હેમલ જાદવ

અરિજિત સિંહ

અરિજિત સિંહ (જ. 25 એપ્રિલ 1987, જિયાગંજ, જિલ્લો મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ) : ભારતીય ચલચિત્રજગતના જાણીતા પાર્શ્વગાયક તથા સંગીતકાર. તેમણે હિંદી ચલચિત્રો ઉપરાંત બંગાળી, તમિળ, તેલુગુ, મરાઠી, ગુજરાતી, કન્નડ, મલયાળમ તથા પંજાબી ચલચિત્રોમાં પણ પાર્શ્વગાયન કર્યું છે. તેમને સંગીતનો વારસો તેમનાં માતાના પરિવાર તરફથી પ્રાપ્ત થયો. તેમનાં માતા તબલાવાદન ઉપરાંત ગાયકીક્ષેત્રે…

વધુ વાંચો >

આઇસીસી પુરુષ ટી-20 વિશ્વકપ 2026

આઇસીસી પુરુષ ટી-20 વિશ્વકપ 2026 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા દર બે વર્ષે યોજાતા આઇસીસી પુરુષ ટી-20 વિશ્વકપનું દસમું સંસ્કરણ અને આધુનિક સમયની અત્યંત લોકપ્રિય આંતરરાષ્ટ્રીય ક્રિકેટસ્પર્ધા. આઇસીસી પુરુષ ટી-20 વિશ્વકપ-2026ના યજમાનદેશો ભારત અને શ્રીલંકા સંયુક્તપણે છે. 7 ફેબ્રુઆરી, 2026થી 8 માર્ચ, 2026 સુધી આ સ્પર્ધાની મૅચોનું આયોજન થયું છે,…

વધુ વાંચો >

જંક ફૂડ

જંક ફૂડ :  વધુ માત્રામાં કૅલરી અને અતિ અલ્પ પ્રમાણમાં પોષણતત્ત્વો ધરાવતો આહાર. આ પ્રકારના આહારમાં ખાંડ તથા મીઠાનું પ્રમાણ વધુ હોય છે અને શરીરની વૃદ્ધિ માટે જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને પ્રોટીન જેવાં પોષણતત્ત્વોનો અભાવ હોય છે અથવા તો તેની માત્રા અલ્પ પ્રમાણમાં હોય છે. આ આહાર શરીરના સ્વાસ્થ્ય…

વધુ વાંચો >

ડી (ડોમ્મારાજુ) ગુકેશ

ડી (ડોમ્મારાજુ) ગુકેશ (જ. 29 મે 2006, ચેન્નાઈ, તમિળનાડુ) : સૌથી નાની વયે વિશ્વશતરંજવિજેતા બનનારો ભારતનો યુવા શતરંજખેલાડી. ડી. ગુકેશે ખૂબ નાની વયે આંતરરાષ્ટ્રીય સ્તરે શતરંજમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેને બાળપણથી ચેસ રમવાનો શોખ હતો. માત્ર સાત વર્ષની ઉંમરથી જ તેણે ચેસ રમવાની શરૂઆત કરી હતી. તેના પિતા…

વધુ વાંચો >

ધુરંધર

ધુરંધર (2025) : વિદેશમાં જાસૂસી કરતા ગુપ્તચર એજન્ટના જીવન, ગુનેગારોની આંતરિક લડાઈ અને આતંકવાદીઓ તથા રાજકારણીઓની સાંઠગાંઠને આલેખતું ભારતમાં ખૂબ લોકપ્રિય બનેલું હિન્દી ચલચિત્ર. આ ચલચિત્રના પટકથાલેખક, નિર્માતા અને દિગ્દર્શક આદિત્ય ધર છે. જાણીતા સંગીતકાર શાશ્વત સચદેવે સંગીત આપ્યું છે અને ચલચિત્રની જરૂરિયાત પ્રમાણે કેટલાંક જૂનાં ગીતોનો આધાર લઈને રિમિક્સ…

વધુ વાંચો >

લાલો – શ્રીકૃષ્ણ સદા સહાયતે

લાલો – શ્રીકૃષ્ણ સદા સહાયતે (2025) : વૈશ્વિક સ્તરે 100 કરોડનો વ્યવસાય કરનારું પ્રથમ ગુજરાતી ચલચિત્ર. અંકિત સખિયાએ ચલચિત્રનું દિગ્દર્શન કર્યું છે. ભારતીય અભિનેત્રી તથા ગાયિકા માનસી પારેખ, જાણીતા પાર્શ્વગાયક પાર્થિવ ગોહિલ ઉપરાંત મેનિફેસ્ટ ફિલ્મ્સ, જય વ્યાસ પ્રોડક્શન તથા અજય બલવંત પડારિયાએ ચલચિત્રનું નિર્માણ કર્યું છે. પટકથાલેખન કૃષ્ણાંશ વાજા, વિકી…

વધુ વાંચો >