Einstein Observatory – the first fully imaging X-ray telescope put into space.
આઇન્સ્ટાઇન વેધશાળા
આઇન્સ્ટાઇન વેધશાળા (Einstein Observatory) : આ નામનો વેધશાળાથી સજ્જ ઉપગ્રહ. તેનો મુખ્ય હેતુ સૂર્ય સિવાયના બીજા (nonsolar) સ્રોતોમાંથી આવતાં X-કિરણોનો અભ્યાસ કરવાનો હતો. 1962માં સ્કૉર્પિયસ(Scorpius)ના તારામંડળમાં એક ઝાંખો તારો, જે દૃશ્ય વર્ણપટમાંની કુલ ઊર્જા કરતાં એક હજારગણી ઊર્જાનું ઉત્સર્જન કરે છે, તેની શોધ થઈ ત્યારથી ખગોળીય X-કિરણોના સઘન અભ્યાસનો પ્રારંભ…
વધુ વાંચો >