અળતો : સં. अलक्तक. લાખનો રસ : ગુલાબ જેવો પ્રવાહી લાલ રંગ. ભારતમાં સ્ત્રીઓ – ખાસ કરીને બંગાળમાં અને ઉત્તરપ્રદેશમાં – હાથપગ લાલ દેખાડવાને પાનીએ અને પાટલીએ એટલે ઘૂંટીથી આંગળાં સુધીના ભાગમાં મેંદીની માફક તે લગાડે છે. અળતો ઉકાળેલી લાખમાંથી બનાવેલો લાલ રંગ છે. અડધો લીટર પાણી, 4૦ ગ્રામ પીપળાની લાખ, ૨૫ ગ્રામ શોધેલો ટંકણખાર અને છ માસા લોદર – એ બધી ચીજો એક વાસણમાં નાખી ઉકાળીને પાંચછ કલાક સુધી રાખવાથી લાખનો રંગ ઊતરીને અળતો તૈયાર થાય છે.

કૃષ્ણવદન જેટલી