એફ-બ્લૉક તત્વો : જેની 4f અને 5f ઊર્જા-સપાટીઓ ઇલેક્ટ્રૉનથી ભરાતી હોય તેવાં તત્વો. fઊર્જા-સપાટીમાં સાત કક્ષકો (orbitals) હોઈ તેમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રૉન સમાઈ શકે છે. આ તત્વોને અનુક્રમે લૅન્થેનાઇડ (સીરિયમથી લ્યૂટેશિયમ સુધીનાં 14 તત્વો) અને ઍક્ટિનાઇડ (થૉરિયમથી લોરેન્શિયમ સુધીનાં 14 તત્વો) તત્વો કહેવામાં આવે છે. આમાં બહારની કક્ષક પૂર્ણ રીતે ભરાયેલી હોય છે અને વધારાના ઇલેક્ટ્રૉન અંદરની f કક્ષકમાં ભરાતા જાય છે. યુરેનિયમ પછીનાં તત્વો વિકિરણધર્મી હોઈ તેમને ન્યૂક્લિયર પ્રક્રિયાઓ વડે સંશ્લેષણથી મેળવવામાં આવે છે.

ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ