ઍટિક : સામાન્ય રીતે ઇમારતોના ઢળતા છાપરાવાળા ભાગમાં સમાયેલ માળ; પરંતુ રોમન સ્થાપત્યમાં સ્તંભોની ઉપર અને છાપરા વચ્ચેના ભાગમાં આવેલો નાનો માળ. તેની ઊંચાઈ સામાન્ય માળોની ઊંચાઈથી ઓછી હોય છે. અગાઉનાં ઘરોમાં તે માળિયું અથવા કાતરિયું કહેવાતું.

રવીન્દ્ર વસાવડા