કાર્બિનિયમ આયન (Carbenium ion)

January, 2006

કાર્બિનિયમ આયન (Carbenium ion) : કાર્બોકેટાયનો-(Carbocations)નો એક વિશિષ્ટ પ્રકાર. કાર્બિનિયમ

(અથવા કાર્બોનિયમ) આયનનું ઉદાહરણ CH5+ છે. આમાં પાંચ બંધ વચ્ચે 8 ઇલેક્ટ્રૉન

વહેંચાયેલા છે તથા તેની બાહ્ય કક્ષા એમોનિયમ આયન(N)ની માફક પૂર્ણ રીતે ભરાયેલી હોય છે. આ આયનમાં C+ ઉપર 3 બંધ તથા તેની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રૉન છે તથા તેનું p-કક્ષક ખાલી છે. આમ તે ઇલેક્ટ્રૉન-અધૂરપવાળો (electron deficient) અણુ ગણાવી શકાય. આ આયનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન-પ્રક્રિયાઓમાં મધ્યવર્તી તરીકે વર્તે છે. સૌથી સાદો કાર્બિનિયમ આયન C ગણાવી શકાય જે સમતલીય (planar) હોય છે.  અહીં પ્રત્યેક C-H બંધમાં બે ઇલેક્ટ્રૉન રહેલા હોય છે તથા તેની p-કક્ષક ખાલી હોય છે. આમ આ અણુ સમતલીય ત્રિફલકીય (planar trigonal) છે તથા Sp2 કાર્બન પરમાણુ ધરાવે છે. નીચા તાપમાને આલ્કિલ (alkyl) ફ્લોરાઇડ અને ઍન્ટિમની પેન્ટાફ્લોરાઇડ (SbF5) જેવા સુપર ઍસિડ વડે કાર્બિનિયમ આયનો મેળવી શકાય છે.

જ. પો. ત્રિવેદી