અન્તર્જનમ્ લલિતામ્બિકા (જ. 30 માર્ચ 1909, કોટ્ટાયમ, કેરાલા; અ. 6 ફેબ્રુઆરી 1987, કોટ્ટાયમ, કેરાલા) : મલયાળમ સાહિત્યમાં અભૂતપૂર્વ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર કેરળનાં પ્રથમ નામ્બુદ્રી લેખિકા. એમના જન્મસમયે નામ્બુદ્રી બ્રાહ્મણો અત્યંત રૂઢિચુસ્ત હતા એટલે સ્ત્રીઓને માટે જાતજાતના નિષેધ હતા. સ્ત્રીઓ છૂટથી હરીફરી શકતી નહિ. ઘરમાં બંદિની જેવી એમની દશા હતી. લલિતામ્બિકાએ…
વધુ વાંચો >