Alginic acid – also called algin – a naturally occurring – edible polysaccharide found in brown algae.

અલ્જિનિક ઍસિડ

અલ્જિનિક ઍસિડ : મેન્યુરૉનિક અને ગ્લુકુરૉનિક ઍસિડ એકમોનો રેખીય (linear) બહુલક (polymer). આ ઍસિડનો ક્ષાર (અલ્જિન) ભૂખરા રંગની સમુદ્ર-શેવાળમાં મળે છે. સ્ટેનફર્ડને 1880માં આયોડિનના નિષ્કર્ષણની વિધિને સુધારવાના પ્રયત્ન દરમ્યાન અલ્જિન સૌપ્રથમ મળ્યું હતું. અલ્જિનિક ઍસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટે મૅક્રોસિસ્ટિક પાયરિફેરા, વિવિધ પ્રકારની લેમિનેરિયા અને એસ્કોફાઇલમ નોડોસમ જાતની સમુદ્ર-શેવાળો વપરાય છે.…

વધુ વાંચો >