હિના શુક્લ
ગડનાયક, અદ્વૈતચરણ
ગડનાયક, અદ્વૈતચરણ (જ. 24 એપ્રિલ, 1963 ઓડિશા) : ભારતીય મૂર્તિકલા જગતના એક પ્રખ્યાત અને વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત કરનારા મૂર્તિકાર. બાળપણથી જ તેઓ ભારતીય કળા પ્રત્યે આકર્ષિત રહ્યા હતા. છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ વર્ષોથી તેમણે અનેક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક મૂર્તિઓ બનાવીને ભારત અને વિશ્વમાં નામના મેળવી છે. તેમણે ભારતમાં ‘બી.…
વધુ વાંચો >દાસ, ગોકુલચંદ્ર
દાસ, ગોકુલચંદ્ર (જ. 3 ફેબ્રુઆરી 1967, મસલંદપુર, પ. બંગાળ) : પશ્ચિમ બંગાળના પર્ક્યુશનિસ્ટ કલાકાર જે પરંપરાગત બંગાળી ઢોલ, ઢાક વગાડવામાં તેમની કુશળતા માટે જાણીતા છે. પરંપરાગત ઢોલવાદકોના પરિવારમાંથી આવતા દાસે માત્ર ચાર વર્ષની નાની ઉંમરે ઢાક વગાડતાં શીખવાનું શરૂ કર્યું હતું. શાસ્ત્રીય લયને અને લોકપરંપરાને મિશ્રિત કરીને તેમણે એક વિશિષ્ટ…
વધુ વાંચો >દુર્ગાચરણ, રણબીર
દુર્ગાચરણ, રણબીર (જ. 1 માર્ચ 1951, કાનગુરુ, ઓડિશા) : ઓડિસી નૃત્યના ખ્યાતિપ્રાપ્ત પ્રતિભાશાળી નૃત્યકાર અને લોકપ્રિય ગુરુ. વર્ષો સુધી સતત અભ્યાસ અને ગુરુઓ દ્વારા પ્રાપ્ત થયેલ શિક્ષણને ઊંડાણપૂર્વક આત્મસાત્ કરીને ઓડિસી નૃત્યશૈલીના સંવર્ધન અને પ્રસાર માટે તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આ માટે તેમને 2025માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ના પુરસ્કારથી…
વધુ વાંચો >નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ
નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ (જ. 3 ઑગસ્ટ 1958, દિલ્હી) : જૈન ધર્મના પ્રસાર ઉપરાંત તેમણે કરેલા શિક્ષણ અને સેવાક્ષેત્રે મહત્ત્વના યોગદાન બદલ 2025માં પદ્મશ્રીથી સન્માનિત એક જૈન સાધુ. તેમનો જન્મ પંજાબી જૈન પરિવારમાં થયો હતો. નવ વર્ષની નાની વયે તેમણે જૈન સાધુ તરીકેની દીક્ષા લીધી હતી. બાળપણથી જ તેમને અધ્યાત્મ, જ્ઞાન અને…
વધુ વાંચો >નિર્મલા દેવી
નિર્મલા દેવી (જ. 15 ઑગસ્ટ 1947) : મુઝફ્ફરપુરની ભુસુરા મહિલા વિકાસ સમિતિનાં પ્રમુખ. આર્થિક સમસ્યાઓના કારણે તેઓ મૅટ્રિકનો અભ્યાસ પૂરો કરી શક્યાં ન હતાં. બાળપણથી જ તેમને પોતાની માતા પાસેથી પરંપરાગત ‘સુજની કઢાઈ’ (હસ્તકલા) શીખી હતી. સમય જતાં તેમણે આ કળાને જીવંત રાખવાની સાથે હજારો મહિલાઓને આ કળામાં નિપુણ, સ્વરોજગાર…
વધુ વાંચો >નોહરિયા, નીતિન
નોહરિયા, નીતિન (જ. 9 ફેબ્રુઆરી 1962) : હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના વિશ્વસન્માનિત પ્રખ્યાત પ્રોફેસર તથા 2010થી 2020 સુધી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના દસમા ડીન રૂપે કાર્ય કરનાર તથા પદ્મશ્રી પુરસ્કૃત. પોતાની આગવી નેતૃત્વ શૈલી અને શૈક્ષણિક દૃષ્ટિકોણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલને નવી ઊંચાઈએ પહોંચાડી. તેમનો જન્મ હિંદુ વણિક પરિવારમાં થયો. તેમના પિતા ક્રોમ્પટન…
વધુ વાંચો >પાહવા, ઓમકાર સિંહ
પાહવા, ઓમકાર સિંહ (જ. 10 ઑગસ્ટ 1952) : એવોન સાઇકલના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર અને એક સફળ ઉદ્યોગપતિ. ભારતના સાઇકલ-ઉદ્યોગમાં મોટું પરિવર્તન લાવનાર પાહવાને 2025માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમનો જન્મ એવોન સાઇકલની સ્થાપના કરનારા પરિવારમાં થયો હતો. 1973માં તેમણે લુધિયાણાની સરકારી કૉલેજમાંથી બેચરલ ઑફ આર્ટ્સની ડિગ્રી…
વધુ વાંચો >બતૂલ બેગમ
બતૂલ બેગમ (20 સપ્ટેમ્બર 1956, કેરાપ, રાજસ્થાન) : લોકસંગીતનાં ગાયિકા. તેમણે લોકગીતો અને ભજનો ગાવા ઉપરાંત અનોખી શૈલીથી ઢોલ, ઢોલક, તબલાં જેવાં વાદ્યોને વગાડીને આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે. 2025ના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેમને નવાજવામાં આવ્યાં છે. તેઓ રાજસ્થાનના મિરાસી સમુદાયનાં છે, જ્યાં મહિલાઓ માટે સંગીત શીખવું કે સ્ટેજ પર ગાવું…
વધુ વાંચો >બાઠારી, જયનાચરણ
બાઠારી, જયનાચરણ (જ. 1 જુલાઈ 1940, દિમા, જિ. હસાઓ, અસમ) : દિમાસા સમુદાયના લોકસંગીત અને પરંપરાગત વાદ્યોને લોકપ્રિય બનાવનાર અસમ રાજ્યના હાફલોંગ ગામના નિવૃત્ત સરકારી કર્મચારી. બાઠારીને નાનપણથી જ દિમાસા લોકસંગીત પ્રત્યે આકર્ષણ અને સમર્પણની ભાવના હતી. પોતાની અથાગ મહેનત અને દૃઢ નિશ્ચયના કારણે તેઓ ગાયક બન્યા. આકાશવાણી સિલચર, હાફલોંગ,…
વધુ વાંચો >બોરો, અનિલકુમાર
બોરો, અનિલકુમાર (જ. 9 ડિસેમ્બર 1961, કહિતામા, અસમ) : કવિ, લોકસાહિત્યકાર, અનુવાદક, શિક્ષણશાસ્ત્રી અને સાહિત્યિક વિવેચક. બોરોએ ગુવાહાટી યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ લોકસાહિત્ય સંશોધન વિભાગમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે 1988માં ડિમોરિયા કૉલેજ ખેતરી ખાતે અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે પોતાની શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ તેઓ 2002ની સાલમાં ગુવાહાટી…
વધુ વાંચો >