અનાવૃત આંજિયો (જુવાર) : જુવારને ફૂગ દ્વારા થતો એક રોગ. રોગજનક ફૂગનું વૈજ્ઞાનિક નામ Sphacelotheca cruenta (Kuhn) Potter છે. આ ફૂગના કણો બીજ ઉપર ચોંટેલા હોય છે, જે ચેપ લગાડે છે. આ રોગથી છોડની વૃદ્ધિ અટકે છે, ડૂંડાં વહેલાં બેસે છે અને ડૂંડાના ફૂલમાં આની અસરને કારણે પક્વતા આવતાં જ કાળો ભૂકો બહાર આવે છે. રોગયુક્ત તથા રોગગ્રાહ્ય બીજ આ રોગનાં કારણો હોય છે.

ઉપાયો : બીજને 0.6%ના દરે ગંધકનો તથા 0.4%ના દરે પારાયુક્ત પદાર્થનો પટ આપીને વાવવાં તે સલાહભરેલું છે.

ભીષ્મદેવ કીશાભાઈ પટેલ