૧૨.૧૧
પ્રવાસસાહિત્યથી પ્રશ્નોપનિષદ
પ્રશ્નોપનિષદ
પ્રશ્નોપનિષદ : જુઓ ઉપનિષદ
વધુ વાંચો >પ્રવાસસાહિત્ય
પ્રવાસસાહિત્ય પ્રવાસ – મુસાફરી અંગેનું લલિત અથવા લલિતેતર ગદ્ય(ક્વચિત્ પદ્ય)માં રજૂ થતું સાહિત્યિક લખાણ. કોઈ પ્રદેશ, ત્યાંની પ્રકૃતિ, ત્યાંનું લોકજીવન અને સંસ્કૃતિ આ સર્વ પરત્વેનાં લેખકનાં અવલોકન-ચિંતન-સ્મરણ-સંવેદનોને – અનુભૂતિઓને નિજી રસરુચિ સાથે અભિવ્યક્ત કરતું સાહિત્યનું એક સ્વરૂપ. નિબંધ કે આત્મકથાની જેમ ઉત્તમ પ્રવાસકથા સર્જનાત્મક સ્વરૂપની હોઈ શકે. જે તે ભાષામાં…
વધુ વાંચો >પ્રવાસી ચેક (traveller´s cheque)
પ્રવાસી ચેક (traveller´s cheque) : મુસાફરી દરમિયાન પોતાનાં નાણાંની સુરક્ષિતતા માટે પ્રવાસીને બૅંકો દ્વારા પૂરું પાડવામાં આવતું શરાફી સાધન. તે નાણાંની સુરક્ષિત હેરફેર માટેનું અગત્યનું સાધન છે. લાંબા સમયના કે લાંબા અંતરના પ્રવાસ માટે નીકળેલા પ્રવાસીને માટે મોટા પ્રમાણમાં રોકડ નાણાં સાથે લઈ જવામાં દેખીતી રીતે જોખમ હોય છે, જે…
વધુ વાંચો >પ્રવાસી, માર્કંડેય
પ્રવાસી, માર્કંડેય (જ. 1942, ગરૂર, જિ. સમસ્તીપુર, બિહાર) : મૈથિલી ભાષાના કવિ અને નવલકથાકાર. તેમની ‘અગસ્ત્યાયની’ નામની મહાકાવ્યાત્મક કૃતિને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે હિંદીમાં શિક્ષણના વિષયમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલું. તેમણે એક મૈથિલીમાં અને એક હિંદીમાં એમ 2 કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. ‘અભિયાન’ નામની તેમની નવલકથા…
વધુ વાંચો >પ્રવાહપ્રસ્તર
પ્રવાહપ્રસ્તર : જુઓ સ્તરરચના
વધુ વાંચો >પ્રવાહસંભેદ
પ્રવાહસંભેદ : જુઓ સંભેદ
વધુ વાંચો >પ્રવાહસંરચના
પ્રવાહસંરચના : જુઓ સંરચના
વધુ વાંચો >પ્રવાહી (liquid)
પ્રવાહી (liquid) : દ્રવ્યની ત્રણ પ્રચલિત અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ પૈકીની એ ઘન અને વાયુ સ્વરૂપોની વચ્ચેની અવસ્થા. પ્રવાહી તેમજ વાયુ એ દ્રવ્યની તરલ (fluid) સ્થિતિ દર્શાવે છે; પરંતુ પ્રવાહી નહિવત્ દબનીય હોય છે. નિયત જથ્થાનું પ્રવાહી અચળ કદ ધરાવે છે અને પાત્રમાં ભરવામાં આવે તો પ્રવાહી એ મુજબનો…
વધુ વાંચો >પ્રવાહી અવસ્થા
પ્રવાહી અવસ્થા : દ્રવ્યની ઘન અને વાયુ પ્રાવસ્થા (gas phase) વચ્ચેની અસ્ફટિકીય (non-crystalline, amorphous) અવસ્થા. શુદ્ધ પદાર્થની બાબતમાં તેના ગલનબિંદુથી ઊંચે અને ઉત્કલનબિંદુથી નીચેની ત્રિક બિંદુ (triple point) દબાણ અને ક્રાંતિક (critical) દબાણ વચ્ચેની અવસ્થાને પ્રવાહી અવસ્થા કહી શકાય. અણુઓની સંકેન્દ્રિતતાની ર્દષ્ટિએ પ્રવાહી વાયુ કરતાં વધુ પણ ઘન કરતાં ઓછું…
વધુ વાંચો >પ્રવાહી ઇંધનો
પ્રવાહી ઇંધનો : જુઓ ઇંધનો
વધુ વાંચો >પ્રવાહી-ઘન પ્રણાલી
પ્રવાહી-ઘન પ્રણાલી : જુદા જુદા તાપમાને અને દબાણે એકબીજા સાથે સમતોલનમાં રહેલી ઘન અને પ્રવાહી પ્રાવસ્થાનું બનેલું તંત્ર. ઘન અને પ્રવાહીના મિશ્રણને ગાળણ (filtration) દ્વારા આસાનીથી છૂટું પાડી શકાય છે. ગાળણમાં ગાળણ-માધ્યમ ઘન કણોને તેમાંથી પસાર થતાં રોકે છે. ગાળણનો દર વધારવા માટે માધ્યમની બંને બાજુઓમાં દબાણનો તફાવત ઉત્પન્ન કરવામાં…
વધુ વાંચો >