Pyroelectricity
ઉષ્ણતાવિદ્યુત
ઉષ્ણતાવિદ્યુત (pyroelectricity) : સ્ફટિકમાં તાપમાનના ફેરફારને કારણે, તેના જુદા જુદા ભાગ ઉપર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર ઉત્પન્ન થવાથી ઉદભવતી વિદ્યુત. આ ઘટના સૌપ્રથમ 1824માં ક્વાર્ટ્ઝના સ્ફટિકમાં જોવા મળી. તે ઓછામાં ઓછી એકધ્રુવીય સમમિતિ અક્ષ ધરાવતા અવાહક સ્ફટિકીકૃત (crystallised) પદાર્થો વડે રજૂ થતી હોય છે. [ધ્રુવીયનો અર્થ સમમિતિ કેન્દ્ર (centre of symmetry).…
વધુ વાંચો >