કવિતા (1) : કવિતા અને કવિતાવિષયક લેખોને પ્રકટ કરતું ડબલ ક્રાઉન કદનું ગુજરાતી માસિક. 1941ના ઑગસ્ટની પહેલી તારીખે ઇન્દુલાલ ગાંધી, મગનલાલ લાલભાઈ દેસાઈ (કોલક) અને રતુભાઈ દેસાઈના તંત્રીપદે તે મુંબઈથી પ્રગટ થયું હતું. બીજા વર્ષે એનું કદ ડિમાઈ કરી નાખવામાં આવ્યું હતું. જૂની-નવી પેઢીના અનેક કવિઓની મૌલિક રચનાઓ ઉપરાંત મધ્યકાલીન-અર્વાચીન કવિ અને કવિતાવિષયક અભ્યાસપૂર્ણ લેખો એમાં પ્રગટ થતા હતા.

ધીરુ પરીખ