અવન્તીસ્વામી મંદિર

અવન્તીસ્વામી મંદિર : અવન્તિવર્માએ અવન્તીપુર(કાશ્મીર)માં બંધાવેલું અવન્તીસ્વામીનું મંદિર તે પૂર્વાભિમુખ વિષ્ણુ પંચાયતનનું મંદિર છે. આશરે 4૦ × 5૦ મી. મોટી જગતી ઉપર ઊભેલું આ મંદિર છે. તેની રચના માટે બે અધિષ્ઠાન અથવા જગતી ઉપર સમચોરસ બાંધેલું મંદિર આશરે 1૦ મી. × 1૦ મીનું છે. મુખ્ય જગતીના ચાર ખૂણા પર ચાર નાનાં મંદિરો બાંધેલાં છે. મંદિરની મુખ્ય જગતીનું પ્રવેશદ્વાર અથવા બલાણક પૂર્વાભિમુખ છે. તે તરફના ખૂણામાં બે નાની દેરીઓ આવેલી છે તથા બહારની બાજુએ સુશોભિત સ્તંભો છે. મંદિર અને બલાણકની વચ્ચે નાનો કુંડ છે અને તેની પાસે ધ્વજસ્તંભ છે. હાલ તે ખંડિત હાલતમાં છે.

ર. ના. મહેતા