ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં

January, 2006

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં દવાની માત્રામાં ઘટાડો જરૂરી બને છે.

                                                        સારણી 1 :મૂત્રપિંડ દ્વારા ઉત્સર્ગ પામતી દવાઓ

એલોપ્યુરિનોલ ઍમાઇનોગ્લાયકોસાઇડ એસ્પિરીન
એટેનોલોલ જૂથની ઍન્ટિબાયૉટિક, સિમેટિડિન
ક્લૉરોક્વિન કૅપ્ટોપ્રિલ, ક્લૉફાઇબ્રેટ
કો-ટ્રાઇમેક્ઝેઝોલ ક્લૉરપ્રોપેમાઇડ ડીગૉક્સિન,
એનાલેપ્રિલ ડાયઝેપામના સક્રિય નેડોલોલ
નાઇટ્રોફ્યુરેન્ટોઇન ચયાપચયી રસાયણો, ફિનોબાર્બિટોન
પોટૅશિયમ લિથિયમ
પેનિસિલીન-જી
ડૉક્સિસાઇક્લિન સિવાયનીટેટ્રાસાઇક્લિન દવાઓ

ક્રિયેટિનિનના સિરમપ્રમાણ પરથી ગુચ્છીગલન દર(GFR)નો અંદાજ કાઢવામાં આવે છે અને તેના આધારે આવી દવાઓની માત્રા ઘટાડાય છે. વળી કેટલીક દવાઓ આવા દર્દીઓમાં મૂત્રપિંડ માટે વિષરૂપ પણ સાબિત થાય છે (સારણી 2) અન્ય કારણોસર પોટૅશિયમ; પોટૅશિયમનો ઉત્સર્ગ ઘટાડતા –

      સારણી 2 : મૂત્રપિંડીય વિષસમ દવાઓ

ઍમાઇનોગ્લાયકોસાઇડ જૂથની ઍન્ટિબાયૉટિક દવાઓ
એસ્પિરીન
સીફેલોથિન
ડેનેઝોલ
મૂત્રવર્ધકો
લિથિયમ
પ્રતિશોથ દવાઓ (anti-inflammatory drugs)
ટેટ્રાસાઇક્લિન
વિટામિન–ડી

સ્પાઇરોનોલૅક્ટૉન જેવાં મૂત્રવર્ધકો (diuretics), કૅપ્ટોપ્રિલ અને એનાલેપ્રિલ જેવી લોહીનું દબાણ ઘટાડતી દવાઓ, કાર્બોનૉક્ઝોલૉન જેવી દવાઓ વગેરે; જઠરની અમ્લતા ઘટાડતી વધુ પ્રમાણમાં સોડિયમ હોય એવી દવાઓ; વૉરફેરિન, ડેક્સ્ટ્રૉપ્રોપૉક્સિફેન, ડાઇહાઇડ્રોકૉડિન, પૅથેડિન વગેરે દવાઓ શક્ય હોય ત્યાં સુધી, મૂત્રપિંડની નિષ્ફળતાના દર્દીને અપાતી નથી. વૃદ્ધ વ્યક્તિઓમાં મૂત્રપિંડનું કાર્ય શિથિલ થયેલું હોય છે તેથી તેઓમાં ઉપર જણાવેલી સઘળી દવાઓના ઉપયોગ સમયે ધ્યાન રાખવું જરૂરી બને છે.

શિલીન નં. શુક્લ

પ્રવીણા પી. શાહ