ઇસ્હાક, અબૂ (ઇસ્તખૂરી)

January, 2002

ઇસ્હાક, અબૂ (ઇસ્તખૂરી) (જ. 950 આસપાસ) : અરબી ભૂગોળવેત્તા. આખું નામ અબૂ ઇસ્હાક ઇસ્તખૂરી. ઇસ્તખૂરના વતની. તેમણે ભૂગોળનો ગ્રંથ ‘મસાલિકુલ-મમાલિક’ રચ્યો હતો. એમાં દરેક દેશનો રંગીન નકશો હતો. અલ્મસ્ઊદી પછી અલ્-ઇસ્તખૂરી બીજા ભૂગોળવેત્તા છે, જેમણે સિસ્તાને પ્રાંતમાં પવનચક્કીનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે. અલ્-ઇસ્તખૂરીના સૂચનથી ભૂગોળવેત્તા ઇબ્નહૉકલે ઘણી લાંબી મુસાફરીઓ કરીને ઉપર્યુક્ત નકશાઓમાં સુધારા-વધારા કર્યા અને અલ્-ઇદરીસીનું પુનરાવર્તન કરી એનું નામ ‘અલ્-મસાલિક વલ-મમાલિક’ રાખ્યું હતું.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી