કિફર, ઍન્સેમ (જ. 1945, જર્મની) : પ્રલય(apocalypse)નું આલેખન કરવા માટે જાણીતો આધુનિક જર્મન ચિત્રકાર. ભાંગીને ભુક્કો થઈ જતાં મધ્યયુગીન જર્મન ગૉથિક કથીડ્રલો, ભેંકાર ખંડેરો અને તારાજ થયેલાં નગરો કિફરના મુખ્ય વિષયો છે. પોતાની નિરાશાવાદી પ્રકૃતિનો કિફર સ્વીકાર કરે છે. એની માન્યતા મુજબ આધુનિક જગત પોતાના પાપના ભાર હેઠળ જ દબાઈને ખતમ થઈ જશે.

અમિતાભ મડિયા