હર્ષદભાઈ ઈ. પટેલ
વાય. એમ. સી. એ. કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન
વાય. એમ. સી. એ. કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન : અંગ્રેજોના શાસન દરમિયાન ભારતની સ્કૂલોમાં તાલીમ પામેલા શારીરિક શિક્ષણના શિક્ષકો ન હતા. ભારતની સ્કૂલોમાં શારીરિક શિક્ષણ આપવાનું કાર્ય પહેલવાનો, જિમ્નેસ્ટો તેમજ લશ્કરમાંથી નિવૃત્ત થયેલા સૈનિકો કરતા હતા. આ બધા શારીરિક રીતે સશક્ત અને શારીરિક પ્રવૃત્તિઓના જાણકાર હતા; છતાં પણ ‘શારીરિક શિક્ષણના…
વધુ વાંચો >વાંસકૂદકો (pole vault)
વાંસકૂદકો (pole vault) : એક પરંપરાગત લોકપ્રિય રમત. વાંસકૂદકાની રમતનો સૌપ્રથમ ઉલ્લેખ લ્યુનસ્ટર નામની પ્રાચીન બુકમાંથી મળે છે. આયર્લૅન્ડમાં યોજાતા વાર્ષિક ‘ટીએલ્ટિયન’ રમતોત્સવમાંની પાંચ રમતોમાં આ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આયર્લૅન્ડમાંથી આ રમત સ્કૉટલૅન્ડમાં ગઈ અને ત્યાંથી ઇંગ્લૅન્ડ અને ઉત્તર અમેરિકામાં પ્રચાર પામી હતી. જર્મનીમાં 1785માં શારીરિક શિક્ષણ તજ્જ્ઞ…
વધુ વાંચો >વૉલી બૉલ
વૉલી બૉલ : એક લોકપ્રિય પાશ્ચાત્ય રમત. તેની શરૂઆત અમેરિકામાં 1895માં થઈ હતી. રમતના શોધક ડૉ. વિલિયમ જી. મૉર્ગન હોલિયૉક નગરના વાય. એમ. સી. એ. સંસ્થાના શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા હતા. પ્રયોગાત્મક ધોરણે રમાડવામાં આવેલી રમતમાં બંને ટીમમાં નવ ખેલાડીઓ રાખવામાં આવ્યા હતા અને નેટની ઊંચાઈ 1.98 મીટરની રાખવામાં આવી હતી.…
વધુ વાંચો >વ્યાયામ
વ્યાયામ : શરીરનાં સૌષ્ઠવ તથા બળમાં વૃદ્ધિ કરનારી વિવિધ પ્રકારની કસરતો અને શરીરનાં હલનચલનો. સજીવ સૃદૃષ્ટિમાં તે સર્વત્ર જોવા મળે છે. પંખીઓ ઊડાઊડ કરે છે. ગાય, વાછરડાં કૂદાકૂદ કરે છે. કૂતરાં ગેલ કરે છે. બકરીનાં બચ્ચાં માથાં અથડાવીને રમે છે. વાંદરાનાં બચ્ચાંઓ ઝાડની ડાળીએ ડાળીએ ઊછળકૂદ કરે છે. ખિસકોલીઓ એકબીજીને…
વધુ વાંચો >સંતાકૂકડી
સંતાકૂકડી : સંતાઈ ગયેલા બાળકને શોધવાની એક ભારતીય રમત. બાળક જ્યારે સમજણું થાય છે ત્યારે મા પોતાના બાળકને ઘરમાં એકલું મૂકીને બારણાં, સોફા કે તિજોરી પાછળ સંતાઈ જાય છે, પછી ‘કૂકડે કૂક’નો અવાજ કરીને પોતાને શોધવા માટે જણાવે છે અને બાળક પણ અવાજ આવે તે દિશામાં જઈને પોતાની માતાને શોધી…
વધુ વાંચો >સિંઘ કે. ડી.
સિંઘ, કે. ડી. (જ. 2 ફેબ્રુઆરી 1922, બારાબંકી, ઉત્તરપ્રદેશ; અ. 27 માર્ચ 1978) : ભારતીય હૉકી-ખેલાડી. પૂરું નામ કુંવર દિગ્વિજયસિંહ. તેઓ કે. ડી. સિંઘ બાબુના નામથી જાણીતા હતા. હૉકીના રસિકો તેમને ‘બાબુ’ના ઉપનામથી ઓળખતા હતા. રાજવી પરિવારમાં જન્મ થયો હોવા છતાં તેમણે હૉકીમાં સામાન્ય ખેલાડી-રૂપે રમવાનું નક્કી કર્યું. ભારતીય હૉકી-જગતમાં…
વધુ વાંચો >