Kalikantarvinyas : Arrangement of Vajrapatras-Dalapatras or Paridalapatras in a flowery kalika.
કલિકાન્તરવિન્યાસ
કલિકાન્તરવિન્યાસ : વજ્રપત્રો, દલપત્રો કે પરિદલપત્રોની પુષ્પીય કલિકામાંની ગોઠવણી. આવૃતબીજધારી વનસ્પતિઓના વર્ગીકરણમાં કલિકાન્તરવિન્યાસનું ખૂબ મહત્વ છે. તેના પ્રકારો નીચે પ્રમાણે છે : (1) ધારાસ્પર્શી – આ પ્રકારમાં પુષ્પીય પત્રોની ધાર એકબીજા પર આચ્છાદિત થયા વિના એકબીજાને માત્ર સ્પર્શતી હોય છે. આ વિશિષ્ટતા એનોનેસી કુળ અને માઇમોઝી ઉપકુળમાં જોવા મળે છે.…
વધુ વાંચો >