અસદ અલીખાં (જ. 1 ડિસેમ્બર 1937, અલવર, રાજસ્થાન; અ. 14 જૂન 2011, નવી દિલ્હી) : ભારતના પ્રાચીનતમ વાદ્ય રુદ્રવીણાના કુશળ વાદક. પિતા સાદિકઅલીખાં પાસેથી વીણા, સિતાર અને ગાયનનું શિક્ષણ મેળવ્યું. તેઓ ધ્રુવપદની ચાર વાણીઓમાંથી એક ખંડહાર વાણીની રીતે રુદ્રવીણા વગાડતા. વારાણસી વિશ્વવિદ્યાલયે તેમને ‘વીણા-વિશારદ’ની ઉપાધિ આપી છે. તેમણે ઇંગ્લૅન્ડ, ઇટાલી અને અફઘાનિસ્તાનમાં જાહેર કાર્યક્રમો આપ્યા હતા. તેમને સંગીત નાટક અકાદમીનો ઍવૉર્ડ મળ્યો છે. 2008માં પદ્મભૂષણનો ખિતાબ તેમને એનાયત થયો હતો.

અસદ અલીખાં

સૌ. "Asad Ali Khan" | CC BY-SA 4.0

ચન્દ્રકાન્ત મહેતા