એનોર્થાઇટ : પ્લેજિયોક્લેઝનું ખનિજ (પ્લેજિયોક્લેઝ સમરૂપ શ્રેણીનું ખનિજ). રા. બં. – mCaAl2Si2O8 સાથે nNaAlSi3O8, Ab10An90થી Ab0An100; સ્ફ. વ. – ટ્રાઇક્લિનિક; સ્વ. – ટૂંકા પ્રિઝમ સ્વરૂપ સ્ફટિક, પટ્ટીદાર સંરચનાયુક્ત દળદાર, યુગ્મતા સામાન્ય જેવી કે કાર્લ્સબાડ, બેવેનો, માનેબાક, આલ્બાઇટ અને પેરિક્લિન નિયમ મુજબ; રં. – રંગવિહીન, સફેદ, રાખોડી કે લાલાશ પડતો; સં. – બેઝલપિનેકોઇડને સમાંતર પૂર્ણ, બ્રેકિપિનેકોઇડને લગભગ સમાંતર પૂર્ણ; ચ. – કાચમય; ભં. સ. – ખરબચડીથી વલયાકાર, બરડ; ચૂ. સફેદ; ક. – 6.0થી 6.5; વિ. ઘ. 2.74થી 2.76; પ્ર. અચ. – (અ) વક્રી. – α = 1.577, β = 1.584, γ = 1.590; (બ) 2V = 78o; પ્ર. સં.; દ્વિઅક્ષી (-Ve); પ્રા. સ્થિ. એનોર્થોસાઇટ, નોરાઇટ જેવા બેઝિક અંત:કૃત તેમજ જ્વાળામુખી ખડકોમાં અને કેટલાક વિકૃત ખડકોમાં.

વ્રિજવિહારી દીનાનાથ દવે