ગનેઆન પરસારક (જ્ઞાનપ્રસારક)

January, 2010

ગનેઆન પરસારક (જ્ઞાનપ્રસારક) : ગુજરાતી પત્રકારત્વના આરંભકાળના સમયનું, પારસીઓ દ્વારા પ્રગટ થતું શિક્ષિતો માટેનું ચોપાનિયું. દાદાભાઈ નવરોજીએ પોતાના મિત્રો સાથે મળીને જ્ઞાન પ્રચારક મંડળીની સ્થાપના કરી. 1849ની પહેલી જુલાઈએ ‘ગનેઆન પરસારક’ નામનું એક ચોપાનિયું પ્રગટ કર્યું એના પર આ જ નામ લખાતું, છપાતું અને બોલાતું એમાંય અક્ષરનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. 1851માં આ ચોપાનિયામાં એવી નોંધ મળે છે કે, ‘‘વ્ય એટલે જે (વ) અને (ય) આ એ બીજો અખશર (ચ)ના જેવો દેખાય છે. તોપણ એનો ઉચ્ચાર ‘ઇઅ’ કરવો જોઈએ છે.’’ આ વર્ષે એણે જ્ઞાનનો પ્રસાર કરતા સામયિકની જોડણી શુદ્ધ હોવી જોઈએ એમ નોંધ કરીને આ ચોપાનિયાનું નામ સુધારીને ‘જ્ઞાનપ્રસારક’ એમ છાપવા માંડ્યું.

પ્રીતિ શાહ