Konkai Literature

સરદેસાઈ, લક્ષ્મણરાવ

સરદેસાઈ, લક્ષ્મણરાવ (જ. 1904, સવાઈવેરમ, ગોવા; અ. ?) : કોંકણી ભાષાના જાણીતા વિવેચક, નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમના નિબંધસંગ્રહ ‘ખબરી’ માટે 1982ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો. તેમણે લિસિયમ ખાતે મરાઠી, કોંકણી અને પોર્ટુગીઝ ભાષાનો અભ્યાસ કર્યો તેમજ ફ્રેન્ચ, લૅટિન અને અંગ્રેજીમાં વિશેષજ્ઞતા મેળવી પછી અલમૈડા કૉલેજમાં શિક્ષક તરીકે જોડાયા.…

વધુ વાંચો >

સલ્દાન્હા, વિન્સેંટ જૉન પીટર

સલ્દાન્હા, વિન્સેંટ જૉન પીટર (જ. 9 જૂન 1925, ઑમઝૂર, મેર્મજાલ, દક્ષિણ કન્નડ, કર્ણાટક) : કોંકણી લેખક. ‘ખંડાપ’, ‘કોંકણકુમાર’ તેમનું તખલ્લુસ છે. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ.; એમ.ડી.(એ.એમ.)ની પદવી મેળવી. પછી એમસીસી બૅંક લિ., મૅંગલોરના નિયામક તરીકે જોડાયા. 1950-58 દરમિયાન મુંબઈથી પ્રગટ થતા અઠવાડિક ‘પોઇન્નારી’ના સ્થાપક-સંપાદક; 1960-65 દરમિયાન મૅંગલોરમાંથી પ્રગટ થતા દૈનિક…

વધુ વાંચો >