અંકશાસ્ત્ર : જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે અંક ઉપરથી ફલાદેશ કરવાની પદ્ધતિ. વસ્તુત: ગ્રહોની અસર તેમનાં સ્થાન ઉપરથી દર્શાવી શકાય છે અને હસ્તરેખાશાસ્ત્ર પણ વ્યક્તિનાં સ્વભાવલક્ષણ તેમજ ભવિષ્ય દર્શાવે છે તેમ અંકશાસ્ત્ર, અક્ષરગણિત ઉપરથી એટલે કે મનુષ્ય, પ્રાણી, દેશ, વસ્તુ વગેરેનાં નામ પરથી સ્વભાવ અને ભવિષ્યકથન કરનારું શાસ્ત્ર છે.

અંકશાસ્ત્ર પાયથેગોરસ સિદ્ધાંતને અનુસરે છે. પ્રત્યેક પદાર્થને અંકથી ઓળખાવી શકાય છે. ગ્રીક અને હીબ્રૂ મૂળાક્ષરોમાં દરેકને તેનું અંકમૂલ્ય હોય છે. 1થી 9 અંકની ભિન્નભિન્ન અસરો અને તેનો ચોક્કસ પ્રભાવ આ ગણતરીથી નક્કી કરી શકાય છે.

અંકશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ કોઈ પણ રકમનો એક અંક બનાવવાથી તે મૂળ અંકનો પ્રભાવ પડે છે; દા.ત., રકમ 25,189 હોય તો 2 + 5 + 1 + 8 + 9 = 25 થાય અને 25 = 2 + 5 = 7 એટલે કે અંક ૭નો પ્રભાવ પડે છે.

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનો પ્રભાવ અંક દ્વારા દર્શાવવામાં આવે છે.

સૂર્યનો પ્રભાવ અને અસર 1 અંક ઉપર થાય છે.

ચંદ્રનો પ્રભાવ અને અસર 2 અંક ઉપર થાય છે.

મંગળનો પ્રભાવ અને અસર 9 અંક ઉપર થાય છે.

બુધનો પ્રભાવ અને અસર 5 અંક ઉપર થાય છે.

ગુરુનો પ્રભાવ અને અસર 3 અંક ઉપર થાય છે.

શુક્રનો પ્રભાવ અને અસર 6 અંક ઉપર થાય છે.

શનિનો પ્રભાવ અને અસર 8 અંક ઉપર થાય છે.

યુરેનસ(હર્ષલ)નો પ્રભાવ અને અસર 4 અંક ઉપર થાય છે.

નેપ્ચૂન(વરુણ)નો પ્રભાવ અને અસર 7 અંક ઉપર થાય છે.

(પ્લૂટો-યમ ઘણો દૂર છે અને તેનો અંક પ્રાચીન સમયમાં મળતો નથી.)

કેટલાક વિદ્વાનો 4 અંકને સૂર્યનો ઋણ (negative) અંક કહે છે અને અંક 7ને ચંદ્રનો ઋણ અંક કહે છે. ઋણ એટલે પ્રતિકૂળ અસર કરનાર. ઉપર જણાવ્યા પ્રમાણે દરેક અંક જે તે ગ્રહની ચોક્કસ અસર બતાવે છે.

પાશ્ચાત્ય વિદ્વાનોના મત પ્રમાણે અક્ષરનો અંક નીચે મુજબ છે :

1 2 3 4 5 6 7 8 9
A B C D E F G H I
J K L M N O P Q R
S T U V W X Y Z

જો વ્યક્તિનું નામ Raman હોય તો

RAMAN

9 + 1 + 4 + 1 + 5 = 2૦ એટલે 2 + ૦ = 2 અંક થાય. આમ Raman નામવાળી વ્યક્તિ પર અંક 2નો પ્રભાવ પડે. નંબર 2નો અંક ચંદ્રનો છે. એટલે ચંદ્રની અસર રમણ ઉપર ચોક્કસ રીતે થાય. આ ઉપરાંત જન્મતારીખ ઉપરથી પણ અંકશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે ફલાદેશ કરી શકાય છે.

દા.ત., જન્મતારીખ 29-5-1924 હોય તો તેને અંક બનાવતાં  = 32 = 3 + 2 = 5 થાય.

અંક 5 એ વ્યક્તિને માટે ભાગ્યશાળી અંક ગણાય. એટલે 5, 14, 23, 32, 41, 5૦, 59, 68નાં વર્ષો ખૂબ જ યાદગાર નીવડે. તેનો ભાગ્યશાળી અંક પણ 5 ગણાય. તેથી મકાન, ઑફિસ, ટેલિફોન, ગાડી વગેરે તે અંક સાથેનાં હોય તો લાભ થાય.

ઉપરાંત અંકશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ કોઈ અંક તેના સમાન અંક સાથે સારો મેળ રાખે છે.

દા.ત.,

અંક 1ને 1-3-5 આંક સાથે સુમેળ છે અને અંક 8 અશુભ છે.

અંક ૨ને 27 આંક સાથે સુમેળ છે અને અંક 9 અશુભ છે.

અંક ૩ને ૩-5-6-9 આંક સાથે સુમેળ છે અને અંક 2 અશુભ છે.

અંક 4ને 4-6-8-1 આંક સાથે સુમેળ છે અને અંક 5 અશુભ છે.

અંક 5ને 5 આંક સાથે સુમેળ છે એ 4 અંક અશુભ છે.

અંક 6ને 6-3-9 આંક સાથે સુમેળ છે અને અંક 5 અશુભ છે.

અંક 7ને 72 આંક સાથે સુમેળ છે અને અંક ૩ અશુભ છે.

અંક 8ને 8-2-4-6 આંક સાથે સુમેળ છે અને અંક 1 અને 9 અશુભ છે.

અંક 9ને 9-૩-6 આંક સાથે સુમેળ છે અને અંક 8 અશુભ છે.

ઉપર પ્રમાણે વ્યક્તિ મકાન વાહન, ટેલિફોન, ધંધાનો અંક શોધી પોતાના ભાગ્યશાળી આંક સાથે મેળવીને લાભ થશે કે નુકસાન તે જાણી શકે.

ઉપરની રેખીય (linear) પદ્ધતિથી જેમ અંક ખોળી શકાય છે તેમ પિરામિડ પદ્ધતિથી પણ અંક ખોળવાની પદ્ધતિ પાશ્ચાત્ય દેશોમાં પ્રચલિત છે. તેમાં પિરામિડની જેમ અંકની ગોઠવણી થાય છે ને છેવટે એક આંકડો મળે છે. આ પદ્ધતિએ નીચે મુજબ અંક નીકળે; દા.ત.,

R A M A N  નો અંક એ
9 1 4 1 5
1 5 5 6
6 1 2
7 3

એમાં પહેલો ને બીજો, બીજો ને ત્રીજો, ત્રીજો ને ચોથો તથા ચોથો ને પાંચમો એમ બબ્બે આંકડાના સરવાળાથી મળતો અંક નીચે મૂકતા જઈને છેવટે એક અંક મળે છે.

જન્મ તા. 29-5-1924 હોય તો વ્યક્તિનો રેખીય પદ્ધતિથી

2 + 5 + 7 = 14 = 5  અંક થાય

તો પિરામિડથી 29-5-1924

2. 5. 126 = 38. કુલ અંક 9 થાય = 2

ફલાદેશ કહેવો હોય તો અમુક બાબતો નિશ્ચિત રહે છે. જાતકનું નામ, જન્મસ્થળ, જન્મતારીખ અને સ્થાયી રહેઠાણ  આ ચારના એકમ લેખે અંક કાઢી જે તે બાબત અંગે વિચાર કરવાથી ધંધો, સંતાન, લગ્ન ઇત્યાદિનો અંક લઈને સમગ્ર રીતે ભવિષ્યકથન થઈ શકે.

જન્મતારીખ – 4 આંક

જન્મસ્થળ – 3 આંક

નામ – 3 આંક

રહેઠાણ – 6 આંક

કીરોની પદ્ધતિ પ્રમાણે અંગ્રેજી મૂળાક્ષરોના અંક આ પ્રમાણે છે :

A B C D E F G H I J
1 2 3 4 5 8 3 5 1 1
K L M N O P Q R S T
2 3 4 5 7 8 1 2 3 4
U V W X Y Z
6 6 6 5 1 7

હવે RAMANનો અંક કાઢીએ તો આ પદ્ધતિ પ્રમાણે

2 1 4 1 5

= 13 = 4 થાય.

પ્રથમ 13ના અંકના હીબ્રૂ-શેલ્ડિયન પ્રજાએ દોરેલા કલ્પનાચિત્ર પ્રમાણે ઘાસ ઊગેલા ખેતરમાં થોડી ખોપરીઓ અને પાછળ એક હાડપિંજર ઊભું છે, જે દાતરડા વડે ઘાસ તથા ખોપરીઓને કાપે છે, એવું અર્થઘટન કરી શકાય. તેનો અર્થ એ કે રમણ નામની વ્યક્તિ જો સારાં કર્મ કરે તો તેને શક્તિ મળે છે અને જો પાપકર્મ કરે તો તેનો વિનાશ થાય છે.

વળી છેલ્લે આવતો અંક 4 લઈએ તો આ વ્યક્તિ નિદાન કપરું બને તેવા રોગવાળી, મહત્વાકાંક્ષી અને ઉચ્ચ પદવી મેળવનારી હોય. સાવચેતી રૂપે તેણે સત્કાર્ય કરવાં અને સમાજના કાયદાને અનુરૂપ વર્તન કરવું.

આમાં નામ સાથે અટકને લઈને પણ અંક કાઢવામાં આવે છે :

RAMAN PATEL

2 1 4 1 5 + 8 1 4 5 3

= 13 + 21 = 34

= 4 + ૩ = 7 અંક આવે.

આ અંક પરથી કહી શકાય કે આવી વ્યક્તિ જ્ઞાનવાન, ઉચ્ચ વિચારવાળી અને સ્વમતાગ્રહી હોય.

૩ અંક ગુરુનો છે. એટલે તેણે ગુરુના માર્ગદર્શન પ્રમાણે કામ કરવું. 34 અંક બતાવે છે કે આ વ્યક્તિને જીવનમાં સંઘર્ષ કરવો પડે. 34મા વર્ષે આરોગ્ય બગડે અને તેમાં ટકી શકે તો બીજાં થોડાં વર્ષ સુખથી પસાર કરી શકે. અંક 7 બતાવે છે કે આ વ્યક્તિ ઈશ્વરી શક્તિનો ઉપયોગ કરે, નદી કે સાગરતટે વસે, બીજું લગ્ન કરે, માનસિક ચિંતાવાળી હોય અને મુસાફરી કે યાત્રા દરમિયાન મૃત્યુ પામે.

ડૉ. ભાભાનો આંક :

B H A B H A

2 5 1 2 5 1 = 16 થાય. આ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સુપ્રસિદ્ધ અને કીર્તિની ટોચ ઉપર પહોંચે. વીજળી પડવાથી મુસાફરી દરમિયાન હવાઈ જહાજમાં મૃત્યુ પામે.

હવે ૐ લઈએ.

આમાં ઓમ લખતાં પ્રથમ 3 લખીએ છીએ. પછી સંસ્કૃતનો 9નો આંક જોડવામાં આવે છે અને પછી ઉપર અર્ધચંદ્ર 2નો આંક મૂકવામાં આવે છે. ત્યાર પછી બિંદુ 5નો આંક મૂકવામાં આવે છે.

૩ + 9 + 2 + 5 = 19.

૩ = ગુરુ, 9 = મંગળ અને  અહીં ગુરુથી શુભારંભ, મંગળથી પ્રગતિ, ચંદ્રથી મન અને બિંદુથી બુદ્ધિ. આ બધા ગ્રહો અને તેમના અંકને જોડવાથી આ 19 અંક સ્વર્ગનો રાજકુમાર, શ્રીકૃષ્ણ, શ્રીવિષ્ણુ અથવા દેવદૂતનું સૂચન કરે છે. આ શુભ અંક છે. તેમાં 1 અંક ઈશ્વર અથવા સૂર્ય દર્શાવે છે અને અંક 9 નવગ્રહો દર્શાવે છે. આમ ઈશ્વર અને તેના 9 ગ્રહો આ પ્રતીકમાં સમાવેશ પામેલ છે.

19 = 1૦. 1 + 9 = 1૦ = 1 તેમાં અંક 1 ઈશ્વર છે અને ૦ તેનું બ્રહ્માંડ છે, અને છેલ્લે આવતો અંક 1 પણ બ્રહ્મની પૂર્ણતા સૂચવે છે.

ભારતીય જ્યોતિષવિદ્યામાં અંકનો ઉપયોગ યંત્રો બનાવવામાં થાય છે. તેમાં દર્શાવેલા આંકડાઓનો પ્રભાવ ચિંતન, જાપ કરનાર ઉપર અવશ્ય પડે છે. પંદરો યંત્ર જોઈએ :

આ યંત્રના આંકડાનો સરવાળો કોઈ પણ બાજુ કે ખૂણાથી કરીએ તો 15નો આંકડો થશે. 15 = 1 + 5 = 6 અંક થાય. આ શુક્રનો અંક છે, એટલે શુક્રના ગુણધર્મો લક્ષ્મી, વિદ્યા, કળા, સાહિત્ય, સંગીત, મોજી સ્વભાવ વગેરે છે. તેનો પ્રભાવ પડે. આમાં આંકડા કેમ ગોઠવવા તે પણ એક વિદ્યા છે. આ રીતે વીસો યંત્ર ચોત્રીસો યંત્ર વગેરેથી મનુષ્યને ધાર્યો લાભ થાય છે. તેની ઉપાસનાવિધિ વગેરે જાણકાર પાસેથી સમજી લેવાં જરૂરી છે. દરેક અંકનો ચોક્કસ પ્રભાવ પ્રાણીમાત્ર અને વિશ્વ ઉપર પડે છે. તેની કેટલીક વિશિષ્ટતાઓ નીચે મુજબ છે :

અંક  1 : દિવ્ય શક્તિદાતા અંક છે. સૂર્ય(આત્મા)ના ગુણધર્મો ધરાવે  છે. કીર્તિ, સફળતા, માન, તંદુરસ્તી અને દીર્ઘ આયુષ્ય સૂચવે છે.આ યંત્રના આંકડાનો સરવાળો કોઈ પણ બાજુ કે ખૂણાથી કરીએ તો 15નો આંકડો થશે. 15 = 1 + 5 = 6 અંક થાય. આ શુક્રનો અંક છે, એટલે શુક્રના ગુણધર્મો લક્ષ્મી, વિદ્યા, કળા, સાહિત્ય, સંગીત, મોજી સ્વભાવ વગેરે છે. તેનો પ્રભાવ પડે. આમાં આંકડા કેમ ગોઠવવા તે પણ એક વિદ્યા છે. આ રીતે વીસો યંત્ર ચોત્રીસો યંત્ર વગેરેથી મનુષ્યને ધાર્યો લાભ થાય છે. તેની ઉપાસનાવિધિ વગેરે જાણકાર પાસેથી સમજી લેવાં જરૂરી છે. દરેક અંકનો ચોક્કસ પ્રભાવ પ્રાણીમાત્ર અને વિશ્વ ઉપર પડે છે. તેની કેટલીક વિશિષ્ટતાઓ નીચે મુજબ છે :આ યંત્રના આંકડાનો સરવાળો કોઈ પણ બાજુ કે ખૂણાથી કરીએ તો 15નો આંકડો થશે. 15 = 1 + 5 = 6 અંક થાય. આ શુક્રનો અંક છે, એટલે શુક્રના ગુણધર્મો લક્ષ્મી, વિદ્યા, કળા, સાહિત્ય, સંગીત, મોજી સ્વભાવ વગેરે છે. તેનો પ્રભાવ પડે. આમાં આંકડા કેમ ગોઠવવા તે પણ એક વિદ્યા છે. આ રીતે વીસો યંત્ર ચોત્રીસો યંત્ર વગેરેથી મનુષ્યને ધાર્યો લાભ થાય છે. તેની ઉપાસનાવિધિ વગેરે જાણકાર પાસેથી સમજી લેવાં જરૂરી છે. દરેક અંકનો ચોક્કસ પ્રભાવ પ્રાણીમાત્ર અને વિશ્વ ઉપર પડે છે. તેની કેટલીક વિશિષ્ટતાઓ નીચે મુજબ છે :

અંક  2 : માનસિક શક્તિ આપનાર અંક છે. ચંદ્ર(મન)ના ગુણધર્મો ધરાવે છે. વ્યક્તિત્વ, ઇચ્છાશક્તિ, સ્ત્રીઓ સાથેના સંબંધ, યાદશક્તિ વગેરે સૂચવે છે.

અંક  3 : બુદ્ધિપ્રદાતા અંક છે. ગુરુ(જ્ઞાન)ના ગુણધર્મો ધરાવે છે. જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, દૈવી શક્તિ, આધ્યાત્મિક શક્તિ, અંતર્મુખ મનોવૃત્તિ, આસ્તિકતા અને સરમુખત્યારપણાના ગુણો પ્રદાન કરે છે.

અંક  4 : તર્કશક્તિદાતા અંક છે. સૂર્ય (ઋણ) પ્રતિકૂળ અને અગ્નિ તત્વ(હર્ષલ)ના ગુણધર્મો ધરાવે છે. ઇચ્છા, અભિમાન, માનસિક વૃત્તિઓ વગેરે સૂચવે છે.

અંક  5 : બુદ્ધિસમજશક્તિ આપનાર અંક છે. તે બુધના ગુણધર્મો ધરાવે છે. ન્યાય, સત્ય, કર્મફળ, સ્વાર્થ, લાગણી, દાન, દયા વગેરેનું સૂચન કરે છે.

અંક  6 : પ્રેમ-સ્નેહ અને સહકાર આપતો અંક છે. તે શુક્રના ગુણધર્મો ધરાવે છે. પ્રેમ, સંગીત, નૃત્ય, સાહિત્ય, કવિત્વ-શક્તિ, જાતીય આકર્ષણ વગેરે ગુણધર્મો દર્શાવે છે.

અંક  7 : માનસિક શક્તિ આંતરમનનો વિકાસ અને ઇચ્છાશક્તિ આપનાર અંક છે. ચંદ્ર (પ્રતિકૂળ) તથા નેપ્ચૂનના ગુણધર્મો ધરાવે છે. સહનશીલતા, મક્કમતા, ડહાપણ-શક્તિ, પ્રેમભાવ, આનંદ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ બતાવે છે.

અંક  8 : સખ્તાઈ દર્શાવતો અંક છે. તે શનિના ગુણધર્મો ધરાવતો અંક છે. પ્રબળ આત્મશક્તિ, મનોબળ, ચારિત્ર્ય, દુશ્મનાવટ, કંકાસ વગેરે ઉપર પ્રભાવ ધરાવે છે.

અંક  9 : આશા-નિરાશા, સ્વતંત્રતા, શારીરિક વિકાસ અને બુદ્ધિશક્તિ ધરાવતો અંક છે. મંગળના ગુણધર્મો ધરાવે છે.

ઉપર પ્રમાણે અંકની અસરને ધ્યાનમાં રાખીને ફલાદેશ કરવામાં આવે છે. અંકશાસ્ત્ર મુખ્યત્વે જ્યોતિષના સિદ્ધાંતો પર રચાયેલું છે. એટલે ગ્રહોના ગુણધર્મ, તેમનો પ્રભાવ વગેરે જાણવાં જરૂરી બને છે. કોઈ પણ ઘટનામાં ગ્રહો, અંક વગેરેની સંપૂર્ણ અસર હોય છે.

વર્ષનાં અઠવાડિયાં 52 હોવાથી અંક 1૦થી 52 સુધીના લક્ષમાં લઈ દરેકના વિશિષ્ટ ગુણધર્મોનું વિસ્તૃત વર્ણન પણ ઉપલબ્ધ છે. તેના આધારે ઝીણવટભરી સમજૂતીથી વિગતપ્રચુર ફલાદેશ કરવામાં આવે છે.

રાશિ મુજબ ગ્રહ અને અંકની અસરો નીચે પ્રમાણે બતાવવામાં આવે છે :

મેષ : ગ્રહ મંગળ, તેનો અંક 9. પ્રગતિ, અકસ્માત, લોખંડ, લોહી વગેરે સાથે સંબંધ ધરાવે.

વૃષભ : ગ્રહ શુક્ર, તેનો અંક 6. પ્રેમ, વક્તૃત્વ, બેવફા મિત્રો, મૂત્રાશયના રોગો, અન્ય પ્રદેશ સાથેના સંબંધો વગેરે સૂચવે છે.

મિથુન : ગ્રહ બુધ અને તેનો અંક 5 છે. આંગળી પર ઈજા, ચર્મરોગ વગેરે સૂચવે છે. તેની અસર જ્ઞાનતંતુ પર થાય. 5, 14, 23 તારીખે જન્મેલા પોતાનો સ્વભાવ બદલી શકતા નથી.

કર્ક : ગ્રહ ચંદ્ર છે અને અંક 2 છે. મન, લોહી, પાણી, પરદેશ વગેરે વિશે સૂચનો કરી શકે. પાણીથી લાભ કે નુકસાન થાય, મુસાફરીમાં મૃત્યુ સંભવે, મનની અસ્થિરતા થાય, બીજું લગ્ન કરે વગેરે બાબતોનું કથન કરી શકાય.

સિંહ : ગ્રહ સૂર્ય 1 છે. તે સૂર્ય મહત્વાકાંક્ષા, ઉચ્ચ સ્થાન વગેરેનું સૂચન કરે છે. હૃદયરોગની શક્યતા ઊભી થાય છે.

કન્યા અને મિથુન રાશિનો ગ્રહ  બુધ એટલે અંક 5 છે.

તુલા અને વૃષભ રાશિનો ગ્રહ  શુક્ર એટલે અંક 6 છે.

વૃશ્ચિક અને મેષ રાશિનો ગ્રહ  મંગળ એટલે કે 9 છે.

ધન અને મીન રાશિનો ગ્રહ એક જ ગુરુ, તેનો અંક 3 છે. તે લાભ આપે. વિચારો, જ્ઞાન અને સરમુખત્યારપણું દર્શાવે.

મકર અને કુંભ રાશિનો ગ્રહ શનિ અને તેનો અંક 8 છે. ધર્મ, ઈશ્વર, આત્મહત્યા, પૂર્વજન્મ ઇત્યાદિનું સૂચન કરે છે.

આ રીતે અંકશાસ્ત્ર બહુ વિશાળ શાસ્ત્ર છે.

ચન્દ્રકાન્ત દવે

કનૈયાલાલ સત્યપંથી