Kshemendra-an 11th-century Sanskrit polymath-poet-satirist-philosopher-historian-dramatist-translator and art-critic from Kashmir.
ક્ષેમેન્દ્ર (અગિયારમી સદી)
ક્ષેમેન્દ્ર (અગિયારમી સદી) : સંસ્કૃત કવિ, નાટકકાર, કાવ્યાલોચક તેમજ શાસ્ત્રગ્રંથોના રચયિતા. ક્ષેમેન્દ્રે ‘ઔચિત્યવિચારચર્ચા’ ઉપરાંત ‘કવિકંઠાભરણ, ‘સુવૃત્તતિલક’, ‘ભારતમંજરી, ‘રામાયણમંજરી’, ‘બૃહત્કથામંજરી’ વગેરે 30થી વધુ ગ્રંથો રચ્યા છે. ભારતીય કાવ્યમીમાંસાના પાંચ પ્રસિદ્ધ વાદોમાં છઠ્ઠો ઔચિત્યવાદ ઉમેરીને તેમણે નવી ભાત પાડી છે. તેઓ કાવ્યને રસસિદ્ધ કહ્યા પછી ઔચિત્યને કાવ્યના સ્થિર જીવિત તરીકે નિરૂપે છે.…
વધુ વાંચો >