ઊમાયસિટ્સ (Oomycetes)

January, 2004

ઊમાયસિટ્સ (Oomycetes) : જમીન કે પાણીમાં, વનસ્પતિ કે માછલી પર પરોપજીવી જીવન પસાર કરતી ફૂગ. સૃષ્ટિ : Protophyta (Protista); વિભાગ : Mycota; ઉપવિભાગ : Eumycotina; વર્ગ : Oomycetes.

કેટલીક મૃતોપજીવી હોય છે. દેહરચના પ્રાથમિક એકકોષીય સુકાય (thallus) સ્વરૂપ અથવા તો બહુશાખીય તંતુમય કવકજાલ (mycelium) સ્વરૂપ. મોટાભાગની ફૂગ અંશકાયફલિક (ucarpic) હોય છે. બે કશા (flagellae) ધરાવતા ચલબીજાણુ (zoospores) દ્વારા અથવા તો બીજાણુધાનીઓ(sporangia)માં ઉત્પન્ન થતા બીજાણુ (spores) દ્વારા થાય છે. પ્રજનન લિંગી પ્રજનન સામાન્યપણે વિષમ જન્યુધાનીઓ(heterogametangia)થી નિર્મિત નરકોષનું કોષકેન્દ્ર અને અંડકોષને ફલિત કરવાથી થાય છે. વનસ્પતિ અને માછલીમાં રોગ ઉત્પન્ન કરે છે; દા. ત., Phytopthera infestans બટાટામાં પાછોતરા સુકારા(late blight of potatoes)નો રોગ ઉત્પન્ન કરે છે.

હરિવદન હીરાલાલ પટેલ