Bone marrow

અસ્થિમજ્જા

અસ્થિમજ્જા (bone marrow) : હાડકાના પોલાણમાં આવેલી લોહીના કોષો બનાવતી મૃદુ પેશી. લોહીના કોષો ઉત્પન્ન કરવાની ક્રિયાને રુધિરપ્રસર્જન (haemopoiesis) કહે છે. જન્મ પછી ધડનાં હાડકાંમાં તથા ઢીંચણના સાંધાનાં હાડકાંમાં આવેલી અસ્થિમજ્જા, લોહીના કોષો ઉત્પન્ન કરે છે. હાડકાના પોલાણમાં તનુતન્ત્વી (reticulum) કોષો આવેલા છે, જે પોતાના કોષ-તરલ(cytoplasm)ના રેસા વડે તંતુઓ બનાવે…

વધુ વાંચો >