૫.૧૯
કેર્યોટાથી કેવડો
કેર્યોટા
કેર્યોટા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી (પામી) કુળની ઊંચા તાડ ધરાવતી એક પ્રજાતિ. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે. તે પૈકી C. urens (શિવજટા, ભૈરવતાડ) આર્થિક મહત્વ ધરાવે છે. Caryota mitis Lour 3.6 મી.થી 12.0 મી. ઊંચા અને 10 સેમી.થી 17.5 સેમી. વ્યાસ ધરાવતા તાડની સુંદર જાતિ છે. ભારતમાં…
વધુ વાંચો >કૅર્યોફાઇલેસી
કૅર્યોફાઇલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળમાં 88 પ્રજાતિઓ અને લગભગ 1,750 જેટલી જાતિઓનો સમાવેશ, કરવામાં આવ્યો છે. તેની સૌથી મોટી પ્રજાતિઓ Silene (500 જાતિઓ), Dianthus (350 જાતિઓ), Arenaria (160 જાતિઓ) અને Stellaria, Cerastium, Lychnis અને Gypsophila (પ્રત્યેક લગભગ 100 જાતિઓ) છે. આ કુળની ગુજરાતમાં 4 પ્રજાતિઓ…
વધુ વાંચો >કેલર – હેલન ઍડૅમ્સ
કેલર, હેલન ઍડૅમ્સ (જ. 27 જૂન 1880, ટસ્કમ્બિયા, આલાબામા; અ. 1 જૂન 1968, ઇસ્ટન કનેક્ટિકટ, અમેરિકા) : દુનિયાભરનાં અંધજનો તથા વિકલાંગો માટે આશાનું કિરણ પ્રગટાવનાર અને તેમને માર્ગદર્શન આપનાર અમેરિકાની સેવાભાવી સન્નારી. પિતાનું નામ આર્થર આદમ સંયુક્ત સંસ્થાનના ધનાઢય અધિકારી હતા. માતાનું નામ કૅથરિન. 18 માસની વયે હેલને મગજ અને…
વધુ વાંચો >કૅલરી
કૅલરી (Calorie) : શારીરિક ક્રિયાઓ વખતે વપરાતી ઊર્જાનો એકમ. 1 ગ્રામ પાણીનું તાપમાન 1° સે. જેટલું વધારવા માટે વપરાતી ઊર્જાને એક કૅલરી કહે છે. તેની જોડણી અંગ્રેજી નાના મૂળાક્ષર cથી દર્શાવવામાં આવે છે. તેને લઘુ કૅલરી, પ્રમાણભૂત કૅલરી અથવા ગ્રામ-કૅલરી કહે છે. શરીરમાં વપરાતી ઊર્જા માટે આ ઘણો જ નાનો…
વધુ વાંચો >કૅલરી સિદ્ધાંત
કૅલરી સિદ્ધાંત : આંત્વાં લેવાઝિયે (1743-1794) નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકે ઉષ્મા માટે સૂચવેલો સિદ્ધાંત. તેને કૅલરિકવાદ પણ કહે છે. અઢારમી સદીના અંત સુધી એવી માન્યતા પ્રવર્તતી હતી કે ઉષ્મા એક વજનરહિત, સ્થિતિસ્થાપક, અર્દશ્ય અને સ્વ-અપાકર્ષી (self- repellent) પ્રકારનું તરલ છે જેનું સર્જન કે નાશ શક્ય નથી. આ તરલ ‘કૅલરિક’ તરીકે ઓળખાતું.…
વધુ વાંચો >કેલાર (રેહ)
કેલાર (રેહ) : કેલાર, રેહ કે ઊસ એ ગંગાનાં મેદાનોના સૂકા જિલ્લાઓમાંની કાંપની જમીનની સપાટી ઉપર આચ્છાદન સ્વરૂપે જોવા મળતા કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના ક્ષારોના ભિન્ન ભિન્ન પ્રમાણ સહિત સોડિયમ કાર્બોનેટ, સલ્ફેટ અને ક્લોરાઇડના મિશ્રણની બનેલી ખારી ફૂગનાં ગામઠી નામ છે. આ ક્ષારોની મૂળ ઉત્પત્તિ પર્વતોના શિલાચૂર્ણના રાસાયણિક વિભંજનમાંથી થયેલી છે,…
વધુ વાંચો >કે. લાલ
કે. લાલ (જ. 10 એપ્રિલ 1924, માવજંજીવા, બગસરા [સૌરાષ્ટ્ર]; અ. 23 સપ્ટેમ્બર 2012, અમદાવાદ) : વિશ્વવિખ્યાત ભારતીય જાદુગર. મૂળ નામ કાંતિલાલ ગિરધરલાલ વોરા. કૉલકાતામાં પરિવારના કાપડના વ્યવસાયને કારણે ત્યાં ઉછેર અને શાળાકીય શિક્ષણ પામનાર કે. લાલે નાનપણથી જ જાદુકલા પ્રત્યે આકર્ષાઈને ઠેર ઠેર ફરીને એનો અભ્યાસ કર્યો અને માત્ર 15…
વધુ વાંચો >કેલિકો મ્યુઝિયમ ઑવ્ ટેક્સ્ટાઇલ્સ
કેલિકો મ્યુઝિયમ ઑવ્ ટેક્સ્ટાઇલ્સ : ભારતનાં મધ્યયુગીન ભાતીગળ કાપડ અને વસ્ત્રોનું અમદાવાદ ખાતે આવેલું મ્યુઝિયમ. ગિરાબહેન સારાભાઈના અથાક પ્રયત્નો વડે સર્જાયેલા દુર્લભ સંગ્રહમાંથી આ મ્યુઝિયમ સર્જાયું છે. ભારતનાં ટોચનાં મ્યુઝિયમોમાં તેનું સ્થાન છે. 1949માં જવાહરલાલ નહેરુએ તેનું ઉદઘાટન કરેલું. મૂળમાં કેલિકો મિલ્સના પરિસરમાં સ્થપાયેલું આ મ્યુઝિયમ હાલમાં શાહીબાગ વિસ્તારમાં જૂના…
વધુ વાંચો >કેલિક્રટીઝ
કેલિક્રટીઝ : પ્રાચીન ગ્રીસના ઍથેન્સનો ઈ. પૂ. પાંચમી સદીનો સ્થપતિ. એણે ઇક્ટાઇનસ નામના સ્થપતિ સાથે ગ્રીસનું સૌથી મોટું અને પ્રસિદ્ધ પાર્થિનૉનનું દેવળ બાંધ્યું હતું. એ દેવળનું બાંધકામ ઈ. પૂ. 447માં શરૂ થઈ ઈ. પૂ. 438માં પૂરું થયું હતું. એ પછી એણે ઍથેન્સની એક્રૉપોલિસ નામની ટેકરી ઉપર સ્વતંત્રપણે દેવી અથીના નાઇકીનું…
વધુ વાંચો >કેલિગ્રાફી : જુઓ, સુલેખનકળા.
કેલિગ્રાફી : જુઓ, સુલેખનકળા
વધુ વાંચો >કેલ્વિન – મેલ્વિન
કેલ્વિન, મેલ્વિન (જ. 8 એપ્રિલ 1911, સેન્ટ પૉલ, મિનેસોટા, યુ. એસ.; અ. 8 જાન્યુઆરી 1997, બર્કલી, કૅલિફૉર્નિયા) : અમેરિકન જીવરસાયણજ્ઞ અને નોબેલ પુરસ્કારવિજેતા. 1931માં મિશિગન કૉલેજ ઑવ્ માઇનિંગમાંથી બૅચલર ઑવ્ સાયન્સની અને 1935માં મિનેસોટા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. ઇંગ્લૅન્ડમાં માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં બે વર્ષ માટે (1935-37) રૉકફેલર ફાઉન્ડેશન તરફથી ફેલો તરીકે…
વધુ વાંચો >કૅલ્વિનવાદ
કૅલ્વિનવાદ : યુરોપમાં પ્રવર્તેલ ધર્મસુધારણાના આંદોલનનું એક સ્વરૂપ. ‘લ્યૂથરવાદ’ તથા ‘ઝ્વિંગલીવાદ’(ઝુરિકના પાદરી હુલડ્રિચ ઝ્વિંગલી; 1484-1531)ના એક વિકલ્પ તરીકે અને પ્રૉટેસ્ટન્ટ પંથના એક ફાંટારૂપે ‘કૅલ્વિનવાદ’ પણ તત્કાલીન સ્વિટ્ઝર્લૅન્ડમાં ધર્મસુધારણાનું જે આંદોલન શરૂ થયેલું તેમાં એક મહત્વનું બળ કે પાસું હતો. આ વાદના પ્રેરક હતા ફ્રાન્સના વતની જ્હૉન કૅલ્વિન (1509થી 1564). બિશપ…
વધુ વાંચો >કૅલ્વિન-હેલ્મહોલ્ટ્ઝ સંકોચન
કૅલ્વિન-હેલ્મહોલ્ટ્ઝ સંકોચન : ગુરુત્વીય નિપાત (gravitational collapse) સાથે સંકળાયેલી ખગોલીય ઘટના. પ્રત્યક્ષ ઉદાહરણ વાદળ કે વિસરિત નિહારિકા (diffused nebula) છે, જેમાં વાયુ તથા રજકણો ગુરુત્વીય નિપાત અનુભવતા હોય છે. તારક વિકાસક્રમ(development sequence)નો આ એક મહત્વનો તબક્કો ગણાય છે. તારકના વિવિધ ઘટકો ગુરુત્વાકર્ષણ વડે બંધાયેલા હોવાથી તે ગુરુત્વીય સ્થિતિજ (potential) ઊર્જા…
વધુ વાંચો >કૅલ્શિયમ
કૅલ્શિયમ : આવર્તક કોષ્ટકના બીજા અગાઉના II સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Ca. તે મુક્ત અવસ્થામાં મળી આવતું નથી. વિપુલતાની ર્દષ્ટિએ બ્રહ્માંડમાં તેરમું અને પૃથ્વી પર પાંચમું સ્થાન, તેમજ ધાતુ તરીકે ત્રીજું સ્થાન ધરાવે છે. પૃથ્વીના પોપડામાં 3.22 % કૅલ્શિયમનાં સંયોજનો છે અને લગભગ સર્વત્ર મળી આવે છે. તે વનસ્પતિ અને…
વધુ વાંચો >કૅલ્શિયમ અને ફૉસ્ફરસ (આયુર્વિજ્ઞાન)
કૅલ્શિયમ અને ફૉસ્ફરસ (આયુર્વિજ્ઞાન) : શરીરના બંધારણ અને તેનાં વિવિધ કાર્યોમાં ઉપયોગી તત્વો. સામાન્ય રીતે બંને તત્વોનાં ચયાપચય (metabolism) એકબીજાં સાથે જોડાયેલાં છે. જથ્થાની ર્દષ્ટિએ માનવશરીરમાં કૅલ્શિયમનું સ્થાન પાંચમું છે અને તે મુખ્યત્વે હાડકાંમાં હોય છે. થોડાક પ્રમાણમાં તેનાં આયનો કોષની બહારના પ્રવાહીમાં, લોહીના પ્લૅઝ્મામાં તથા કોષના બંધારણ અને કોષરસ(cytoplasm)માં…
વધુ વાંચો >કૅલ્શિયમ માર્ગરોધકો
કૅલ્શિયમ માર્ગરોધકો (calcium channel blockers) : ઉત્તેજિત (stimulated) કોષમાં કૅલ્શિયમનાં આયનોના પ્રવેશને અટકાવતાં ઔષધોનું જૂથ. કોષમાં કૅલ્શિયમ આયનો પ્રવેશી શકે તે માટેનો ધીમો માર્ગ (slow channel) હોય છે જેના દ્વારા ઉત્તેજિત અથવા અધ્રુવિત (depolarised) કોષમાં કૅલ્શિયમનાં આયનો ધીમે ધીમે પ્રવેશે છે. આ માર્ગ કોષપટલનાં છિદ્રોનો બનેલો હોય છે. કોષમાં પ્રવેશેલા…
વધુ વાંચો >કૅલ્સાઇટ
કૅલ્સાઇટ : કાર્બોનેટ સમૂહનું ખનિજ. કૅલ્શિયમ કાર્બોનેટનો સામાન્ય પ્રકાર. સૂત્ર CaCO3. કૅલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં બે સ્ફટિકરૂપે મળે છે, જેમાંનું એક રૂપ કૅલ્સાઇટ છે. તે ‘કૅલ્સાઇટ પ્રકાર’, ષટ્કોણીય સ્ફટિકરચના ધરાવે છે. તેનું ગ. બિં. 1000 વાતાવરણ-દબાણે (100 MPa) 1339° સે. છે. તેની વિશિષ્ટ ઘનતા 2.75 અને વક્રીભવનાંક 1.486 છે. પ્રક્રિયકોની સાંદ્રતા,…
વધુ વાંચો >કેવડિયો
કેવડિયો : વનસ્પતિનાં પાંદડાં અને શિરાને પીળાં કે હરિત-પીળાં બનાવી દેતો રોગ. ફૂગ (fungus), વિષાણુ (virus) અથવા મૂળતત્વ(element)ના અભાવથી વનસ્પતિને આ રોગ થાય છે. ડાઉની મિલ્ડ્યૂ નામની ફૂગને લીધે પાંદડાં ઉપરની બાજુએથી પીળાં દેખાય છે, જ્યારે નીચેની બાજુએથી સહેજ રાખોડી અથવા જાંબુડિયાં રોમ ઊગે છે. પાંદડાં સુકાઈને કરમાઈ જાય છે.…
વધુ વાંચો >કેવડો
કેવડો : એકદળી વર્ગમાં આવેલા પેન્ડેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pandanus odoratissimus Linn. (સં. કેતકી; હિં. કેવડા; મ. કેવડા; અં. સ્ક્રુપાઇન) છે. આ વનસ્પતિને કેટલાંક સ્થળોએ કેતકી પણ કહે છે. તે એક સઘન (densely) શાખિત ક્ષુપ છે અને ભાગ્યે જ ટટ્ટાર હોય છે. તે ભારતના દરિયાકિનારે અને આંદામાનના…
વધુ વાંચો >