ઇલેક્ટ્રિક ઇસ્ત્રી

January, 2002

ઇલેક્ટ્રિક ઇસ્ત્રી : કપડાંની કરચલી દૂર કરવાનું વીજળિક સાધન. વીજળીની તાપજનક અસર વડે તે આ કાર્ય કરે છે. અહીં વપરાતા ઉચ્ચ વીજ-વિરોધક તારને લીધે વીજશક્તિનું ઉષ્માશક્તિમાં રૂપાંતર થાય છે. તેના મુખ્ય ભાગો : (1) તળિયું અથવા સોલ-પ્લેટ, (2) નાઇક્રોમ તારનું એલિમેન્ટ તથા અબરખનું અવાહક પડ, (3) વજનપ્લેટ, (4) લોખંડનું ઢાંકણ, (5) લાકડાનો કે એબોનાઇટનો હાથો અને (6) સ્વયં-સંચાલિત ઇસ્ત્રીની થરમૉ-કપલ સ્વિચ અને એડજસ્ટર.

વિદ્યુત ઇસ્ત્રી 250 વોલ્ટ એ. સી. કે ડી. સી. ઉપર વપરાય છે. તેની ક્ષમતા વૉટ અને વજનમાં દર્શાવાય છે.

ક્રમનંબર કેપૅસિટી (વૉટમાં) વજન (કિગ્રા.)
1. 250 1.5
2. 350થી 450 2.5
3. 500થી 650 3.5
4. 650થી 750 4 થી 5
5. 750થી 1500 6 થી 10

એન. યુ. મોદી