અમૃતારિષ્ટ : આયુર્વેદિક ઔષધ. લીમડાની ગળો એક ભાગ તથા દશમૂળ એક ભાગ, તેનો દસગણા પાણીમાં ઉકાળો કરી ગાળી તેમાં ગોળ ત્રણ ભાગ તથા જીરું, પિતપાપડો, સપ્તપર્ણની છાલ, સૂંઠ, મરી, લીંડીપીપર, નાગરમોથ, નાગકેસર, કડુ, અતિવિષની કળી અને ઇન્દ્રજવનું ચૂર્ણ મેળવી માટીના વાસણમાં એક મહિના સુધી બંધ કરી અરિષ્ટ તૈયાર કરવામાં આવે છે. તમામ પ્રકારના જ્વરરોગમાં એકથી બે તોલાની માત્રામાં પાણીના અનુપાન સાથે તે આપવામાં આવે છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા