Amritsen-A noted sitarist of the Jaipur gharana-a descendant of Tansen.

અમૃતસેન

અમૃતસેન (જ. 1814; અ. 1894) : જયપુર ઘરાનાના જાણીતા સિતારવાદક. તેઓ તાનસેનના વંશજ હતા. પિતા રહીમસેને તેમને ફક્ત સિતારવાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સમજાવ્યા અને તે વિશે પૂરેપૂરું જ્ઞાન આપ્યું. તેમણે જયપુરનરેશ રામસિંહ આગળ આઠ દિવસ કેવળ કલ્યાણ રાગ જ સંભળાવ્યો. અમૃતસેન વિલાસી જીવનથી દૂર, કલાસાધનામાં મગ્ન અને પરોપકારી હતા.…

વધુ વાંચો >