Abhir(region)-A region populated by Abhirs – In the Ramayana-Kishkindhakand – the ‘Shurabhir’ region near Saurashtra.

આભીર (પ્રદેશ)

આભીર (પ્રદેશ) : આભીરોની વસ્તીવાળો પ્રદેશ. રામાયણ-કિષ્કિંધાકાંડમાં સૌરાષ્ટ્રની નજીક ‘શૂરાભીર’ પ્રદેશ સૂચવાયો છે. મહાભારતના ભીષ્મપર્વમાં ‘વાહીક’ અને ‘વાટધાન’ પ્રદેશ પછી ‘આભીર’ કહ્યો છે. રામાયણમાં પણ ‘વાલ્હીક’(વાહીક)નું સામીપ્ય છે જ. ‘શૂદ્રાભીર’ કહેલ છે તે ‘શૂરાભીર’ છે. મહાભારતના મૌશલ પર્વમાં જણાવ્યા પ્રમાણે અર્જુન જ્યારે દ્વારકાના વિનાશ પછી યાદવ સ્ત્રીઓને લઈને પંચનદના પ્રદેશમાંથી…

વધુ વાંચો >