હલાહલ
હલાહલ
હલાહલ : ચીનમાં પ્રચલિત અવલોકિતેશ્વર બોધિસત્વનું વિશિષ્ટ મૂર્તિસ્વરૂપ. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે (લલિતાસનમાં બેઠેલ) આ સ્વરૂપનો વર્ણ શ્વેત છે. તેઓ ત્રિમુખ અને ષડ્ભુજ છે. જમણી બાજુનું મુખ નીલવર્ણનું, ડાબી બાજુનું મુખ રક્તવર્ણનું અને મધ્ય મુખ શ્વેત હોય છે. મસ્તક પાછળ પ્રભામંડળ હોય છે. મસ્તક પર મુકુટમાં અમિતાભ ધ્યાની બુદ્ધને ધારણ કરેલા…
વધુ વાંચો >