Chinthavishtayaya Sita-a landmark Malayalam poem by Kumaran Asan-it reinterprets Ramayana through Sita’s critical reflections.

ચિંતાવિષ્ટા યા સીતા (1919)

ચિંતાવિષ્ટા યા સીતા (1919) : મલયાલમમાં કુમારન્ અસને (જ. 1873; અ. 1924) રચેલું કાવ્ય; કેટલાકને મતે કવિની ઉત્તમ કૃતિ. કાવ્યમાં સીતાની પરિકલ્પના ‘સ્વ’ને અતિક્રમી જતા પ્રેમના પ્રતીક રૂપે કરવામાં આવી છે. સીતાની વેદનાના અને ચિંતનના આલેખન સાથે કાવ્યના કેન્દ્રમાં સીતાની શૂન્યમનસ્કતા છે. સીતાના અચેતન મનમાં રહેલા વિચારો અને લાગણીઓને કવિ…

વધુ વાંચો >