અલાન્દ ટાપુઓ

January, 2001

અલાન્દ ટાપુઓ : અલાન્દ સમુદ્રમાં બોથ્નિયાના અખાતના પ્રવેશદ્વારે ફિનલૅન્ડની નૈર્ઋત્યે આવેલ ટાપુઓનો સમૂહ. તે સ્વિડનના દરિયાકિનારેથી 40 કિમી. દૂર આવેલા ફિનલૅન્ડનો ભાગ ગણાતા આશરે 6,100 ટાપુઓથી બનેલો. વિસ્તાર : 1527 ચોકિમી. વસ્તી : 29,789 (2019). પાટનગર : મેરીહાન. કાંસ્યયુગ અને લોહયુગમાં આ ટાપુઓ પર માનવ-વસવાટ હોવાના પુરાવા મળ્યા છે. અલાન્દ ટાપુઓ વૈવિધ્યસભર ઇતિહાસ ધરાવે છે. લીગ ઑવ્ નૅશન્સે તેને ફિનલૅન્ડનો ભાગ બનાવીને સ્વાયત્તતા આપી હતી.

હેમન્તકુમાર શાહ