આનંદવર્ધન (નવમી સદી) : ભારતીય સાહિત્યશાસ્ત્રના ધ્વનિસંપ્રદાયના મહાન આચાર્ય. ‘ધ્વન્યાલોક’ની ઇન્ડિયા ઑફિસની પાંડુલિપિમાં ત્રીજા અધ્યાયના વિવરણમાં તેમને નોણોપાધ્યાત્મજ કહ્યા છે. આચાર્ય હેમચન્દ્રે પણ ‘દેવી-શતક’નો ઉલ્લેખ કરતાં, તેના રચયિતાને નોણના પુત્ર શ્રીમદ્ આનંદવર્ધનને નામે ઓળખાવ્યા છે. નોણના પુત્ર આનંદવર્ધન કાશ્મીરનરેશ અવંતિવર્મા(855-884)ના સભાકવિ હતા તેમ પણ મનાય છે. આનંદવર્ધને રચેલા ‘ધ્વન્યાલોક’/‘કાવ્યાલોક’/‘સહૃદયાલોક’માં ધ્વનિપરંપરાનું…
વધુ વાંચો >