ક્રિસ્ટલ પૅલેસ, લંડન

January, 2010

ક્રિસ્ટલ પૅલેસ, લંડન : ઇંગ્લૅન્ડના હાઈ વિક્ટોરિયન સમયની સૌથી અગત્યની ઇમારત. 1850–51 દરમિયાન બંધાયેલ આ મકાનનું આયોજન જૉસેફ પાકસ્ટન નામના સ્થપતિએ કરેલું. સૌપ્રથમ આ

ક્રિસ્ટલ પૅલેસ, લંડન

મકાન લંડનના હાઇડ પાર્કમાં 1851ના મહાન પ્રદર્શન માટે બંધાયેલ. ત્યાર બાદ 1852-54 દરમિયાન તે સિડનહામમાં ખસેડાયેલ અને 1936માં તે આગમાં નાશ પામેલ. 1849માં મહાન પ્રદર્શનનો નિર્ણય લેવાયા પછી આયોજન માટેની હરીફાઈને અંતે ઑગસ્ટ, 1850માં શરૂ થયેલું બાંધકામ ફક્ત 9 મહિનામાં પૂરું થયેલું. આ મકાન 124.36 મી. પહોળું અને 563.27 મી. લાંબું (2.4384 મી. પહોળા 51 ગાળા) હતું અને લોખંડના થાંભલા, લોખંડનાં ખુલ્લાં બીમ અને કાચનું બનેલું હતું.

રવીન્દ્ર વસાવડા