આકારયંત્ર (shaper) : દાગીનાને સપાટ સપાટી આપતું યંત્ર. આ યંત્રમાં જે દાગીનામાં આકાર પાડવાનો હોય તેને યંત્રના ટેબલ ઉપર બેસાડેલા શિગરામાં મજબૂત રીતે પકડવામાં આવે છે. આ ટેબલ સાદું અથવા

આકૃતિ 1 : શેપર મશીન 1. રૅમ લોકીંગ હેન્ડલ, 2. સ્ટ્રોક દર્શક, 3. રૅમ, 4. બૉડી, 5. ગિયરબોક્ષ, 6. આડી ચાલ માટેનો સ્ક્રૂ, 7. ટૂલ સ્લાઈડ, 8. ક્લૅપર બોક્ષ, 9. ટૂલ હોલ્ડર, 10. મશીન વાઇસ, 11. ટેબલ, 12. સૅડલ, 13. સૅડલને ઉપર નીચે કરવા માટેનો સ્ક્રૂ.

દાગીનાને કોઈ પણ જગ્યાએ ખાંચા પાડવાની સગવડ રહે એ રીતે તલકોણ ફેરવી શકાય એવા પ્રકારનું પણ હોય છે. યંત્રના રૅમને એક છેડે કાપણ અણીવાળું કર્તન ઓજાર મજબૂત રીતે પકડવામાં આવ્યું હોય છે. આમાં કાપવાની ક્રિયા રૅમના આગળના ફટકામાં થાય છે. દરેક વળતા ફટકા દરમિયાન દાગીનો ફટકાને લંબદિશામાં ધકેલાય તે માટેની વ્યવસ્થા હોય છે. ઉપરાંત વળતા ફટકે ઓજાર દાગીના ઉપર ઘસાય નહિ તે માટે તે

આકૃતિ 2 : જુદા જુદા આકાર તૈયાર થઈ શકે તે દર્શાવ્યું છે.

ક્લૅપર બૉક્સ ઉપર બેસાડેલું હોવાને લીધે જરા અધ્ધર થઈ જાય છે. વળતો ફટકો ઝડપથી થાય તે માટે યંત્રમાં શીધ્ર પ્રત્યાગમન રચના રાખવામાં આવેલી હોય છે. આ યંત્રમાં રૅમનો ફટકો ઓછોવત્તો કરવાની તેમજ તેની ઝડપ પણ વત્તીઓછી કરવાની સગવડ હોય છે.

આ યંત્રથી T ખાંચા, V ખાંચા, ચાવી આકારના ખાંચા વગેરે પ્રકારનું કામ થઈ શકે છે. આમાં કર્તનકામ ઓજારની ગતિના અર્ધા ભાગમાં થતું હોવાથી વિપુલ ઉત્પાદન માટે તેનો ઉપયોગ થતો નથી. જે યંત્રમાં રૅમ ઊભો હોય અને ઉપર-નીચે જતો હોય તેને સ્લૉટિંગ મશીન કહે છે. બહુ મોટા લાંબા દાગીનામાં સપાટ સપાટીઓ માટે શેપર મશીનને બદલે પ્લેનર મશીન વપરાય છે અને નાના દાગીના અટપટા દાગીના જ્યાં વધુ ચોકસાઈ તેમજ ઝડપી કામ જોઈતું હોય ત્યાં મીલિંગ મશીનો વપરાય છે.

ઉપેન્દ્ર છ. દવે