તુષાર ત્રિવેદી

ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી

ઉમરીગર, પાહલનજી (પોલી) રતનજી (જ. 28 માર્ચ 1926, સોલાપુર, મહારાષ્ટ્ર, અ. 7 નવેમ્બર, 2006 મુંબઈ) : ક્રિકેટ ખેલાડી. જમોડી બૅટ્સમૅન, મધ્યમ ઝડપી અને ઑફસ્પિન-બૉલર. મહારાષ્ટ્રના સોલાપુર ગામમાં પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ પોલી ઉમરીગર મુંબઈ આવ્યા અને ત્યાં ભરડા ન્યૂ હાઈસ્કૂલમાં અને પછી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરી બી.એસસી. થયા. અભ્યાસ…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

પંડ્યા ધ્રુવકુમાર

પંડ્યા, ધ્રુવકુમાર (જ. 12 ફેબ્રુઆરી 1923; અ. 10 જૂન 1990) : ગુજરાતના જાણીતા પર્વતારોહક તથા પર્વતારોહણ-પ્રશિક્ષક. ગુજરાતને 1,600 કિમી. જેટલો વિશાળ સાગરકાંઠો હોવાથી તરણપ્રવૃત્તિ માટે અનુકૂળતા હતી. સ્વતંત્રતા પૂર્વેના દિવસોમાં, સપાટ ગુજરાત દેશમાં પર્વતારોહકો હિમાલયનો સાદ સાંભળી અધીરા બન્યા હતા. ગુજરાત રાજ્યની 1960માં સ્થાપના થયા પછી પર્વતારોહણક્ષેત્રે જે નામો આગળ…

વધુ વાંચો >

પંડ્યા નંદિનીબહેન

પંડ્યા, નંદિનીબહેન (જ. 7 મે 1942) : ગુજરાતનાં પ્રસિદ્ધ પર્વતારોહક. ધ્રુવકુમાર પંડ્યા સાથે તેમણે ગુજરાતી યુવતીઓમાં પર્વતારોહણની સાહસભાવના વિકસાવવામાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. પિતા મોહનદાસ પટેલ અમદાવાદના વિખ્યાત માણેકલાલ જેઠાભાઈ ગ્રંથાલયના ગ્રંથપાલ હતા. બાળપણથી રમતગમતમાં રુચિ ધરાવતી પુત્રીને તેમણે પ્રોત્સાહન આપ્યું. દસ વર્ષની વયમાં જ તેમણે કરાટે, જ્યુજિત્સુ આદિ કૌશલ્યોમાં…

વધુ વાંચો >