એરાક્કલ, યૂસુફ

January, 2004

એરાક્કલ, યૂસુફ (જ. 1945,ચાવાક્કડ, કેરળ; અ. 4 ઑક્ટોબર 2016, બેંગાલુરુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. કર્ણાટક ચિત્રકલા પરિષદમાં અભ્યાસ કરીને 1973માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1975થી શરૂ કરીને પોતાનાં શિલ્પ, ચિત્રો અને છાપચિત્રોનાં બૅંગાલુરૂ, દિલ્હી અને ચેન્નઈમાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. વળી તેમણે રશિયા, ક્યૂબા, મેક્સિકો, ફ્રાંસ, જાપાન, બાંગ્લાદેશ અને બ્રાઝિલમાં સમૂહપ્રદર્શનોમાં પણ ભાગ લીધો. 1983માં તેમને રાષ્ટ્રીય લલિતકલા અકાદમીનો નૅશનલ ઍવૉર્ડ તથા કર્ણાટક લલિતકલા અકાદમીનો ઍવૉર્ડ મળેલ છે. હાલમાં તેઓ બૅંગાલુરૂમાં રહી કલાસર્જન કરતા હતા.

અમિતાભ મડિયા