એકતાલ : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો ચતુરસ્ર જાતિનો તાલ. ભારતીય સંગીતમાં પ્રાચીન કાળથી તાલપરંપરા ચાલી રહી છે. તાલ એ લય દર્શાવવાની ક્રિયા છે. સંગીતમાં વિભિન્ન સ્વરો વચ્ચે જે અંતરાલ હોય છે એને માપવા માટે તાલની ક્રિયાનો આરંભ થાય છે.

તાલના અંતર્ગત દ્રુત, લઘુ, ગુરુ અને પ્લુત અક્ષરોને ઊલટસૂલટ કરવાથી અસંખ્ય તાલોનું નિર્માણ થયું. એમાં સ્વાભાવિક લય પર આધારિત રહેલા તાલ પ્રચલિત થયા.

એકતાલ વિલંબિત ખ્યાલ સાથે વગાડવામાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. ગાયક વિલંબિત લયમાં એકલો ઠેકો ઇચ્છે છે. વિલંબિત એકતાલ એટલા ધીમા લયમાં ગાવામાં આવે છે કે બાર માત્રાના સ્થાન પર અડતાલીસ માત્રાઓ લેવાતી દેખાય. પરંતુ એ એકતાલ જ હોય છે. તબલાવાદક પોતાની ઇચ્છાનુસાર બોલોને ભરાવાનું રૂપ આપી ઠેકાને ભિન્ન પ્રકારથી વગાડે છે.

એકતાલની માહિતી : 12 માત્રા. 1-5-9-11 માત્રાઓ ઉપર તાલી આવે, જ્યારે 3 અને 7 માત્રા ઉપર ખાલી આવે. એવી રીતે આમાં 2-2 માત્રાના છ ખંડ જોવામાં આવે.

ઠેકા અથવા બોલ

ઉપર દર્શાવેલી લેખનપદ્ધતિ પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરજીની માનવામાં આવે છે.

આ લેખનપદ્ધતિ પં. વિષ્ણુ નારાયણ ભાતખંડેજીની માનવામાં આવે છે.

કોઈ ગાયક અથવા વાદક એકતાલ-દ્રુતમાં ગાયન અથવા વાદન કરે ત્યારે તબલાવાદકને સાથે વગાડવાની સંધિ મળે, અન્યથા તબલાવાદક જ્યારે એકાકી (solo) વાદનમાં તાલ વગાડે ત્યારે વિલંબિત લયમાં ટુકડા વગાડે છે.

ખ્યાલ ગાયનની સંગતિમાં એક, બે, ત્રણ અથવા વધારેમાં વધારે ચાર માત્રાઓના મુખડાનો પ્રયોગ કરવામાં આવે છે. એકાકી વાદનમાં પેશકાર, ગત, કાયદા, રેલી, પરન, ચક્રદાર વગેરે વગાડીને કુશળતા બતાવવામાં આવે છે.

મંદાકિની અરવિંદ શેવડે