ નોંધ લીધી હતી. રણજી મૅચોમાં 140 વિકેટો, 7 ટેસ્ટ-મૅચમાં કુલ 29 વિકેટો ઝડપી. પદ્મશ્રીનો ઇલકાબ મળ્યો હતો.

જશુ પટેલ

દીપક શોધન : ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારનાર ગુજરાતના અમદાવાદના પ્રથમ બૅટ્સમૅન. 1952માં પાકિસ્તાન સામેની કૉલકાતા ખાતેની ટેસ્ટ-મૅચમાં આ ગુજ્જુ યુવાને પાકિસ્તાની બૉલરોને ઝૂડી નાંખતાં શાનદાર 110 રન નોંધાવ્યા હતા. રણજી ટ્રૉફીની 29 મૅચમાં 1267 રન નોંધાવ્યા હતા. પ્રથમ કક્ષાની મૅચમાં 1810 રન નોંધાવ્યા હતા. હાલ કોચિંગની સેવા આપે છે.

દીપક શોધન

કરશન ઘાવરી : રાજકોટનો ક્રિકેટર. ડાબોડી બૅટ્સમૅન. મીડિયમ ફાસ્ટ બૉલર. 1972માં રણજીમાં પ્રવેશ. 1975માં ટેસ્ટપદાર્પણ. 1977-78ના ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં એડિલેડ ખાતેની પાંચમી ટેસ્ટમાં 7 વિકેટ, 138 રનમાં ઝડપી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. 1978-79માં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે 6 ટેસ્ટ-મૅચોની શ્રેણીમાં 27 વિકેટો ઝડપી હતી. કુલ 39 ટેસ્ટમાં 913 રન, 109 વિકેટ ઝડપી હતી.

મુકુન્દ પરમાર : રણજી ટ્રૉફી ક્રિકેટના ઇતિહાસમાં અનેક ઐતિહાસિક પ્રકરણો આલેખનાર મુકુન્દ પરમારે એક જ રણજી ટ્રૉફી મૅચના બંને દાવમાં શાનદાર સદીઓ ચાર વખત ફટકારવાની અદભુત સિદ્ધિ નોંધાવી છે. તે ભારતનો પ્રથમ અને વિશ્વનો ચોથો ખેલાડી છે. 1987-88માં રાજકોટ ખાતેથી રણજીમાં પદાર્પણ. 18 વર્ષમાં ગુજરાત તરફથી 79 રણજી ટ્રૉફી મૅચ, 20 સદી, 32 અર્ધસદી, કુલ 6,620 રન. જમોડી મિડલ ઑર્ડર બૅટ્સમૅન. ડાબોડી સ્પિનર હતા. રણજી ટ્રૉફીની એક મોસમમાં 500 કે વધુ રન ખડકવાની સિદ્ધિ પાંચ વખત. અફસોસ કે ટીમમાં પસંદગી ન થઈ શકી.

પાર્થિવ પટેલ : વિકેટકીપર. અમદાવાદનો ડાબોડી બૅટ્સમૅન. 17 વર્ષ 152 દિવસની વયે 8મી ઑગસ્ટ, 2002ના રોજ ઇંગ્લૅન્ડ પ્રવાસમાં નોટિંગહામ ખાતે ટેસ્ટ-મૅચમાં પદાર્પણ કર્યું અને સૌથી નાની વયના વિકેટકીપરનો નવો વિશ્વવિક્રમ નોંધાવ્યો. આ પહેલાં બાંગ્લાદેશમાં પાર્થિવ પટેલના યશસ્વી નેતૃત્વ હેઠળ ઇન્ડિયા અંડર-17 ટીમે એશિયા કપ અંડર-17 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતાપદ મેળવ્યું હતું. 2010 સુધીમાં 20 ટેસ્ટ-મૅચ દ્વારા કુલ 683 રન નોંધાવ્યા હતા. વિકેટ પાછળ 41 કૅચ 8 સ્ટમ્પિંગ કર્યા છે. જ્યારે વન-ડેમાં 14 મૅચ દ્વારા કુલ 132 રન, 12 કૅચ અને 3 સ્ટમ્પિંગ કર્યા છે. ટેસ્ટ-મૅચ રમ્યા પછી રણજી ટ્રૉફી રમવાની શરૂઆત કરનાર પ્રથમ ક્રિકેટર છે. 2006-07ની રણજી મોસમથી રણજીમાં પદાર્પણ કર્યું છે.

પાર્થિવ પટેલ

કિરણ મોરે : એક ટેસ્ટ-મૅચમાં એક દાવમાં પાંચ સ્ટમ્પિંગ કરવાનો વિશ્ર્વવિક્રમ ધરાવનાર વડોદરાના કિરણ મોરેએ 1986માં ટેસ્ટ કૅપ મેળવતાં જ ઇંગ્લૅન્ડ ખાતે, ઇંગ્લૅન્ડ સામેની ત્રણ ટેસ્ટ-મૅચની શ્રેણીમાં 16 કૅચ ઝડપીને નવો ભારતીય વિક્રમ નોંધાવ્યો હતો. 1987-88માં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે ચેન્નાઈ ખાતે 1 કૅચ, 6 સ્ટમ્પિંગથી કુલ 7 શિકાર ઝડપવાનો વિક્રમ કર્યો હતો. 49 ટેસ્ટમાં 110 કૅચ અને 20 સ્ટમ્પિંગથી કુલ 130 શિકાર, 94 વન-ડેમાં 63 કૅચ અને 27 સ્ટમ્પિંગ સાથે કુલ 90 શિકાર ઝડપ્યા છે. અર્જુન ઍવૉર્ડ મેળવ્યો છે.

નયન મોંગિયા : વડોદરાના વિકેટકીપર. તેમણે 1996માં દિલ્હી ખાતે ઑસ્ટ્રેલિયા સામે ઓપનર તરીકે રમતાં શાનદાર 152 રન નોંધાવી સૌને આશ્ર્ચર્યચકિત કરી દીધા હતા. કુલ 44 ટેસ્ટ, 68 દાવ, 6 વખત અણનમ 1442 રન, 1 સદી, 6 અર્ધસદી નોંધાવેલ છે. વિકેટ પાછળ કુલ 107 શિકાર જેમાં 99 કૅચ અને 8 સ્ટમ્પિંગ છે. 1994માં વન-ડે ક્રિકેટમાં પદાર્પણ. એક વન-ડે મૅચમાં વિકેટ પાછળ પાંચ કે વધુ શિકાર ઝડપવાની સિદ્ધિ ત્રણ વખત નોંધાવી હતી. 140 વન-ડે મૅચમાં 127 રન, 154 શિકાર, 110 કૅચ, 44 સ્ટમ્પિંગ છે.

ઇરફાન પઠાણ : વડોદરાનો ડાબોડી બૅટ્સમૅન. ફાસ્ટ બૉલર. 2003માં એડિલેડ ખાતે ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ-મૅચથી ટેસ્ટ-પદાર્પણ. 2007માં પ્રથમ ટ્વેન્ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં મૅન ઑફ ધ મૅચનો ઍવૉર્ડ મેળવ્યો હતો. ઇરફાને 2005-06માં કરાંચી ખાતે પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટ-મૅચના પ્રથમ દિવસે જ પ્રથમ ઓવરના છેલ્લા ત્રણ દડે ત્રણ બૅટ્સમૅનને શૂન્ય રને આઉટ કરી હેટ્રિકની સિદ્ધિ મેળવી હતી. 100 વિકેટ અને 1000 રન પૂરા કરનાર ઇરફાન ભારતનો સાતમો ઑલરાઉન્ડર બન્યો હતો. કુલ 29 ટેસ્ટ-મૅચ, 40 દાવ, 1105 રન, 100 વિકેટ. 8 કૅચ ઝડપ્યા છે. વન-ડે ક્રિકેટમાં પણ 100 વિકેટ, 1000 રન પૂરા કર્યા છે. 107 વન-ડે, 78 દાવ, 1369 રન, 152 વિકેટ, 18 કૅચ ઝડપ્યા છે.

યૂસુફ પઠાણ : વડોદરાનો ઑલરાઉન્ડર. જમોડી બૅટ્સમૅન. ઑફ સ્પિનર. વન-ડે અને ટ્વેન્ટી-20 ઇન્ટરનેશનલનો હાર્ડહીટર પ્લેયર ગણાય છે. ઇરફાનનો મોટો ભાઈ છે સ્ટ્રાઇક-રેટ. તે સૌથી ઊંચો છે. આઇપીએલનો પણ ધમાકેદાર મોંઘો ખેલાડી રહ્યો છે.

મુનાફ પટેલ : ઇખર એક્સપ્રેસ, ભરૂચ જિલ્લાના ઇખર ગામનો ખેડૂતપુત્ર. ફાસ્ટ બૉલર મુનાફે માર્ચ-2006માં મોહાલી ખાતે ટેસ્ટ કૅપ મેળવતાં જ ઇંગ્લૅન્ડની 7 વિકેટ ઝડપીને ઝંઝાવાત સર્જ્યો હતો. મુનાફ 140થી પણ વધુ ઝડપી ગતિએ બૉલિંગ કરે છે. જૂન-2006માં વેસ્ટ ઇન્ડિઝ સામેની 4 ટેસ્ટ-મૅચમાં 14 વિકેટો ઝડપી હતી. 9 ટેસ્ટ-મૅચમાં 28 વિકેટમાં, 28 વન-ડે, 34 વિકેટો ઝડપી છે.

રવીન્દ્ર જાડેજા : જામનગરના ઑલરાઉન્ડર ખેલાડી. 2008-09ની રણજી ટ્રૉફીમાં નવ મૅચમાં 739 રન, 42 વિકેટ, 232 સર્વોચ્ચ રન રહ્યા હતા. ફેબ્રુઆરી, 2009માં વન-ડે કૅપ કોલંબો ખાતે મેળવતાં જ શ્રીલંકા સામે 60 રન નોંધાવ્યા હતા. તે વન-ડે, આઇપીએલ ટ્વેન્ટી-20નો ઑલરાઉન્ડર ખેલાડી રહ્યો છે.

રવીન્દ્ર જાડેજા

ચેતેશ્વર પૂજારા : રાજકોટનો ઝમકદાર બૅટ્સમૅન. સૌરાષ્ટ્રનો ડૉન બ્રેડમેન. ત્રેવડી સદીની હેટ્રિક સર્જનાર ચેતેશ્વરે ચૅલેન્જર ટ્રૉફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવીન્દ્ર જાડેજા સાથે ભાગીદારીમાં 520 રન બનાવ્યા હતા. 23 ઑગસ્ટ, 2012ના રોજ ચેતેશ્વરે હૈદરાબાદ ખાતે ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ કારકિર્દીની ચોથી ટેસ્ટ-મૅચ રમતાં શાનદાર 159 રન ફટકાર્યા હતા. જે પ્રથમ ટેસ્ટ-સદી હતી. વનડાઉન આવીને સદી નોંધાવી હતી. ટેસ્ટ-મૅચમાં સદી ફટકારનાર સૌરાષ્ટ્રનો પ્રથમ ખેલાડી બન્યો.

અમિષ સાહેબા : આઈસીસી દ્વારા શ્રેષ્ઠ અમ્પાયરનો ઍવૉર્ડ મેળવનાર અમિષ સાહેબા…ભારતીય ફર્સ્ટક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ 108 મૅચમાં અમ્પાયરિંગ કરવાનો નવો વિક્રમ નવેમ્બર મહિનામાં નાગપુર ખાતે અમ્પાયરિંગ કરતા નોંધાવ્યો. (2018)

પોલી ઉમરીગર

રૂસી સૂરતી

સલીમ દુરાની

ફૂટબૉલ : ગુલાબ ચૌહાણ, માનસિંહ ચૌહાણ, કુ. વિશ્વા પટેલ, પાયસ અબ્રાહમ, ઋચા કાવાઠે.

ગુલાબ ચૌહાણ : ફૂટબૉલની રમતના આંતરરાષ્ટ્રીય રેફરી છે. 1998માં તેમને બેસ્ટ રેફરી ઑફ ઇન્ડિયાનું બિરુદ ફિલિપ્સ ટ્રૉફી સાથે આપવામાં આવ્યું હતું. તેઓએ 1974માં રેફરીની પરીક્ષાઓ પાસ કરીને   – ફૂટબૉલના મેદાનમાં ખેલાડી રેફરી તરીકે ગુજરાત અને ભારતનું નામ રોશન કરેલ છે.

માનસિંહ ચૌહાણ : માનસિંહ ચૌહાણે ખેલાડી અને કોચ તરીકે શ્રેષ્ઠ સેવા આપી છે. 1984માં ભારતની દાવેદાર ટીમમાં તેમની પસંદગી થઈ હતી. 1986ની રાષ્ટ્રીય પ્રતિયોગિતામાં ગુજરાતને ક્વાર્ટર ફાઇનલ સુધી લઈ જવામાં તેમનો યશસ્વી ફાળો રહ્યો હતો. ફૂટબૉલ તેમના જીવનમાં વણાઈ ગયો છે.

કુ. વિશ્વા પટેલ : ફૂટબૉલની આંતરરાષ્ટ્રીય ખેલાડી છે. માત્ર 12 વર્ષની વયે વિયેટનામમાં રમાયેલ અંડર-13 ગર્લ્સ ફૂટબૉલ ફેસ્ટિવલમાં ભાગ લેનારી ટીમમાં સ્થાન મેળવનાર તે એકમાત્ર ગુજરાતી યુવતી હતી. 2008માં વિયેટનામ સામે ગોલ ફટકારીને આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું ગોલ-ખાતું ખોલાવનાર કુ. વિશ્વા પટેલને વિશ્વાસ છે કે તે એક દિવસ ભારતની કૅપ્ટન બનશે.

પાયસ અબ્રાહમ : ફૂટબૉલનો શ્રેષ્ઠ ખેલાડી રહ્યો છે. અગિયાર વર્ષ સુધી સ્ટેટ ચૅમ્પિયન ટીમનો મહક્નનો ખેલાડી તેમજ ‘સંતોષ ટ્રૉફી’ રાષ્ટ્રીય કક્ષાએ અગિયાર વખત રમ્યો છે. 1996માં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ, ધ બેસ્ટ ગોલકીપરના ઍવૉર્ડ્સ મેળવેલ છે. ફૂટબૉલમાં ગુજરાતનું ગૌરવ રહ્યો છે.

જિમ્નેસ્ટિક્સ : કૃપાલી પટેલ, સલોની બુકસેલર, રિદ્ધિ ભાવસાર, વિભૂતિ બધેકા.

કૃપાલી પટેલ : ધર્મજની જિમ્નાસ્ટ-ગર્લ. 1989માં જિમ્નેસ્ટિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ભારતીય રમતજગતનો ‘અર્જુન’ ઍવૉર્ડ તેમને પ્રાપ્ત થયો હતો.

સલોની બુક્સેલર ઠક્કર : ગુજરાતની વન્ડરફુલ પ્લાસ્ટિકની બાર્બીડૉલ, મિલેનિયમ પ્લેયર, વુમન ઑફ ટુમોરો, ઉજાસ મહિલા, રિમાર્કેબલ પર્સન, પ્રેસ્ટિજ ઑફ અવર સૂરત સિટી, વિશિષ્ટ વ્યક્તિ 1998 – જેવા વિવિધ ઍવૉર્ડ્ઝ મેળવનાર સલોનીએ 1996-97માં રાષ્ટ્રીય કક્ષાએ છ-છ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું હતું. તે 1995થી 99 સુધી સ્ટેટ ચૅમ્પિયન રહી હતી. પૂના ખાતે યોજાયેલ 20મી નૅશનલ સ્પૉટર્સ ફૉર વુમન ઓપનમાં બાર વર્ષની બાળાએ બૅલેન્સ બિમ ઇન્વેન્ટ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 1998માં ચાઇનામાં શાંઘાઈ ખાતે યોજાયેલ 11મી વર્લ્ડ જિમ્નેશિયાર્ડમાં ભાગ લેનારી ભારતની માત્ર સાત ખેલાડીઓમાં એકમાત્ર ગુજરાતી યુવતીની પસંદગી થઈ હતી જે સૌથી નાની વયની માત્ર 14 વર્ષની ખેલાડી હતી. અનેક પુરસ્કારો અને ઢગલાબંધ કપ-ટ્રૉફી-મેડલ મેળવનાર સલોની હાલ ફિઝિયો ડૉક્ટર છે.

રિદ્ધિ ભાવસાર : જિમ્નાસ્ટની ઢીંગલી, માત્ર 11 વર્ષની વયે જ 44 મેડલ્સ મેળવ્યા હતા જેમાં 31 ગોલ્ડ, 10 સિલ્વર અને 3 બ્રૉન્ઝ હતા. ઑલિમ્પિક રમવાની ખ્વાહિશ ધરાવતી રિદ્ધિએ 1997-98માં ચીન ખાતે યોજાયેલ એશિયન સ્કૂલ ગેઇમ્સ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈને આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

હૉકી : ગોવિંદ ગણપતરાવ સાવંત, શિવાજી ગાયકવાડ, રાજેશ પવાર, વીણાબહેન પાલખીવાલા, દીપિકા મૂર્તિ, કિશન કર્વે-‘મામા’, શંકર ચૌહાણ, મોહમ્મદ હુસૈન, એમ. એમ. મસૂદ શાહબુદ્દીન, જે. ડી. નગરવાલા,  કીર્તિદાબહેન પટેલ, મનાલી ગરીવાલા, નેહા ટુંડિયા

ગોવિંદ ગણપતરાવ સાવંત : અવિભાજ્ય ગુજરાતના વડોદરા શહેરમાં પોલીસ ખાતામાં કૉસ્ટેબલ તરીકે નોકરી કરતા સામાન્ય પોલીસ કર્મચારી પણ હૉકીમાં આગવી ઓળખ ઊભી કરતાં 1960માં રોમમાં યોજાયેલ ઑલિમ્પિકમાં ભારતીય ટીમમાં પસંદ થનાર એકમાત્ર ગુજરાતી હતા.

ગોવિંદ સાવંત

શિવાજી ગાયકવાડ : આંતરરાષ્ટ્રીય ખેલાડી, 1962માં અમદાવાદમાં શાહીબાગ સ્ટેડિયમ ખાતે નવા તૈયાર થયેલ જે. ડી. નગરવાલા સ્ટેડિયમમાં યોજાયેલ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય હૉકી સ્પર્ધામાં ભાગ લેનાર ભારતીય ટીમમાં પસંદ થયા હતા.

રાજેશ પવાર : આંતરરાષ્ટ્રીય ખેલાડી. ઈ. સ. 1994માં કેન્યા ખાતેના પ્રવાસમાં ભારતીય ટીમમાં પસંદ થનાર આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યા હતા. 1992-93માં તેઓ રાષ્ટ્રીય કોચિંગ કૅમ્પ માટે પસંદ થયા હતા.

વીણા પાલખીવાળા : આંતરરાષ્ટ્રીય મૅચમાં ગોલ ફટકારનાર ગુજરાતની મહિલા ખેલાડી બની હતી. 1964માં ભારતમાં રમાયેલ જાપાન સામેની ટેસ્ટ-મૅચમાં પસંદ થયા પછી ભારત જે મૅચમાં જીત્યું હતું તેમાં વિજયી ગોલ ફટકારવાનું ઐતિહાસિક ગૌરવ વીણાબહેને મેળવ્યું હતું. જાપાન સામે રમાયેલી ટેસ્ટ-મૅચોમાં એકમાત્ર ટેસ્ટ-મૅચમાં જ ભારત જીત્યું હતું.

દીપિકા મૂર્તિ : આંતરરાષ્ટ્રીય ખેલાડી છે. ગોલકીપર છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ જુનિયર અને સિનિયર એકલવ્ય ઍવૉર્ડ્સ મેળવનાર દીપિકાએ 2003માં પ્રથમ આફ્રો-એશિયન ગેઇમ્સ  હૈદરાબાદ ખાતે, 2004માં નવી દિલ્હી ખાતે પાંચમી એશિયાકપ તેમજ 2005માં સિંગાપોર ખાતે ચાર રાષ્ટ્રોની ટુર્નામેન્ટ્સમાં ગોલ્ડ મેડલ્સ મેળવ્યા હતા. 2009માં થાઇલૅન્ડ ખાતે સિનિયર એશિયાકપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે 2000માં કુઆલાલમ્પુર ખાતે યોજાયેલ ત્રીજી જુનિયર એશિયાકપમાં 2006માં દોહા ખાતે યોજાયેલ ‘એશિયન ગેઇમ્સ’માં બ્રૉન્ઝ મેડલ જીતીને ગુજરાતનું અને દેશનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત આર્જેન્ટીના ખાતે વર્લ્ડકપ-2010માં નવી દિલ્હી ખાતે કૉમનવેલ્થ ગેઇમ્સ રમીને તેમણે અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમવાનો ગુજરાતના રમત-ગમતના હૉકીના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ આલેખ્યું છે જેનું ગુજરાત ગૌરવ અનુભવે છે.

માઉન્ટેનિયરિંગ : સંદીપ વૈદ્ય, પ્રાર્થના વૈદ્ય, પ્રાચી વૈદ્ય, સેજલ ઠક્કર, સુરભિ ચાવડા, રાધિકા અય્યર-તલાટી, મેહુલ જોશી, ધ્રુવકુમાર પંડ્યા, નંદિની પટેલ, સુરેશ દવે, પરેશ રાવળ, નીરજ ભટ્ટ,  કૅપ્ટન અશ્વિની પવાર, ઉમા અય્યર, હેમા વૈદ્ય

સંદીપ વૈદ્ય : ગુજરાત સરકારનો સાહસિક-પ્રથમ ઍવૉર્ડ મેળવનાર પર્વતારોહક. તેઓ 1993થી વિવિધ શિખરો પર પહોંચવા પર્વતારોહણ કરી રહ્યા છે. અનેકને તાલીમ પણ આપે છે. તેઓ ચન્દ્રશિલા, થેલુ, કાલિન્દ્રિ સાતોપંથ, સુદર્શન વગેરે શિખરો સર કરી ચૂક્યા છે. તેમનાં પત્ની શ્રીમતી હેમા વૈદ્ય પણ પર્વતારોહી છે. પુરસ્કાર વિજેતા છે.

સંદીપ વૈદ્ય

પ્રાર્થનાપ્રાચી વૈદ્ય : આ બંને બહેનો પર્વતારોહણક્ષેત્રે સૌથી નાની વયે સૌથી વધુ ઊંચાઈએ પર્વતારોહણ કરવાનો લિમ્કા બુક ઑફ રેકૉડર્સમાં સ્થાન ધરાવે છે. સૌથી નાની વયે વીસ હજાર ફૂટ જેટલી ઊંચાઈનાં હિમાલયનાં શિખરો સર કરવા બદલ તેમને રાષ્ટ્રપતિ શ્રી એ. પી. જે. અબ્દુલ કલામે પણ ખાસ અભિનંદન પાઠવ્યા હતા. 14મી નવેમ્બર, 2004ના રોજ બાળદિન નિમિત્તે નવી દિલ્હીમાં ભારત સરકાર વતી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. કુ. પ્રાર્થના માત્ર 11 વર્ષ 5 મહિના અને 29 દિવસની વયે માઉન્ટ કાલિન્દી સર કરનાર સૌથી નાની વયની પર્વતારોહક બની હતી. આ સિદ્ધિ જૂન, 2001માં મેળવી હતી. જ્યારે નાની બહેન કુ. પ્રાચીએ જૂન, 2001માં જ માત્ર 6 વર્ષ, 29 દિવસની સૌથી નાની વયે માઉન્ટ કાલિન્દી પર 17,000 ફૂટ ઊંચું ચઢાણ ચઢીને બાળ પર્વતારોહક તરીકે વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. આમ બંને બહેનોએ લિમ્કા બુક ઑફ રેકૉડર્સમાં નામના મેળવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આ વૈદ્ય પરિવારને ઍવૉર્ડ્સ આપવામાં આવેલ છે.

પ્રાચી વૈદ્ય                                    રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામ            પ્રાર્થના વૈદ્ય

સેજલ ઠક્કર : તે ગુજરાતની પર્વતારોહી સુંદરી રહી છે. કુલુમનાલી, આબુ, ઉત્તરકાશી જેવાં વિવિધ સ્થળોએ પર્વતારોહણ અને બરફીય પર્વતારોહણ કરેલ છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ‘નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ(ઉત્તર કાશી)નો આઇસ ઍન્ડ સ્નો એડવાન્સ કોર્સ એ ગ્રેડમાં પાસ કરનાર સેજલે 20,000 ફૂટ સુધીનું ચઢાણ સફળતાપૂર્વક કરેલ છે.

સુરભિ ચાવડા : પૅરાગ્લાઇડિંગ અને પર્વતારોહણમાં ગુજરાતનું નામ રોશન કરનાર સત્તાવીસ વર્ષની યુવતી સુરભિએ છવ્વીસ વર્ષની વયે વિશ્ર્વમાં ચોથા ક્રમનો સૌથી ઊંચો ગણાતો પર્વત કિલિમાંજારો સર કરવાની સિદ્ધિ મેળવી હતી. પંદરમી માર્ચ, 2018ના રોજ આ સિદ્ધિ મેળવી હતી. બર્ડ વૉચિંગ અને જંગલોમાં ફરવાનો શોખ છે.

રાધિકા અય્યર તલાટી : મિસિસ ઇન્ડિયા-2003ની ટોપ ફાઈવમાં આવનાર વડોદરાનાં મિસિસ રાધિકાજી એક પર્વતારોહી છે. છત્રીસ વર્ષની વયે 2009માં હિમાચલમાં ચંબા ખાતે 16,000 ફૂટની ઊંચાઈએ આવેલ ‘મણી મહેશ કૈલાસ’ સર કર્યું હતું. સુપર મોમથી વિખ્યાત એવા રાધિકાબહેને 2012માં 16 વર્ષની પુત્રી ગૌતમી સાથે 17,000 ફૂટની ઊંચાઈ પર આવેલ ‘આદિ કૈલાસ’ અને 2013માં 18,950 ફૂટની ઊંચાઈ પર આવેલ ‘શ્રીખંડ કૈલાસ’ સર કર્યું હતું. આ પછી તાન્ઝાનિયામાં 5,739 મીટરની ઊંચાઈ પર આવેલ માઉન્ટ સ્ટેલા અને 5,895 મીટરની ઊંચાઈ પર આવેલ કિલિમાંજરોના પીક ઉહરૂને સર કરવાની ત્રણ બાળકો સાથે નોંધાવી ઇતિહાસ સર્જ્યો હતો.

રાધિકા અય્યર તલાટી

મેહુલ જોશી : ગુજરાતના હિંમતનગરના 36 વર્ષના યુવાન મેહુલ જોષીએ 16મી મે, 2018ના રોજ 29,034 ફૂટ ઊંચો માઉન્ટ એવરેસ્ટ સર કરીને એક ઇતિહાસ આલેખ્યો. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી યુવાન બનવાનું ઐતિહાસિક ગૌરવ મેળવ્યું હતું. સામાન્ય પરિવારનો બ્રાહ્મણ યુવાન ડાયાબિટીસ, હાઈ બી.પી., કોલૅસ્ટરૉલથી પીડિત યુવાને હિંમત દર્શાવીને હિમાલયનો ઉત્તુંગ શિખર સર કરીને ઇતિહાસ સર્જ્યો હતો.

મેહુલ જોશી

હિંમતનગરના 31 વર્ષના યુવાને 16-05-18ના રોજ વહેલી સવારે 4.30 વાગ્યે 8,848 મીટરની ઊંચાઈ ધરાવતા માઉન્ટ એવરેસ્ટ પર પગ મૂક્યો હતો અને ગુજરાતી તરીકે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી હતી. ડિપ્રેશન, બી.પી. જેવા રોગોથી પીડાતા આ ગુજ્જુ યુવાને માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઇતિહાસ રચી દીધો હતો. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી યુવાન બનવાનું ઐતિહાસિક ગૌરવ મેળવ્યું હતું (2018).

પાવરલિફ્ટિંગ : ધારિણી ઇન્દ્રસિંહ ગુર્જર, નિલોફર ચૌહાણ, પ્રાચી શાહ, કલ્પના ચૌહાણ

ધારિણી ઇન્દ્રસિંહ ગુર્જર : (જન્મ : 25 નવેમ્બર, 1987, અમદાવાદ) : ધારિણી ગુર્જરનો જન્મ અમદાવાદમાં થયો હતો. બાળપણથી જ તેને કબડ્ડી અને ખો ખો જેવી રમતોનો શોખ હતો. શહેરની સ્વામિનારાયણ આટર્સ કૉલેજમાં અભ્યાસ શરૂ કર્યો ત્યાર બાદ વ્યાવસાયિક રીતે રમતગમતને પસંદ કરવાની તક મળી. ત્યાંથી જ પાવરલિફ્ટિંગની પ્રેરણા મળી. એ સમયે ઇન્દ્રસિંહ ગુર્જર પાવરલિફ્ટિંગની પ્રૅક્ટિસ માટે આવતા હતા, તેમણે કોચિંગ અને માર્ગદર્શન આપ્યું અને રાજ્યકક્ષાએ ભાગ લેવાનું સૂચન કર્યું. રાજ્યકક્ષાની પહેલી જ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો અને ધારિણી ગુર્જરની કારકિર્દી આકાર પામી. 2005માં પહેલી વાર યુનિવર્સિટી અને નૅશનલ લેવલે પસંદગી થઈ હતી. આ બંને સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ધારિણીએ એવી સિદ્ધિ હાંસલ કરી જેણે તેને ગુજરાતના રમતગમતના ઇતિહાસમાં મોખરે લાવી દીધી. તેણે સળંગ દસ વર્ષ સુધી ગુજરાત સ્ટેટ લેવલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ સાથે ટાઇટલ જીત્યાં હતાં.

ગુજરાત સરકાર તરફથી વેઇટલિફ્ટિંગમાં ધારિણીને જયદિપસિંહ બારિયા ઍવૉર્ડ પણ એનાયત કરાયો હતો. 2008માં ઑલ ઇન્ડિયા યુનિવર્સિટી રમતોમાં ચોથો ક્રમ હાંસલ કર્યો હતો. 2015માં ધારિણીને ઇન્ટરનેશનલ પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવી હતી. હૉંગકૉંગ ખાતે ફેડરેશન કપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ સુબ્રતો દત્તા ઇન્ટરનેશનલ પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો અને 2015-16ના વર્ષ માટે ગુજરાત સરકારે સરદાર પટેલ ઍવૉર્ડથી સન્માનિત કરી હતી. ધારિણીએ કૅનેડામાં કૉમનવેલ્થ પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો તો અમેરિકામાં ઇન્ટરનેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. જ્યાં તેણે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો. 2017માં દિલ્હી ખાતે યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ધારિણીએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ધારિણી પાવરલિફ્ટિંગમાંથી નિવૃત્ત થઈ છે, પરંતુ રમતગમતમાં સક્રિય રહી છે અને વેઇટલિફ્ટિંગ અને પાવરલિફ્ટિંગમાં નૅશનલ રેફરી તરીકે ફરજ બજાવે છે.

નિલોફર ચૌહાણ : તે રાજકોટની પાવરફુલ આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડી છે. સપ્ટેમ્બર, 2004માં પ્રિટોરિયામાં યોજાયેલ ‘વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં 90 કિગ્રા. વજન ગ્રૂપમાં ભાગ લઈ કુલ 370 કિગ્રા. વજન ઊંચકીને ચતુર્થ સ્થાન મેળવ્યું હતું. એપ્રિલ-મે 2004માં ઉઝબેકિસ્તાનના ઝરાફશાનમાં યોજાયેલ ‘એશિયન પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ’માં સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં ચાર-ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ પહેલાં 2003માં આ ચૅમ્પિયનશિપમાં જ તેમણે ચાર-ચાર સિલ્વર મેડલ મેળવ્યા હતા. સતત બે વર્ષ સુધી તે એશિયાની પાવરફુલ વુમન રહી હતી.

પ્રાચી શાહ : તે પાવરલિફ્ટિંગ અને વેઇટલિફ્ટિંગની પાવરફુલ મહિલા ખેલાડી છે. જયદીપસિંહજી બારૈયા ઍવૉર્ડ અને ચતુર્થ પુરુષાર્થ ગૌરવ ઍવૉર્ડ મેળવનાર પ્રાચી સ્ટેટમાં જુનિયર અને સિનિયર ચૅમ્પિયન સતત ત્રણ વર્ષ રહી હતી. ઑલ ઇન્ડિયા ઇન્ટર-યુનિવર્સિટી ખાતે પણ

તેણે રમીને શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ છે. સ્ટેટ, વેસ્ટઝોન, યુનિવર્સિટીમાં સતત આઠ વર્ષ સુધી ચૅમ્પિયન રહી છે.

શૂટિંગ : વિશ્વા દહિયા, શૈલજા પટેલ, લજ્જા ગોસ્વામી, ઝેની ઠક્કર, હાર્દિક રાજપૂત, જયસિંહ રાજપૂત,  રોહિત પંચાલ, નંદા રાવત, એલાવેનિલ વેલારિવન, નિરાલી ડેવિડ, કોમલ બારોટ, પ્રિયંકા શાહ, પૂજા-પ્રિયંકા વર્મા, રાજેશસિંહ રાજપૂત, નિર્મિત ડેવિડ, ઋષિરાજ બારોટ

વિશ્વા દહિયા : (જન્મ : 30 સપ્ટેમ્બર, 1999, લીંબડી) ગુજરાતની વિશ્વાએ શૂટિંગક્ષેત્રે દેશ અને વિદેશમાં નામ રોશન કરેલું છે. વિશ્વા મૂળ રાજકોટની છે, પરંતુ તેણે સ્પૉટર્સ ઑથૉરિટી ઑફ ગુજરાતમાં તાલીમ લીધેલી છે અને દેશભરમાં વિવિધ શૂટિંગ સ્પર્ધામાં શાનદાર દેખાવ કરેલો છે અને જુનિયર સ્તરેથી જ તેણે સારી એવી કીર્તિ હાંસલ કરી લીધી હતી. વિશ્વાની મેઇન ઇવેન્ટ 25 મીટર સ્પૉટર્સ પિસ્તોલ રહી છે જેમાં તેણે જુનિયર વિમેન્સ વિભાગમાં નૅશનલ લેવલે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

વિશ્વા દહિયા

આ ઉપરાંત 2018માં જર્મનીના સુહલ ખાતે યોજાયેલા જુનિયર વર્લ્ડ કપ શૂટિંગમાં ભારતે  ગોલ્ડ મેડલ જીત્યા હતા જેમાં વિશ્વા દહિયાનું પણ યોગદાન હતું. તેણે જુનિયર વિમેન્સ સ્ટાન્ડર્ડ પિસ્તોલ કૅટેગરીમાં અનિષ્કા સતેન્દ્ર અને તનુ રાવલ સાથે મળીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલમાં ભારતીય શૂટરમાં વિશ્વા 553 પૉઇન્ટ સાથે મોખરે રહી હતી. ભારતે 1634 પૉઇન્ટ સાથે ગોલ્ડ જીત્યો હતો. વિશ્વા દહિયાએ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પૉટર્સ ફેડરેશન-(આઇએસએસએફ)ના જુનિયર વર્લ્ડ કપમાં ભારતને બે ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. જેમાં એક તેણે વ્યક્તિગત ઇવેન્ટમાં જીત્યો હતો જ્યારે બીજો મેડલ ટીમ ઇવેન્ટમાં હાંસલ કર્યો હતો.  આ ઉપરાંત તેણે વર્લ્ડ માસ્ટર મીટમાં વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

વિશ્વાએ 2019માં  10 મીટર પિસ્તોલ વિમેન્સ નૅશનલ ચૅમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. અહીં તેણે એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો.

શૈલજા પટેલ : (જન્મ : 1 એપ્રિલ, 2000, અમદાવાદ) શૈલજા નીલેશભાઈ પટેલે હજી સુધી ઇન્ટરનેશનલ લેવલે ખાસ સિદ્ધિ હાંસલ કરી નથી, પરંતુ તે ભારતની ઇન્ટરનેશનલ ટીમમાં સ્થાન હાંસલ કરી ચૂકી છે. વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે યોજાયેલા નૅશનલ સિલેક્શન ટ્રાયલ્સમાં શૈલજાનો દેખાવ શાનદાર રહ્યો હતો. તેણે 10 મીટર ઍર રાઇફલ કૅટેગરીમાં વર્લ્ડ ચૅમ્પિયન અને અમદાવાદની જ એલાવેનિલ વાલારિવન સાથે ભાગ લીધો હતો. જુનિયર વિમેન્સ વિભાગમાં તેણે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. વાલારિવન 629.7 પૉઇન્ટ સાથે મોખરે રહી હતી તો શૈલજાએ 624.8 પૉઇન્ટ સાથે બીજો ક્રમાંક હાંસલ કર્યો હતો.

વડોદરાની શૈલજા પટેલ 50 મીટર થ્રી પૉઝિશન અને 50 મીટર પ્રોન ઇવેન્ટ એમ બંનેમાં ભાગ લેતી હોય છે અને ભારતની આશાસ્પદ ખેલાડીઓમાં તે સ્થાન ધરાવે છે. 2019માં તેણે સ્પૉટર્સ બોર પિસ્તોલ પ્રોન ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા.

2019-20માં ભોપાલ ખાતે યોજાયેલી 63મી નૅશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં શૈલજાએ એક ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ સહિત કુલ ચાર મેડલ જીત્યા હતા. આ અગાઉ કેરળના તિરુવનંથપુરમ્ ખાતે યોજાયેલી 62મી નૅશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં તેણે એક બ્રૉન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. શૈલજા પટેલ 2017થી 2020 સુધી ભારતની નૅશનલ શૂટિંગ ટીમની નિયમિત સદસ્ય રહી છે.

લજ્જા ગોસ્વામી : લજ્જા ગોસ્વામી ગુજરાત અને ભારતની આંતરરાષ્ટ્રીય મહિલા શૂટર છે. 2010માં નવી દિલ્હી ખાતે રમાયેલ 19મા કૉમનવેલ્થ ગેઇમ્સમાં 50મી રાઇફલ 3 પોઝિશન સિનિયર વુમન ટીમની સ્પર્ધામાં ‘સિલ્વર મેડલ’ તેજસ્વિની સાવંત સાથે મેળવ્યો હતો. તે કૉમનવેલ્થ ગેઇમ્સમાં મેડલ મેળવનારી ગુજરાતના ઇતિહાસની પ્રથમ મહિલા શૂટર બની. આ પહેલાં અમેરિકામાં યોજાયેલ વર્લ્ડ કપ-2010માં શ્રેષ્ઠ દેખાવ કરતાં 581ના સ્કોર સાથે ચતુર્થ સ્થાન મેળવ્યું હતું. ચીનમાં યોજાયેલ 16મી એશિયન ગેઇમ્સમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. 2008માં પાકિસ્તાનમાં યોજાયેલ ચોથી સાઉથ એશિયન શૂટિંગ ચૅમ્પિયનશિપ અને 2009માં બાંગ્લાદેશમાં યોજાયેલ પાંચમી સાઉથ એશિયન શૂટિંગ ચૅમ્પિયનશિપમાં તેમણે ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ અને એક બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. નૅશનલ લેવલે લજ્જાએ 2006, 2008, 2009માં નવા રેકૉડર્ઝ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. એન.સી.સી. અને એડવેન્ચર્સમાં બેસ્ટ કૅડેટનું બિરુદ મેળવેલ છે.

લજ્જા ગોસ્વામી

ગુજરાતની આંતરરાષ્ટ્રીય શૂટર લજ્જા ગોસ્વામીએ આ વર્ષે વિશ્વકક્ષાએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. અમેરિકામાં લોસએન્જલસ ખાતે યોજાયેલ ‘વર્લ્ડ પોલીસ ઍન્ડ ફાયર ગેઇમ્સ-2017’માં ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું અને સૌપ્રથમ વાર ગુજરાતનું નામ વિશ્વકક્ષાએ ઝળહળતું કર્યું હતું. કૉમનવેલ્થ ગેઇમ્સમાં મેડલ મેળવનાર એકમાત્ર ગુજ્જુ આ મહિલા શૂટરે બે ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. લજ્જાએ 600 યાર્ડ એફટીઆર રિસ્ટ્રીક્ટેડ વેપન ઇવેન્ટમાં વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને ટીમ સ્પર્ધામાં ગોલ્ડ અને ટીમ ઇવેન્ટમાં સિલ્વર તેમજ 50 મીટર રાઇફલ 3 પૉઝિશન ઇવેન્ટમાં ઇન્ડિવિડ્યુઅલ સ્પર્ધામાં સિલ્વર અને ટીમમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો (2017).

ઝેની ઠક્કર : 1980થી 90ના દાયકાની ગુજરાતની શ્રેષ્ઠ મહિલા શૂટર હતી. 1983-84માં મધ્યપ્રદેશના માહોવ ખાતે યોજાયેલ 27મી નૅશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ઍર રાઇફલ ઓપન સાઇટ 10મી. સબ-જુનિયર સ્પર્ધામાં રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે ડિયર શૂટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. 1985માં ચેન્નાઈ ખાતે યોજાયેલ 28મી નૅશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં પણ  પુનરાવર્તન કરતાં એક ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો હતો. 1986માં કોલ્હાપુર ખાતે બે સિલ્વર મેડલ મેળવ્યા હતા. 1987માં અમદાવાદ ખાતે યોજાયેલ 30મી નૅશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. આમ 1993 સુધી તે સતત રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ મેડલ નવા રેકૉડર્સ સાથે જીતતી રહી હતી અને ગુજરાતનું નામ રોશન કરતી રહી. ઝેની એ સમયમાં શૂટિંગની પ્રિન્સેસ ગણાતી હતી.

હાર્દિકજયસિંહ રાજપૂત : શૂટિંગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક ચંદ્રકો અને પુરસ્કારો મેળવનાર શૂટિંગ બ્રધર્સ હાર્દિક અને જયસિંહ રાજપૂત એ ગુજરાતના ગૌરવશાળી શૂટર્સ છે. ચાર-ચાર વખત ‘પુરુષાર્થ ગૌરવ ઍવૉર્ડ’ મેળવનાર અને સાત વર્ષ સુધી સ્ટેટ ચૅમ્પિયન રહેનાર રાજપૂત બંધુઓએ ઘણા નવા  વિક્રમો પણ નોંધાવ્યા હતા. તેઓ 1990થી શૂટિંગની દુનિયામાં તેમના પિતાશ્રી – બેસ્ટ શૂટર – શ્રી રાજેશસિંહ રાજપૂતના માર્ગદર્શનથી અને પ્રોત્સાહન અને તાલીમ-કોચિંગથી આવ્યા અને નવાં પ્રકરણો આલેખ્યાં.

રોહિત પંચાલ : શૂટિંગમાં 1972થી સક્રિય એવા શ્રી રોહિતભાઈએ 1973માં ઑલ ઇન્ડિયા જુનિયર ડિવિઝન શૂટિંગ ટુર્નામેન્ટમાં દ્વિતીય સ્થાન અને ટીમમાં પ્રથમ સ્થાન મેળવી સફળતાની યાત્રાના શ્રીગણેશ કર્યા હતા. 1994થી 2002 દરમિયાન અમદાવાદ રાઇફલ ક્લબ તથા સ્ટેટ લેવલની મૅચમાં 60થી વધુ મેડલ તથા રનિંગ ટ્રૉફી જીતી હતી. જયદીપસિંહજી બારૈયા ઍવૉર્ડ મેળવનાર શ્રી રોહિતભાઈને ફીનર્કબુ-જર્મની ઍરવેપન બનાવતી કંપનીએ ‘ગોલ્ડન પીન બેઝ ઑફ ઑનર’ આપી સન્માનિત કરેલ.

નંદા રાવત : ભારતનાં સૌપ્રથમ બેસ્ટ હોમગાર્ડ્સ રાઇફલ શૂટર. પ્રજાસત્તાકદિનની 50મી સુવર્ણજયંતી પ્રસંગે ખાસ ‘રાષ્ટ્રપતિ ઍવૉર્ડ’ મેળવનાર શ્રીમતી નંદા રાવત બેસ્ટ શૂટર્સ છે. 1991માં પ્રથમ ઑલ ઇન્ડિયા જી. વી. માવલંકર શૂટિંગ ચૅમ્પિયનશિપ વખતે 22 સ્મૉલબોર ઓપન સાઇટ એસટીડી રાઇફલ 50 મીટર્સ (પ્રૉન) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, 1993માં 36મી નૅશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં નવા વિક્રમ સાથે સિલ્વર મેડલ અને 1994માં ચેન્નાઈ ખાતે 37મી નૅશનલ ચૅમ્પિયનશિપમાં 104 તાવ સાથે ગોલ્ડ મેડલ અને બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. તેથી 2004માં આસિસ્ટન્ટ બટાલિયન કમાન્ડર બન્યાં.

એલાવેનિલ વેલારિવન : શૂટિંગની શોટગન એલાવેનિલ ટીનએજર ગોલ્ડન શૂટર છે. ‘ગન ફૉર ગોલ્ડ’માં માનતી એલાવેનિલ વેલારિવને ચેંગવોનમાં યોજાયેલ 52મી આઇ.એસ.એસ.એફ. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ‘વર્લ્ડ રેકૉર્ડ’ સાથે મહિલા ટીમ ઇવેન્ટમાં શ્રેયા અગ્રવાલ અને માનિની કૌશિક સાથે 631 પૉઇન્ટથી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જુલાઈ માસમાં પ્લેજન ચેકરિપબ્લિકમાં યોજાયેલ 28મી જુનિયર આંતરરાષ્ટ્રીય શૂટિંગ ચૅમ્પિયનશિપમાં મહિલાની ઍર રાઇફલ સ્પર્ધામાં 250.8ના પૉઇન્ટથી ગોલ્ડ મૅડલ જીત્યો હતો. માર્ચ માસમાં સિડની ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ કપ શૂટિંગની 10 મીટર ઍરરાઇફલ સ્પર્ધામાં 249ના સ્કોરથી ગોલ્ડ મૅડલ મેળવ્યો હતો. જ્યારે ટીમ ઇવેન્ટમાં શ્રેયા અગ્રવાલ અને મીના ખિટ્ટા સાથે રહીને ગોલ્ડ મૅડલ મેળવ્યો હતો. ક્વૉલિફિકેશન રાઉન્ડમાં 631.4ના સ્કોરથી વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો હતો. જૂન માસમાં જર્મનીના સુહલમાં યોજાયેલ જૂનિયર શૂટિંગ વર્લ્ડ કપની 10 મીટર ઍરરાઇફલ સ્પર્ધામાં વ્યક્તિગત 251.7ના સ્કોરથી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અને ટીમ ઇવેન્ટમાં પણ શ્રેયા અગ્રવાલ અને મીના ખિટ્ટા સાથે રહીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ ઍથ્લેટિક્સમાં આગળ વધવા ઇચ્છતાં એલાવેનિલ ગન ફૉર ગોલ્ડન ગર્લ બની ગઈ. અઢાર વર્ષની વયે આ 2018નું વર્ષ ગોલ્ડન યર રહ્યું એટલું જ નહીં બે વખત તો વર્લ્ડ રેકૉર્ડ પણ નોંધાવ્યો. 2018નું વર્ષ આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ પ્રાપ્ત કરવા સાથે શરૂ થયું હતું. મલેશિયામાં કુઆલાલમ્પુરમાં યોજાયેલ વર્લ્ડ યુનિવર્સિટી શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતાં 10 મીટર ઍરરાઇફલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો અને ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં એક નવું પ્રકરણ આલેખ્યું હતું.

એલાવેનિલ વેલારિવન

સ્વિમિંગ : સુફિયાન શેખ, અંશુલ કોઠારી, રાહુલ ચોકસી, નીલ કૉન્ટ્રાક્ટર, ચિંતન પટેલ, હિમાંશુ પટેલ, કમલેશ નાણાવટી, પરિતા પારેખ, કાનલ શાહ, અનિશા શાહ, વંદિતા ધારિયાલ, ગીતાંજલિ પાંડે, અર્ચના પટેલ, ઋજુ દોશી, ઉમંગી ભાવસાર, માલવિકા નિત્યાનંદમ, કીર્તિકા પાંડે, સજની પટેલ, માના પટેલ, આર્યન નહેરા, સોનલ ઉપાધ્યાય, કલ્યાણી સક્સેના

સુફિયાન શેખ : દરિયાઈ સાહસક્ષેત્રે રાષ્ટ્રપતિ પ્રતિભાદેવીસિંહ પાટિલના વરદ્ હસ્તે ‘તેનસિંગ નોર્ગે નૅશનલ એડવેન્ચર ઍવૉર્ડ’ 2010માં મેળવનાર સુફિયાન રોકસ્ટાર છે. સાહસ-પ્રવૃત્તિક્ષેત્રે આવું ભવ્ય સન્માન મેળવનાર સુફિયાન ગુજરાતનો સૌપ્રથમ ઐતિહાસિક ખેલાડી છે. લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવનાર સુફિયાન સૌથી નાની વયે એટલે કે માત્ર 17 વર્ષની વયે નવ-નવ જેટલા દરિયાઓ તરવાનો અદભુત રેકૉર્ડ્સ ધરાવે છે. સુફિયાને ઇંગ્લિશ ચૅનલ માત્ર 16 વર્ષની સૌથી નાની વયે તરીને ઇતિહાસ આલેખ્યો હતો. ઇંગ્લિશ ચૅનલ ઉપરાંત અરેબિયન સમુદ્ર, પર્શિયનગલ્ફ, પૅસિફિક ઓસન, ઍટલાન્ટિકા ઓસન, એડ્રિયાટિક સી, મેડિટેરેનિયન સી તેમજ ઇન્ડિયન ઓસન માત્ર 17 વર્ષની વયમાં જ તરવાનો રેકૉર્ડ ધરાવતો ગુજરાતનો વિશ્ર્વવિખ્યાત ગૌરવશાળી ખેલાડી છે.

સુફિયાન શેખ

અંશુલ કોઠારી : સૂરતનો તરવરિયો તૈરાક છે. ‘કૉમનવેલ્થ ગેઇમ્સ’ નવી દિલ્હી-2010 માટે પસંદ થનાર અંશુલે રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ચૅમ્પિયનશિપ્સમાં ભાગ લઈને 2010 સુધીમાં 10 ગોલ્ડ, 4 સિલ્વર અને 6 બ્રૉન્ઝ મેડલ મેળવેલ છે. ‘સરદાર પટેલ’ ઍવૉર્ડ મેળવનાર અંશુલે 2008માં હૈદરાબાદ ખાતે યોજાયેલ 62મી સિનિયર નૅશનલ ઍકવાટિક્સ ચૅમ્પિયનશિપમાં 100 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. આવી રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર તે છેલ્લાં ત્રીસ વર્ષનો સૌપ્રથમ ખેલાડી બન્યો હતો. 2005માં યોજાયેલ ‘62મી એન્યુઅલ લાગેસ્ટ નૅશનલ સ્વિમિંગમાં 81 કિમી.ના તરણમાં સિલ્વર મેડલ બેટર મીટ રેકૉર્ડ સાથે મેળવ્યો હતો.

રાહુલ ચોકસી : તરણનો મેડલ વિનર સ્વિમર છે. ઑગસ્ટ-સપ્ટેમ્બર, 2008માં અમૃતસર ખાતે યોજાયેલ 35મી જુનિયર નૅશનલ સ્વિમિંગ ચૅમ્પિયનશિપમાં તેમણે 200 મીટર બટરફ્લાયમાં 2 મિનિટ અને 23 સેકન્ડ આપી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આવી સિદ્ધિ મેળવનાર તે છેલ્લાં 10 વર્ષનો સૌપ્રથમ સ્વિમર બન્યો હતો. આ ઉપરાંત 100 મીટર બટરફ્લાયમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. માત્ર ચૌદ વર્ષની વયે 2008 સુધીમાં તેમણે કુલ 11 નૅશનલ અને 73 સ્ટેટ લેવલના મેડલ્સ મેળવ્યા હતા. હાલ તેની પાસે 2012 સુધીમાં કુલ 32 નૅશનલ અને 130થી વધારે – સ્ટેટ લેવલના મેડલ છે. જુનિયર સરદાર પટેલ અને રાજ્ય રમતવીરના ઍવૉર્ડ મેળવનાર રાહુલ બટરફ્લાયનો બેટર સ્વિમર છે.

નીલ કૉન્ટ્રાક્ટર : તરણક્ષેત્રે નવા વિક્રમો સર્જતો તૈરાક છે. માત્ર બાર વર્ષની વયે  તે રાજ્યકક્ષાની ગ્રૂપ સ્પર્ધામાં ચૅમ્પિયન બન્યો હતો અને બે રેકૉર્ડ પણ નોંધાવ્યા હતા. 2009માં રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં ગ્રૂપ ચૅમ્પિયન થઈને ચાર રેકૉર્ડ નોંધાવ્યા. રાષ્ટ્રીય કક્ષાએ એક બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો. 2010માં નૅશનલ સ્કૂલ ગેઇમ્સમાં નવા વિક્રમો નોંધાવ્યા. રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં ચાર સુવર્ણ અને એક રજતચન્દ્રક મેળવી રાજ્યનું નામ રોશન કરેલ છે. 38મી જુનિયર નૅશનલ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને પાંચ સિલ્વર મેડલ મેળવ્યા હતા.

57મી નૅશનલ સ્કૂલ ગેઇમ્સમાં સાત વર્ષ જૂનો રેકૉર્ડ બ્રેક કરતાં ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. 53મી સિનિયર ગુજરાત સ્ટેટ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવ્યા હતા.

ચિંતન પટેલ : જયદીપસિંહજી અને સરદાર પટેલ ઍવૉર્ડ મેળવનાર. તેઓ 1999માં વૉટર પોલોની ઇન્ડિયન ટીમના કૅપ્ટન રહ્યા હતા. 1995માં ચોરવાડ-વેરાવળ દરિયાઈ તરણસ્પર્ધામાં ગોલ્ડ મેડલ, 1994માં ઇટાલી ખાતે વર્લ્ડ લાગ ડિસ્ટન્સ સ્વિમિંગ, 1996માં કોરિયા ખાતે, 2001માં યુ.એસ.એ.માં યોજાયેલ વિવિધ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. નૅશનલ સ્કૂલ ગેઇમ્સમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સુવર્ણમય દેખાવ કર્યો હતો.

કમલેશ નાણાવટી : કમલેશ નાણાવટી એટલે શ્રેષ્ઠ તૈરાક, શ્રેષ્ઠ માર્ગદર્શક અને શ્રેષ્ઠ આયોજક, સ્પર્ધા સંચાલન અધિકારી. 1968થી 73 સુધી સ્ટેટ ચૅમ્પિયન. 1968થી 83 સુધી સિનિયર નૅશનલ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ. 1969થી 72 સુધી ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ; 1973-75માં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રિકોણીય વૉટર પોલો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ; 1977માં ભારતીય વૉટર પોલો ટીમના કૅપ્ટન. 1978માં લંડન અને ઇટાલી ખાતે લૉંગ ડિસ્ટન્સ સ્વિમિંગમાં ભાગ લીધો. 2004થી માસ્ટર સ્વિમિંગ ચૅમ્પિયનશિપમાં સુવર્ણમય પ્રદર્શન. રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય એશિયન ગેઇમ્સ, કૉમનવેલ્થ, આફ્રોએશિયન, વર્લ્ડ સ્વિમિંગ ચૅમ્પિયનશિપ, ફીના ચૅમ્પિયનશિપમાં રેફરીથી ટૅકનિકલ ડાયરેક્ટર સુધી સેવા આપી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ સેંકડો તરવૈયાઓ વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.

કમલેશ નાણાવટી

અર્ચના પટેલ : જયદીપસિંહજી અને એકલવ્ય ઍવૉર્ડ મેળવનાર અર્ચના પટેલે 1988માં સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે વલ્ડ લૉંગ ડિસ્ટન્સ ચૅમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવી લિમ્કાબુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું, 1989માં દિલ્હી ખાતે ઑલ ઇન્ડિયા સ્કૂલ ગેઇમ્સમાં રેકૉર્ડ સાથે ત્રણ ગોલ્ડ, 1991માં ચોરવાડથી વેરાવળ દરિયાઈ તરણમાં ગોલ્ડ મેડલ, કોલંબો ખાતે યોજાયેલ સાઉથ એશિયન ગેઇમ્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા.

ફરનાઝ એન્જિનિયર : સરદાર પટેલ ઍવૉર્ડથી સન્માનિત, ફરનાઝ 1986થી 1989 સુધી સ્ટેટ ચૅમ્પિયન, 1985માં વર્લ્ડ વૉટર પોલોમાં ઇન્ડિયા ટીમના પ્રથમ ગોલકીપર તરીકે પસંદગી પામ્યાં હતાં.

અનુજા ઘોષ : જયદીપસિંહજી ઍવૉર્ડ મેળવનાર તે સ્પ્રિંગબોર્ડ ડાઇવિંગની ગોલ્ડન ગર્લ હતી. 1985માં એશિયન એજ ગ્રૂપમાં સ્પ્રિંગબોર્ડમાં ગોલ્ડ મેડલ, 1989માં ત્રિપુરા ખાતે નૅશનલ સ્પ્રિંગ બોર્ડમાં ગોલ્ડ મેડલ, 1990માં મુંબઈ ખાતે સ્પ્રિંગબોર્ડમાં ગોલ્ડ અને હાઇબોર્ડમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા.

અનિશા શાહ : જયદીપસિંહજી તથા સરદાર પટેલ ઍવૉર્ડ મેળવનાર અનિશા 1993થી 1996 સુધી ગુજરાત સ્ટેટ ઓપન વિભાગમાં ચૅમ્પિયન રહી હતી. ચોરવાડથી વેરાવળ 16 નૉટિકલ માઈલનું અંતર સતત ત્રણ વખત ગોલ્ડ મેડલના હેટ્રિકથી પૂર્ણ કર્યું હતું. મુંબઈ ખાતે યોજાયેલ શોર્ટ ડિસ્ટન્સમાં પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 2000ના વર્ષમાં તાઇવાનમાં યોજાયેલ ‘14મી એશિયા પૅસિફિક સ્વિમિંગ ઍન્ડ ડાઇવિંગ ચૅમ્પિયનશિપમાં 200 મીટર બટરફ્લાયમાં ચોથું અને 400 મીટર ઇન્ડિવિડ્યુઅલ મેડલમાં પાંચમું  સ્થાન મેળવ્યું હતું. 1999 અને 2000માં અનિશાએ ચાર નવા વિક્રમો સ્થાપવા સાથે ગુજરાત યુનિવર્સિટીમાં ચૅમ્પિયનનું બિરુદ મેળવ્યું હતું.

પરિતા પારેખ : એકલવ્ય ઍવૉર્ડથી સન્માનિત પરિતા ખરેખર જલપરી છે. ગોલ્ડન ગર્લથી વિખ્યાત પરિતાએ 2003માં હૈદરાબાદ ખાતે યોજાયેલ ‘આફ્રોએશિયન ગેઇમ્સ’માં 4 x 200 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં ગોલ્ડ મેડલ, 2004માં ઇસ્લામાબાદ ખાતે યોજાયેલ ‘સાઉથ એશિયન ગેઇમ્સ’માં બે ગોલ્ડ મેડલ, 2006માં કોલંબો ખાતે 4 x 100 મીટર ફ્રી સ્ટાઇલ તથા 4 x 100 મીટર મિડલે રિલેમાં નવા આંક સાથે બે ગોલ્ડ મેડલ, સ્કૂલ ગેઇમ્સ અને સ્ટેટ લેવલે પણ – અનેક ગોલ્ડ મેડલ મેળવનાર પરિતા ગોલ્ડન ફિશ રહી છે.

કાનલ શાહ : સરદાર પટેલ ઍવૉર્ડથી સન્માનિત એ દરિયાની ડૉલ્ફિન છે. ચોરવાડથી વેરાવળ 16 નોટીકલ માઈલ તરણસ્પર્ધામાં નવા રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ક્રોએશિયા ખાતે યોજાયેલ ‘વર્લ્ડ લૉંગ ડિસ્ટન્સ સ્વિમિંગ ચૅમ્પિયનશિપમાં સૌથી નાની વયની સ્વિમર તરીકે પ્રથમ નૅશનલ સ્કૂલ ગેઇમ્સ અને ઑલ ઇન્ડિયા વિમેન્સમાં ગોલ્ડ મેડલ્સ મેળવેલા છે. ડિસેમ્બર-2002માં પૂના ખાતે 48મા રાષ્ટ્રીય શાળા રમતોત્સવમાં 3 કાંસ્યચંદ્રક, જાન્યુઆરી, 2003માં ગાંધીનગર ખાતે 32મો અખિલ ભારતીય રાષ્ટ્રીય મહિલા મહોત્સવમાં એક ગોલ્ડ-સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા.

વંદિતા ધારિયાલ : સરદાર પટેલ અને રમતવીર ઍવૉર્ડ મેળવનાર બટરફ્લાય સ્વિમર છે. જૂન, 2009માં જયપુર ખાતે યોજાયેલ 36મી જુનિયર નૅશનલ સ્વિમિંગ ચૅમ્પિયનશિપમાં શ્રેષ્ઠ દેખાવ કરતાં બે ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રૉન્ઝ સાથે કુલ પાંચ મેડલ જીત્યા હતા. આ શ્રેષ્ઠ દેખાવ સાથે તેની પસંદગી ફિના વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને છઠ્ઠી એશિયન એજ ગ્રૂપ સ્વિમિંગ ચૅમ્પિયનશિપ માટે થઈ હતી. 2007માં ઇસ્લામાબાદ ખાતે પ્રથમ સાઉથ એશિયન ગેઇમ્સના અન્ડર-14માં એક ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા હતા. જાન્યુઆરી, 2007માં ગોવા ખાતે સ્કૂલ ગેઇમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવી હેટ્રિક સર્જી હતી. જૂન, 2007માં ગોવા ખાતે 24મી સબ-જુનિયર નૅશનલમાં બે ગોલ્ડ, એક બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. 53મી અને 54મી નૅશનલ સ્કૂલ ગેઇમ્સમાં રેકૉર્ડ સાથે ગોલ્ડન હેટ્રિક નોંધાવી હતી.

ગીતાંજલિ પાંડે : સ્વિમિંગ પુલની બેક સ્ટ્રૉક અને ફ્રી સ્ટાઇલની રેકૉર્ડ ગર્લ છે. 2008થી 12 સુધી સતત ચાર વર્ષ સુધી બેસ્ટ સ્વિમરનો ઍવૉર્ડ રાજ્યકક્ષાએ મેળવનાર ગીતાંજલિ એપ્રિલ, 2012માં હૈદરાબાદ ખાતે યોજાયેલ ‘નૅશનલ ફેડરેશન કપ’માં સૌથી નાની વયની તૈરાક તરીકે સન્માનિત થઈ હતી. એટલું જ નહિ, પણ 200 મીટર બેક સ્ટ્રૉકમાં ગોલ્ડ મેડલ મેળવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. નવેમ્બર, 2011માં યોજાયેલ 57મી નૅશનલ સ્કૂલ સ્વિમિંગ ચૅમ્પિયનશિપ – અંડર-14માં 100 મી. ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનારી એકમાત્ર ગુજરાતી – તૈરાક હતી જ્યારે 200 મી. ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ અને 200 મીટર ઇન્ડિવિડ્યુઅલ મેડલ, 4 x 100 મી. ફ્રી સ્ટાઇલ રિલેમાં, તેમજ 4 x 100 મીટર મિડલે  રિલેમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. સ્વર્ણિમ્ ખેલમહાકુંભ-2011માં ગીતાંજલિએ અંડર-16માં ‘બેસ્ટ સ્વિમર’ ઍવૉર્ડ મેળવ્યો હતો.

માના પટેલ : ડૉટર ઑફ ગુજરાત અને સ્વયંસિદ્ધા વુમન જેવા પ્રતિષ્ઠિત ઍવૉર્ડ મેળવનાર માના પટેલ તરણકલાની ‘સુવર્ણ જલપરી’ છે. 2013માં માત્ર તેર વર્ષની વયે રિના જુનિયર નૅશનલ ચૅમ્પિયનશિપમાં હૈદરાબાદ ખાતે ત્રણ નવા રેકૉર્ડ્સ સાથે ચાર ગોલ્ડ મેડલ જીતીને ભારતીય તરણના ઇતિહાસમાં ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલ 72 ગ્લેન માર્ક સિનિયર નૅશનલ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક નોંધાવી હતી. 50, 100 અને 200 મીટર બૅક સ્ટ્રૉકમાં માનાએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા અને રૅકોર્ડ નોંધાવવામાં માહિર માનાએ 100 મીટર બૅક સ્ટ્રૉકમાં નવો રૅકોર્ડ નોંધાવ્યો હતો. સરદાર પટેલ અને એકલવ્ય ઍવૉર્ડસ મેળવનાર માનાએ ફેબ્રુઆરી માસમાં દુબઈ ખાતે યોજાયેલ મિડલ ઈસ્ટ ઓપન ચૅમ્પિયનશિપમાં એક સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. 50 મીટર બૅક સ્ટ્રૉકમાં સિલ્વર અને 100 તેમજ 200 મીટર બૅક સ્ટ્રૉકમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. અઢાર વર્ષની વયમાં માના 39 નૅશનલ અને 45 રેકૉર્ડ્સ નોંધાવનારી એક માત્ર ભારતીય તૈરાક છે.

આર્યન નહેરા : તરણની સ્પર્ધામાં આર્યન નહેરાએ સિંગાપોર ખાતે નૅશનલ રેકૉર્ડ કર્યો હતો. નવેમ્બર મહિનામાં સિંગાપોર ખાતે યોજાયેલ વર્લ્ડ કપમાં 400 મીટર વ્યક્તિગત મેડલે શૉર્ટ કોર્સ  (25 મીટર) પુલમાં 4.32:73 મિનિટથી સૌથી નાની વયે નૅશનલ રેકૉર્ડ નોંધાવ્યો હતો. 400 મીટર ફ્રી સ્ટાઇલ 4 મિનિટમાં અને 1500 મીટર ફ્રી સ્ટાઇલ 15.33 મિનિટમાં પૂરી કરનાર સૌથી નાની વયનો ખેલાડી બન્યો હતો. નવેમ્બર માસના પ્રારંભે હાગકાગ ખાતે 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં 15 મિનિટ 48.06 સેક્ધડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અન્ડર 14ની કૅટેગરીમાં તે વિજેતા રહ્યો હતો. જુલાઈ માસમાં પૂણે ખાતે યોજાયેલ નૅશનલ જુનિયર ઍન્ડ સબ-જુનિયર ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપમાં 800 મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે જૂન મહિનામાં રમાયેલ 35મી સબ-જુનિયર અને 45મી જુનિયર ગુજરાત સ્ટેટ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપમાં પાંચ નવા સ્ટેટ રેકૉર્ડ બનાવ્યા હતા.

કલ્યાણી સક્સેના : જેઓ સૂરત જિલ્લાનાં રહેવાસી છે. ખેલો ઇન્ડિયા યૂથ ગેઇમ્સ – (2019) પુણે – (2019) ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ અને 2 બ્રૉન્ઝ મેડલ. ઑલ ઇન્ડિયા ઇન્ટર યુનવર્સિટી સ્વિમિંગ કૉમ્પિટિશન – (2018) ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ અને બ્રૉન્ઝ મેડલ.

ડાઇવિંગ સ્કેટિંગ :

આશ્ના ચેવલી : તેઓ સૂરત જિલ્લાનાં રહેવાસી છે. 36મી સબ-જુનિયર & 46મી જુનિયર નૅશનલ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ, રાજકોટ – (2019) ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ. 64મી SGFI સ્વિમિંગ ચૅમ્પિયનશિપ, દિલ્હી – (2018) 2 સિલ્વર મેડલ અને બ્રૉન્ઝ મેડલ. 45મી જુનિયર નૅશનલ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ, પુણે – (2018) ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ.

સ્કેટિંગ : નમન પારેખ, વેણુ કપાસી, સપના દેસાઈ, સ્મિતા શેઠ, શીતલ વસુંધરા, ચાંદની પટવા, શીતલ પંડ્યા, કિરણ જ્યોતકૌર, દુલારી પરીખ, સૌમિલ પટેલ, આશ્ના ભાઉ, આરોહી દેસાઈ, મૈથિલી પરીખ, પૂજા રાઠોડ, હીર પટેલ, દેવાંશી દલાલ, પૂજન પટેલ, રાહુલ રાણા.

નમન પારેખ : સ્કેટિંગની દુનિયામાં ભારત અને ગુજરાતનું નામ સૌપ્રથમ વાર રોશન કરનાર નમન પારેખે 1986માં જાપાનના ઓકાવા શહેરમાં યોજાયેલ ‘એશિયન ચૅમ્પિયનશિપ’માં એક નહીં પણ ત્રણ-ત્રણ સુવર્ણચંદ્રકો મેળવીને નવો ઇતિહાસ આલેખ્યો હતો. આ ચૅમ્પિયનશિપમાં ભારતે પ્રથમ વાર ભાગ લીધો હતો. જેમાં 19 વર્ષના આ ગુજ્જુ યુવાને અદ્ભુત પ્રદર્શન કરતાં ‘બેસ્ટ સ્કેટર્સ’નો ઍવૉર્ડ મેળવ્યો હતો.

સપના દેસાઈ : સરદાર પટેલ ઍવૉર્ડથી સન્માનિત સપના આર્ટિસ્ટિક સ્કેટિંગની પ્રિન્સેસ રહી છે. આર્ટિસ્ટિક સ્કેટિંગમાં આઠ-આઠ વર્ષ સુધી નૅશનલ ચૅમ્પિયન રહેવાનું ગૌરવ ધરાવતી સપના એ સમયે ‘સ્કેટિંગ-બેબી’, ‘સ્કેટિંગ-ડોલ’થી સુવિખ્યાત હતી. 1986માં નમન પારેખ સાથે જાપાનમાં તેણે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાતનું નામ રોશન કર્યું હતું. સપનાજી આર્ટિસ્ટિક સ્કેટિંગની ‘ડ્રીમ ગર્લ’ હતી. હાલ તે આંતરરાષ્ટ્રીય જજ છે.

સ્મિતા શેઠ : સરદાર પટેલ ઍવૉર્ડથી સન્માનિત સ્મિતા શેઠ 1978થી 1981 સુધી ‘સુવર્ણપરી’ રહ્યાં હતાં. ‘સ્કેટિંગક્વીન’નું માનવંતું બિરુદ મેળવનાર સ્મિતાજીએ 1978માં 7મી અખિલ ભારતીય ઓપન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં ચૅમ્પિયનનું બિરુદ મેળવ્યું હતું. તો 1979માં 21મી રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં સિનિયર વિભાગમાં ‘ક્વીન ઑફ ફિગર સ્કેટિંગ’નું ગૌરવશાળી બિરુદ મેળવ્યું હતું. આઠમી અખિલ ભારતીય ઓપન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં તો શ્રેષ્ઠ સ્કેટરનો ઍવૉર્ડ મેળવ્યો હતો. 1981 સુધીમાં 27 સુવર્ણ, 11 રજત અને 1 કાંસ્ય સાથે કુલ 39 ચંદ્રકો મેળવ્યા હતા. 1994થી તેઓ કોચિંગનું કાર્ય કરે છે.

શીતલ વસુંધરા : સરદાર પટેલ ઍવૉર્ડથી સન્માનિત શીતલ સ્કેટિંગની ગોલ્ડન ગર્લ રહી છે. 1990માં યોજાયેલ 28મી રાષ્ટ્રીય રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં શીતલે આર્ટિસ્ટિક અને સ્પીડ એમ બંનેમાં ચૅમ્પિયનશિપ પાંચ-પાંચ સુવર્ણચંદ્રકો મેળવીને જીતી લીધી હતી. એ વર્ષે જ તે ‘આર્ટિસ્ટિક ક્વીન ઑફ ઇન્ડિયા’ જાહેર થઈ હતી. શીતલ 1987થી સતત રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં પાંચ-પાંચ ચંદ્રકો જીતતી રહી અને શો-કેઇસની શોભા વધારતી રહી હતી. 1986માં શીતલે સતત 60 કલાક સ્કેટિંગ કરીને એક નવી સિદ્ધિ મેળવી હતી 1983માં સિટિઝન કાઉન્સિલ દ્વારા યોજાયેલ 42 કિમી.ના  ‘રોલરથોન’ સ્પર્ધામાં પ્રથમ આવી હતી. સ્કેટિંગમાં  150થી વધુ સુવર્ણચંદ્રકો મેળવીને તે ગોલ્ડન સ્કેટર્સ બની હતી.

ચાંદની પટવા : જયદીપસિંહજી બારૈયા ઍવૉર્ડથી સન્માનિત આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગની પરી હતી. સ્કૂલ ઑફ આર્કિટેકની વિદ્યાર્થિની ચાંદની પટવાએ 1995માં જાપાનમાં નાગોયા ખાતે યોજાયેલ’ છઠ્ઠી એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપ’માં આર્ટિસ્ટિક રોલર સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. 1983માં ચંડીગઢ ખાતે યોજાયેલ 23મી નૅશનલ ચૅમ્પિયનશિપમાં સૌપ્રથમ વાર બે સિલ્વર મેડલ મેળવ્યા હતા. 1984માં મસૂરી ખાતે યોજાયેલ 13મી ઑલ ઇન્ડિયા ઓપન ચૅમ્પિયનશિપમાં છ-છ ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. 1984થી 1988 સુધી રાહુલ રાણા સાથે પેરસ્કેટિંગમાં સતત નૅશનલ ચૅમ્પિયન રહી હતી.

આરોહી દેસાઈ : સ્કેટિંગ પરી આરોહી 1993માં ત્રિવેન્દ્રમ્ ખાતે યોજાયેલ નૅશનલ ચૅમ્પિયનશિપમાં ફ્રી સ્કેટિંગમાં ચૅમ્પિયન બની હતી. રાષ્ટ્રીય સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ‘ઓવર ઑલ આર્ટિસ્ટિક સ્કેટિંગ ચૅમ્પિયનશિપ’નો ઍવૉર્ડ ચાર-ચાર વખત મેળવ્યો હતો (1994થી 1997).

પૂજા રાઠોડ : રાજકોટની આંતરરાષ્ટ્રીય સ્કેટિંગની ખેલાડી રહી છે. કારગિલમાં શહીદી વહોરનાર અમર જવાનો માટે સ્કેટિંગ ઉપર દેશ-ભક્તિનાં ગીતો ગાઈને સૈનિકો માટે ફંડ એકઠું કર્યું હતું. સંગીતક્ષેત્રે વિખ્યાત મહેન્દ્ર કપૂરના હસ્તે ખાસ વિશિષ્ટ પુરસ્કાર મેળવનાર પૂજા સંગીત અને સ્કેટિંગની ગોલ્ડન ગર્લ રહી છે. સંગીતની ધૂન પર મનમોહક કલાત્મક સ્કેટિંગ પ્રદર્શન દ્વારા ઇન્દોર ખાતે સૈલાના મહારાજા શ્રી વિક્રમસિંહ તથા મહારાણી શ્રીમતી ચંદ્રાદેવીને ખુશ કરી દેતાં વિશેષ પુરસ્કાર મેળવ્યો હતો. વેણુબહેન રાણાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ પૂજાએ 1996માં પતિયાલા ખાતે 34મી સબ-જુનિયર, જુનિયર નૅશનલ રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ ફ્રી સ્ટાઇલ અને ફિગર સ્કેટિંગમાં મેળવ્યા હતા. 1997માં પૂના ખાતે 1998માં વિશાખાપટ્ટનમ્ ખાતે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

હીર પટેલ : સરદાર પટેલ, એકલવ્ય ઍવૉડર્સ અને રાજ્ય સરકારના વિશિષ્ટ ઍવૉડર્સ મેળવનાર હીર સ્કેટિંગ રમતની પ્રિન્સેસ રહી છે. રોલર સ્કેટિંગની તો હીરોઇન રહી છે. મે, 2005માં દક્ષિણ કોરિયાના જિઓન્જુ ખાતે યોજાયેલ 11મી એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપની 5000 મીટર રિલે રેસ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ, 2001માં તાઇવાન ખાતે યોજાયેલ નવમી એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપમાં પણ બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. તે 1994થી દસ વર્ષ દરમિયાન આઠ વખત સ્ટેટ અને પાંચ વખત નૅશનલ ચૅમ્પિયન રહી હતી. ગૌરવ પુરુષાર્થ ઍવૉર્ડ મેળવનાર હીર પટેલે હૈદરાબાદ  વિશાખાપટ્ટનમ્ ખાતે યોજાયેલ 32મી નૅશનલ ગેઇમ્સમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ્સ મેળવીને નૅશનલ મેડલ ટેલીમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું. એટલું જ નહિ, પણ ઇતિહાસનું એક નવું પ્રકરણ આલેખ્યું હતું.  તે સ્કેટિંગનું હીર રહી છે. હીરે અત્યાર સુધીમાં કુલ 43 ગોલ્ડ, 24 સિલ્વર અને 9 બ્રૉન્ઝ મેડલ મેળવ્યા છે. તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરેલ છે.

આર્ટિસ્ટિક સ્કેટિંગ : ખુશી પટેલ, મીસરી પરીખ, ભાવિતા માધુ, દ્વીપ શાહ

ખુશી પટેલ : અમદાવાદ જિલ્લાનાં રહેવાસી છે. 56મી નૅશનલ રોલર સ્કૅટિંગ ચૅમ્પિયનશિપ, (વિઝાગ) આંધ્રપ્રદેશ – (2018) ગોલ્ડ મેડલ. 55મી નૅશનલ ચૅમ્પિયનશિપ ચેન્નાઈ – (2018) સિલ્વર મેડલ. 18મી એશિયન રોલર સ્કૅટિંગ ચૅમ્પિયનશિપ દક્ષિણ કોરિયા – (2018) – ભારતનું પ્રતિનિધિત્વ. વર્લ્ડ ચૅમ્પિયનશિપ, ફ્રાન્સ – (2018) – ભારતનું પ્રતિનિધિત્વ.

મીસરી પરીખ : તેઓ અમદાવાદ જિલ્લાનાં રહેવાસી છે. 18મી એશિયન રોલર સ્કૅટિંગ ચૅમ્પિયનશિપ, કોરીઆ – (2018) ગોલ્ડ મેડલ. 55મી નૅશનલ ચૅમ્પિયનશિપ – ચેન્નાઈ – (2018) ગોલ્ડ મેડલ. અમેરિકા કપ – (2018) – ફ્લોરિડા – (2018) સિલ્વર મેડલ અને બ્રૉન્ઝ મેડલ.

મીસરી પરીખ

ભાવિતા માધુ : તેઓ અમદાવાદ જિલ્લાના રહેવાસી છે. 18મી એશિયન રોલર સ્કૅટિંગ ચૅમ્પિયનશિપ, કોરીઆ – (2018) સિલ્વર મેડલ. 56મી નૅશનલ રોલર સ્કૅટિંગ ચૅમ્પિયનશિપ, (વિઝાગ) આંધ્રપ્રદેશ – (2018) ગોલ્ડ મેડલ. રિપ્રેઝન્ટ ઇન્ડિયા વર્લ્ડ રોલર સ્કૅટિંગ ચૅમ્પિયનશિપ – ફ્રાન્સ – (2018). 55મી નૅશનલ ચૅમ્પિયનશિપ – ચેન્નાઈ – (2018) ગોલ્ડ મેડલ.

દ્વીપ શાહ : તેઓ અમદાવાદ જિલ્લાના રહેવાસી છે. 18મી એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપ – (2018) ગોલ્ડ મેડલ. 55મી નૅશનલ ચૅમ્પિયનશિપ ચેન્નાઈ – (2018) ગોલ્ડ મેડલ. 55મી નૅશનલ ચૅમ્પિયનશિપ ચેન્નાઈ – (2018) ગોલ્ડ મેડલ. 54મી નૅશનલ રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપ – નોઇડા (યુપી) – (2017) સિલ્વર મેડલ. 17મી એશિયન રોલર સ્કેટિંગ ચૅમ્પિયનશિપ – ચાઇના – (2016) ગોલ્ડ મેડલ મેળવેલ છે.

ટેનિસ : મનીષા મહેતા, નતાશા જોષી, કરિશ્મા પટેલ, ઉમંગ ચડ્ડા, નીકિતા ભારદ્વાજ, નિયતિ શેટ્ટી, અંકિતા રૈના, પૂજા પરીખ, દેવિન્દરસિંઘ ભુસારી, દીપા ચક્રવર્તી, અનાહિતા જગતિઆની, એશા સંઘવી, સૂરજ દેસાઈ, વૈદિક મુન્શા, સમીપ મહેતા, નોવા પટેલ, દેવ જાવિયા, આરંક્ષા ભાલ, માધવ કામથ, વૈદેહી ચૌહાણ, ઝીલ દેસાઈ, ખુશી ગનેરીવાલા.

મનીષા મહેતા : ટેનિસમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરનાર સૌપ્રથમ મહિલા ખેલાડી બનવાનું ગૌરવ ધરાવે છે. 1989-90માં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક ધરાવતી મનીષા 1985થી 1990 સુધી સતત સ્ટેટ ચૅમ્પિયન રહી હતી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 1991માં તેણે ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, કેન્યા, ચૅમ્પિયનશિપ જીતી હતી જ્યારે ઇન્ડોનેશિયામાં ક્વાર્ટર ફાઇનલ જુનિયર ઑસ્ટ્રેલિયન ઓપન-1992માં પ્રથમ રાઉન્ડ સુધી જુનિયર વિમ્બલ્ડન અને યુ.એસ. ઓપનમાં પણ પ્રથમ બે રાઉન્ડ સુધી રમી ગુજરાતનું નામ ગ્રાન્ડસ્લૅમ ટુર્નામેન્ટમાં ભાગ લઈને રોશન કર્યું હતું.

કરિશ્મા પટેલ : ટેનિસમાં પોતાનો કરિશ્મા દર્શાવીને ગુજરાતનું નામ રાષ્ટ્રીય ક્ષેત્રે ગુંજતું કર્યું હતું. 1995માં પટના ખાતે યોજાયેલ સબ-જુનિયર નૅશનલ લૉન ટેનિસ ચૅમ્પિયનશિપમાં  ગર્લ્સ ડબલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. એ જ વર્ષે તેણે ગુજરાત સ્ટેટ મેજર રૅન્કિંગ ટેનિસ ચૅમ્પિયનશિપ અંડર-14નો ખિતાબ પણ મેળવ્યો હતો. આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય સ્પર્ધામાં કરિશ્મા દર્શાવ્યો હતો.

દીપા ચક્રવર્તી : સરદાર પટેલ (જુનિયર) ઍવૉર્ડથી સન્માનિત દીપાએ 1999માં ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તામાં યોજાયેલ ‘પ્રથમ એશિયન સ્કૂલ ગેઇમ્સ’માં અંડર-18માં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. 1996થી 2003 સુધી સતત અંડર-14 અને 16માં સ્ટેટ ચૅમ્પિયન રહી હતી. 2003માં યોજાયેલ 28મી નૅશનલ ફેસ્ટિવલ ફૉર વુમન્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને વ્યક્તિગત તેમજ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જ્યારે 48મી નૅશનલ સ્કૂલ ગેઇમ્સમાં પણ અન્ડર-19માં વ્યક્તિ તેમજ ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યા હતા. કુચિપુડી નાટ્યમાં પારંગત ટેનિસની શ્રેષ્ઠ ખેલાડી.

અનાહિતા જગતિયાની : રાજ્ય રમતવીર અને છઠ્ઠો પુરુષાર્થ ગૌરવ જેવા ઍવૉર્ડથી સન્માનિત અનાહિતાએ 2006માં નાઇજીરિયા ખાતે યોજાયેલ ‘વેસ્ટ આફ્રિકા જુનિયર્સ સર્કિટ’ ટુર્નામેન્ટના ડબલ્સમાં આઇટીએફનું ટાઇટલ મેળવ્યું હતું. આ પહેલાં 2005માં યુગાન્ડા ખાતે યોજાયેલ ‘ઈસ્ટ આફ્રિકા, જુનિયર્સ સર્કિટ’ ટુર્નામેન્ટના ડબલ્સમાં પણ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ટાઇટલ મેળવ્યું હતું. 48મા નૅશનલ સ્કૂલ ગેઇમ્સના અંડર-14માં સિલ્વર અને બ્રૉન્ઝ, 49મા નૅશનલ સ્કૂલ ગેઇમ્સના અંડર-17માં ગોલ્ડ અને બ્રૉન્ઝ, 50મા નૅશનલ સ્કૂલ ગેઇમ્સના અંડર-17માં બ્રૉન્ઝ અને 51મી નૅશનલ સ્કૂલ ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ઇજારાશાહી સ્થાપી હતી. 2004માં એ.સી.ટી.એફ. ઓપન ઑલ ઇન્ડિયા રૅન્કિંગ ટેલેન્ટ સિરીઝમાં અંડર-18માં તેમણે ટાઇટલ મેળવ્યું હતું.

એશા સંઘવી : જયદીપસિંહજી ઍવૉર્ડથી સન્માનિત એશા ટેનિસની ચૅમ્પિયન ખેલાડી રહી છે. નવેમ્બર-ડિસેમ્બર 2001માં જયપુર ખાતે યોજાયેલ ‘ઑલ ઇન્ડિયા ટેનિસ ઍસોસિયેશન જુનિયર રૅન્કિંગ ટુર્નામેન્ટ’ના ઓપન નૅશનલ કૅટેગરીમાં અંડર-14 અને 16 વિભાગોમાં બેવડી સિદ્ધિ મેળવી હતી. જાન્યુઆરી, 2003માં યોજાયેલા 28મી વિમેન્સ નૅશનલ સ્પૉટર્સ ફેસ્ટિવલના ટેનિસ ઇન્વેન્ટમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. 2003ની નૅશનલ સ્કૂલ ગેઇમ્સ ચૅમ્પિયનશિપના અંડર-19ના વિભાગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

અંકિતા રૈના : ટેનિસપરી અંકિતા રૈના…ટેનિસ-નૃત્યાંગના છે. ભારતનાટ્યમ્ની નૃત્ય કલાકાર અંકિતાએ ઑગસ્ટ માસમાં ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલ 18મા એશિયન ગેઇમ્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. માત્ર ચાર વર્ષની વયે ટેનિસ રમવાનું શરૂ કરનાર અંકિતાએ પચ્ચીસ વર્ષની વયે – એશિયન મેડલ જીતવાની ભવ્ય સિદ્ધિ નોંધાવી હતી. નૃત્ય સાથે પેઇન્ટિંગનો શોખ ધરાવતી અંકિતાએ સેમિફાઇનલમાં ચાઇનાની ઝાંગ સૂઈ સામે 4-6 અને 6-7થી પરાજિત થતાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિને વધાવતાં ગુજરાત સરકારે 50 લાખનો પુરસ્કાર આપ્યો હતો અને ‘બેટી બચાવો’ અભિયાનની બ્રાન્ડ ઍમ્બેસૅડર બનાવી હતી. કૉમર્સ ગ્રૅજ્યુએટ અંકિતાએ માર્ચ મહિનામાં ગ્વાલિયર ખાતે યોજાયેલ આઈ ટી ઑફ મહિલા ટેનિસ ટુર્નામેન્ટ  – 25,000 ડૉલરના ઇનામી રકમ વાળી ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. 2018ના વર્ષના પ્રારંભે વિશ્વમાં 259મો રૅન્ક ધરાવતી અંકિતાએ ફેડકપ એશિયા/ એશિયાના ગ્રૂપ-1માં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. ગરબા ગાવાની શોખીન અંકિતાએ નવેમ્બર મહિનામાં WTA તાઇપેઇ ઓપન ને ડબલ્સનો ખિતાબ કરમન થાંડી સાથે રમીને મેળવ્યો હતો.

અંકિતા રૈના

નોવા પટેલ : તે ટેનિસ જગતની 2007ની અંડર-14ના વિભાગની ઇન્ડિયા નંબર વન અને અંડર-16ના વિભાગમાં ઇન્ડિયા નંબર થર્ડ રહી છે. ઑગસ્ટ-2006માં બૅંગાલુરુ ખાતે યોજાયેલ એ.આઈ.ટી.એ. સુપર સિરીઝમાં અંડર-14ના વિભાગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ડિસેમ્બર, 2005માં યોજાયેલ 51મી નૅશનલ સ્કૂલ ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 52મી અને 53મી નૅશનલ સ્કૂલ ગેઇમ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવીને ગોલ્ડન હેટ્રિક નોંધાવી હતી. વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપ માટે પસંદ થયેલ નોવા ટેનિસની ગોલ્ડન ગર્લ રહી છે.

ઉમંગ ચડ્ડા : 1995થી ટેનિસ કોર્ટ ગજવવાનું શરૂ કર્યું હતું તે આજે પણ – અમેરિકામાં ટેનિસના કોચ તરીકે કાર્યરત છે. અંડર-14ની કૅટેગરીમાં નૅશનલ સ્કૂલ ગેઇમ્સમાં બ્રૉન્ઝ મેડલ, નૅશનલ ચૅમ્પિયનશિપમાં અંડર-19માં પંજાબ સામે 2-1થી વિજય મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 1993માં તો તે ટેનિસનો હીરો રહ્યો હતો. ઇન્ડિયાના ટોપ ટેનમાં તે સેવન્થ ક્રમે રહ્યો હતો.

દેવિન્દરસિંગ ભુસારી : એકલવ્ય ઍવૉર્ડથી સન્માનિત દેવિન્દરસિંગ ભારતના ટેનિસ ઇતિહાસનો પ્રથમ એવો ખેલાડી રહ્યો કે જે આઈ.ટી.એફ. વર્લ્ડ ટીમ માટે પસંદ થયો છે. 1999માં એશિયાના અંડર-14માં નંબર વન ખેલાડી જાહેર થયો હતો. તેણે કોલંબો ખાતે એક ગોલ્ડ, બે સિલ્વર, બૅંગકોક ખાતે એક ગોલ્ડ  એક સિલ્વર મેડલ મેળવી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. 1997-98માં ગ્વાલિયર અને જયપુર ખાતે ઝોનલ ચૅમ્પિયનશિપ મેળવી હતી. 1998માં ચેન્નાઈ ખાતે નૅશનલ ચૅમ્પિયનશિપમાં રનર્સઅપ રહ્યો હતો. તે અંડર-10, 12, 14 અને 16માં સતત ચૅમ્પિયન રહ્યો હતો. રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાતનું નામ રોશન કર્યું હતું. હાલ તે ટેનિસ એકૅડમી ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે.

સૂરજ દેસાઈ : એ ટેનિસ કોર્ટ ઉપર ઊગતા સૂરજ જેવો તેજસ્વી ખેલાડી રહ્યો છે. જૂન, 2004માં ઑલ ઇન્ડિયા ટેનિસ ઍસોસિયેશન દ્વારા એસ.ટી.એફ. સ્પર્ધા યોજાઈ હતી જેમાં આ તેર વર્ષના સૂરજે અંડર-14ના વિભાગમાં સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું. 2003માં સૂરજે વડોદરા ખાતે ગુજરાત સ્ટેટ રૅન્કિંગ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ અંડર-12નું ટાઇટલ જીત્યું હતું. અને સૂરત ખાતે યોજાયેલ 49મી ઑલ ઇન્ડિયા નૅશનલ સ્કૂલ ગેઇમ્સમાં સિલ્વર મેડલ અંડર-14માં મેળવ્યો હતો. 2004માં મુંબઈ ખાતે યોજાયેલ ઑલ ઇન્ડિયા ટેલેન્ટ સિરીઝ ઓપન જુનિયર ટેનિસ ચૅમ્પિયનશિપમાં અંડર-14માં સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. હવે એ ટી પી ટુર્નામેન્ટ રમી રહ્યો છે.

વૈદિક મુન્શા : તેણે રાષ્ટ્રીય કક્ષાએ ટેનિસમાં ડબલ્સની ઇવેન્ટમાં સતત નવ વખત ટાઇટલ જીતીને ઇતિહાસમાં એક નવું જ પ્રકરણ આલેખ્યું હતું. એપ્રિલ, 2006માં ગુરગૉવ ખાતે ઑલ ઇન્ડિયા ઇન્ટરસ્ટેટ ટેનિસમાં તથા ડિસેમ્બરમાં અમદાવાદ ખાતે 52મી નૅશનલ સ્કૂલ ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ નોંધાવી હતી. એ જ વર્ષે ચેન્નાઈમાં યોજાયેલી એડિદાસ રાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધામાં સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. એશિયન રૅન્કિંગ ટેનિસ શ્રેણીમાં બગકોક, બહેરિન અને મુંબઈ ખાતે યોજાયેલી શ્રેણીની ડબલ્સ સ્પર્ધામાં ટાઇટલ્સ જીત્યાં હતાં. 2008માં પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ ખાતે યોજાયેલ ‘આઈ.ટી.એફ.’ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેતાં તેમણે સિંગલ્સ તેમજ ડબલ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બેવડી સિદ્ધિ મેળવી હતી. 2009માં ઑસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડન ટેનિસની જુનિયર ટુર્નામેન્ટ રમવા માટે લાયકાત મેળવી હતી. જે પણ એક ઐતિહાસિક સફળતા બની હતી.

યોગેશ શાહ : તેઓ માસ્ટર્સ અને વેટરન્સ ટેનિસના સ્ટાર પ્લેયર રહ્યા છે. 2009માં દુબઈ ખાતે યોજાયેલ ‘દુબઈ ઓપન સિનિયર ટેનિસ ચૅમ્પિયનશિપ’માં 20 દેશોના 70થી વધુ સિનિયર ખેલાડીઓએ ભાગ લીધો હતો અને તેમાં તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં – ટાઇટલ જીતવાની સિદ્ધિ મેળવી હતી. પંચાવન વર્ષની વય ધરાવતા તેઓએ 16થી વધુ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સનાં ટાઇટલ જીત્યાં છે. 2004માં પાકિસ્તાનમાં કરાંચી ખાતે આઈ.ટી.એફ-45 પ્લસ વિભાગમાં ટાઇટલ મેળવ્યું હતું. થાઇલૅન્ડમાં બૅંગકોક ખાતે યોજાયેલ વેટરન્સ એશિયન ઓપન સિનિયર્સ ટેનિસ ચૅમ્પિયનશિપમાં તેમણે સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં ટાઇટલ જીતીને વેટરન્સના ઇતિહાસમાં એક નવું સફળતાનું પ્રકરણ આલેખ્યું છે.

ધીરજ હાલાણી : હાલ સાઠ વર્ષ ઉપરના છે અને કોચ છે. પણ 1959માં તેઓ ઓપન ઝાલાવાડ ટેનિસ ટુર્નામેન્ટ ચૅમ્પિયન બન્યા હતા. 1962 અને 63માં ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ચૅમ્પિયન 1962 અને 1964થી 1968 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ટેનિસ ચૅમ્પિયન, 1966-67માં ઑલ ઇન્ડિયા ઇન્ટર-યુનિવર્સિટી ટેનિસમાં ઉપવિજેતા રહીને ઇતિહાસ આલેખ્યો હતો. 1991-92, 1997-98માં સ્ટેટ ટેનિસ વેટરન ચૅમ્પિયન રહ્યા હતા. હવે તેઓ વિવિધ સંસ્થાઓમાં માર્ગદર્શન આપી રહ્યા છે.

દેવ જાવિયા : ટેનિસ ખેલાડી દેવ જાવિયાએ ફેબ્રુઆરી માસમાં હૈદરાબાદ ખાતે યોજાયેલ ‘પ્રથમ ખેલો ઇન્ડિયા નૅશનલ ટેનિસ ટૂર્નામેન્ટ’માં સિંગલ્સમાં ગોલ્ડ અને ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં આઇટા સુપર સિરીઝ અન્ડર-16માં સિંગલ્સનું ટાઇટલ મેળવ્યું હતું. દેવ જાવિયાએ માર્ચ મહિનામાં મુંબઈ ખાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આઇટા ટેનિસ ચૅમ્પિયનશિપ અન્ડર-16 અને અન્ડર-18 બંનેનાં ટાઇટલ જીતવાની સિદ્ધિ મેળવી હતી.

ખુશી ગનેરીવાલા : ટેનિસપરી ખુશીએ પણ આ વર્ષે સફળતાઓનાં પુષ્પો ટેનિસ કોર્ટ પર વેર્યાં હતાં. ખુશીએ માર્ચ મહિનામાં આઇટા ટેલેન્ટ સિરીઝ ટેનિસ ટુર્નામેન્ટ અન્ડર-14નું ટાઇટલ જીતીને નવ વર્ષમાં ખુશીઓ ફેલાવવાનું શરૂ કર્યું હતું.  એપ્રિલ માસ તો ખુશીઓ વરસાવતો રહ્યો! નડિયાદ ખાતે અન્ડર-14નું ટાઇટલ જીત્યું અને એથી વિશેષ તો આઇટા અન્ડર-18નું ટાઇટલ જીતીને સૌને ખુશ કરી દીધા હતા.

ઝીલ દેસાઈ : ટેનિસપરી ઝીલ દેસાઈ નૂતન વર્ષના પ્રારંભે મેલબૉર્નમાં રમાયેલ ‘ઑસ્ટ્રેલિયન ઓપન જુનિયર ગર્લ્સ ટુર્નામેન્ટ’માં શ્રેષ્ઠ દેખાવ કરતા ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી. ક્વાર્ટર ફાઇનલમાં ઝીલ રશિયાની ઇલેના રાયબાકિના સામે 6–4, 6–3,થી પરાજિત થઈ હતી. સપ્ટેમ્બર મહિનામાં થાઇલૅન્ડમાં યોજાયેલ ‘આઈ.ટી.એફ વિમેન્સ 15000 ડૉલર ટુનાર્ર્મેન્ટમાં પ્રાંજલ યાદલાપલ્લી સાથે ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

માધવ કામથ : ટેનિસ ખેલાડી માધવ કામથે જૂન મહિનામાં ભવ્ય સિદ્ધિ હાંસલ કરી હતી. ઑલ ઇન્ડિયા ટેનિસ ઍસોસિયેશન – આઇટાની નવી રૅન્કિંગ પ્રમાણે અન્ડર-16 બૉય્ઝ વિભાગમાં ભારતનો નંબર વન ખેલાડી બન્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં શ્રીલંકાના કોલંબો ખાતે રમાયેલ ‘ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન’ દ્વારા આયોજિત જુનિયર વિભાગનું ટાઇટલ માધવે મેળવ્યું હતું.

ટેબલટેનિસ : કમલેશ મહેતા, મલય ઠક્કર, નીરજ ઓક, પથિક મહેતા, સુકેતુ વ્યાસ, વૈદેહી ઓક, જામ બહેનો, પ્રસન્ના દોશી, મનીષાબા રાણા, સોનલ જોશી, વર્ષા સોલંકી, સપના શર્મા, સ્ટેફી ગોમ્સ, જિજ્ઞેશ જયસ્વાલ, કલ્પેશ ઠક્કર, ક્ષિતિશ પુરોહિત, દિવ્યા ગોહિલ, હરમીત દેસાઈ, માનવ ઠક્કર, કૌશા ભૈરાપુરે,

કમલેશ મહેતા : અર્જુન ઍવૉર્ડ, શિવ છત્રપતિ ઍવૉર્ડ, ફેર પ્લે ટ્રૉફીથી સન્માનિત તેઓ 1982થી 1994નાં વર્ષો દરમિયાન આઠ વર્ષ  આઠ વખત નૅશનલ ચૅમ્પિયન થવાનો રેકૉર્ડ ધરાવે છે. આ ઉપરાંત ત્રણ વખત નૅશનલ રનર્સના ખિતાબ પણ મેળવ્યા હતા. 1981 અને 1983માં પેન્ટાગ્યુલર કન્ટ્રીઝમાં ચૅમ્પિયન, 1990માં સાફ ગેઇમ્સ ચૅમ્પિયન, 1992માં વર્લ્ડ બક ચૅમ્પિયનના ટાઇટલ તેમણે મેળવ્યાં હતાં. તેઓએ 1982 અને 86માં એશિયન ગેઇમ્સ, 1988 અને 92માં ઑલિમ્પિક્સમાં પણ ભાગ લીધો હતો. તેમણે 13 મેડલ સાફ ગેઇમ્સમાં, 8 મેડલ કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપ્સમાં, 6 મેડલ વર્લ્ડ બક ચૅમ્પિયન્સમાં, 10 મેડલ પેન્ટાગ્યુલર ઇન્ટરનેશનલ ચૅમ્પિયનશિપ્સમાં મેળવ્યાં હતાં. 1982થી 86, 88, 89 અને 90નાં વર્ષોમાં તેઓ ભારતીય ટેબલટેનિસ ટીમના કૅપ્ટન હતા. 1998થી તેઓ નૅશનલ કોચ-અધિકારી તરીકે કાર્યરત રહ્યા છે.

કમલેશ મહેતા

મલય ઠક્કર : અમદાવાદના આંતરરાષ્ટ્રીય ટેબલટેનિસ ખેલાડી મલય ઠક્કરે સાત વર્ષ સુધી સ્ટેટ ચૅમ્પિયનશિપ જીતવા સાથે 50થી વધુ વખત ‘મેજર રૅન્કિંગ ટેબલટેનિસ’ ટાઇટલ્સ મેળવ્યાં હતાં. 1988માં તે જુનિયર લેવલે ભારતના ચતુર્થ ક્રમના ખેલાડી બન્યા હતા. ઇજિપ્તમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં તેમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઑલ ઇન્ડિયા પબ્લિક સેક્ટર ટેબલટેનિસ સ્પર્ધામાં  1995, 96 અને 97માં વિજય મેળવીને ટાઇટલ્સની હેટ્રિક સર્જી હતી. ઑલ ઇન્ડિયા એલ.આઈ.સી. ચૅમ્પિયનશિપમાં છ વખત ચૅમ્પિયન થવાનો વિક્રમ ધરાવે છે.

પથિક મહેતા : ભાવનગરનો આંતરરાષ્ટ્રીય ખેલાડી. એકલવ્ય, ‘શ્રી કાનજી દેસાઈ ગુજરાત પ્રતિભા ઍવૉર્ડ’ અને વિશ્વ ગુજરાતી સમાજનું માનદ્ સભ્યપદ મેળવવાનું ગૌરવ મેળવેલ છે. સત્તાવીશ જેટલી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમનાર પથિકનું અમેરિકાની સંસ્થા ‘આઇના’ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. 2009માં પટણા ખાતે યોજાયેલ સિનિયર નૅશનલ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને જાપાન ખાતે યોજાનાર વર્લ્ડ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપ માટે પસંદ થનાર પથિક સતત ચોથા વર્ષે પણ વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે પસંદ થનાર સૌપ્રથમ ગુજરાતી ખેલાડી બન્યો હતો. 2007માં ગુવાહાટી ખાતે યોજાયેલ નૅશનલ ગેઇમ્સમાં સૌપ્રથમ વાર ગુજરાતને બ્રૉન્ઝ મેડલ અપાવ્યો હતો. 2000માં દેવાસ ખાતે યોજાયેલ અંડર-17 નૅશનલ સ્કૂલ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 2004માં ઇન્ટરયુનિવર્સિટી ટેબલટેનિસ ટુર્નામેન્ટમાં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.

હરમીત દેસાઈ : ટેબલટેનિસની દુનિયામાં 59મો ક્રમાંક ધરાવતો પચ્ચીસ વર્ષનો આ સૂરતી ખેલાડી હરમીત કૉમનવેલ્થ ગેઇમ્સ અને એશિયન ગેઇમ્સનો મેડલિસ્ટ એકમાત્ર ખેલાડી છે. એપ્રિલ માસમાં ઑસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટ ખાતે યોજાયેલ 21મા કૉમનવેલ્થ ગેઇમ્સની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને આ સાથે ડબલ્સમાં પણ સુનિલ શેટ્ટી સાથે રમીને બ્રૉન્ઝ મેડલ મેળવવાની સિદ્ધિ નોંધાવી હતી. આમ એક ગેઇમ્સમાં જ ડબલ મેડલ મેળવવાની સિદ્ધિ મેળવનાર પ્રથમ ગુજ્જુ ટેબલટેનિસ-વીર બન્યો હતો. આ પછી તેની યશકલગીમાં એક ઔર…ઐતિહાસિક મોરપીંછ એશિયન ગેઇમ્સમાં જકાર્તા ખાતે બ્રૉન્ઝ મેડલ મેળવીને ઉમેરાયું હતું. હરમીત દેસાઈએ ટીમ ઇવેન્ટમાં 18મા એશિયન ગેઇમ્સમાં જાકાર્તા ખાતે બ્રૉન્ઝ મેડલ મેળવીને એક ઇતિહાસ આલેખ્યો હતો. એશિયન ગેઇમ્સના ઇતિહાસમાં પ્રથમ વાર ભારતે મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ બદલ ગુજરાત સરકારે 39 લાખ રોકડાનો પુરસ્કાર આપ્યો હતો. હરમીતે થાઇલૅન્ડ ઓપન ટુર્નામેન્ટમાં પુરુષ ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. આમ હરમીતનું પ્રદર્શન આ વર્ષે સૌથી શ્રેષ્ઠ રહ્યું હતું.

હરમીત દેસાઈ

ક્ષિતિશ પુરોહિત : ભાવનગરના ખૂબ જ જાણીતા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ટેબલટેનિસના ખેલાડી. 1971થી ટી. ટી. રમવાનું શરૂ કરનાર તેઓ 100થી વધુ ગુજરાત મેજર રૅન્કિંગ, 50થી વધુ નૅશનલ ટુર્નામેન્ટ્સ રમ્યા છે. ફેબ્રુઆરી, 1996માં કોચીન ખાતે શ્રેષ્ઠ રમત-પ્રદર્શનથી નૅશનલ ટીમમાં પસંદ થયા. જૂન, 1996 દરમિયાન નૉર્વેના લીલીહેમર શહેરમાં રમાયેલ વિશ્વ વર્લ્ડ વેટરન ટેબલટેનિસ ચૅમ્પિયનશિપમાં પ્રિક્વાર્ટર સુધી રમી કોન્સોલેશન પૉઝિશન. જૂન, 1998માં પણ માન્ચેસ્ટર ખાતે પ્રિક્વાર્ટર ફાઇનલ સુધી રમી કોન્સોલેશન પૉશિશન નવેમ્બર, 1998માં કોચીન ખાતે નૅશનલ ચૅમ્પિયન, 1987માં દિલ્હી ખાતે રમાયેલ વિશ્વ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપમાં ઑફિશિયલ તરીકે કામગીરી કરી હતી.

વર્ષા સોલંકી : તે ભાવનગરની પિંગપાગ પરી છે. 1993માં માત્ર નવ વર્ષની ઉંમરે જૂનાગઢ ખાતે બાળરમતોત્સવમાં ‘બેસ્ટ, પ્લેયર’નું બિરુદ. જૂન, 1996માં અમદાવાદ ખાતે ‘પ્રથમ ઓપન ગુજરાત મેજર રૅન્કિંગ ટેબલટેનિસ ટુર્નામેન્ટમાં સબ-જુનિયર ગર્લ્સ વિભાગમાં ચૅમ્પિયન, જુનિયર ગર્લ્સમાં રનર્સઅપ. આ પછી સતત વર્ષોવર્ષ હેટ્રિક ચૅમ્પિયનશિપમાં નોંધાવતી રહી. જાન્યુઆરી, 2000માં દિલ્હી ખાતે યોજાયેલ ‘26મી નૅશનલ સ્પૉટર્સ ફેસ્ટિવલ વુમન્સ’ની ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ ટીમ ઇવેન્ટમાં મેળવ્યો હતો. 2003ના ડિસેમ્બરમાં ગ્વાલિયર ખાતે યોજાયેલ ઑલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ યુનિવર્સિટી ચૅમ્પિયનશિપમાં ભાવનગરની મહિલા ટીમને સિલ્વર મેડલ અપાવી ભાવનગર યુનિવર્સિટીનું નામ રોશન કર્યું હતું.

વૈદેહી ઓક : ઓક ફૅમિલી એ ટેબલટેનિસ ફૅમિલી રહ્યું છે. પપ્પા-મમ્મી અને ભાઈ નીરજ તમામ ટેબલટેનિસનાં શ્રેષ્ઠ ખેલાડી અને માર્ગદર્શક રહ્યાં છે. તેને આ શોખ વારસામાં મળ્યો. ભાઈ નીરજ ગુજરાતનો શ્રેષ્ઠ ખેલાડી રહ્યો હતો. વૈદેહીએ 1984માં ઇન્દોર ખાતે, સબ-જુનિયર વિભાગમાં તૃતીય સ્થાન મેળવીને બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. 1986-87માં મુઝફ્ફરપુર ખાતે યોજાયેલ નૅશનલ ચૅમ્પિયનશિપમાં જુનિયર વિભાગના ડબલ્સમાં ભાગ લેતાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. વૈદેહીએ રાજકોટની નૅશનલ પ્લેયર જામ બહેનોમાંની હસીના જામ સાથે જોડી બનાવીને મેડલ જીત્યો હતો. તે 1984થી 1986 સુધી સબ-જુનિયર સ્ટેટ ચૅમ્પિયન રહી હતી જ્યારે 1887થી 1989 સુધી જુનિયર-સ્ટેટ ચૅમ્પિયન રહી હતી. યુનિવર્સિટીમાં પણ સતત ચૅમ્પિયન રહી હતી.

પ્રસન્ના દોશી : ધ્રાંગધ્રા શહેરની ટેબલટેનિસ વીરાંગના પ્રસન્ના 1992ની લિમ્કા ટ્રૉફી વિજેતા ખેલાડી છે. 1992-93મા મિઝોરમ ખાતે યોજાયેલ સ્કૂલ ગેઇમ્સમાં તેણે દ્વિતીય નંબર મેળવવા સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણે રાષ્ટ્રીય કક્ષાની ઓગણીસથી વીસ ટુર્નામેન્ટ રમીને ગુજરાતનું નામ રોશન કરેલ છે.

મનીષાબા રાણા : ભાવનગર શહેરની ‘ટેબલટેનિસ ક્વીન’ મનીષાબા રાણા યુ.એસ. ઓપન ચૅમ્પિયનશિપ રમનારી સૌપ્રથમ ગૌરવશાળી મહિલા ખેલાડી બની હતી. તમિળનાડુમાં ઇ-રોડ ખાતે, ફેબ્રુઆરી, 1992માં યોજાયેલ ‘16મી નૅશનલ વુમન્સ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપ’માં સિલ્વર મેડલ મેળવનાર મનીષાબા રાણાએ 18 વર્ષની કારકિર્દીમાં ઢગલાબંધ પુરસ્કારો મેળવેલ છે. 2003માં પૂના ખાતે યોજાયેલ ‘સિનિયર નૅશનલ ચૅમ્પિયનશિપ’માં સિલ્વર મેડલ મેળવનાર મનીષાબાએ 1993માં ઇન્દોર અને 1994માં ગુવાહાટી ખાતે યોજાયેલ ‘ઑલ ઇન્ડિયા પોસ્ટલ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપ’માં સિંગલ્સ, ડબલ્સ અને ટીમ ઇવેન્ટના ત્રણેય ખિતાબો મેળવીને ગુજરાત સર્કલને સૌપ્રથમ વાર ચૅમ્પિયન બનાવવાનું ગૌરવ મેળવ્યું હતું.

સોનલ જોષી : ભાવનગરની ટેબલટેનિસપરી. તેણે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈને 20થી વધુ મેડલ મેળવ્યા હતા. જેમાં 11 સુવર્ણ, 6 રજત અને 3 કાંસ્ય ચંદ્રકોનો સમાવેશ થતો હતો. 1992માં રાજ્ય સરકારનો ‘જુનિયર ઍવૉર્ડ’ મેળવ્યો હતો.

સપના શર્મા : તે ભાવનગરની ટેબલટેનિસની આશાસ્પદ મહિલા ખેલાડી રહી છે. 2003માં ગાંધીનગર ખાતે યોજાયેલ ‘વુમન્સ ફેસ્ટિવલ’માં તેણે ડબલ સિદ્ધિ મેળવી હતી. સિંગ્લસમાં સિલ્વર મેડલ અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે ગુલબર્ગા ખાતે યોજાયેલ સ્કૂલ ગેઇમ્સના અંડર-17 વિભાગમાં સિંગલ્સમાં સિલ્વર મેડલ અને ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. ચેન્નાઈ ખાતે 2002માં યોજાયેલ જુનિયર નૅશનલ ચૅમ્પિયનશિપના અંડર-17ના વિભાગમાં ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

માનવ ઠક્કર : શેકહૅન્ડ સ્ટાઇલથી રમીને કાઉન્ટર ઍટેક કરતો માનવ ઠક્કર ટેબલટેનિસનો પાવરફુલ ખેલાડી છે. વર્ષના પ્રારંભે આઇટીટીએફ અંડર-18માં વિશ્વકક્ષાએ દ્વિતીય ક્રમ ધરાવતા આ સૂરતી ખેલાડીએ ઇન્ડોનેશિયામાં જાકાર્તા ખાતે રમાયેલ 18મી એશિયન ગેઇમ્સમાં ટેબલટેનિસમાં ટીમ ઇવેન્ટની સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો અને આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવતાં રાજ્યસરકારે 30 લાખનું ઇનામ આપ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં લક્ષ્મબર્ગ ખાતે યોજાયેલ વર્લ્ડ જુનિયર ટેબલટેનિસ ચૅમ્પિયનશિપમાં માનવે સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ ફેબ્રુઆરી માસમાં જ માનવે ચેક રિપબ્લિકના હોડોનિન ખાતે યોજાયેલ ચેક જુનિયર અને કેડેટ ઓપનમાં માનુષ શાહ સાથે જોડી બનાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. આમ ફેબ્રુઆરી મહિનો સિલ્વર-મન્થ બન્યો હતો ! નવેમ્બર મહિનામાં પોર્ટુગલના ગિમારેસમાં રમાયેલ પોર્ટુગલ જુનિયર ઍન્ડ કેડેટ ઓપન ટેબલટેનિસ ચેમ્પિયનશિપમાં માનવે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા સિંગલ્સનું ટાઇટલ જીતીને ગોલ્ડ મેડલ તેમજ માનુષ શાહ સાથે જુનિયર બોયઝ ડબલ્સનું ટાઇટલ પણ જીતીને ડબલ સિદ્ધિ મેળવી હતી. માનવે આઇટીટીએફ વર્લ્ડ સર્કિટમાં સિંગલ્સ વિભાગમાં ચોથું ટાઇટલ મેળવવાની સિદ્ધિ નોંધાવી છે. ઑસ્ટ્રેલિયામાં બેહિંદ ખાતે રમાયેલ વર્લ્ડ જુનિયર ટેબલટેનિસ ચૅમ્પિયનશિપમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો હતો.

માનવ ઠક્કર

માનવ ઠક્કર–માનુષ શાહ : ટેબલ ટેનિસમાં સૂરતના ખેલાડી માનવ ઠક્કરે સ્લોવેનિયા અને બૅંગકોક ખાતે રમતનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સ્લોવેનિયામાં યોજાયેલ જુનિયર તથા કૅડેટ ઓપન ટેબલટેનિસ ટુર્નામેન્ટમાં માનવે સિંગલ્સ તેમજ ડબલ્સમાં મે મહિનામાં થાઇલૅન્ડના બૅંગકોકમાં રમાયેલ આઈટીટીએફ જુનિયર કૅડેટ્સમાં સિંગલ્સમાં સિલ્વર અને માનુષ શાહ સાથે ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

માનુષ શાહે જૂન મહિનામાં શ્રીલંકાના કોલંબોમાં રમાયેલ સાઉથ એશિયન જુનિયર ટેબલટેનિસ ચૅમ્પિયનશિપમાં ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

કૌશા ભૈરાપુરે : માત્ર પંદર વર્ષની વયે ગુજરાતની ટીમનું નૅશનલ ટુર્નામેન્ટમાં કપ્તાની કરતી કૌશા ટેબલટેનિસ રમતની શેકહૅન્ડ ગ્રીપ ધરાવતી વેલ અપકમિંગ પ્લેયર છે. રમત અને નેતૃત્વમાં બાહોશ એવી કૌશાએ આ વર્ષ દરમિયાન કુલ સાત ટાઇટલ મેળવ્યા છે. જેમાં 3 ટાઇટલ જુનિયર, 3 ટાઇટલ યૂથ ગર્લ્સ કૅટેગરી અને 1 ટાઇટલ વૂમન્સ કૅટેગરીનું છે. પિંગપાગની દડી જેવી સાડા છ વર્ષની વયે ટેબલટેનિસ રમવાનું શરૂ કરનાર કૌશાએ પંદર વર્ષની વયે અન્ડર-18 અને અન્ડર-21માં ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટાઇટલ અને કૅપ્ટનશિપ મેળવેલ છે. આ વર્ષ દરમિયાન પુણે, વિજયવાડા અને ઇન્દોર ખાતે યોજાયેલ નૅશનલ અને ઑલ ઇન્ડિયા રૅન્કિંગ ટુર્નામેન્ટમાં ધ્યાનાકર્ષક દેખાવ કર્યો હતો.

શાઇની ગોમ્સ : વિમેન્સ ઇન્ટરનેશનલ ડેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મોમેન્ટો દ્વારા સન્માનિત થનાર શાઇની ગોમ્સેે એપ્રિલ મહિનામાં ચેન્નાઈ ખાતે રમાયેલ ‘ઑલ ઇન્ડિયા નૅશનલ ગેઇમ્સ ફૉર ડેફ ટેબલટેનિસ ચૅમ્પિયનશિપ’માં વિમેન્સ-સિંગલ્સના વિભાગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. 23મી ડેફ ઑલિમ્પિકમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર શાઇની ગોમ્સે રાંચી ખાતે યોજાયેલ 22મી નૅશનલ ગેઇમ્સ ઑફ ધ ડેફ ટેબલટેનિસ ટુર્નામેન્ટમાં પ. બંગાળની સુરવી ઘોષને 4 વિરુદ્ધ 1થી હરાવીને ચૅમ્પિયન થઈ હતી.

સૉફ્ટ ટેનિસ :

અનિકેત પટેલ : સૉફ્ટ ટેનિસના સૉફ્ટ પ્લેયર અનિકેતે આ વર્ષ દરમિયાન વર્લ્ડ ચૅમ્પિયનશિપ, એશિયન ગેઇમ્સ, ફેડરેશન કપ અને જુનિયર નૅશનલ તેમજ ઑલ ઇન્ડિયા યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ બધી સ્પર્ધાઓ રમતા અનિકેતે કુલ પાંચ મેડલ્સ મેળવ્યા હતા. જેમાં એક સિલ્વર અને ચાર બ્રૉન્ઝ મેડલ્સનો સમાવેશ થાય છે. જૂન માસમાં પતાયા ખાતે યોજાયેલ ‘ચોથી વર્લ્ડ ટૂર ચૅમ્પિયનશિપ’માં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. અમૃતસર ખાતે યોજાયેલ સેકન્ડ ફેડરેશન કપમાં પણ એક બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. જમ્મુ ખાતે યોજાયેલ 13મી જુનિયર નૅશનલ ચૅમ્પિયનશિપમાં અનિકેતે શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં એક સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ મેળવીને મેડલ મેળવવાની હેટ્રિક સર્જી હતી. કોરિયા ખાતે રમાયેલ ‘કોરિયા કપ ઇન્ટરનેશનલ’ અને ‘થર્ડ વર્લ્ડ ચૅમ્પિયનશિપ’માં અનિકેતે ક્વાર્ટર ફાઇનલ સુધી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. જાકાર્તા ખાતે એશિયન ગેઇમ્સમાં સેક્ધડ રાઉન્ડ સુધી રમ્યો હતો.

ટ્રાયથ્લૉન : પૂજા ચૌઋષિ, ઉર્વશી સારંગ

પૂજા ચૌઋષિ : ટ્રાયથ્લૉન-પરી. તે સૂરતની ખૂબસૂરત મહિલા ખેલાડી છે. તે ત્રણ રમતની માસ્ટર છે. ટ્રાયથ્લૉનમાં – 750 મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાઇક્લિંગ અને પાંચ કિલોમીટર દોડવાનું હોય છે. આ ત્રણેય ભેગી રમત એટલે ટ્રાયથ્લૉન. સરદાર પટેલ અને શક્તિદૂત ઍવૉર્ડ મેળવનાર 2009માં કઝાકિસ્તાનના કોકસિટાઉ શહેરમાં યોજાયેલ ‘જુનિયર એશિયન કપ’ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરતાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. 2007 ફેબ્રુઆરીમાં ગુવાહાટી ખાતે યોજાયેલ 33મી નૅશનલ ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 2007માં ભોપાલ ખાતે યોજાયેલ ઇન્ડિયન ટ્રાયથ્લૉન ફેડરેશન ચૅમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 2008માં વિશાખાપટ્ટનમ્ ખાતે પણ ‘17મી નૅશનલ સિનિયર ટ્રાયથ્લૉન ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેણે જુનિયર, સબ-જુનિયર, સિનિયર અને ઓપનના થઈને કુલ 150થી વધુ મેડલ્સ ટ્રાયથ્લૉન, એકવાથ્લૉનમાં મેળવેલ છે.

વેઇટલિફ્ટિંગ : કલ્પના ચૌહાણ, પ્રાચી શાહ, અલકા શાહ

કલ્પના ચૌહાણ : તમે કલ્પના કરી ન શકો તેવી રમતોની માહિર મહિલા ખેલાડી છે. તે કરાટે, જૂડો, વેઇટલિફ્ટિંગ, પાવરલિફ્ટિંગ, રેસ્લિંગ અને બૉક્સિગંની સ્ટેટ ચૅમ્પિયન નૅશનલ – ઇન્ટરનેશનલ પ્લેયર છે. કરાટેમાં બ્લૅકબેલ્ટ – (ચાર ડાન) ધરાવે છે. 1990થી 2010 સુધીમાં તેમણે તમામ રમતોમાં ગોલ્ડ મેડલ એકથી વધુ વખત મેળવેલ છે. તેની પાસે લગભગ 110થી વધુ મેડલ્સ અને ઍવૉર્ડ્સ છે. 2008માં શ્રીલંકા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પૉટર્સ મીટમાં કાતામાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. પુરુષાર્થ ગૌરવ ઍવૉર્ડ, સ્ટેટનો સ્પેશ્યલ એચિવમેન્ટ ઍવૉર્ડ્સ પ્રાપ્ત થયેલ છે.

યોગ : વૈશાલી મકવાણા, મેઘનાબા ઝાલા, હાર્દી દેસાઈ, તારિકા ગોહેલ, પાયલ પંચાલ, જૈમિન પંચાલ

વૈશાલી મકવાણા : રાજકોટની યોગાકુમારી. તે આંતરરાષ્ટ્રીય ખેલાડી છે. 2004માં સ્પેનના મેડ્રિડ શહેરમાં ‘13મી વિશ્વ યોગ-સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજકોટની આ માત્ર ચૌદ વર્ષની ઢીંગલીએ યોગનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને આર્ટિસ્ટિક યોગામાં ગોલ્ડ મેડલ અને ઍથ્લેટિક યોગામાં સિલ્વર મેડલ મેળવીને વિશ્વસ્પર્ધામાં ભારતનું નામ રોશન કરી નવો ઇતિહાસ આલેખ્યો હતો.

ગુજરાતની ખૂબ જ વહાલી અને ઢીંગલી જેવી વૈશાલીએ 2002 અને 2003માં ગાંધીનગર અને સૂરત ખાતે યોજાયેલ નૅશનલ ગેઇમ્સમાં પણ શ્રેષ્ઠ યોગ-કલાનું પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ્સ મેળવ્યા હતા. 2003 અને 2004માં તમિળનાડુના કાંચીપુરમમાં યોજાયેલ ઑલ ઇન્ડિયા યોગ ફેસ્ટિવલ અને કૉમ્પિટિશનમાં સર્વશ્રેષ્ઠ અંગમરોડના દેખાવ કરીને ચૅમ્પિયનશિપ મેળવવા ઉપરાંત ‘મિસ યોગાકુમારી’નું માનવંતું બિરુદ મેળવ્યું હતું. 2004માં કોલ્હાપુર ખાતે યોજાયેલ ચતુર્થ નૅશનલ સબ-જુનિયર, જુનિયર અને સિનિયર યોગ-સ્પર્ધામાં ભાગ લઈને બે સુવર્ણચંદ્રકો જીતવા સાથે વર્લ્ડકપમાં ભાગ લેવા માટે પસંદ થઈ હતી.

મેઘનાબા ઝાલા : ભાવનગરનાં ‘યોગકુમારી’ છે. 2006માં નહેરુ યુવા કેન્દ્ર(ભારત સરકાર)નો ડિસ્ટ્રિક્ટ યૂથ ઍવૉર્ડ મેળવનાર મેઘનાબાએ છઠ્ઠી ઑલ ઇન્ડિયા યોગ ચૅમ્પિયનશિપમાં ફરિદાબાદ ખાતે એક ગોલ્ડ તથા સિલ્વર મેડલ, અંબાજી ખાતે યોજાયેલ નૅશનલ યોગસ્પર્ધામાં આર્ટિસ્ટિક યોગમાં સિલ્વર મેડલ, ઓપન ગુજરાત યોગસ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

જૈમિન પંચાલ : અમદાવાદનો યોગ-રાજકુમાર છે. તેની ખાસ વિશિષ્ટતા એ છે કે તે રોપ-દોરડા પર યોગ કરે છે ! મલખમ પણ કરે છે ! 2006માં ફરિદાબાદ ખાતે યોજાયેલ ‘ઑલ ઇન્ડિયા યોગ કૉમ્પિટિશન’માં ગૌરવવંતું દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. 2010માં થાઇલૅન્ડમાં બગકોક ખાતે યોજાયેલ ‘એશિયાકપ યોગાસ્પર્ધા’માં તેણે આર્ટિસ્ટિક યોગામાં ગોલ્ડ મેડલ અને રિધમિક યોગામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. દોરડા પર જ યોગનાં આસનો કરવાના તેમજ મલખમના દાવ કરવામાં પણ માહિર.

કરાટે :

પ્રિયંકા હસમુખભાઈ રામી : (જન્મ : 31 ઑગસ્ટ, 1996 અમદાવાદ)  પ્રિયંકા રામી ગુજરાતની ઊભરતી કરાટે ખેલાડી છે. નૅશનલ લેવલની કરાટે ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રિયંકા સૌપ્રથમ ગુજરાતી ખેલાડી છે. 2019માં તેણે ઉઝબેકિસ્તાનના તાસ્કંદ ખાતે યોજાયેલી 16મી એશિયન કરાટે ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આમ તે ગુજરાતમાંથી ઇન્ટરનેશનલ કરાટે ચૅમ્પિયનશિપમાં ભાગ લેનારી પણ પ્રથમ ખેલાડી બની હતી. આ જ વર્ષે સિનિયર એશિયન કરાટે ચૅમ્પિયનશિપમાં તે 13મી ક્રમાંકિત રહી હતી. 2019માં જ બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલી સાઉથ એશિયન કરાટે ચૅમ્પિયનશિપમાં પ્રિયંકા રામીએ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

2019માં ગોવા ખાતેની વેસ્ટ ઝોન કરાટે ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રિયંકાએ 2019માં જ દિલ્હી ખાતેની ઇન્ડિપેન્ડન્ટ કપ ઇન્ટરનેશનલ કરાટે ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

2020માં પ્રિયંકાએ ગોવા ખાતે યોજાયેલી કેઇ પ્રેસિડેન્ટ કપમાં ગોલ્ડ મેડલ ઉપરાંત રોકડ પુરસ્કાર પણ હાંસલ કર્યો હતો.

પ્રિયંકા રામી

અમદાવાદના ઇન્ટરનેશનલ કોચ નઝર સોની પાસે માર્ગદર્શન લઈ રહેલી પ્રિયંકા રામીએ કરાટે ઉપરાંત જૂડો, કુરાશ અને જુજિત્સુ જેવી રમતોમાં પણ સિદ્ધિ હાંસલ કરેલી છે. તેણે ગુજરાત સરકાર દ્વારા યોજાતા ખેલમહાકુંભમાં જૂડોમાં ગોલ્ડ મેડલ, કુરાશમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત 2018માં કુરાશમાં રાજ્યના બેસ્ટ ફાઇટરનો ઍવૉર્ડ હાંસલ કર્યો હતો. 2016માં બૅંગાલુરુ ખાતે યોજાયેલી સૌપ્રથમ જુજિત્સુ નૅશનલ ચૅમ્પિયનશિપમાં પ્રિયંકાએ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ જ રમતમાં પ્રિયંકા રામીએ 2018માં કેરળમાં તથા 2019માં ચેન્નાઈ ખાતે યોજાયેલી ત્રીજી અને ચોથી નૅશનલ જુજિત્સુ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યા હતા. આ પ્રદર્શનને આધારે તેને 2019માં બૅંગાલુરુમાં જ યોજાયેલી ઇન્ટરનેશનલ જુજિત્સુ ચૅમ્પિયનશિપમાં તક અપાઈ હતી જ્યાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અર્જુન ઍવૉર્ડ વિજેતા ખેલાડીઓ

 

ઍવૉર્ડ વિજેતા

સ્પૉટર્સ વર્ષ

વિશેષ વિગત

1. શ્રી સુધીર ભાસ્કરરાવ પરબ ખો-ખો 1970
2. કુ. અછલા એમ. દવે ખો-ખો 1971
3. શ્રી ઉદયન ચિનુભાઈ રાઇફલ શૂટિંગ 1972
4. કુ. ભાવના એમ. પરીખ ખો-ખો 1973
5. શ્રી કુટ્ટી ક્રિશ્નન વૉલીબૉલ 1978
6. શ્રી પાર્થો ગાંગુલી બૅડમિન્ટન 1982
7. શ્રી ગીત સેઠી બિલિયર્ડ 1985
8. શ્રી નમન પારેખ રોલર સ્કેટિંગ 1988
9. કુ. કૃપાલી પટેલ જિમ્નેસ્ટિક 1989
10. શ્રી કિરણ મોરે ક્રિકેટ 1992
11. શ્રી નયન મોંગિયા ક્રિકેટ 1998
12. કુ. પારુલ પરમાર બૅડમિન્ટન 2009 વિકલાંગો માટેનો ખાસ
ઍવૉર્ડ પૅરાલિમ્પિક
13. શ્રી સુફિયાન શેખ દરિયાઈ-તરણ 2010 તેનસિંગ નોર્ગે
ઍડવેન્ચર્સ ઍવૉર્ડ
સાહસક્ષેત્રે ગુજરાતને
સૌપ્રથમ ઍવૉર્ડ

યુવાપ્રવૃત્તિ

સામાન્ય રીતે વેપારી મનોવૃત્તિ તથા પોચટ પ્રકૃતિના હોવાનું મનાતા ગુજરાતે સાહસક્ષેત્રે પણ ગૌરવપાત્ર સિદ્ધિ મેળવી છે. પર્વત, સાગર, વન-વિસ્તાર, ખીણપ્રદેશ, નદીવિસ્તાર જેવાં વિવિધ સાહસક્ષેત્રોનું ગુજરાતના યુવાવર્ગને ઘેલું લાગેલું છે. પર્વતારોહણ-પ્રવૃત્તિથી તેને વેગ મળ્યો. પર્વતચઢાણ અને એ વિસ્તારોનાં પરિભ્રમણ જેવી સાહસિક પ્રવૃત્તિનો પ્રારંભ કરવા બદલ ‘પરિભ્રમણ’ સંસ્થા (સ્થાપના 1960) તથા તેના સ્થાપક ધ્રુવકુમાર પંડ્યાને સૌપ્રથમ યાદ કરવાના રહે. 1962થી ગુજરાત યુનિવર્સિટીના યુવક કલ્યાણ બૉર્ડે પણ પર્વતારોહણ-પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. ‘પરિભ્રમણ’ તથા ક્ધાક દવેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કૉલેજ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર્વતો ખૂંદતા થયા. 1964માં ગુજરાત યુનિવર્સિટીના પર્વતારોહણ-શિબિરના શિબિરાર્થીઓનું નિદર્શન જોયા પછી તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના નિર્ણય અનુસાર ગુજરાત સરકાર દ્વારા માઉન્ટ આબુ ખાતે ‘પર્વતારોહણ સંસ્થા’ નામની ખડક-ચઢાણની તાલીમ-સંસ્થા સ્થપાઈ. પ્રારંભિક તથા ઉચ્ચતર તેમજ હિમાલય વિસ્તારમાં બરફપ્રદેશમાં ચઢાણની તાલીમ – એમ કુલ 3 પ્રકારની સાહસિક તાલીમની મુખ્યત્વે વિના મૂલ્યે જોગવાઈ કરીને ગુજરાત રાજ્યે ખૂબ પ્રેરક પહેલ કરી. (એ જ સંસ્થામાં ધ્રુવકુમાર પંડ્યા તથા તેમનાં પત્ની નંદિની પંડ્યા જુદા જુદા સમયે આચાર્ય તરીકે રહ્યાં હતાં.) આ ત્રણેય સંસ્થાઓની પહેલ, ઝુંબેશ તથા તાલીમ અને અભિયાન-આયોજનના વેગીલા પ્રયાસોને પરિણામે ગુજરાતનાં યુવક-યુવતીઓએ પર્વતારોહણ-ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ સારણી રૂપે પૃ. 487 પર દર્શાવી છે.

ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત સરકાર, ‘પરિભ્રમણ’ અને અન્ય સંસ્થાઓ દ્વારા 1962થી 1984 સુધીમાં ગુજરાતના યુવકોએ હિમાલયનાં આશરે 26 શિખરો પર સફળ આરોહણો કર્યાં છે, જે સારણીમાં દર્શાવેલ છે.

1972 પહેલાં હિમાલય-આરોહણ એ વિરલ સાહસ મનાતું હતું. એ અરસામાં ગુજરાત યુનિવર્સિટીના યુવક કલ્યાણ બોર્ડના ઉપક્રમે ક્ધાક દવેએ 6,096 મીટર ઊંચો કાલિન્દીઘાટ તથા 7 હિમનદીઓ (glaciers) પાર કરીને હિમાલય-આરોહણના સફળ અભિયાનની પહેલ કરી હતી. આ અભિયાનની સફળતાના પગલે પગલે હિમાલય પર 4,877 મીટરની ઊંચાઈનાં અભિયાનો યોજવાની પરંપરા શરૂ થઈ. 1978માં સાડાદશ વર્ષના હર્ષાયુ દવેએ 5,182 મીટરના ફ્રૅન્ડશિપ શિખર પર આરોહણ કરવાની સિદ્ધિ મેળવી હતી.

સારણી

પર્વતારોહણક્ષેત્રે સિદ્ધિરૂપ આરોહણઅભિયાન

ક્રમ

સાલ શિખર

ઊંચાઈ (મીટરમાં)

 1. 1962 ફ્રેપીક 5,831
 2. 1963 શ્રી કૈલાસ 6,931
 3. 1963 અનામી 6,794
 4. 1963 માત્રી 6,720
 5. 1964 દેવટિબ્બા 6,061
 6. 1965 ચંદ્ર પર્બત 6,728
 7. 1966 ગંગોત્રી–1 6,669
 8. 1966 ગંગોત્રી–2 6,599
 9. 1966 રુદ્રગીત 5,819
10. 1967 હનુમાન ટિબ્બા 5,928
11. 1968 ત્રિશૂલ 7,120
12. 1969 અભિગામિત 7,477
13. 1969 ગંગોત્રી3 6,577
14. 1972 હનુમાન ટિબ્બા 5,928
15. 1972 ઍક્રોસ ગંગોત્રી : ગંગોત્રીથી બદરીનાથ 6,096
16. 1973 માના 7,273
17. 1976 રોહતાંગ-હામટા-લાહૂલ સ્પીટી 4,877
18. 1979 કોટેશ્વર 6,105
19. 1979 વ્હાઇટ પીક 5,871
20. 1981 ભારતે કુન્હા 6,617
21. 1982 દેવીસ્થાન 6,529
22. 1984 કેદાર ડોમ 6,818
નંદાદેવી 7,817
લડાખી ફ્રૅન્ડશિપ 5,182

સાડાચાર વર્ષના સર્વિલ પટેલે તેની 9 વર્ષની બહેન અમી સાથે ‘અભિયાન ઍડવેન્ચર્સ’ના ઉપક્રમે 3,810 મીટરની ઊંચાઈએ હિમાલયમાં ટ્રૅકિંગ કર્યાના સમાચાર પ્રસિદ્ધ થયા છે. પર્વતારોહણની લોકપ્રિયતા અને માગ વધતાં ગુજરાત સરકારે જૂનાગઢ ખાતે પર્વતારોહણ તાલીમ કેન્દ્ર શરૂ કર્યું. બધા મળીને 300 ઉપરાંત તાલીમ-શિબિરોમાં 20,000 ઉપરાંત યુવક-યુવતીઓએ સાહસ અભિયાનની તાલીમના સંસ્કાર ઝીલ્યા છે.

ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો પણ રાજ્યના યુવાવર્ગ માટે સાહસપ્રેરક પડકાર જેવો છે. સાગરતરણની કોઈ તાલીમ-સંસ્થા નથી, પણ ગુજરાત રાજ્યના ‘રાજ્ય યુવક બોર્ડ’ના ઉપક્રમે હરિ: ૐ આશ્રમ-પ્રેરિત અખિલ ભારતીય સમુદ્ર-તરણસ્પર્ધા (All India Sea-swimming Competition) ગુજરાતના સાગરકાંઠે યોજવામાં આવે છે. બહુધા ચોરવાડથી વેરાવળ વચ્ચે યોજાતી આ અત્યંત રોમાંચક અને જોખમી સ્પર્ધામાં ભારતભરના યુવા-તરવૈયા ભાગ લે છે. આ ઉપરાંત આ જ સંસ્થા તરફથી સાહસમૂર્તિ વીર સાવરકરના નામ સાથે સંકળાયેલી ‘સમુદ્ર હોડીસ્પર્ધા’ યોજવામાં આવે છે. એ પણ એટલી જ રોમાંચક નીવડી છે. વ્યક્તિગત રીતે, દુનિયાના 7 મુખ્ય સમુદ્રો તરવાનું અભિયાન હાથ ધરનાર અને બેડી પહેરીને તરવાનું કૌશલ દાખવનાર નાથુરામ પહાડેનો સાગરતરણના ક્ષેત્રે વિશેષ ઉલ્લેખ કરવાનો રહે. 1994માં ઇંગ્લિશ ચૅનલ પાર કરનાર એશિયાનો સૌથી નાનો – 12 વર્ષનો તરણવીર રિહેન મહેતા મુંબઈનો ગુજરાતી કિશોર છે.

ગુજરાતનાં યુવક-યુવતીઓને સાહસનાં નવાં ક્ષેત્રો તરફ પ્રેરવામાં ગુજરાત યુનિવર્સિટીના યુવક કલ્યાણ બોર્ડે ઉપયોગી પહેલ કરી અને યશસ્વી કામગીરી બજાવી છે. આ સંસ્થાએ ડાંગના ગીચ અને વિશાળ જંગલવિસ્તારમાં એકીસાથે 200 વિદ્યાર્થીઓ માટે પરિભ્રમણનું આયોજન કર્યું અને પ્રતિવર્ષ ચાલ્યું. વળી કચ્છના મોટા રણપ્રદેશમાં 21 બહેનો માટે ‘ફ્લેમિંગો સિટી’ – અજાયબનગર નામનું અભિયાન સૌપ્રથમ વાર હાથ ધર્યું. ગુજરાત રાજ્ય સાહસ અકાદમીની પ્રવૃત્તિના ભાગ રૂપે રાજસ્થાનના ગ્રેટ ઇન્ડિયન ડૅઝર્ટ ઉર્ફે ‘થર’ રણમાં યોજાયેલું 21 યુવકોનું પડકારરૂપ અભિયાન (1994) દેશભરમાં એ પ્રકારનું પહેલું જ અભિયાન લેખાયું છે. અનેક સર્પો, વીંછીઓ તથા જોખમોથી ભરપૂર એવું આ અભિયાન સાહસક્ષેત્રે સીમાચિહનરૂપ બન્યું હતું. હિમાચલપ્રદેશની સરકારના સહયોગથી 4 યૉટ તથા ડે કેનૂ મેળવીને સતલજ નદીમાં 18 યુવકો માટે યોજવામાં આવેલું નદીપ્રદેશનું અભિયાન પણ રાષ્ટ્રકક્ષાએ ઉલ્લેખનીય બન્યું છે. 1979માં યોજાયેલું અમદાવાદથી કન્યાકુમારી–રામેશ્વર સુધીનું 6,600 કિમી.નું 20 દિવસનું ભૂમિ અભિયાન પણ પૂરેપૂરું રોમાંચક અને નવતર સાહસભર્યું હતું.

અન્ય સંસ્થાઓમાં યૂથ હૉસ્ટેલ ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયાએ સાહસપ્રેરક પ્રવૃત્તિઓ યોજવામાં અને પાર પાડવામાં કીમતી કામગીરી બજાવી છે. પર્વત તથા જંગલવિસ્તાર ખૂંદવાનાં તેનાં અભિયાનોમાં યુવાનો ઉપરાંત વડીલો પણ હોંશભેર જોડાતા હોય છે. આ ઉપરાંત વડોદરાની ‘હાઇકર્સ’ તથા ‘મૉન્ટર્સ’ જેવી સંસ્થાઓ પણ આ ક્ષેત્રે પ્રશંસનીય પ્રવૃત્તિ કરતી રહી છે. હરિ: ૐ આશ્રમે પણ ગુજરાતના યુવાવર્ગને ચેતનામય બનાવવાના પૂ. મોટાના સંકલ્પને પાર પાડવા આવી પ્રવૃત્તિમાં આર્થિક સહયોગ આપીને ઉમદા સાથ આપ્યો છે.

સાહસપ્રવૃત્તિના આ ક્ષેત્રે ગુજરાતની બહેનોનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ. નંદિની પંડ્યા, સ્વાતિ દેસાઈ, કોકિલા મહેતા, ગિરા શાહ, ચૌલા જાગીરદાર તથા કૃષ્ણા પટેલ વગેરેએ ગુજરાતી બહેનોની પોચટતા વિશેનું મહેણું ભાંગવામાં યાદગાર કામ કર્યું છે. પર્વતારોહણ પૂરતું તો ગુજરાતી બહેનોની સિદ્ધિ રાષ્ટ્રકક્ષાએ મહત્વનું યોગદાન બની છે.

એકલે હાથે કૈલાસ માનસરોવરની યાત્રા સુપેરે પૂરી કરનાર બાબુભાઈ કશ્યપ, કૉલેજોનાં યુવક-યુવતીઓમાં સાહસનો નાદ જગાડનાર ફાધર ઇરવિટી; 7,817 મીટરની ઊંચાઈના નંદાદેવી શિખરે પહોંચનાર નંદલાલ પુરોહિત; 4,000 કિમી.ની હિમાલય સાઇકલયાત્રામાં વિક્રમજનક સિદ્ધિ મેળવનાર 16 વર્ષની વયનો હાર્દિક રાવ, 78 વર્ષની વયે સાબરમતી આશ્રમથી રાજઘાટ સુધીની મૅરથૉન દોડ કરનાર સાહસવીર ઝીણાભાઈ નાવિક, વૉટર-પોલો સ્પર્ધામાં સિદ્ધિ મેળવનાર કમલેશ નાણાવટી, હંગેરી ખાતે વર્લ્ડ ચિલ્ડ્રન ચેસમાં રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ મેળવીને ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 10 વર્ષની રિદ્ધિ શાહ અને નૅશનલ રોલર સ્કેટિંગ સ્પર્ધામાં અનેક ચંદ્રકો મેળવનાર આલાપ ભટ્ટ અને ચિંતન ભટ્ટ જેવાં ઘણાં નામો ગુજરાત ગૌરવપૂર્વક યાદ કરી શકે તેમ છે.

સાહસમાં ઘણાં જોખમો રહેલાં છે, પણ સાહસનો પડકાર ચિરંજીવી છે. એટલે જ અનેક જોખમો વેઠીને પણ ગુજરાતનાં યુવક-યુવતીઓ સાહસ કરવામાં પાછી પાની કરતાં નથી અને જાન પણ હોડમાં મૂકી દે છે. પર્વતારોહણ-ક્ષેત્રે જાન ગુમાવનાર ભરત શુક્લ, લેફ્ટનન્ટ કર્નલ શર્મા, આયોજિત અભિયાનમાં 2,134 મીટર ઉપર પાણીમાં ખેંચાઈ જનાર હર્ષિદા સ્વામી તથા ત્રિશૂળ શિખર પર મોતને ભેટનાર દીપક આંબેગાંવકર જેવાં નામો ગુજરાતના યુવાવર્ગને સાહસની કેડીએ સદાય પ્રેરણા આપતાં રહેશે.

સાહસપ્રવૃત્તિનું રોપાયેલ બીજ હવે વૃક્ષ બનવામાં છે ત્યારે ગુજરાતની યુવતી શ્રીમતી ચૌલા જાગીરદાર દુર્ગમ એવા ‘કામઠ’ શિખર પર આરોહણ કરવા સફળ રહી; એટલું જ નહિ, પણ તે એવરેસ્ટારોહણની પૂર્વતૈયારીના પસંદગી મંડળની કક્ષા સુધી પસંદગી પણ પામી હતી. આ એ જ યુવતી છે કે જે ગુજરાતમાંથી સૌપ્રથમ કચ્છના મોટા રણમાં યોજાયેલાં બહેનો માટેનાં ‘ફલેમિંગો સિટી અભિયાન’માં પસંદગી પામી હતી અને તે અભિયાન સફળ રહ્યું હતું. ત્યારબાદ આ બહેને અવિરત કંઈક ને કંઈક સાહસપ્રવૃત્તિમાં ભાગ લઈ સતત તેની જ્યોત ચાલુ રાખી જેનો આનંદ સૌથી વિશેષ તો શ્રી કનક દવેને છે કારણ કે તેમણે એ બહેનની કરેલી પસંદગી યથાર્થ હતી તે પુરવાર થયું.

જ્યારે હિમાલય પર કોઈ ખાસ મોટાં આરોહણો ગુજરાતમાંથી નથી થયાં, પરંતુ વિપુલ સંખ્યામાં ગુજરાતનાં યુવક-યુવતીઓ 3962 મી.થી લગભગ 4267 મી.ની ઊંચાઈ સુધીના પર્વતોના આરોહણમાં દર વર્ષે ભાગ લેતાં થયાં અને આ બાબતમાં ઘણી સંસ્થાઓ વ્યાવસાયિક દૃષ્ટિએ અસ્તિત્વમાં આવી.

ગુજરાત યુનિવર્સિટી પણ છેલ્લાં 25 વર્ષોથી આ AIU આયોજિત આંતરયુનિવર્સિટી યુવકમહોત્સવમાં દર વર્ષે ઓછામાં ઓછું, એકથી લઈ પાંચ ઇવેન્ટ્સમાં પ્રથમ આવતી રહી છે અને વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓની એક ઓળખ આપતી રહી છે.

રાજ્યસરકારનું યૂથ બોર્ડ પણ યુવાપ્રવૃત્તિમાં સક્રિય રહ્યું છે અને નીચે દર્શાવેલ મુખ્ય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે :

(1) સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અખિલ ભારતીય કક્ષાએ નૃત્ય, સંગીત, વાદ્યસંગીત, નાટ્ય, લોકગીત, વક્તૃત્વ ઇત્યાદિમાં આજ પર્યન્ત યુવક-યુવતીઓને ભાગ લેવા મોકલ્યાં અને સાથે જોડેલ. યાદીમાં દર્શાવેલ. યુવક-યુવતીઓને વિજેતા બનવા માટે તકો ઊભી કરી આપી. યાદી સામેલ છે; જુઓ પરિશિષ્ટ 1.

ત્યારબાદ આ જ સંસ્થાએ વિંધ્યપર્વતની હારમાળામાં 40 બાળકો; જેમાં મુખ્યત્વે દીવાન બલ્લુભાઈ, સંત કબીર, જીએલએસ, બી. એમ. ઇન્સ્ટિટ્યૂટનાં પસંદ કરેલ બાળકોનો સમાવેશ થાય છે. તેમના માટે ત્રણ રાત્રિ અને ચાર દિવસની સાહસયાત્રા ગોઠવવામાં આવી. તેને ગુજરાત રાજ્ય જંગલ ખાતા તરફથી ઉમદા સહકાર પ્રાપ્ત થયો હતો અને સમગ્ર લુણાવાડા શહેરની જનતા, નગરપાલિકા, રાજવી કુટુંબ વગેરે આ બાળકોને શુભેચ્છા-વિદાય આપવા એકત્રિત થયાં હતાં. આ બંને પ્રવૃત્તિના સફળ સંચાલનમાં કુ. નિર્ઝરી દવે અને શ્રી હર્ષાયુ દવેએ રાત્રિદિવસ એક કર્યાં હતાં. તેના પરિણામસ્વરૂપ પછી તો રાજ્યમાં આ પ્રવૃત્તિ ફૂલી-ફાલી.

સમુદ્રતરણ-સ્પર્ધા પણ એક આગવું આકર્ષણ રહ્યું છે અને રાજ્યસરકારના પ્રયત્નો તેમાં પ્રશંસનીય રહ્યા છે. દર વર્ષે ચોરવાડથી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં ભાઈઓ માટે 21 નૉટિકલ માઈલ, અને બહેનો માટે 16 નૉટિકલ માઈલની સ્પર્ધાનું આયોજન કરાય છે અને એ સ્પર્ધા ઉપરાંત આપણાં યુવક-યુવતીઓને સમુદ્રતરણની સૂક્ષ્મતાથી પરિચિત કરવાં, તેમને વધુ સક્ષમ બનાવવા પ્રશિક્ષણ–તાલીમ શિબિરો પણ યોજાય છે. તેના પરિણામસ્વરૂપે કેટલાંક યુવક-યુવતીઓેએ તેમાં નવા આંક સિદ્ધ કર્યા છે. તેમનાં નામોની યાદી અન્ય વિગત સાથે અહીં પરિશિષ્ટ 2માં સામેલ છે. આ સ્પર્ધા અખિલ ભારત વીર સાવરકર સમુદ્રતરણ-સ્પર્ધા તરીકે જાણીતી બની છે.

કુ. દીપ્તિ દીક્ષિત, શિવાની મોદી, લીના શાહ, નિકીતા પટેલ, શીલા પારેખ, કમલેશ નાણાવટી, મિહિર જોશી, હિમાંશુ પટેલ, બાલુભાઈ રાણા, કિશોર વાસદિયા, શૌનક જાની વગેરેએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગુજરાતને કીર્તિ અપાવી હતી.

જ્યારે મિહિર નાથુભાઈ પહાડે, ઝીણાભાઈ જાદવ વગેરેએ લાંબા અંતરના સમુદ્રતરણમાં ભાગ લઈ વિજેતા બની ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

કુ. અર્ચના પટેલ, ઝુરિક ખાતેની લાંબા અંતરની સમુદ્રતરણ-સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લાવી હતી.

શ્રી ઠાકોરભાઈ જેવાએ તો વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ઇટાલી ખાતે ભાગ લીધો હતો અને શ્રી ચિંતને પણ તેમાં ભાગ લઈ બીજું ઇનામ ક્રોએશિયા ખાતે પ્રાપ્ત કર્યું હતું.

13 વર્ષના શ્રી રૂપેન મહેતાએ ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ વચ્ચે આવવા-જવા માટે ચૅનલમાં 52 કિમી.નું તરણ કર્યું હતું. અનિતા સુદ, અનીષા શાહ, ડોલી નઝીર, મંજરી ભાર્ગવ, અવિનાશ સારંગને આ બાબતમાં અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવેલ.

શ્રી રણજિત ગોહેલ નામના બાળકે 3 વર્ષની ઉંમરે પોતાનો જમણો પગ પોલિયોથી ગ્રસ્ત હોવા છતાં દૃઢ નિર્ધાર રાખ્યો અને રાષ્ટ્રીય કક્ષાની તરણ-સ્પર્ધામાં ભાગ લેવા સક્ષમ બની ઘણાં ઇનામો જીત્યાં. 24 વર્ષની ઉંમરે 1991માં વિશ્ર્વ ચૅમ્પિયનશિપ ઑસ્ટ્રેલિયા ખાતે યોજાઈ ત્યારે તેમાં ભાગ લીધો અને પાંચમા નંબરે વિજેતા બન્યા અને 1997માં લંડનમાં ભાગ લઈ ચોથો નંબર વિજેતા તરીકે મેળવ્યો.

રાજકોટનાં શ્રીમતી વિશ્રુતિ વાંકાણી ગંગા નદીમાં 81 નૉટિકલ માઈલ તર્યાં હતાં.

ગુજરાત રાજ્યનો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ 2001થી પ્રતિવર્ષ યુવાન પર્વતારોહકોને પારિતોષિકો અને ઍવૉર્ડથી નવાજે છે અને આવા સાહસતત્વને બિરદાવવાનું સ્તુત્ય પગલું લે છે. અને છેલ્લાં પાંચ વર્ષમાં 40 યુવક-યુવતીઓને પુરસ્કૃત કરવામાં આવ્યાં છે. અને આમ 5,334 મીટરની ઊંચાઈથી 7397 મીટરની ઊંચાઈ સુધી આપણાં યુવક-યુવતીઓ પર્વતારોહણમાં પ્રવૃત્ત તો રહ્યાં જ છે; જેમનાં નામો મુખ્યત્વે આ પ્રમાણે છે; (1) કુ. નેહલ બ્રહ્મભટ્ટ (2) કોસ ગોપિકા અજિતસિંહ (3) કોસ અશ્વિની અજિતસિંહ (4) કૅપ્ટન સંજય રામજીભાઈ દલસાણિયા (5) એકતા વાઢૈયા (6) રશ્મિ મુનશી (7) જુગલ પીઠડિયા (ઉ. વ. 10).

આ યુવક બૉર્ડ નીચેની પ્રવૃત્તિઓ કરે છે :

 (1)    યુવા ઉત્સવ (તાલુકા, જિલ્લા, પ્રદેશ, રાજ્ય અને રાષ્ટ્રકક્ષા)

 (2)   વીર સાવરકર અખિલ ભારત સમુદ્રતરણ-સ્પર્ધા

 (3)   આંતરરાજ્ય પ્રવાસ

 (4)   આદિવાસી મહોત્સવ

 (5)   આપણી સરહદ ઓળખો

 (6)   સંગીતશિબિર

 (7)   સાહિત્યશિબિર

 (8)   વનવિસ્તાર-પરિભ્રમણ

 (9)   સાગરકાંઠા-પરિભ્રમણ

(10)   સમુદ્ર મહાજન હોડી-સ્પર્ધા

(11)   સમુદ્રતરણ-શિબિર

(12)   નર્મદા શ્રમ-શિબિર

(13)   ઇન્ટરવ્યૂ-માર્ગદર્શન-શિબિર

(14)   યોગાસન-તાલીમ-શિબિર

(15)   આદિવાસી યુવકો માટે નેતૃત્વતાલીમ-શિબિર

(16)   ગુજરાત રાજ્ય સાહસ અકાદમી

(17)   યૂથ-હૉસ્ટેલો

(18)   સાહસ/શૌર્ય, સેવા, જાહેર સુખાકારી અને તબીબી ક્ષેત્રે ઍવૉર્ડ

(19)   પર્વતારોહણ સંસ્થા, માઉન્ટ આબુ અને જૂનાગઢ

(20)   આદિવાસી યુવક-યુવતીઓ માટે સાગરકાંઠા–વિસ્તાર–પરિભ્રમણ

(21)   ગિરનાર-આરોહણ

(22)   રાજ્ય યુવાપારિતોષિક

(23)   રાજ્ય પર્વતારોહણ ઍવૉર્ડ

ઉપરાંત રાજ્યની પ્રત્યેક યુનિવર્સિટીઓ પણ એક નહિ તો બીજા સ્વરૂપમાં યુવક-કલ્યાણપ્રવૃત્તિઓ દર વર્ષે યોજે છે અને યુનિવર્સિટી તથા રાજ્યસરકારનાં જંગલખાતું તથા પ્રવાસનખાતું પણ સાહસપ્રવૃત્તિઓ માટે સક્રિય બન્યાં છે.

તુષાર ત્રિવેદી

પ્રદીપ ત્રિવેદી

કનક દવે

કુમારપાળ દેસાઈ

ચિનુભાઈ શાહ

પરિશિષ્ટ 1

રાષ્ટ્રીય યુવા-ઉત્સવમાં ગુજરાતના નીચે દર્શાવેલ કલાકારો સિદ્ધિ મેળવેલ છે :

ક્રમ વર્ષ સ્થળ વિજેતા ક્રમ સ્પર્ધાનું નામ કલાકારનું નામ
 1 1994–95 ભોપાલ (મધ્યપ્રદેશ) દ્વિતીય ભરતનાટ્યમ્ કુ. ડિમ્પલ ડેપ્યુટી
 2 1995–96 કૉલકાતા (પ. બંગાળ) પ્રથમ લોકગીત કલ્ચરલ ગ્રૂપ ઑવ્ ભાવનગર
 3 1996–97 અમદાવાદ (ગુજરાત) દ્વિતીય શીઘ્ર વક્તૃત્વસ્પર્ધા કુ. વૈશાલી પારેખ
દ્વિતીય કુચિપુડી કુ. પૂર્વી શાહ
દ્વિતીય લોકગીત અમરેલી
તૃતીય સિતાર કુ. નંદિની શાહ
તૃતીય ગિટાર શ્રી પરાગ રાચ્છ
તૃતીય એકાંકી પંચમહાલ
તૃતીય શા. કંઠ્ય સંગીત કુ. સૃષ્ટિ ભટ્ટ
 4 1997–98 ચેન્નાઈ (તામિલનાડુ) તૃતીય કથ્થક કુ. નીપા ઠક્કર
તૃતીય તબલાં શ્રી જય ડબગર
તૃતીય લોકગીત કુ. ચંદ્રિકા બગડા
તૃતીય એકાંકી શ્રી ઉમેશ મહેતા
 5 1998–99 લખનૌ (ઉત્તરપ્રદેશ) દ્વિતીય શીઘ્ર વક્તૃત્વસ્પર્ધા કુ. લિપિ ઓઝા
તૃતીય તબલાં શ્રી હિમાંશુ મહંત
તૃતીય એકાંકી પીપલ થિયેટર, જામનગર
 6 1999–2000 ગાંધીનગર (ગુજરાત) પ્રથમ તબલાં શ્રી હિમાંશુ મહંત
પ્રથમ લોકનૃત્ય ગઢવી યુવક મંડળ, જિ. ડાંગ
દ્વિતીય લોકગીત કુ. ચંદ્રિકા બગડા
દ્વિતીય કુચીપુડી કુ. બીજલ હરિયા
તૃતીય કથ્થક કુ. રેશ્મા પટેલ
તૃતીય સિતાર શ્રી વિશ્વાસ સંત
2000–01 મુલતવી
 7 2001–02 હિસ્સાર (હરિયાણા) દ્વિતીય ગિટાર શ્રી તન્મય મિશ્રા
તૃતીય કુચીપુડી કુ. વૈષ્ણવી ગાંધી
 8 2002–03 તિરુવનન્તપુરમ્ (કેરળ) પ્રથમ ગિટાર શ્રી તન્મય મિશ્રા
પ્રથમ લોકનૃત્ય રામકુમાર છાત્રાલય, શિનોર
 9 2003–04 જમશેદપુર (ઝારખંડ) પ્રથમ કર્ણાટકી સંગીત કુ. લક્ષ્મી નાયર
દ્વિતીય સિતાર શ્રી ભગીરથ ભટ્ટ
તૃતીય હાર્મોનિયમ શ્રી સુનીલ રેવર
તૃતીય એકાંકી પીપલ થિયેટર, જામનગર
 10 2004–05 હૈદરાબાદ (આંધ્રપ્રદેશ) તૃતીય મણિપુરી કુ. સ્ટેફી જેમ્સ, જામનગર
તૃતીય લોકગીત શ્રીમતી રિન્કુબહેન પટેલ, આણંદ
 11 2005–06 પટના (બિહાર) દ્વિતીય કુચીપુડી કુ. નિરાલી શાહ, અમદાવાદ
તૃતીય કથ્થક કુ. રેશ્મા નાગર, સૂરત

પરિશિષ્ટ 2

તા. 8-4-2006ના રોજ યોજાયેલ 24મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્રતરણ-સ્પર્ધાનું પરિણામ

(21 નૉટિકલ માઈલ ભાઈઓ અને 16 નૉટિકલ માઈલ બહેનો માટે) ચોરવાડથી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં

ભાઈઓ

ક્રમ

સ્પર્ધકનું નામ રાજ્ય કલાક/મિનિટ વિજેતા ક્રમ

રિમાર્ક

 1 શ્રી અંશુલ કોઠારી ગુજરાત 4:32:02 પ્રથમ નવો રેકૉર્ડ
 2 શ્રી ધવલ આર. સારંગ ગુજરાત 4:40:29 દ્વિતીય નવો રેકૉર્ડ
 3 શ્રી જિગર એસ. પટેલ ગુજરાત 4:42:02 તૃતીય નવો રેકૉર્ડ
 4 શ્રી જયકુમાર નાગર ગુજરાત 4:46:17 ચોથો નવો રેકૉર્ડ
 5 શ્રી નીરજ ભગ ગુજરાત 4:52:53 પાંચમો નવો રેકૉર્ડ
 6 શ્રી હર્ષ જે. પટેલ ગુજરાત 5:02:22 છઠ્ઠો નવો રેકૉર્ડ
 7 શ્રી કેવિન વોરા મહારાષ્ટ્ર 5:14:09 સાતમો નવો રેકૉર્ડ
 8 શ્રી હૃષીકેશ ભદાણે મહારાષ્ટ્ર 5:15:34 આઠમો
 9 શ્રી આદિત્ય રાવ મહારાષ્ટ્ર 5:23:13 નવમો
 10 શ્રી વિક્રાન્ત મોરે મહારાષ્ટ્ર 5:36:45 દસમો
 11 શ્રી રણજિત નાશ્કર પ. બંગાળ 5:49:52 અગિયારમો
 12 શ્રી પાર્થ ભાનુગરિયા ગુજરાત 5:52:23 બારમો
 13 શ્રી રાઘવેન્દ્ર અન્વેકર કર્ણાટક 5:56:05 તેરમો ફિઝિકલ હૅન્ડિકૅપ્ડ
 14 શ્રી રાજેશ સિંદે કર્ણાટક 6:01:44 ચૌદમો ફિઝિકલ હૅન્ડિકૅપ્ડ
 15 શ્રી આદિત્ય ધિકલે મહારાષ્ટ્ર 6:18:07 પંદરમો
 16 શ્રી રવિરાજ ભાવસાર મહારાષ્ટ્ર 6:18:58 સોળમો

 બહેનો

ક્રમ

સ્પર્ધકનું નામ રાજ્ય કલાક/મિનિટ વિજેતાક્રમ

રિમાર્ક

 1 કુ. ઉર્વશી સારંગ ગુજરાત 3:04:00 પ્રથમ નવો રેકૉર્ડ
 2 કુ. પૂજા એન. ચૌઋષિ ગુજરાત 3:19:38 દ્વિતીય
 3 કુ. કોમલ એ. રેતીવાલા ગુજરાત 3:38:39 તૃતીય
 4 કુ. કૃતિકા કંહાર ગુજરાત 3:47:41 ચોથો
 5 કુ. મધુદિશા એ. મહારાષ્ટ્ર 3:49:09 પાંચમો
 6 કુ. સૃષ્ટિ ટંડન રાજસ્થાન 3:58:25 છઠ્ઠો
 7 કુ. શ્રુતિ સતોકર મહારાષ્ટ્ર 4:01:47 સાતમો
 8 કુ. શૈલી પેઢાકર મહારાષ્ટ્ર 4:02:06 આઠમો
 9 કુ. દીપા સોની ગુજરાત 4:17:34 નવમો
 10 કુ. સૌમ્ય જોષી ગુજરાત 4:24:02 દસમો
 11 કુ. અંકિતા ભગત ગુજરાત 4:59:53 અગિયારમો

ગુજરાતનાં કેટલાંક મહત્વનાં વર્તમાનપત્રો અને સામયિકો

‘અખબારે સોદાગર’ 1852
‘અખંડ આનંદ’ 1947
‘અછાંદસ’
‘અનુભૂતિ’
‘અભિવ્યક્તિ’ 1970
‘અસ્મિતા’
‘અંગના’
‘આક્રોશ’
‘આર્તનાદ’
‘આર્યપ્રકાશ’
‘આર્યમિત્ર’
‘એકાંકી’ 1951
‘એતદ્’ 1977-78
‘ઓપિનિયન’
‘ઇતિહાસમાલા’ 1896
‘ઇન્ડિયન ઓપિનિયન’
‘ઇન્ડિયન લિટરેચર’
‘ઉદ્દેશ’ 1990
‘ઉન્મૂલન’ 1965
‘ઊર્મિ’ અને ‘નવરચના’ 1930
‘ઊહાપોહ’ 1969
‘કવિતા’ 1967
‘કવિલોક’ 1957/58
‘કૈસરે હિંદ’ 1882
‘કંકાવટી’ 1950
‘કાઠિયાવાડ ટાઇમ્સ’ 1888
‘કાઠિયાવાડ સમાચાર’ 1864
‘કિમપિ’
‘કુમાર’ 1924
‘કૃતિ’ 1966
‘કેસૂડાં’
‘કૌમુદી’ 1924
‘ક્ષિતિજ’ 1959
‘ખેડાનીતિપ્રકાશ’
‘ખેડાવર્તમાન’ 1861
‘ખેવના’ 1987
‘ગઝલવિશ્વ’ 2008
‘ગદ્યપર્વ’ 1988
‘ગનેઆન પરસારક’ 1849
‘ગાંડીવ’
‘ગુજરાત’ 1922
‘ગુજરાત દર્પણ’ 1888
‘ગુજરાતમિત્ર’ 1863/64
‘ગુજરાત શાળાપત્ર’ 1862
‘ગુજરાત સમાચાર’ 1932
‘ગુજરાતી’ 1880
‘ગુજરાતી નાટ્ય’
‘ગુજરાતી પંચ’ 1901
‘ગુર્જરી ડાયજેસ્ટ’
‘ગ્રંથ’ 1964
‘ચંદ્ર’
‘ચેતન’ 1920
‘જનકલ્યાણ’ 1951
‘જન્મભૂમિ’ 1934
‘જામે જમશેદ’ 1832
‘જ્ઞાનસુધા’ 1892 કે 1886
‘જ્ઞાનાંજલિ’
‘ડાંડિયો’ 1864
‘તંત્રમ્’ 1971
‘તાદર્થ્ય’ 1987
‘ત્રિવેણી’
‘દક્ષિણા’ 1947
‘દલિત ગુજરાત’
‘દલિતબંધુ’
‘દસમો દાયકો’ 1991
‘દેશભક્ત’
‘દેશવિદેશ’
‘ધબક’ 1991
‘નચિકેતા’ 1953
‘નયા માર્ગ’ 1977
‘નવગુજરાત’
‘નવગુજરાત સમય’ 2014
‘નવચેતન’ 1922
‘નવજીવન’ 1919
‘નવજીવન અને સત્ય’ 1915
‘નવનીત’ 1962
‘નવનીત સમર્પણ’ 1980
‘નાગર’
‘નાટક’ 1998
‘નાન્દીકર’ 1993
‘નિરીક્ષક’
‘પટેલ બંધુ’
‘પથિક’ 1961-62
‘પરબ’ 1960
‘પરહેજગાર’
‘પરિવર્તન’
‘પાટીદાર’
‘પારસી પંચ’ 1858
‘પુરાત’ 1925 કે 1922
‘પૅન્થર’
‘પ્રજાબંધુ’ 1896
‘પ્રજાબંધુ’ 1898
‘પ્રજામિત્ર પારસી’
‘પ્રત્યક્ષ’ 1991
‘પ્રત્યાયન’
‘પ્રસ્થાન’ 1926
‘પ્રિયંવદા’ 1885
‘ફા.ગુ.સ. ત્રૈમાસિક’ 1936
‘ફાલ્ગુની’ 1943
‘ફુરસદ’; ‘નવરાશ’
‘બાલજીવન’
‘બાલવિનોદ’
‘બાળક’
‘બાળમિત્ર’
‘બુદ્ધિપ્રકાશ’ 1854
‘બુદ્ધિવર્ધક’
‘બૃહદ્ ગુજરાત’
‘ભારતીભૂષણ’ 1887
‘ભાષાવિમર્શ’ 1978
‘ભૂમિપુત્ર’ 1953
‘મનીષા’ 1954
‘મહાકાલ’
‘મંગલપ્રભાત’ (હિન્દી)
‘માતૃભાષા’
‘માનસી’ 1935
‘મુંબઈ વર્તમાન’ 1942
‘મેઘનાદ’
‘મિલાપ’ 1950
‘યંગઇન્ડિયા’ 1919
‘યુગધર્મ’
‘રમકડું’
‘રંગપર્વ’
‘રંગભૂમિ’ 1923
‘રાસ્ત ગોફતાર’ 1851
‘રાષ્ટ્રમત’
‘રુચિ’ 1963
‘રે’ 1963
‘રેખા’ 1939
‘રોહિણી’ 1962
‘લિટલ રિવ્યૂ’
‘વડોદરાવત્સલ’
‘વતન ગુજરાતી’
‘વરતમાનપત્ર’ 1864
‘વસંત’ 1902
‘વંદે માતરમ્’ 1941
‘વાણી’ 1947
‘વાર્તાવારિધિ’
‘વિ’ 1984
‘વિજ્ઞાનવિલાસ’ 1868
‘વિદ્યા’
‘વિદ્યાપીઠ’ 1963
‘વિવિધાસંચાર’ 2010
‘વિવેચન’ 1982
‘વિશ્વમાનવ’ 1958
‘વિશ્વવિહાર’ 1997
‘વીણા’ 1948
‘વીસમી સદી’ 1916
‘વેશ’ 2000
‘વૉઇસ ઑફ ઇન્ડિયા’
‘શબ્દસર’ 1990
‘શબ્દસૃષ્ટિ’ 1983
શારદા 1924
‘સત્યપ્રકાશ’ 1855 કે 1852
‘સન્ડે રિવ્યૂ’ 1868
‘સમર્પણ’ 1959
‘સમાલોચક’ 1896
‘સમીપે’ 2005
‘સયાજીવિજય’ 1890
‘સંગના’
‘સંજ્ઞા’ 1966
‘સંદેશ’ 1923
‘સંધાન’
‘સંસ્કૃતિ’ 1947
‘સાબરમતી’
‘સામીપ્ય’ 1984
‘સાહિત્ય’
– મટુભાઈ 1913
– નરસિંહરાવ ધ્રુવ 1903
– નિરંજન ભગત 1978
‘સાંજ વર્તમાન’ 1902
‘સાંપ્રત’
‘સુદર્શન’ 1890
‘સુમતિ’
‘સુંદરીસુબોધ’
‘સૌજન્ય’ 1994 – સૌજન્ય માધુરી
‘સૌરાષ્ટ્ર’ 1921
‘સૌરાષ્ટ્રદર્પણ’ 1865
‘સ્કાયલાર્ક’
‘સ્ત્રીજીવન’ 1939
‘સ્ત્રીબોધ’
‘સ્ત્રીશક્તિ’ 1931
‘સ્વતંત્રતા’ 1878
‘સ્વદેશવત્સલ’; ‘દેશીમિત્ર’ 1873
‘સ્વધર્મવર્ધક’
‘સ્વમાન’
‘સ્વાધ્યાય’ 1964
‘હરિજન’ (અંગ્રેજી) 1933
‘હરિજનબંધુ’ (ગુજરાતી) 1933
‘હરિજનસેવક’ (હિન્દી) 1933
‘હયાતી’ 1998
‘હું’

ગુજરાતની કેટલીક અગત્યની સંસ્થાઓ

સંસ્થાનું નામ સ્થળ સ્થાપનાવર્ષ
1 2 3
અખિલ હિંદ મહિલા પરિષદ અમદાવાદ 1947
અખિલ હિંદ મહિલા પરિષદ ખેરગામ 1958
અખિલ હિંદ મહિલા પરિષદ બીલીમોરા 1958
અખિલ હિંદ મહિલા પરિષદ રાજપીપળા 1949
અખિલ હિંદ મહિલા પરિષદ વલસાડ 1944
અખિલ હિંદ મહિલા પરિષદ વાલોડ 1949
અખિલ હિંદ મહિલા પરિષદ સાબરમતી
અખિલ હિંદ મહિલા પરિષદ સૂરત 1940
અખિલ હિંદ મહિલા પરિષદ (બૃહદ) સૂરત 1977
અતુલ ગ્રામ વિકાસ નિધિ અતુલ 1978
અધ્યાત્મ વિદ્યામંદિર અમદાવાદ
અનસૂયા લેપ્રસી ઍસોસિયેશન વડોદરા
અનાથ આશ્રમ સુરેન્દ્રનગર 1915
અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર ભાવનગર 1980
અપંગ માનવમંડળ અમદાવાદ 1959
અમદાવાદ ઍજ્યુકેશન સોસાયટી અમદાવાદ 1935
અમદાવાદ કેળવણી ટ્રસ્ટ અમદાવાદ
અમદાવાદ જિલ્લા સમાજકલ્યાણ સંઘ અમદાવાદ 1959
અમદાવાદ જિલ્લા સર્વોદય યોજના અમદાવાદ 1964
અમદાવાદ જિલ્લા સર્વોદય યોજના ઓતારિયા
અમદાવાદ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રિઝ રિસર્ચ ઍસોસિયેશન (અટીરા) અમદાવાદ 1952
અમદાવાદ પારસી પંચાયત અમદાવાદ
અમદાવાદ ભાલ-નળકાંઠા સઘન ક્ષેત્ર સમિતિ ગુંદી 1947
અમદાવાદ મહારાષ્ટ્રીયન કો-ઑપરેટિવ ક્રૅડિટ સોસાયટી (અમકો) અમદાવાદ
અમદાવાદ મિલમાલિક મંડળ અમદાવાદ 1891
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન અમદાવાદ 1937
અમદાવાદ મૅનેજમેન્ટ ઍસોસિયેશન અમદાવાદ 1956
અમદાવાદ રાઇફલ ઍસોસિયેશન – ખાનપુર અમદાવાદ 1962
અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપ અમદાવાદ
અમદાવાદ વ્યાયામ મહામંડળ અમદાવાદ 1933
અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ સોસાયટી અમદાવાદ
અમરેલી પાઠ્યપુસ્તક મંડળ અમરેલી 1962
અમરેલી પાંજરાપોળ ગૌશાળા અમરેલી 1940
અમરેલી વિભાગ કેળવણી સંઘ જાલિયા 1960
અશક્તાશ્રમ સૂરત 1912
અંકુર (મંદબુદ્ધિ બાળકોની) શાળા ભાવનગર 1978
અંજુમને ઇસ્લામ અમદાવાદ
અંજુમને કુત્બી જામનગર 1945
અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ 1967
અંધ અભ્યુદય મંડળ ભાવનગર 1958
અંધ કન્યા પ્રકાશ ગૃહ અમદાવાદ 1954
અંધજન મંડળ અમદાવાદ
અંધજન શિક્ષણ મંડળ સૂરત 1954
અંધ વિદ્યાર્થી ભવન વિસાવદર 1946
અંધ શાળા અમદાવાદ 1908
અંધ શાળા સૂરત
અંધ શાળા ભુજ
અંધ શાળા રાજકોટ
અંધ શાળા વડોદરા
અંબાજી માતા મંદિર અને ધર્મશાળા રાંધેજા
આકાર ભાવનગર
આણદાબાબા સેવા સંસ્થા જામનગર 1691
આણંદ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. આણંદ 1946
આદર્શ મહિલામંડળ કોડીનાર 1959
આદર્શ મહિલામંડળ ટંકારિયા 1987
આદર્શ મંડળ રાજકોટ 1943
આદર્શ યુવકમંડળ ઠાસરા 1968
આદર્શ યુવકમંડળ પીઠા પડારિયા 1977
આદિવાસી કન્યા આશ્રમ દાહોદ 1939
આદિવાસી વિકાસ યુવક મંડળ પારનેરા 1981
આદિવાસી સંગ્રહાલય સાપુતારા
આદિવાસી સંસ્કાર મંડળ ગણદેવી 1967
આદિવાસી સેવા સમિતિ શામળાજી 1947
આદિવાસી સેવા સંશોધન મંડળ દોહિસરા (સા. કાં.) 1963
આનંદ આશ્રમ બિલખા
આનંદ નિકેતન આશ્રમ રંગપુર 1949
આનંદ્બર અનાથાલય જામનગર 1943
આનંદવાટિકા ભગિની મંડળ ભાવનગર 1937
આપા ગીગાનો આશ્રમ સતાધાર
આયુર્વેદ ભવન અમદાવાદ 1958
આયુર્વેદ સંશોધન શાળા જામનગર
આર્યક્ધયા ગુરુકુળ પોરબંદર 1915
આર્યસમાજ અમદાવાદ 1888
આર્યસમાજ આણંદ 1912
આર્યસમાજ વડોદરા
આર્યસમાજ ભરૂચ
આવાજ અમદાવાદ
ઇનર વ્હીલ ક્લબ અમદાવાદ તથા અન્ય નગરો
ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જૈનોલૉજી અમદાવાદ 1997
ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રુરલ મૅનેજમેન્ટ, આણંદ (ઇરમા) આણંદ 1979
ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાઝમા રિસર્ચ અમદાવાદ 1986
ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ અમદાવાદ 1962
ઇંડિયન કૉન્ફરન્સ ઑન્ સોશિયલ વર્ક અમદાવાદ
ઇંડિયન નૅશનલ થિયેટર અમદાવાદ
ઇંડિયન નૅશનલ થિયેટર મુંબઈ 1943
ઇંડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન અમદાવાદ 1943
ઇંડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન મુંબઈ
ઇંડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો) અમદાવાદ 1972
ઈડર તાલીમી ઇસ્લામિયા દારૂલ ઉલુમ શાહે આલમ અમદાવાદ
ઈડર પ્રજાકીય વિદ્યોત્તેજક સમિતિ ઈડર 1907
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ 1985
ઉત્તર ગુજરાત યુવક મંડળ પાટણ 1918
ઉત્તર ગુજરાત શિક્ષણ સમાજ મુંબઈ 1959
ઉત્તર-પૂર્વ ગુજરાત ઉચ્ચકેળવણી મંડળ પિલવાઈ
ઉર્દૂ સાહિત્ય અકાદમી ગાંધીનગર
ઊર્મિ સ્ત્રી સંસ્થા અતુલ 1953
ઊંઝા ઍજ્યુકેશન બૉર્ડ ઊંઝા 1935
એલિસબ્રિજ આરોગ્ય સમિતિ અમદાવાદ 1927
એલિસબ્રિજ મહિલા સમાજ અમદાવાદ 1944
એસિલ નવસર્જન ગ્રામવિકાસ પ્રતિષ્ઠાન વાપી 1979
ઑક્યુપેશનલ હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ 1966
કચ્છ ઇતિહાસ પરિષદ ભૂજ
કચ્છ સંગ્રહાલય ભૂજ 1877
કચ્છી જૈન સેવા સમાજ અમદાવાદ
કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર
કદમ્બ અમદાવાદ
કપડવંજ કેળવણી મંડળ કપડવંજ 1940
કર્મક્ષેત્ર ઍજ્યુકેશન ફાઉન્ડેશન અમદાવાદ
કલા ગુર્જરી મુંબઈ
કલાભવન વડોદરા 1880
કલા-રવિ ટ્રસ્ટ અમદાવાદ
કલા વિદ્યાલય વડોદરા
કલા શાળા ભુજ 1877
કલોલ તાલુકા કેળવણી મંડળ કલોલ 1935
કસ્તૂરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ કોબા
કસ્તૂરબા મહિલા મંડળ વેરાવળ 1948
કસ્તૂરબા મહિલા સહાયક ગૃહઉદ્યોગ સહકારી મંડળી વાડાસિનોર 1970
કસ્તૂરબા સેવાશ્રમ મરોલી 1930
કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર 1956
કસ્તૂરભાઈ લાલભાઈ શિક્ષણ ટ્રસ્ટ અમદાવાદ
કાકુભાઈ જીવનદાસ સ્ત્રી હુન્નરઉદ્યોગ શાળા જોડિયા 1950
કાછિયાવાડ સાર્વજનિક યુવક મંડળ ગોધરા 1957
કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટ 1907
કાનજીભાઈ દેસાઈ સમાજશિક્ષણ ભવન ટ્રસ્ટ સૂરત
કાશીવિશ્વનાથ સંસ્કૃત મહાવિદ્યાલય અમદાવાદ 1936
કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રાજકોટ 1945
કિશોર દલ જામનગર 1948
કીર્તિમંદિર પોરબંદર
કૃષ્ણકુમારસિંહજી અંધશાળા અને છાત્રાલય ભાવનગર 1932
કેન્દ્રીય ઢોર અભિજનન ક્ષેત્ર અંકલેશ્વર
કેલિકો કાપડ સંગ્રહાલય અમદાવાદ 1949
કૈવલ્યધામ સૌરાષ્ટ્ર મંડળ રાજકોટ 1943
કોચરબ આશ્રમ અમદાવાદ 1915
કોશલેન્દ્ર મઠ (સાકેતવિહારી મંદિર) અમદાવાદ
ખટોદરા મહિલા મંડળ સૂરત 1968
ખંભાત ઍજ્યુકેશન સોસાયટી ખંભાત 1916
ખંભાત સાર્વજનિક કેળવણી મંડળ ખંભાત 1959
ખાદી કુટિર વડોદરા 1981
ખાદી અને ગ્રામોદ્યોગ બૉર્ડ અમદાવાદ
ખાંડેકર સંગીતમ્ – સિમ્ફની અમદાવાદ
ખેડા સ્ત્રી મંડળ ખેડા 1940
ખેડૂત મંડળ ધોળકા 1940
ખેતીવાડી કૉલેજ આણંદ 1947
ગણેશ ક્રીડા મંડળ ભાવનગર 1920
ગરુડેશ્વર દત્ત મંડળ ગરુડેશ્વર
ગંગાજળા વિદ્યાપીઠ અલિયાબાડા 1953
ગાયત્રી જ્ઞાનતીર્થ ગીર
ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ રાજકોટ 1928
ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ અમદાવાદ 1931
ગાંધર્વ સંગીત મહાવિદ્યાલય અમદાવાદ 1901
ગાંધી આશ્રમ ગોધરા 1917
ગાંધી આશ્રમ ઝીલિયા 1949
ગાંધી ઘર કછોલી 1951
ગાંધીનગર જિલ્લા કેળવણી મંડળ ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા વ્યાયામ મંડળ અડાલજ 1966
ગાંધીનગર જિલ્લા સમાજકલ્યાણ સંઘ ગાંધીનગર
ગાંધીનગર સેવા સંઘ ગાંધીનગર
ગાંધી વિદ્યાપીઠ વેડછી 1970
ગાંધી શ્રમ સંસ્થાન અમદાવાદ 1983
ગાંધી સંગ્રહાલય ભાવનગર 1955
ગાંધી સ્મારક સંગ્રહાલય અમદાવાદ 1949
ગાંધી સ્મૃતિ ભાવનગર 1955
ગિરધરભાઈ બાલ સંગ્રહાલય અમરેલી 1955
ગીતાબહેન રાંભિયા સ્મૃતિ અહિંસા ટ્રસ્ટ અમદાવાદ
ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ અમદાવાદ
ગુજરાત અંધ સેવા અને આરોગ્ય મંડળ બોચાસણ 1952
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર 1968
ગુજરાત આયુર્વેદ વિકાસ મંડળ અને ઔષધાલય જૂનાગઢ 1958
ગુજરાત ઇતિહાસ પરિષદ અમદાવાદ
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ અમદાવાદ
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડેવલપમેન્ટ રિસર્ચ અમદાવાદ
ગુજરાત એકૅડેમી ઑવ્ સાયન્સીઝ અમદાવાદ
ગુજરાત ઍજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ
ગુજરાત કલા સંઘ (ચિત્રશાળા) અમદાવાદ 1934
ગુજરાત કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા 1973
ગુજરાત કૃષિ યુનિવર્સિટી આણંદ
ગુજરાત કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ
ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ
ગુજરાત ગણિત મંડળ અમદાવાદ
ગુજરાત ગોપાલક મંડળ અમદાવાદ
ગુજરાત ગ્રામ શ્રમિક કલ્યાણ મંડળ ગાંધીનગર 1981
ગુજરાત ડાયાબિટીસ ઍસોસિયેશન અમદાવાદ
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અમદાવાદ
ગુજરાત મેડિકલ સોસાયટી અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ 1949
ગુજરાત રક્તપિત્ત નિવારણ સેવાસંઘ વડોદરા 1960
ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળ અમદાવાદ
ગુજરાત રેડ ક્રૉસ સોસાયટી અમદાવાદ
ગુજરાત લલિત કલા અકાદમી ગાંધીનગર 1960
ગુજરાત લૉ સોસાયટી અમદાવાદ 1927
ગુજરાત વિદ્યાસભા અમદાવાદ 1848
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ 1985
ગુજરાત વેપારી મહામંડળ અમદાવાદ
ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપળા 1936
ગુજરાત શ્રમિક કલ્યાણ મંડળ અમદાવાદ 1960
ગુજરાત સંગીત, નાટક, નૃત્ય અકાદમી ગાંધીનગર 1960
ગુજરાત સંગીત મહાવિદ્યાલય અમદાવાદ 1954
ગુજરાત સંશોધન મંડળ અમદાવાદ
ગુજરાત સંશોધન મંડળ મુંબઈ 1936
ગુજરાત સાહિત્ય સભા અમદાવાદ 1929
ગુજરાત સ્ટેટ જમિયતે ઉલેમાએ હિન્દ અમદાવાદ
ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ અમદાવાદ
ગુજરાત હરિજન સેવક સંઘ અમદાવાદ 1932
ગુજરાત લેખક મંડળ અમદાવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ 1904
ગુરુકુલ વિદ્યાલય પોરબંદર
ગુરુકુલ વિદ્યાલય વડોદરા
ગુરુકુલ વિદ્યાલય સોનગઢ
ગુલાબકુંવરબા શિશુકલ્યાણ મંડળ જામનગર 1939
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ 1920
ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ ગોધરા 1956
ગોવર્ધન સાહિત્ય સભા નડિયાદ
ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા 1938
ગ્રામ ભારતી અમરાપુર 1964
ગ્રામ વિકાસ મંડળ ભિનાર (વલસાડ) 1977
ગ્રામ સેવા મંદિર નારદીપુર 1930
ગ્રામ સેવા સમાજ વાડાસિનોર 1946
ગ્રામ સેવા સમાજ વ્યારા 1957
ગ્રામોફોન ક્લબ અમદાવાદ
ગ્રેઇન મર્ચન્ટ્સ ઍસોસિયેશન અમદાવાદ
ગ્લાઇડિંગ ઍન્ડ ફ્લાઇંગ ક્લબ અમદાવાદ 1962
ઘરશાળા ભાવનગર 1939
ચરોતર ઍજ્યુકેશન સોસાયટી આણંદ 1916
ચારુતર ગ્રામોદ્ધાર મંડળ આણંદ 1945
ચારુતર વિદ્યા મંડળ (વલ્લભવિદ્યાનગર) આણંદ 1945
ચિન્મય મિશન અમદાવાદ
ચિમનભાઈ ઉદ્યોગ ગૃહ વડોદરા 1914
ચી. ન. વિદ્યાવિહાર અમદાવાદ
છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય રાજપીપળા 1950
જનકલ્યાણ ટ્રસ્ટ અમદાવાદ
જનજીવન સુરક્ષા સમિતિ જામનગર 1965
જનતા દળ અમદાવાદ 1988
જનતા પક્ષ અમદાવાદ 1980
જન સેવા સંઘ ભિલોડા 1950
જમાલી ઍજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ
જમિયતે ઉલેમાએ હિન્દ અમદાવાદ
જયઅંબે યુવક મંડળ રાંધેજા 1953
જયભવાની મહિલા મંડળ સુણેવખુર્દ 1979
જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ અમદાવાદ 1967
જલારામ મંદિર અમદાવાદ
જલારામ મંદિર વીરપુર
જશલક્ષ્મી પ્રાણશંકર કંથારિયા સાર્વજનિક કન્યા વ્યાયામ મંદિર નડિયાદ 1954
જંબુસર મહિલા સહકારી ઉદ્યોગ મંદિર જંબુસર 1950
જાગૃતિ મહિલા મંડળ બોદલાઈ 1977
જાગૃતિ યુવા મંડળ ઉમરગામ 1980
જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ જાફરાબાદ 1926
જામનગર શિક્ષણ સમાજ જામનગર 1950
જામનગર સંગ્રહાલય જામનગર 1946
જાયન્ટ્સ ક્લબ અમદાવાદ
જાલિયા સેવક સમાજ જાલિયા 1937
જી. એચ. શાહ કેળવણી ટ્રસ્ટ અમદાવાદ
જીવનભારતી સૂરત
જીવનસંધ્યા અમદાવાદ
જેસિસ અમદાવાદ
જુમ્માદાદા વ્યાયામ મંદિર વડોદરા
જેતપુર મહિલા મંડળ જેતપુર 1949
જૈન પ્રસારક સભા ભાવનગર
જૈન વૃદ્ધાશ્રમ માંડવી (કચ્છ)
જ્યોતિસંઘ અમદાવાદ 1934
ઝાડેશ્વર વિભાગ કેળવણી મંડળ ઝાડેશ્વર 1960
ઝાલોદ કેળવણી મંડળ ઝાલોદ 1936
ટિળક વ્યાયામ મંડળ નડિયાદ 1923
ટેક્સ્ટાઇલ ઍન્ડ એલાઇડ ઇન્ડસ્ટ્રિઝ રિસર્ચ ઍસોસિયેશન વડોદરા
ઠક્કરબાપા આશ્રમ ચર્માલય નવસારી 1924
ઠક્કરબાપા ઘરશાળા જોડિયા 1953
ડાંગ સેવા મંડળ આહવા 1948
ડાંગ સ્વરાજ આશ્રમ આહવા 1948
ડીસા ક્રીડા મંડળ ડીસા 1953
ડીસા તાલુકા મહિલા મંડળ નવા ડીસા 1959
તપોવન તીથલ
તપોવન સંસ્કારધામ નવસારી
તલોદ કેળવણી મંડળ તલોદ 1942
તાતા અંધજન કૃષિ અને ગ્રામીણ કેન્દ્ર ફણસા 1960
તાતા શિક્ષણ પ્રતિષ્ઠાન મુંબઈ
તાપીબાઈ રણછોડદાસ ગાંધી વિકાસગૃહ ભાવનગર 1945
તાપીબાઈ વિકાસગૃહ ભાવનગર
તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સૂરત 1924
ત્રિભુવનદાસ ભાણજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ ભાવનગર 1906
થિયૉસૉફિકલ સોસાયટી ભાવનગર 1882
થિયૉસૉફિકલ સોસાયટી અમદાવાદ
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સૂરત 1967
દક્ષિણ ગુજરાત યુવા વિકાસ અને મનોરંજન ક્લબ 1988
દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગર 1916
દર્પણ અમદાવાદ 1949
દાઉદી વ્હોરા અંજુમને સૈફી અમદાવાદ
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક ઍજ્યુુકેશન સોસાયટી દાહોદ 1949
દાહોદ ભગિની સમાજ દાહોદ 1956
દિગંબર જૈન સંઘ અમદાવાદ
દિવ્ય જીવન સંઘ (સ્વામી શિવાનંદજી) અમદાવાદ 1950
દીનદયાળ શોધ સંસ્થાન અમદાવાદ
દૂધસાગર ડેરી મહેસાણા
દૂરદર્શી પક્ષ અમદાવાદ
દોશી અંધ વિદ્યાલય સુરેન્દ્રનગર
દ્વારકાધીશ સંસ્કૃત અકાદમી અને પ્રાચ્યવિદ્યા સંશોધન શાળા દ્વારકા 1966
દ્વારકાધીશ સંસ્કૃતિ વિદ્યાપીઠ ધરમપુર 1968
ધરમપુર સેવા મંડળ ધરમપુર 1968
ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી નડિયાદ
ધોલેરા ભાલ સેવા સમિતિ ઓતારિયા 1969
ધોળકા શિક્ષણ સમાજ ધોળકા 1945
નડિયાદ એજ્યુકેશન સોસાયટી નડિયાદ 1948
નર્તન સ્કૂલ ઑવ્ ક્લાસિકલ ડાન્સિંગ અમદાવાદ
નર્મદ સાહિત્ય સભા સૂરત 1923
નર્મદા ઍજ્યુકેશન ઍન્ડ સાયંટિફિક રિસર્ચ સોસાયટી ભરૂચ
નર્મદા વેદશાળા સોસાયટી ભરૂચ 1887
નવચેતન યુવક મંડળ ઇચ્છાપોર 1967
નવપરગણા પછાતવર્ગ કેળવણી ઉત્તેજક મંડળ પેથાપુર
નવયુગ શિક્ષણ મંડળ પોરબંદર 1948
નવસારી તાલુકા હળપતિ શિક્ષણપ્રચાર સંઘ નવસારી 1968
નવાગામ મહિલા મંડળ નવાગામ 1963
નશાબંધી મંડળ અમદાવાદ
નંદકુવરબા અનાથ બાલાશ્રમ ભાવનગર 1918
નંદીગ્રામ ધરમપુર
નાટ્ય વિદ્યાલય અમદાવાદ
નારાયણગુરુ આદ્ય વ્યાયામ શાળા વડોદરા 1883
નારાયણ ગુરુ આશ્રમ અમદાવાદ
નારી સંરક્ષણ ગૃહ સૂરત 1957
નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી અમદાવાદ
નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિપ્લોમા સ્ટડીઝ અમદાવાદ
નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ અમદાવાદ
નિર્મલાબહેન રામજીભાઈ વીરાણી અશક્ત માતૃ આશ્રમ રાજકોટ 1943
નિહારિકા મંડળ અમદાવાદ 1938
નૂતન કપોળ સમાજ કાંદિવલી
નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા 1952
નૂતન ભારતી મદન (ગઢ)
નૂતન યુવક મંડળ વળાદ 1964
નૃત અમદાવાદ
નૃત્યભારતી અમદાવાદ
નેનપુર આશ્રમ નેનપુર
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑક્યુપેશનલ હેલ્થ અમદાવાદ 1970
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન અમદાવાદ 1961
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૅશન ટૅક્નૉલૉજી ગાંધીનગર 1995
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૅશન ટૅક્નૉલૉજી સૂરત
નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ આણંદ
નૉર્થ ગુજરાત ઍજ્યુકેશન સોસાયટી પાટણ
પર્વતારોહણ પ્રશિક્ષણ શાળા આબુ
પશુરોગચિકિત્સા વિદ્યાલય આણંદ 1964
પંચમહાલ કેળવણી મંડળ કાલોલ 1928
પંચમહાલ મુસ્લિમ કેળવણી સમાજ ગોધરા 1944
પંચોલી પ્રગતિ ગૃહ હળવદ 1947
પારસી પંચાયત મંડળ સૂરત 1841
પાલનપુર જૈન કેળવણી ટ્રસ્ટ પાલનપુર 1948
પાલિતાણા કેળવણી મંડળ પાલિતાણા 1959
પાંજરાપોળ સૂરત 1841
પાંજરાપોળ ખોડાં ઢોર સંસ્થા પેથાપુર
પાંજરાપોળ ખોડાં ઢોર સંસ્થા અમદાવાદ
પુનિત સેવાશ્રમ અમદાવાદ
પુરાતત્વ સંગ્રહાલય લોથલ
પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ. વડોદરા
પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ. અમદાવાદ
પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ. મહેસાણા
પૂતળીબા ઉદ્યોગ મંદિર રાજકોટ 1935
પેટલાદ કેળવણી ટ્રસ્ટ પેટલાદ 1972
પોંસરા વિદ્યાર્થી સહાયક ટ્રસ્ટ પોંસરા 1976
પ્રગતિ મહિલા મંડળ શેરા 1981
પ્રગતિ મંડળ ડભોડા
પ્રગતિ મંડળ નવાગામ 1967
પ્રગતિ યુવક મંડળ મેમનગર 1972
પ્રગતિ યુવક મંડળ સાણંદ 1969
પ્રગતિ યુવક મંડળ સૂરત 1956
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આબુ
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અમદાવાદ
પ્રણવ સેવા સંસ્થા રાજપીપળા 1984
પ્રણામી પંજા જામનગર
પ્રથમ રાષ્ટ્રીય શાળા રાજકોટ 1921
પ્રભાસપાટણ સંગ્રહાલય સોમનાથપાટણ 1951
પ્રાકૃતિક ચિકિત્સા યોગ (પ્રા-યોગ) ટ્રસ્ટ અમદાવાદ
પ્રાચ્ય વિદ્યા મંદિર વડોદરા 1927
પ્રાર્થના સમાજ અમદાવાદ 1871
પ્રાર્થના સંઘ સૂરત 1948
પ્રેક્ષાધ્યાન એકૅડેમી કોબા
પ્રેમચંદ રાયચંદ પ્રશિક્ષણ વિદ્યાલય અમદાવાદ 1868
પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા 1916
ફાર્બસ ગુજરાતી સભા મુંબઈ 1865
ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (પીઆરએલ) અમદાવાદ 1947
ફૈયાઝે-કુત્બી ટ્રસ્ટ અમદાવાદ
ફ્લાઇંગ ક્લબ વડોદરા 1960
બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા ભરૂચ 1913
બ. ન. શિક્ષણ સંસ્કાર સમિતિ ગુંદી 1960
બનાસકાંઠા જિલ્લા કેળવણી મંડળ પાલનપુર 1961
બનાસકાંઠા દૂધ-ઉત્પાદક સંઘ પાલનપુર
બહાઈ મિશન અને સેન્ટર અમદાવાદ
બહુજન સમાજ પક્ષ અમદાવાદ
બહેરાંમૂંગાંના શિક્ષક પ્રશિક્ષણ વિદ્યાલય અમદાવાદ
બહેરાંમૂંગાંની શાળા અમદાવાદ 1908
બહેરાંમૂંગાંની શાળા કછોલી
બહેરાંમૂંગાંની શાળા જૂનાગઢ
બહેરાંમૂંગાંની શાળા ભાવનગર
બહેરાંમૂંગાંની શાળા મહેસાણા
બહેરાંમૂંગાંની શાળા માંડવી-કચ્છ
બહેરાંમૂંગાંની શાળા મોડાસા
બહેરાંમૂંગાંની શાળા રાજકોટ
બહેરાંમૂંગાંની શાળા વડોદરા
બહેરાંમૂંગાંની શાળા સૂરત
બહેરાંમૂંગાંની શાળા પાટણ
બાઈસાહેબ બા નિરાશ્રિત ગૃહ ગોંડલ 1886
બાડોદરા મહિલા મંડળ બાડોદરા 1978
બારડોલી પ્રદેશ કેળવણી મંડળ બારડોલી 1960
બારિયા કેળવણી મંડળ દેવગઢ બારિયા 1952
બારિયા મહિલા મંડળ દેવગઢ બારિયા 1962
બાલકનજી બારી અમદાવાદ
બાલકિશોર મિત્રમંડળ રાજકોટ 1951
બાલ કેળવણી મંડળ બગસરા 1931
બાલ ભવન અમદાવાદ 1995
બાલ સંગ્રહાલય ભાવનગર 1958
બાલસાહિત્ય અકાદમી અમદાવાદ 1995
બાલાજી વ્યાયામ મંદિર સૂરત 1929
બાલારામ સઘન ક્ષેત્ર સમિતિ ચિત્રાસણી 1958
બી. એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેન્ટલ હેલ્થ અમદાવાદ 1951
બીડી-તમાકુ સંશોધન મથક આણંદ
બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ 1951
બૃહદ ગુજરાત સંગીત સમિતિ અમદાવાદ 1957
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા બોચાસણ 1907
બોટાદ મહિલા મંડળ બોટાદ 1951
બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ અમદાવાદ 1937
ભક્તિનિકેતન આશ્રમ દંતાલી
ભગવતી બાલ યુવક મંડળ દાંતા-ભવાનગઢ 1962
ભગવતસિંહજી બાલાશ્રમ ગોંડલ 1903
ભગવંત હિન્દુ વ્યાયામ મંદિર ભાણવડ 1937
ભગિની મંડળ ગોધરા 1959
ભગિની મિત્ર મંડળ પાલિતાણા 1957
ભગિની સમાજ, ભદ્ર અમદાવાદ 1928
ભગિની સમાજ આણંદ
ભગિની સમાજ મુંબઈ
ભગિની સમાજ (મુંબઈ) વલસાડ 1916
ભગિની સમાજ વ્યારા 1960
ભગિની સમાજ સાણંદ 1956
ભગિની સેવા મંડળ કાલોલ 1939
ભગિની સેવા સમાજ અમદાવાદ
ભગિની સેવા સમાજ કપડવંજ 1948
ભગિની સેવા સમાજ બોરસદ 1948
ભદ્ર સાર્વજનિક વ્યાયામ શાળા અમદાવાદ 1920
ભરૂચ જિલ્લા આદિવાસી સેવાસંઘ કેળવણી મંડળ ભરૂચ
ભરૂચ જિલ્લા બાલ સંરક્ષણ મંડળ ભરૂચ 1946
ભરૂચ સ્ત્રી મંડળ ભરૂચ 1929
ભાગવત વિદ્યાપીઠ સોલા
ભાતખંડે સંગીત મહાવિદ્યાલય અમદાવાદ 1948
ભારત ઉદય મંડળ પોરબંદર 1928
ભારત કલા કેન્દ્ર નવસારી
ભારત કલા મંડળ વડોદરા 1926
ભારત સરસ્વતી મંદિર સંસદ શારદાગ્રામ, માંગરોળ 1921
ભારત સેવક સમાજ અમદાવાદ 1952
ભારત સેવક સમાજ વડોદરા
ભારત સ્કાઉટ અને ગાઇડ અમદાવાદ 1919
ભારતીય જનતા પક્ષ અમદાવાદ 1980
ભારતીય દૂધ નિગમ વડોદરા
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અમદાવાદ 1969
ભારતીય રેડ ક્રૉસ સોસાયટી અમદાવાદ
ભારતીય રેડ ક્રૉસ સોસાયટી ભરૂચ 1925
ભારતીય વિદ્યા ભવન અમદાવાદ
ભારતીય વિદ્યા ભવન ડાકોર
ભારતીય વિદ્યા ભવન મુંબઈ
ભારતીય વિદ્યા ભવન વડોદરા
ભારતીય વિદ્યા મંડળ કામરેજ 1965
ભારતીય સંશોધન મંદિર દ્વારકા 1966
ભારતીય સામ્યવાદી પક્ષ અમદાવાદ 1920
ભારતીય સામ્યવાદી પક્ષ (માકર્સવાદી) અમદાવાદ 1964
ભાલ-નળકાંઠા પ્રાયોગિક સંઘ ધોળકા 1947
ભાલ સેવા સમિતિ ધોળકા 1964
ભાવનગર કેળવણી મંડળ ભાવનગર 1959
ભાવનગર જિલ્લા યુવક સંઘ સાવરકુંડલા 1976
ભાવનગર મહિલા મંડળ ભાવનગર 1938
ભાવનગર મહિલા સંઘ ભાવનગર 1960
ભાવનગર યુનિવર્સિટી ભાવનગર 1977
ભાવનગર લઘુ ઉદ્યોગ મંડળ ભાવનગર 1956
ભાવનગર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ ભાવનગર 1970
ભાવનગર સદ્વિચાર સેવા સમિતિ ભાવનગર 1980
ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ ભાવનગર 1925
ભાવનિર્ઝર અમદાવાદ
ભાવિન કેળવણી ટ્રસ્ટ અમદાવાદ 1974
ભાંખોર સેવા સમાજ ભાંખોર 1964
ભીલ સેવા મંડળ દાહોદ 1922
ભૃગુપુર હિંદુ અનાથાશ્રમ ભરૂચ 1907
ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન અમદાવાદ 1939
મ. ક. અંધશાળા પાલનપુર
મ. ચ. દુગ્ધવિજ્ઞાન કૉલેજ આણંદ 1961
મજૂર મહાજન સંઘ અમદાવાદ 1917
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ટ્રસ્ટ અમદાવાદ 1957
મણિનગર સ્ત્રી સમાજ અમદાવાદ 1956
મધ્ય ગુજરાત વેપારી મંડળ વડોદરા
મ. પ. શાહ શિક્ષણ સમાજ કડી
મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા 1959
મસ્કતી મહાજન અમદાવાદ
મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ વિસનગર 1954
મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી અમદાવાદ 1981
મહાગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ અમદાવાદ
મહાગુજરાત વ્યાયામ મંડળ રાજપીપળા
મહાગુજરાત સંકટનિવારણ સોસાયટી અમદાવાદ
મહાજન અનાથ બાલાશ્રમ સૂરત 1900
મહાદેવ દેસાઈ સમાજસેવા વિદ્યાલય અમદાવાદ 1947
મહાનગરપાલિકા વ્યાયામ વિદ્યાલય અમદાવાદ 1937
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા 1950
મહારાજા શ્રીભગવતસિંહજી બાલાશ્રમ ગોંડલ 1903
મહારાષ્ટ્ર મિત્ર મંડળ અમદાવાદ
મહારાષ્ટ્ર મંડળ, કાંકરિયા અમદાવાદ
મહારાષ્ટ્ર મિત્ર મંડળ ભાવનગર 1931
મહારાષ્ટ્ર શિક્ષણ મંડળ અમદાવાદ
મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ 1924
મહાવીર જૈન વિદ્યાલય અમદાવાદ
મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ
મહિલા પ્રગતિ મંડળ મહિસા 1965
મહિલા મંડળ મહુવા 1961
મહિલા મંડળ કલ્યાણપુર
મહિલા મંડળ ગોંડલ 1948
મહિલા મંડળ જામખંભાળિયા
મહિલા મંડળ જામનગર 1956
મહિલા મંડળ ઝાલોદ 1941
મહિલા મંડળ ધંધૂકા 1955
મહિલા મંડળ પાલનપુર 1946
મહિલા મંડળ રાધનપુર 1970
મહિલા મંડળ વેડછા 1963
મહિલા મંડળ સાવરકુંડલા 1955
મહિલા મંડળ સુખાબારી 1978
મહિલા મંડળ સુણેવકલ્લા 1980
મહિલા મંડળ સોનગઢ 1974
મહિલા વિકાસ મંડળ અમરેલી 1950
મહિલા સમાજ કુતિયાણા 1959
મહિલા સમાજ નડિયાદ 1948
મહિલા સેવા સમાજ ભાવનગર 1977
મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ અમદાવાદ 1892
મહુવા કેળવણી સહાયક સમાજ મહુવા 1941
મહુવા મહિલા મંડળ મહુવા 1961
મંગલ ભારતી વડોદરા 1970
મંદબુદ્ધિ બાળકો માટે શિક્ષણ સંસ્થા અડાજણ 1972
માઇધર્મ આદ્યપીઠ શિવાલય નડિયાદ 1983
માધુત્રા યુવક મંડળ માધુત્રા 1964
માનવકલ્યાણ ટ્રસ્ટ બુહારી 1977
માનસિક ક્ષતિવાળાં બાળકોનું ગૃહ રાજકોટ
માલધારી ઘરશાળા સાસણગીર 1950
માંડવીની પોળ સેવા સંઘ અમદાવાદ 1943
માંડવી મહિલા મંડળ માંડવી 1954
મિત્ર મંડળ નાવાતી 1935
મૂક બાલ વિદ્યાલય વડોદરા
મૂત્રરોગ સંશોધનશાળા અમદાવાદ
મૂળજીભાઈ મૂત્રરોગ સંશોધન કેન્દ્ર નડિયાદ
મેઘજી પેથરાજ અંધશાળા જૂનાગઢ
મેડિકલ એઇડ ઍન્ડ રિસર્ચ ચૅરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ
મોડાસા કેળવણી મંડળ મોડાસા 1919
મોડાસા પ્રદેશ સેવા સંઘ મોડાસા 1933
મોડાસા બંધુ સમાજ મોડાસા 1910
મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી 1955
મોહનબહેન ભવાનીલાલ જૈન અંધજન વિદ્યાલય દાહોદ 1962
યશોવિજયજી જૈન ગ્રંથમાળા ભાવનગર
યુવક મંડળ અજરપુત્રા 1966
યુવક સેવા સમાજ ઉનાવા 1967
યુવા રક્ત મંડળ અમરેલી 1967
યૂથ હૉસ્ટેલ ઍસોસિયેશન ગાંધીનગર
યૂથ હૉસ્ટેલ ઍસોસિયેશન અમદાવાદ
યોગ સાધના આશ્રમ અમદાવાદ
રણછોડલાલ છોટાલાલ ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ 1902
રતનભાઈ સેવક મંડળ ધર્મશાળા-દવાખાના અમરેલી 1981
રવિશંકર રાવળ કલાભવન અમદાવાદ
ર. ફ. દાબુ કેળવણી મંડળ વ્યારા 1944
રંગ અવધૂત આશ્રમ નારેશ્વર
રંગ મંડળ અમદાવાદ 1937
રાજકોટ સાહિત્ય પરિષદ રાજકોટ
રાજુલા સેવા મંડળ રાજુલા 1943
રાજ્ય શિક્ષણ સંશોધન ભવન અમદાવાદ
રાજ્ય સંગ્રહાલય ભુજ
રાધાવલ્લભ સંપ્રદાય દહેગામ
રાનીપરજ કેળવણી મંડળ ધરમપુર
રાનીપરજ સેવા સભા (સ્વરાજ્ય આશ્રમ) વેડછી
રામકૃષ્ણ આશ્રમ (મિશન) રાજકોટ 1927
રામકૃષ્ણ સેવા મંડળ આણંદ 1955
રામકૃષ્ણ સેવા સમિતિ અમદાવાદ 1923
રામબા સાર્વજનિક સ્ત્રી વિકાસગૃહ પોરબંદર 1946
રામેશ્વર મહિલા મંડળ નવેરા 1978
રાષ્ટ્રીય ડેરી વિકાસ મંડળ આણંદ
રાષ્ટ્રીય શાળા રાજકોટ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (કર્ણાવતી) અમદાવાદ
રાંધેજા ખાદી ગ્રામોદ્યોગ સેવા સંઘ રાંધેજા
રાંધેજા રાહત ટ્રસ્ટ નિધિ રાંધેજા
રૂપાયતન જૂનાગઢ 1959
રૂપાલ યુવક કલ્યાણ સંઘ રૂપાલ 1967
રેવાશંકર પંચોલી પ્રગતિગૃહ હળવદ 1944
રોટરી ક્લબ અમદાવાદ (અન્ય નગરો)
રોટરેક્ટ ક્લબ અમદાવાદ (અન્ય નગરો)
લક્ષ્મી કેળવણી ટ્રસ્ટ વિસનગર
લક્ષ્મીનાથ વ્યાયામ શાળા વડોદરા 1949
લર્નિંગ ક્લિનિક ઍજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ 1971
લલિત કલા મંદિર નડિયાદ
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ 1957
લાયન્સ ક્લબ અમદાવાદ
લાયોનેસ ક્લબ અમદાવાદ
લાયોનેસ ક્લબ ડીસા
લાયોનેસ ક્લબ પાલનપુર
લીંબડી કેળવણી મંડળ લીંબડી
લેખક મિલન મુંબઈ
લેડી વિલ્સન સંગ્રહાલય ધરમપુર
લોક નિકેતન રતનપુર (બ.કાં.) 1961
લોકભારતી સણોસરા 1953
લોકશાળા ખડસલી 1959
લોહાણાસ્થાપિત મહિલા વિકાસગૃહ રાજકોટ 1952
વડગામખેરગામ પ્રગતિ મંડળ વડસાંગલ 1970
વડનગર શિક્ષણ સમાજ વડનગર
વડવા સીધીવાડ યુવક મંડળ ભાવનગર 1954
વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ વડોદરા 1955
વડોદરા નાગરિક પરિષદ વડોદરા 1966
વડોદરા રાજ્ય મુસ્લિમ શિક્ષણ ટ્રસ્ટ વડોદરા
વડોદરા સંગ્રહાલય અને ચિત્રવીથિ વડોદરા 1894
વઢવાણ કેળવણી મંડળ વઢવાણ 1922
વનિતા વિશ્રામ અમદાવાદ
વનિતા વિશ્રામ ભાવનગર 1923
વનિતા વિશ્રામ મુંબઈ
વનિતા વિશ્રામ સૂરત 1907
વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ 1946
વલ્લભસદન અમદાવાદ
વાડાસિનોર વિદ્યામંડળ વાડાસિનોર 1968
વાડીગામ સેવા સંઘ અમદાવાદ 1945
વાત્સલ્ય ધામ મઢી
વાત્સલ્ય ધામ માલપરા 1952
વાંકાનેર વિદ્યાપ્રસારક મંડળ વાંકાનેર 1914
વિકલાંગ પ્રશિક્ષણ અને પુનર્વાસ સમાજ વડોદરા 1960
વિકાસગૃહ અમદાવાદ 1937
વિકાસગૃહ જૂનાગઢ 1948
વિકાસગૃહ રાજકોટ 1944
વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર
વિકાસ વિદ્યાલય વઢવાણ 1945
વિક્રમ સારાભાઈ કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદ
વિઠ્ઠલદાસ સોમચંદ દલાલ સાર્વજનિક વ્યાયામ મંદિર નડિયાદ 1917
વિદ્યાભવન ટ્રસ્ટ અમદાવાદ 1964
વિદ્યામંડળ અલિયાબાડા 1952
વિદ્યાર્થી આશ્રમ ઉનાવા
વિદ્યાર્થી યુવક મંડળ પાનસર 1955
વિદ્યોત્તેજક મંડળ જામનગર 1953
વિલેપારલે સાહિત્ય સભા મુંબઈ 1917
વિવિધ ભારતી પોશીના 1962
વિવિધલક્ષી વિદ્યામંદિર પાલનપુર
વિવેકાનંદ કેળવણી ટ્રસ્ટ અમદાવાદ 1974
વિવેકાનંદ શિક્ષણ પ્રતિષ્ઠાન અમદાવાદ
વિશ્વગુર્જરી અમદાવાદ
વિશ્વજ્યોતિ આશ્રમ જંબુસર 1952
વિશ્વમંગલમ્ અનેરા-આકોદરા (સા.કાં.)
વિશ્વ હિંદુ પરિષદ અમદાવાદ
વિશ્વ હિંદુ પરિષદ વડોદરા
વિસનગર મહિલા મંડળ વિસનગર 1933
વીજળી અને યંત્ર ઇજનેરી સૈનિક શાળા વડોદરા
વીજળી પ્રશિક્ષણ નૌસૈનિક શાળા જામનગર
વીરભદ્રસિંહજી બાળ ક્રીડાંગણ ભાવનગર 1940
વૃદ્ધનિકેતન જૂનાગઢ 1958
વૃદ્ધાશ્રમ વેસુ (સૂરત) 1985
વેધશાળા અમદાવાદ
વેસ્ટર્ન ઇંડિયા ઑટોમોબાઇલ ઍસોસિયેશન અમદાવાદ
વેળાવદર યુવક મંડળ વેળાવદર 1981
વૈદિક સંસ્કૃત પાઠશાળા રૂપાલ
વોટસન સંગ્રહસ્થાન વલ્લભ-વિદ્યાનગર 1949
વોટસન સંગ્રહાલય રાજકોટ 1888
વ્યવસાય માર્ગદર્શન તંત્ર અમદાવાદ
શારદાગ્રામ માંગરોળ 1921
શારદાપીઠ દ્વારકા
શારદાપીઠ વિદ્યાસભા દ્વારકા 1960
શારદાબહેન ચિમનલાલ ચોકસી મહિલા સમાજ આતરસુંબા 1955
શારદાબહેન ચિમનલાલ રિસર્ચ સેન્ટર અમદાવાદ
શારદા મંદબુદ્ધિ બાળકોની દિન-શાળા અમદાવાદ
શારીરિક શિક્ષણ પ્રચારક મંડળ પોરબંદર 1971
શાસન પ્રશિક્ષણ શાળા અમદાવાદ
શાંતિનિકેતન સાધના કેન્દ્ર તીથલ
શિશુમંગલ જૂનાગઢ 1935
શિશુવિહાર ભાવનગર 1939
શેઠ સારાભાઈ મંગળદાસ ટ્રસ્ટ નિધિ અમદાવાદ 1912
શ્રમ મંદિર ટ્રસ્ટ સિંધરોટ, વડોદરા 1975
શ્રી અરવિંદ કેન્દ્ર ભાવનગર 1947
શ્રી અરવિંદ મંડળ સૂરત 1950
શ્રી આત્માનંદ જૈન સભા ભાવનગર
શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર અમદાવાદ
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર ભાવનગર
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર વવાણિયા
શ્રુતિ અમદાવાદ
શ્રેયસ પ્રતિષ્ઠાન અમદાવાદ
શ્રેયસ્સાધક અધિકારી વર્ગ વડોદરા 1895
શ્વેતાંબર જૈન સંઘ (મૂર્તિપૂજક સ્થાનકવાસી) અમદાવાદ
સત્કૈવલ્ય સંપ્રદાય સારસા
સદગુરુ સેવા ટ્રસ્ટ વાંસદા
સદ્વિચાર પરિવાર (ટ્રસ્ટ) અમદાવાદ 1965
સનાતન ધર્મ સેવા સંઘ સૂરત
સપ્તકલા અમદાવાદ
સપ્તક સ્કૂલ ઑવ્ મ્યૂઝિક અમદાવાદ
સમર્થ વ્યાયામ મંદિર અમરેલી 1927
સમર્પણ ચૅરિટેબલ ટ્રસ્ટ મુંબઈ
સમર્પણ ચૅરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ
સમસ્ત બ્રાહ્મણ મંડળ વિદ્યાર્થી ભવન અમરેલી 1920
સમાજવાદી પક્ષ અમદાવાદ
સમાજ સેવક મહાવીર દળ જામનગર 1947
સમાજ સેવા મંડળ જલાલપોર 1974
સયાજીરાવ હીરક મહોત્સવ સ્મારક ટ્રસ્ટ વડોદરા
સયાજીરાવ હીરક મહોત્સવ સ્મારક ટ્રસ્ટ અમદાવાદ
સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકોનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ અમદાવાદ 1962
સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પબ્લિક એડમિનિસ્ટે્રશન અમદાવાદ 1969
સરદાર પટેલ કેળવણી ટ્રસ્ટ આણંદ 1969
સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ-વિદ્યાનગર 1955
સરદાર પટેલ શિક્ષણ પ્રતિષ્ઠાન ડીસા 1969
સરદાર વલ્લભભાઈ પટેલ કેળવણી ટ્રસ્ટ અમદાવાદ
સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાભવન ટ્રસ્ટ મહેસાણા
સરદાર સ્મારક ટ્રસ્ટ અમલસાડ 1975
સરદાર સ્મૃતિ સંગ્રહાલય ભાવનગર 1980
સરભોણ કેળવણી મંડળ સરભોણ 1955
સરસ્વતી વનવિદ્યા મંડળ માંડવી 1985
સરસ્વતી વિદ્યાપીઠ સમોડા 1970
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી 1919
સર્વાંગી વિકાસ મહિલા મંડળ સંતરામપુર 1969
સર્વાંગી વિકાસ મંડળ સંતરામપુર
સર્વોદય આરોગ્ય નિધિ રાધનપુર 1972
સર્વોદય આશ્રમ મઢી 1966
સર્વોદય આશ્રમ વાલમ 1949
સર્વોદય આશ્રમ સનાલી 1950
સર્વોદય આશ્રમ શાપુર 1945
સર્વોદય આશ્રમ ગુંદી 1947
સર્વોદય ઉચ્ચતર શિક્ષણ સમાજ માણસા
સર્વોદય પરિવાર ટ્રસ્ટ પીંડવળ 1968
સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ જામનગર 1957
સર્વોદય યુવક મંડળ મગોડી 1971
સર્વોદય યોજના મીરાંખેડી 1922
સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર 1949
સંગીત મહાવિદ્યાલય રાજકોટ
સંગીત વિદ્યાલય રાજકોટ
સંઘવી સનાતન આચાર્ય કુલ અમદાવાદ
સંતરામ મહારાજ મંદિર સેવા કાર્યક્રમ નડિયાદ
સંન્યાસ આશ્રમ અમદાવાદ 1930
સંયુક્ત સદાચાર સમિતિ અમદાવાદ 1954
સંસ્કાર કેન્દ્ર કલાવીથિ અમદાવાદ 1957
સંસ્કાર પરિવાર વડોદરા
સંસ્કાર મંડળ ઉનાવા
સંસ્કાર મંડળ બાવળા 1971
સંસ્કાર મંદિર સાવરકુંડલા 1940
સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર
સાગતાળા વિભાગ સર્વોદય સઘન યોજના દેવગઢ બારિયા
સાણંદ સમાજકલ્યાણ સંઘ સાણંદ 1968
સાબરકાંઠા જિલ્લા રચનાત્મક સંઘ બદોલી 1964
સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘ હિંમતનગર
સાબરમતી આશ્રમ સ્મારક અને સંરક્ષણ નિધિ અમદાવાદ
સામાજિક આરોગ્ય મંડળ અમદાવાદ 1960
સારસ્વતમ્ ભુજ; માંડવી 1969
સારાભાઈ મગનલાલ ટ્રસ્ટ નિધિ અમદાવાદ 1912
સાર્વજનિક ઍજ્યુકેશન સોસાયટી સૂરત 1912
સાર્વજનિક બાલવિહાર ભાવનગર 1947
સાર્વજનિક વ્યાયામ મંદિર આણંદ 1937
સાંઈ મંડળ અમદાવાદ 1948
સિન્ધી ચેમ્બર ઑવ્ કૉમર્સ અમદાવાદ
સિન્ધી સાહિત્ય અકાદમી ગાંધીનગર
સુખાનંદ વ્યાયામશાળા સૂરત 1937
સુન્ની મુસ્લિમ વકફ કમિટી અમદાવાદ
સુરાજ્ય પક્ષ અમદાવાદ
સુલતાનપુરા સઘન ક્ષેત્ર સમિતિ સુલતાનપુરા 1956
સૂરત ઍજ્યુકેશન સોસાયટી સૂરત 1965
સૂરત જિલ્લા બૅડમિન્ટન સંઘ સૂરત 1976
સૂરત મહિલા ક્લબ સૂરત 1933
સૂરત વેપારી મહામંડળ સૂરત 1940
સૂરત સમાજ શિક્ષણ સમિતિ સૂરત
સૂરત સ્ત્રી મંડળ સૂરત 1930
સૂરત હરિજન સેવક સૂરત 1953
સેન્ટ જ્હૉન ઍમ્બુલન્સ કોર અમદાવાદ
સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર
સેલ્ફ એમ્પ્લૉઇડ વિમેન્સ ઍસોસિયેશન (સેવા) અમદાવાદ
સેવા કુટિર સંસ્થા સુણેવખુર્દ 1948
સેવા નિકેતન ખેડબ્રહ્મા 1965
સેવા મંડળ મેઘરજ-કસાણા 1955
સેવા શ્રમ ટ્રસ્ટ ભરૂચ 1925
સેવા સમાજ યુવક મંડળ જામખંભાળિયા
સેવા સમિતિ ભાવનગર
સેવા સંઘ કપડવંજ 1927
સૈનિક સ્કૂલ બાલાચડી 1960
સોમનાથ જ્યોતિર્લિગ ટ્રસ્ટ સોમનાથ 1947
સૌરાષ્ટ્ર સ્ત્રી સમાજ ગોધરા
સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદ રાજકોટ
સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર રાજકોટ 1947
સૌરાષ્ટ્ર કલા મંડળ રાજકોટ
સૌરાષ્ટ્ર જ્ઞાનપ્રચાર સહકારી સંઘ રાજકોટ 1949
સૌરાષ્ટ્ર પટેલ ઉચ્ચ કેળવણી સહાયક મંડળ જામનગર
સૌરાષ્ટ્ર બાળકલ્યાણ પરિષદ રાજકોટ 1954
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ 1967
સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ 1948
સૌરાષ્ટ્ર રિસર્ચ સોસાયટી રાજકોટ 1949
સૌરાષ્ટ્ર વેપારી મહામંડળ ભાવનગર 1944
સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર ઍન્ડ પ્લાનિંગ અમદાવાદ 1962
સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર ઍન્ડ પ્લાનિંગ વલ્લભ-
વિદ્યાનગર
સ્કૂલ ઑવ્ બિલ્ડિંગ સાયન્સીસ્ ઍન્ડ ટૅક્નૉલૉજી અમદાવાદ
સ્ત્રી પ્રગતિ મંડળ સુરેન્દ્રનગર 1954
સ્ત્રી મંડળ જામનગર
સ્વરાજ આશ્રમ બારડોલી 1922
સ્વરાજ મંચ અમદાવાદ
સ્વરાજ્ય આશ્રમ આહવા
સ્વરાજ્ય આશ્રમ વેડછી 1924
સ્વરાંજલિ અમદાવાદ
સ્વાધ્યાય મંડળ, કાલુપુર પારડી
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ
સ્વામિનારાયણ મંદિર, કાલુપુર અમદાવાદ 1818
સ્વામિનારાયણ મંદિર વડતાલ 1824
સ્વામિનારાયણ મંદિર સોખડા
સ્વામી વિવેકાનંદ પ્રતિષ્ઠાન ધર્માદા ટ્રસ્ટ ભાવનગર 1978
હઠીસિંહ વિડ્યુઅલ આર્ટ સેન્ટર અમદાવાદ
હરિઓમ આશ્રમ નડિયાદ
હરિઓમ આશ્રમ સૂરત
હરિજન આશ્રમ અમદાવાદ 1917
હરિજન સેવક સંઘ ભુજ 1932
હરિજન સેવા સંઘ ખેડા 1932
હરેકૃષ્ણ સમાજ અમદાવાદ
હળપતિ સેવા સંઘ બારડોલી 1961
હાલોલ સ્ત્રી સમાજ હાલોલ 1956
હિઝ હોલીનેસ આગાખાન કાઉન્સિલ ફૉર નૉર્ધર્ન ઍન્ડ ઈસ્ટર્ન ગુજરાત અમદાવાદ
હિઝ હોલીનેસ આગાખાન કાઉન્સિલ ફૉર નૉર્ધર્ન સૌરાષ્ટ્ર રાજકોટ
હિઝ હોલીનેસ આગાખાન કાઉન્સિલ ફૉર સધર્ન સૌરાષ્ટ્ર જૂનાગઢ
હિન્દી સમાજ જામનગર 1956
હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગર
હિન્દુ અનાથાશ્રમ નડિયાદ 1908
હિન્દુ મિલન મંદિર સૂરત 1941
હિંમતનગર કેળવણી મંડળ હિંમતનગર 1952
હેમચંદ્રાચાર્ય ગ્રંથભંડાર ખંભાત, પાટણ

કેટલીક વિશિષ્ટ પ્રતિભાઓ

નામ

ક્ષેત્ર વિશેષ નોંધ
1 2

3

અખો કાવ્ય ગુજરાતનો જ્ઞાની કવિ
અઝીઝ મુ. અહમદી કાયદો અને ન્યાય સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
અનસૂયાબહેન સારાભાઈ શ્રમ-સંગઠન મજૂર-સંગઠનનાં અગ્રણી
અબ્બાસ તૈયબજી દેશસેવા સ્વાતંત્ર્યસેનાની
અમૃત કેશવ નાયક નાટ્યકલા વિખ્યાત અભિનેતા
અમૃતલાલ ત્રિવેદી (સોમપુરા) સ્થાપત્ય જાણીતા સ્થપતિ
અમૃતલાલ શેઠ પત્રકારત્વ રાષ્ટ્રવાદી પત્રકાર
અમૃતલાલ હરગોવનદાસ વેપાર ગુજરાતના વિખ્યાત મહાજન
અરવિંદ એન. મફતલાલ ઉદ્યોગ સેવાભાવી ઉદ્યોગપતિ
અરવિંદ બૂચ શ્રમ-સંગઠન ગાંધીવાદી મજૂરનેતા
અવિનાશ વ્યાસ સંગીત વિખ્યાત સંગીત-સ્વરકાર અને નિર્દેશક
અસાઇત લોકનાટ્ય ભવાઈના સ્થાપક
અહમદશાહ શાસન અમદાવાદનો સ્થાપક
અંબાલાલ સારાભાઈ ઉદ્યોગ બાહોશ ઉદ્યોગપતિ
અંબુભાઈ પુરાણી અધ્યાત્મ શ્રી અરવિંદના અધ્યાત્મમાર્ગના અગ્રણી સાધક
આઈ. જી. પટેલ અર્થકારણ અગ્રણી અર્થશાસ્ત્રી અને લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના પૂર્વ નિયામક
આદિત્યરામ વ્યાસ શાસ્ત્રીય સંગીત વિખ્યાત મૃદંગવાદક અને ગાયક
આનંદશંકર ધ્રુવ સાહિત્ય અને શિક્ષણ સમન્વયદર્શી સાહિત્યકાર, બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ
આશા પારેખ ચલચિત્ર અગ્રણી ચલચિત્ર-અભિનેત્રી
ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ પત્રકારત્વ ‘ગુજરાતી’ સાપ્તાહિકના સ્થાપક
ઇન્દુલાલ યાજ્ઞિક રાજકારણ લોકનેતા
ઇલા ભટ્ટ સમાજસેવા મેગ્સાઇસાઇ ઍવૉર્ડવિજેતા
ઈશ્વરભાઈ પટેલ (V.C.) સફાઈવિદ્યા મૅગ્સાઇસાઇ ઍવૉર્ડવિજેતા
ઉછરંગરાય ન. ઢેબર રાજકારણ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી
ઉપેન્દ્ર દેસાઈ વિજ્ઞાન અવકાશવિજ્ઞાની
ઉપેન્દ્ર ધી. દેસાઈ વિજ્ઞાન અમેરિકામાં ‘નાસા’ના વિજ્ઞાની
ઉમાશંકર જોશી સાહિત્ય અને સંસ્કૃતિ કવિ, જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા
એચ. એમ. પટેલ શાસન દૃષ્ટિમંત વહીવટદાર
એચ. એલ. ત્રિવેદી (ડૉ.) તબીબી વિજ્ઞાન કિડનીના રોગોના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિકિત્સક
એમ. એલ. દાંતવાલા અર્થકારણ ગાંધીવાદી અર્થશાસ્ત્રી
એમ. સી. ચાગલા કાયદો અગ્રણી ન્યાયવિદ
એસ્તેરબહેન સોલોમન શિક્ષણ સંસ્કૃતનાં વિદુષી
ઓમકારનાથ ઠાકુર સંગીત સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ
કનુ દેસાઈ ચિત્રકલા વિખ્યાત ચિત્રકાર
કનૈયાલાલ મુનશી સાહિત્ય, રાજકારણ ભારતીય વિદ્યા ભવનના સ્થાપક
કરુણાશંકર કુબેરજી ભટ્ટ શિક્ષણ સંનિષ્ઠ શિક્ષક
‘કલાપી’ (સુરસિંહજી ગોહિલ) સાહિત્ય રાજવી કવિ
કલ્યાણજીઆણંદજી ચલચિત્ર વિખ્યાત સંગીત-નિર્દેશક
કસ્તૂરબા ગાંધી સમાજસેવા ગાંધીજીનાં સહધર્મચારિણી
કસ્તૂરભાઈ લાલભાઈ ઉદ્યોગ કલાપ્રેમી અને પ્રગતિશીલ ઉદ્યોગપતિ
કંચનલાલ મામાવાળા સંગીત સંગીતના વિવેચક
કાકાસાહેબ (દત્તાત્રેય બા.) કાલેલકર સાહિત્ય અને શિક્ષણ ગાંધીવાદી ચિંતક
‘કાન્ત’ (મણિશંકર ભટ્ટ) સાહિત્ય કવિ
કાર્લ ખંડાલાવાલા કલા, કાયદો અને ન્યાય કલામીમાંસક, ન્યાયવિદ
કાંતિ પટેલ શિલ્પ-કલા કુશળ શિલ્પી
કિશોરલાલ મશરૂવાળા તત્ત્વજ્ઞાન ગાંધીદર્શનના ભાષ્યકાર
કુમુદિની લાખિયા નૃત્ય કથકશૈલીનાં પ્રસારક, ગૌરવ પુરસ્કાર વિજેતા
કૃષ્ણકુમારસિંહજી શાસન ભાવનગરના રાજવી
કેખુશરો કાબરાજી નાટ્યકલા ગુજરાતી નાટક મંડળીના માલિક
કે. ટી. શાહ અર્થકારણ આર્થિક આયોજનના નિષ્ણાત
કેતન મહેતા ચલચિત્ર ગોલ્ડન પીકૉક ઍવૉર્ડવિજેતા
કે. લાલ (કાંતિલાલ ગિ. વોરા) જાદુકલા વિશ્વવિખ્યાત જાદુગર
કેશવ હર્ષદ ધ્રુવ સાહિત્ય સાક્ષર
ખંડુભાઈ દેસાઈ શ્રમ-સગંઠન ગાંધીવાદી મજૂરનેતા
ગગનવિહારી મહેતા રાજકારણ અમેરિકામાં ભારતના રાજદૂત
ગણેશ વાસુદેવ માવળંકર રાજકારણ ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ (speaker)
ગિજુભાઈ બધેકા શિક્ષણ નૂતન બાળશિક્ષણના આર્ષદ્રષ્ટા
ગીત સેઠી રમતગમ