હરિત ર. દેરાસરી

ઍક્સલરોડ જુલિયસ

ઍક્સલરોડ, જુલિયસ (Axelrod Julius) (જ. 30 મે 1912, ન્યૂયૉર્ક સિટી; અ. 29 ડિસેમ્બર 2004 મેરીલેન્ડ, યુ. એસ.) : મેડિસિન અને ફિઝિયૉલોજી શાખાના નોબેલ પારિતોષિક વિજેતા (1970). તેમનાં સહવિજેતા હતા સર બર્નાર્ડ કાટ્ઝ (બ્રિટિશ જૈવ ભૌતિકશાસ્ત્રી) તથા ઉલ્ફ વોન યુલર (સ્વીડિશ દેહધર્મવિજ્ઞાની). તે યુ.એસ.ના જૈવરસાયણ ઔષધશાસ્ત્રી હતા. ચેતાતંતુના આવેગ(impulse)ને અવરોધતા ઉત્સેચક-(enzyme)ની…

વધુ વાંચો >

એહર્લિક પૉલ

એહર્લિક, પૉલ (જ. 14 માર્ચ 1845, સ્ટ્રેહલન, સિલેશિયા, પ્રુશિયા; અ. 20 ઑગસ્ટ 1915, બેડહેમ્બર્ગ વૉર ડર હોહે, જર્મની) : ‘ફિઝિયૉલૉજી અને મેડિસિન’ના નોબેલ પારિતોષિક(1908)ના એલી મેચનીકોફ સાથે સહવિજેતા. સંશોધનનો વિષય હતો ઉપદંશ(syphilis)ની સૌપ્રથમ અસરકારક ચિકિત્સા. આ જર્મન તબીબી વિજ્ઞાનીએ લોહી અને તેના રોગો, પ્રતિરક્ષાવિદ્યા (immunology) અને રસાયણચિકિત્સા(chemotherapy)ના વિષયોમાં મૂળભૂત સંશોધન…

વધુ વાંચો >