અસદ અલીખાં

અસદ અલીખાં

અસદ અલીખાં (જ. 1 ડિસેમ્બર 1937, અલવર, રાજસ્થાન; અ. 14 જૂન 2011, નવી દિલ્હી) : ભારતના પ્રાચીનતમ વાદ્ય રુદ્રવીણાના કુશળ વાદક. પિતા સાદિકઅલીખાં પાસેથી વીણા, સિતાર અને ગાયનનું શિક્ષણ મેળવ્યું. તેઓ ધ્રુવપદની ચાર વાણીઓમાંથી એક ખંડહાર વાણીની રીતે રુદ્રવીણા વગાડતા. વારાણસી વિશ્વવિદ્યાલયે તેમને ‘વીણા-વિશારદ’ની ઉપાધિ આપી છે. તેમણે ઇંગ્લૅન્ડ, ઇટાલી…

વધુ વાંચો >