અગ્નિતુંડી વટી

January, 2001

અગ્નિતુંડી વટી : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, અજમો, હરડે, બહેડાં, આંબળાં, સાજીખાર, જવભાર, ચિત્રક, સિંધાલૂણ, જીરું, સંચળ, વાવડિંગ, મીઠું, સૂંઠ, મરી અને લીંડીપીપર એ દરેકને સરખા ભાગે લઈને તેમાં બધાંયના વજન જેટલું શુદ્ધ ઝેરકોચલાનું ચૂર્ણ મેળવી જંબીરી લીંબુના રસમાં ખૂબ ઘૂંટીને મરીના દાણા જેવડી ગોળીઓ બનાવવામાં આવે છે અને 1થી 2 ગોળી દિવસમાં બેથી ત્રણ વાર પાણીના અનુપાન સાથે લેવાથી બધા પ્રકારના અજીર્ણ રોગમાં આરામ થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા