૧૮.૨૫
લિસ્ટન, સૉનીથી લીગ સ્પર્ધા
લિસ્ટન, સૉની
લિસ્ટન, સૉની (જ. 8 મે 1932, સેંટ ફ્રાન્સિસ, અરકૅનસસ, યુ.એસ.; અ. 30 ડિસેમ્બર 1970, લાસ વેગાસ; નેવાડા) : અમેરિકાના મુક્કાબાજ. અગાઉ થઈ ગયેલા કરતાં એક સૌથી ભયાવહ હેવી વેટ ચૅમ્પિયન. તેમની રીતભાત કઠોર અને નિર્દય હતી, તેમજ આંખો બિહામણી હતી. કિશોરાવસ્થામાં પોલીસ-કાર્યવહીનો પણ ઘણી વાર તેઓ ભોગ બન્યા હતા. તેમની…
વધુ વાંચો >લિસ્ટ ફ્રેડરિક
લિસ્ટ, ફ્રેડરિક (જ. 6 ઑગસ્ટ 1789, રૂટલિન્જેન, વુટેમ્બર્ગ; અ. 30 નવેમ્બર 1846, કુફસ્ટીન, ઑસ્ટ્રિયા) : રાષ્ટ્રવાદ પર આધારિત આર્થિક વિચારસરણીના પુરસ્કર્તા તથા દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવાની નીતિની પ્રખર હિમાયત કરનારા જર્મન અર્થશાસ્ત્રી. મોટાભાગનું શિક્ષણ જાતે જ લીધું. માત્ર 17 વર્ષની નાની ઉંમરે 1806માં તેઓ સરકારી નોકરીમાં કારકુન તરીકે દાખલ થયા…
વધુ વાંચો >લિસ્ટર, જૉસેફ
લિસ્ટર, જૉસેફ (જ. 5 એપ્રિલ 1827, આટીન, ઇસેક્સ, યુ.કે.; અ. 10 ફેબ્રુઆરી 1992, વાલ્મર, કૅન્ટ, યુ.કે.) : અંગ્રેજ સર્જ્યન. લંડનમાંની યુનિવર્સિટી કૉલેજમાં ભણ્યા હતા. તેમણે પાશ્ચરના જીવાણુઓથી ચેપ લાગવાના સિદ્ધાંત(theory)ને આગળ ધપાવીને સન 1865માં ચેપ-રહિત શસ્ત્રક્રિયા(aseptic surgery)નો સિદ્ધાંત સ્થાપ્યો. તે માટે તેમણે શસ્ત્રક્રિયાનાં સાધનોને તપાવવા ઉપરાંત કાબૉર્લિક ઍસિડ વડે પણ…
વધુ વાંચો >લિસ્બન
લિસ્બન : યુરોપના પોર્ટુગલ દેશનું નૈર્ઋત્ય ભાગમાં આવેલું પાટનગર અને સૌથી મોટું શહેર. પોર્ટુગીઝ ભાષા મુજબ તેનું નામ ‘લિસ્બોઆ’ છે. ભૌગોલિક સ્થાન : 38° 43´ ઉ. અ. અને 9° 08´ પ. રે.. તે ટૅગસ નદીના મુખ (નાળ) પર વસેલું છે અને તેનો વિસ્તાર આશરે 84 ચોકિમી. જેટલો છે. આ નદીની…
વધુ વાંચો >લિંકન, અબ્રાહમ
લિંકન, અબ્રાહમ (જ. 12 ફેબ્રુઆરી 1809, હોજેનવિલે, કેન્ટુકી રાજ્ય, અમેરિકા; અ. 15 એપ્રિલ 1865, વૉશિંગ્ટન ડી. સી., અમેરિકા) : અમેરિકાના તારણહાર, ગુલામોના મુક્તિદાતા, પ્રખર માનવતાવાદી અને તે દેશના 16મા પ્રમુખ. પિતા ટૉમસ લિંકન અને માતા નાન્સી હૅન્ક્સ લિંકન અત્યંત ગરીબીમાં પરિવારનું ભરણપોષણ કરતાં હતાં. વર્જિનિયા રાજ્યમાં સ્થિર થયેલાં આ પતિ-પત્ની…
વધુ વાંચો >લિંગ અને લિંગપૂજા (શૈવ સંપ્રદાય)
લિંગ અને લિંગપૂજા (શૈવ સંપ્રદાય) : ભગવાન શિવનું પૂજાતું સ્વરૂપ. શિવની પૂજા કરવામાં આવતી નથી, ફક્ત તેમના ચિહની પૂજા કરવામાં આવે છે કે જેને શિવલિંગ કહે છે. સ્કંદપુરાણ મુજબ આકાશ લિંગ છે અને પૃથ્વી તેની વેદી કે પીઠિકા છે. શિવની આઠ મૂર્તિઓમાં આકાશ પણ એક મૂર્તિ છે. શિવલિંગમાં દેવી પાર્વતી…
વધુ વાંચો >લિંગ-દ્વિરૂપતા
લિંગ-દ્વિરૂપતા : સજીવની એક જ જાતિના નર અને માદા વચ્ચે રંગ, આકાર, કદ અને રચનામાં જોવા મળતા તફાવતો. આ તફાવતો જનીનિક દ્રવ્યમાં રહેલી એક અથવા બીજી લિંગી ભાત (sexual pattern) આનુવંશિક બનતાં ઉત્પન્ન થાય છે. આ તફાવતો ઘણા મોટા હોઈ શકે; દા.ત., લિંગી પસંદગી (sexual selection) માટેના અનુકૂલન (adaptation) સ્વરૂપે…
વધુ વાંચો >લિંગનિર્ણયન (determination of sex)
લિંગનિર્ણયન (determination of sex) : બાળક, વ્યક્તિ કે મૃતદેહની જાતીયતા (sex) નક્કી કરવી તે. જન્મ સમયે બાળકના શરીર પર વિકસેલાં બાહ્ય જનનાંગો પરથી તેની જાતીયતા અથવા લિંગ નક્કી કરાય છે. ગર્ભશિશુના લિંગ-પરીક્ષણ માટે ધ્વનિચિત્રણ (sonography) કે પરિગર્ભપેશી(chorion)નું જીવપેશીપરીક્ષણ (biopsy) કરવાનું કાયદાથી નિષેધ કરવામાં આવેલું છે. તે નૈદાનિક પદ્ધતિઓના દુરુપયોગ લીધે…
વધુ વાંચો >લિંગનિશ્ચયન
લિંગનિશ્ચયન પ્રાથમિક લિંગી લક્ષણો (શુક્રપિંડો કે અંડપિંડોનો વિકાસ) અને વિવિધ દ્વિતીયક લિંગી લક્ષણોના સંદર્ભમાં સજીવની જાતિનું નિશ્ચયન. તે જનીનિક, અંત:સ્રાવી અને કેટલીક વાર પર્યાવરણીય નિયંત્રણ હેઠળ થતાં વિકાસકીય પરિવર્તનોની અત્યંત જટિલ પ્રક્રિયા પર આધારિત છે. જોકે સજીવ વિકાસનો કયો પથ અનુસરશે, તે ઘણી વાર એક અથવા બહુ થોડાં જનીનો નક્કી…
વધુ વાંચો >લિંગપુરાણ
લિંગપુરાણ : સંસ્કૃત ભાષાનાં 18 મુખ્ય પુરાણોમાંનું શિવવિષયક પુરાણ. ‘લિંગપુરાણ’ બે ભાગમાં વહેંચાયેલું છે. પૂર્વાર્ધમાં 108 અને ઉત્તરાર્ધમાં 55 અધ્યાય છે. પ્રથમ ભાગમાં શિવના લિંગની ઉત્પત્તિ અને લિંગ સંપ્રદાયવિષયક વિવિધ પરંપરાઓ આપવામાં આવી છે. શિવપૂજા, તેનાં વિધિવિધાન વગેરે વિવિધ પુરાકથાઓ, આખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા દર્શાવાયાં છે. ‘લિંગપુરાણ’માં નિરૂપિત ભૌગોલિક વિગતોમાં…
વધુ વાંચો >લીગ સ્પર્ધા
લીગ સ્પર્ધા : રાઉન્ડ રૉબિન ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી સ્પર્ધા. ગુજરાતીમાં ચક્ર ટુર્નામેન્ટ તરીકે તે જાણીતી છે. રમતોમાં જેમ વિવિધતા છે તેમ તેની ટુર્નામેન્ટના આયોજનમાં પણ વિવિધ પદ્ધતિઓ છે. સ્પર્ધા દરમિયાન એક ટીમ હારી જાય તો તે સ્પર્ધામાં આગળ ભાગ લઈ શકતી નથી. આવા પ્રકારની સ્પર્ધાને બાતલ પદ્ધતિ ટુર્નામેન્ટ કહેવામાં આવે…
વધુ વાંચો >