આભાગુગ્ગુલુ : આયુર્વેદિક ઔષધિ. બાવળની છાલ, હરડે, બહેડાં, આંબળાં, સૂંઠ, મરી, પીપર દરેક સમભાગે લઈ તે સર્વના વજનના પ્રમાણમાં શુદ્ધ ગૂગળ મેળવીને ચણા જેવડી ગોળીઓ બનાવવામાં આવે છે. 2થી 4 ગોળી પાણી સાથે આપવાથી અસ્થિભંગમાં આરામ થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા