એકાન્ત સેવા (વીસમી સદીનો ત્રીજો દશકો) : તેલુગુ કાવ્યસંગ્રહ. તેલુગુ ભક્તકવિ વ્યંકટ પરવતીશ્વર ક્વુલુ (1881–1974) તથા વોલેતાં પર્વતીસમ(1882–1955)ના સંયુક્ત કર્તૃત્વનાં આ ઊર્મિકાવ્યોમાં મહદંશે વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ છે. બાહ્ય ર્દષ્ટિએ માનવપ્રણયનાં વિરહકાવ્યો લાગે, પણ એમાં જીવાત્માની પરમાત્માના મિલન માટેની વ્યાકુળતા તથા વિરહની અસહ્ય વેદનાનું આલેખન થયું છે. આ સંગ્રહનાં 62 ગીતોમાં…
વધુ વાંચો >