અફઘાની, અલી મોહંમદ

January, 2001

અફઘાની, અલી મોહંમદ (જ. 1 જાન્યુઆરી 1925, કર્માન્સાલ, ઈરાન) : આધુનિક ઈરાની લેખક. તેમની કૃતિ ‘શોહરે-આહુ-ખાનમે’ ઈરાનના બૌદ્ધિકો, વિવેચકો અને જનસમૂહમાં હલચલ મચાવી હતી. 1961માં લખાયેલી આ કૃતિને ફારસીની શ્રેષ્ઠ નવલકથા ગણી બાલ્ઝાક અને ટૉલ્સ્ટૉયની કૃતિઓ સાથે સરખાવવામાં આવી છે. તેમાં ઈરાની, પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની દુર્દશાનું ચિત્રણ અનોખી આધુનિક ગદ્યશૈલીમાં કરાયું છે.

હાજીબેગમ અબ્દુલ્લાહ ઉરૈઝી